Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir
Catalog link: https://jainqq.org/explore/034393/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Iklibalo Phlalc - અરુણોદય જીવનસંધ્યાએ Hક પર તમારી પર તે કે તેમ છે. HTTી . . pat ' , ' ની ન તો ? એક ની હું Page #2 -------------------------------------------------------------------------- ________________ જીવનસંધ્યાએ અરુણોદય ગુણવંત બરવાળિયા : પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. "Jivan Sandhya a Arunoday" Gunvant Barvalia March - 2016 by : © Mrs. Dr. M. G. Barvalia IBM No. જીવનસંધ્યાએ અરુણોદય – ગુણવંત બરવાળિયા “મૃત્યુનું સ્મરણ” નું નવસંસ્કરણ આવૃત્તિ : પાંચમી * માર્ચ - ૨૦૧૬ મૂલ્ય : રૂા. ૧૪૦/ પ્રકાશક : મુદ્રકઃ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. B Page #3 -------------------------------------------------------------------------- ________________ Jivan SandhyaA (Recurrection) 15-3-2016 જ્ઞાન અને વૈરાગ્યની મૈત્રી જીવનપ્રવાહમાં આપણે, પત્ની, પુત્રાદિસંતાન, મિત્રો, સ્નેહીવર્ગ અને સંપત્તિ પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ એક પળ એવી આવે છે કે સ્નેહ અને સંપત્તિના એ સામ્રાજ્યને આપણે એક ક્ષણે છોડીને ચાલ્યા જવાનું હોય છે. શું ક્ષણમાત્રમાં આ બધું છોડીને ચાલ્યા જવાનું ? શું મત્યુ અચાનક જ આવશે ? આ દુઃખદ ઘટનાનો શોક કોને ? આપણને તો નથી હોતો. પાછળ રહેલા સ્વજનોને આ આકસ્મિક ઘટનાનો શોક પચાવવો ઘણો મુશ્કેલ થાય છે. કારણ ? કારણ કે, મૃત્યુને આપણે અચાનક - આકસ્મિક ગણીએ છીએ ? ખરેખર એવું નથી. જન્મની પહેલી પળથી જ મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. ક્યારે આવશે તે ખબર નથી, પરંતુ આવશે તે નિશ્ચિત છે. એક રીતે વિચારીએ તો જન્મ પછી માના ખોળામાં મૂકાતા પહેલાં જ આપણે મૃત્યુના ખોળામાં મુકાઈ જતાં હોઈએ છીએ. પરંતુ આપણે મૃત્યુ વિશે વિચાર કરતાં નથી. કદાચ પ્રછના ભયને કારણે મૃત્યુ આપણે માટે અણગમતો વિષય હોઈ શકે. મૃત્યુ શબ્દ સાથે ગંભીરતા, શોક, ભય, અમંગળ કે ઉદાસી સહજ રીતે જોડાઈ જાય છે. જ્ઞાનીઓ મૃત્યુનો સહજ સ્વીકાર કરવાની શીખ આપે છે, પરંતુ હજુ તે આપણી સમજમાં આવતી નથી. - એક વ્યક્તિ બીમાર પડે છે. બીમારી થોડા દિવસ ચાલે છે. બીમારને શાતા, સાંત્વના, શાંતિ માટે ધર્મ સંભળાવવામાં આવે છે. સમાધિમરણના પાઠ સંભળાવવામાં આવે છે. એટલામાં કોઈ સમાજની શ્રેષ્ઠીવર્ય વ્યક્તિ કે સ્વજન આવી જાય છે તે સ્તબ્ધ બની જાય છે અને કહે છે, લે ભાઈ! ઘડીકમાં શું થઈ ગયું ! ગયા અઠવાડિયે તો મને મીટિંગમાં મળ્યા ત્યારે સાજાસારા હતા, હું તો અમસ્તો... મળવા આવ્યો તો... તો અહીં તો સમાધિમરણના પાઠ ... શું અંતિમ આરાધના કરાવો છો ? એટલું બધું શું થઈ ગયું ? આમ સામાન્ય રીતે આપણે ત્યાં ધર્મ-આરાધના કે સમાધિમરણના પાઠને ગંભીર રીતે એક અલગ રીતે જ જોવામાં આવે છે. આપણે જીવનની આવી પળોને સમજ્યા નથી. આ ગેરસમજણ આપણને કુમરણ તરફ લઈ જાય છે. જ્ઞાનીઓ કહે છે કે મૃત્યુનું સ્મરણ તો પ્રત્યેક પળે જીવ માટે કલ્યાણકારક છે. જીવનમાં ઘણા મહોત્સવ આવે છે. જન્મોત્સવ, નૂતનગૃહપ્રવેશ: ઉત્સવ, લગ્નોત્સવ, જીવનના પચાસમાં વર્ષે સુવર્ણજયંતી ઉત્સવ, Page #4 -------------------------------------------------------------------------- ________________ Jivan Sandhya A (Recurrection) 15-3-2016 સાઈઠમા વર્ષે હીરક મહોત્સવ, પંચોતેરે અમૃત મહોત્સવ. આ સર્વ ઉત્સવો આપણે આનંદ અને ઉત્સાહથી ઊજવીએ છીએ તો જીવનનો જે અંતિમ પ્રસંગ છે તે મૃત્યુ અને આ અંતિમ અવસરને મૃત્યુમહોત્સવ રૂપે કેમ ન ઊજવીએ ? આ વિચારથીજ સ્વજન વિદાય પછી આર્તધ્યાનથી બચી શકશે. મૃત્યુના ચિંતન વખતે જો આપણે જ્ઞાનીઓના વચનોને આચરણમાં લઈશું તો આપણું જીવન અનાસક્તિના માર્ગે જશે. સંબંધો. ભોગ-ઉપભોગ અને બાહ્ય અતર પરિગ્રહમાં લેવાશે નહિ. નિર્લેપી દશા જીવને સમાધિમરણના રાજમાર્ગ પ્રતિ લઈ જશે. ચિંતન દ્વારા ચિત્તમાં જ્ઞાનપ્રવાહિત થાય છે અને મૃત્યુનો વિષય વૈરાગ્ય પ્રેરક છે, માટે મૃત્યુનું ચિંતન જ્ઞાન અને વૈરાગ્યની મૈત્રી રચે છે. આ જ્ઞાન અને વૈરાગ્યનું સાયુજ્ય સદ્ગતિ પ્રેરક છે. સંત સમાગમથી મેળવેલું, જ્ઞાનીઓના વચનામૃતના સ્વાધ્યાયના નવનીત રૂ૫ વિચારો અને વૈરાગ્યપ્રેરક ઉપનયકથાઓ અને કથાનક અહીં ગ્રંથસ્થ કરવાનો પુરક્ષાર્થ કર્યો છે. જે જીવનસંધ્યાએ જીવવાના ઉત્સાહનો અષ્ણોદય પ્રગટાવી શકે. આ લેખન-સંપાદન -પ્રકાશન કાર્યમાં મને મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયાનો સહયોગ મળ્યો છે. સંતો અને સદ્ગુરુની પ્રેરણા મળી છે, તે સૌનો ઋણી છું. માંદગી કે સ્વજનની વિદાય વેળા આ લખાણોનાં વાંચન દ્વારા શાંતિ અને સાંત્વના મળે અને મૃત્યુના સતત સ્વાધ્યાય અને સ્મરણ દ્વારા આપણને સૌને સમાધિમરણનો માર્ગ મળે તેવી અભીપ્સા સાથે વીરપું છું. ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, - ગુણવંત બરવાળિયા ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). અનુક્રમણિકા ૧. સદ્ગતિ કે દુર્ગતિ માનવના અંતરમનને આભારી છે ૨. મૃત્યુનું સ્મરણ મરણ જીવનનું અમૃત, ૪. જિંદગીનો ખરો સ્વાધ્યાય ૫. મૃત્યુનો પગરવ ૬. ઔષધ ઉપચાર ચિંતન * મંગલમય અનન્ય શરણ જ ઉત્તમ ઔષધોપચાર છે ૭. દિવ્ય સુખનો અલૌકિક પ્રદેશ ૮. અખિલ બ્રહ્માંડમાં આપણું સ્થાન ક્યાં ? હું થાકતો પણ નથી ૧૦. મૃત્યુ વિષે શ્રીમદ્ ભગવદ્ ગીતા ૧૧. ઓલવાયેલી મીણબત્તી ૧૨. મત્યુ નિવારી શકાતું નથી, સુધારી શકાય છે ૧૩. આ દિવસો પણ ચાલ્યા જશે ૧૪. મોક્ષમાર્ગના દ્વારમાં પ્રવેશ કોને મળે ? ૧૫. ડૂબતો સૂરજ પીળું પાન, જોતાં લઉં હરિ તારું નામ ! ૧૬. અશોક નિપ્રતિકાર વિદાય ૧૭. આ લોકનું મમત્વ છોડ્યા વિના પરલોક સિદ્ધ થતો નથી ૧૮. મૃત્યુની અનુભૂતિ ૧૯. અંતિમ વિદાય પૂર્વેનું ઘોષણાપત્રા ૨૦. વૈરાગ્યનો દીવો ૨૧. જીવન સંધ્યા માટે આયોજન ૨૨. અમરતા. તૂજ મૂલ્ય કરશે એ મરણની ઝંખના જેને ૨૩. નિર્લેપ દશા. ૨૪. આલોચના ૨૫. દર્શન સાહિત્યમાં મૃત્યુચિંતન ૨૬. અસહિષ્ણુતા | ૨૭. આઠમું વચન ૨૮. આરાધનાનો અવસર ૨૯. જીવનસંધ્યાએ અરુણોદય ૩૦. છેલ્લે તો આપણે બે જ હોઈશું Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉપાડનાર કોઇ હાજર ન હતું. લાશ ઘરની બહાર રસ્તામાં એક ખૂણે પડી હતી, તરા અને ગીધ મિજબાની ઉડાવવા તત્પર હતાં. આ જોઇને યોગી બોલ્યા, ‘તારાથી તો વધારે વિવેકયુક્ત અને ન્યાયપૂર્ણ વ્યવહાર આ પૃથ્વીલોકના માણસો કરી રહ્યાં છે. એતો જો, કાંઇક સમજ અને સત્વરે તારી ભૂલ સુધાર !” ૧. સદ્ગતિ કે દુર્ગતિ માનવના અંતરમનને આભારી છે એ નગરમાં એક જ દિવસે બે મૃત્યુ થયાં. એક સંતા મહાત્માનું અને એક ગણિકાનું બંને એક જ સમયે વિદાય થયાં. બંનેના ઘર સામ સામે, એક બીજાના ઘરમાં શું થઇ રહ્યું છે તે બંને સારી જાણતાં હતાં. - યમદૂતે કહ્યું. પૃથ્વીના લોકો તો માત્ર બહાર દેખાય તેટલું જ જાણી શકે છે એમની પાસે માત્ર આંખ છે. શરીર અને બાહ્યા વ્યવહાર જ આંખ દ્વારા જોઇ શકાય છે. દષ્ટિ હોય તો શરીરથી આગળ ઊંડાણમાં જોઇ શકાય છે. અમે તો દિવ્યદૃષ્ટિથી સૂક્ષ્મ જોયા પછી જ ન્યાયયુકત નિર્ણયો લઈએ છીએ. પ્રશ્ન શરીરનો નથી. મનનો છે ! શરીરથી તું સંન્યાસી હતો, પરંતુ તારા અંતરમનમાં શું હતું ? શું તારા સંપૂર્ણ મન પર વાસનાનો કબજો ન હતો ? ગણિકાના ઘરમાં થઇ રહેલા નાચ ગાન રંગરાગમાં તારું મન ડૂબી ગયું હતું. તું સતત વિચારતો હતો કે મારું જીવન કેટલું નીરસ વ્યતીત થઇ રહ્યું છે. આ ગણિકા કેવી રંગ રેલી, મોજ મજા ઉડાવી. રહી છે. હાય હું દુર્ભાગી ! આ જ જીવનનો સાચો આનંદ માણી રહી છે. કામવાસનાને તે ઇષ્ટ માની તેમાં આસક્ત હતો. મનથી જ, ઈષ્ટના વિયોગથી તું આર્તધ્યાનમાં રહેતો, શરીર પરનાં ટીલાં, બાહ્ય વહેવારો લોકોને ધર્મમય લાગતાં. તારું ચિત્ત વાસનામાં ભડકે બળતું હતું અને ગણિકાના સાનિધ્યની (સહવાસનની) સતત ઝંખના વાંછના અને કલ્પના ! પરંતુ યમદૂતો જયારે બંનેના આત્માને લેવા આવ્યા ત્યારે આશ્ચર્યકારક ઘટના ઘટી, એક ચમદૂત ગણિકાનો જીવ લઇ સ્વર્ગ તરફ જવા લાગ્યો બીજો યમદૂત યોગીનો આત્મા લઇ નર્ક તરફ જવા લાગ્યો. યોગીએ યમદૂતને પૂછયું, ભાઇ, તમારી કોઇ ભૂલ તો નથી થતી ને ? ગણિકાને બદલે તમે મને ભૂલમાં નરકમાં લઇ જઇ રહ્યા છો આ તે ક્વો અન્યાય ? આ તે કેવું અંધેર ? યોગીએ પૃથ્વી તરફ જોયું તો તેના દેહને પુષ્પહારથી શણગારવામાં આવ્યો હતો. મૃતદેહને મૂકવા માટે ભવ્ય પાલખી બનાવવામાં આવી હતી, અંતિમયાત્રા ધામધૂમથી નીકળવાની તૈયારી ચાલતી હતી. અંતિમદર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. ભજનમંડળીઓ વાજિંત્રો સાથે આવી પહોંચી હતી, જ્યારે ગણિકા-વેશ્યાના મૃતદેહને પરંતુ તને ખબર છે કે ગણિકાની માનસિક સ્થિતિ કેવી હતી ? એ ગણિકાને તો તારા સંન્યાસી જીવનમાં જે શાંતિ અને અપૂર્વ આનંદ દેખાતો હતો, તે પામવા માટે, સહરાના રણમાં સુકાયેલા કંઠે પ્રવાસી શીતળ જળને ઝંખે તેવી તીવ્ર ઝંખના કરતી હતી ! રાત્રે -જીવનસંધ્યાએ અરુણોધ્ય) -જીવનસંધ્યાએ અરુણોદય ) ( ૨ > Page #6 -------------------------------------------------------------------------- ________________ જ્યારે તું ભજન ગાતો અને પ્રાતઃકાળે મધુર મંગળ શ્લોકો ગાતો ત્યારે એ ગણિકા પ્રભુમય બની જતી. તારા બાહ્યરૂપ અને ગાનને પવિત્ર માની ભાવવિભોર બની જતી. આંસુ સાથે પ્રાર્થના કરતી કે પ્રભુ મારાં કૃત્યોને માફ કરી મને આવું નિર્મળ જીવન આપ ! એક બાજુ તારા દંભની ક્ષિતિજોનો વિસ્તાર કરતો તું સંન્યાસી હોવાના અહંકારને પુષ્ટ કરતો હતો તો બીજી બાજુ પેલી ગણિકા-વેશ્યા પોતાના પાપી જીવનનો એકરાર અને પશ્ચાત્તાપથી વિનમ્ર અને પાવન બનતી જતી હતી. પરંતુ તું તારા માનથી ગર્વિષ્ઠ બનતો જતો હતો. તારી કલિષ્ટ ભાવનાઓનું અહંકારમાં પરિણમન થયું અને ગણિકાની. શુભ ભાવનાઓથી તેનું વ્યક્તિત્વ અહંકારશૂન્ય બની ગયું. ગણિકાના ચિત્તમાં, તેના મૃત્યુ પૂર્વે તેની વાસના અને અહંકાર મૃત્યુ પામી ચૂક્યા હતાં. મૃત્યુ સમયે તેનું સમગ્ર ચિત્તતંત્ર પરમાત્માની પ્રાર્થનામાં ૨. મૃત્યુનું સ્મરણ લીન હતું. મહારાષ્ટ્રમાં એક સંત પુરુષ થઇ ગયા. નામ હતું સંત એકનાથ. તેમની પાસે એક શ્રીમંત ભક્ત આવ્યો. તેમણે એકનાથને કહ્યું. ‘આપના જીવનમાં એક પણ પાપ જોવા મળતું નથી...જ્યારે મારા જીવનમાં પાપ સિવાય બીજું કાંઇ જોવા મળતું નથી, આમ કેમ ?' સંન્યાસી નિરુત્તર રહ્યો ! શાંતસુધારસના ઉપાસક પૂ. વિનયવિજયજીએ કહ્યું છે કે મનુષ્યના મનનું પરિવર્તન, પરિપૂર્ણ પરિવર્તન આવશ્યક છે. શારીરિક, બાહ્ય, વ્યાવહારિક કે વસ્ત્રપરિવર્તન એ આલંબન છે. માત્ર આંતરિક પરિવર્તનનું જ મૂલ્ય છે. ભક્તનો પ્રશ્ન શાંતિથી સાંભળી, સંત એકનાથ આંખો બંધ કરી ધ્યાનમાં લીન થઇ ગયા. ભક્ત સામે બેસી રહ્યો. થોડી ક્ષણો પછી એકનાથે આંખો ખોલીને ભક્ત સામે જોયું અને કહ્યું, ‘તારા પ્રશ્નનો જવાબ તો પછી આપીશ, પણ મને આજથી સાતમા દિવસે તારું મૃત્યુ દેખાય છે ! માનવીની સદ્ગતિ કે દુર્ગતિ તેના અંતરમનને આભારી છે. બાહ્ય આવરણ કે ક્રિયાકાંડો મહાનતાનો માપદંડ નથી. અંતઃકરણની શુભ ભાવનાઓ જ આંતરસમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. અલૌકિક સુખ અને આનંદ આપે છે. આંતરિક ચેતનાકેન્દ્રના વર્તુળમાં અપૂર્વ આનંદના સ્કુલિંગો સર્જવાની પ્રક્રિયાનું સાતત્ય રહે છે. જેનાથી ભીતરના આનંદનું વિશ્વ વિસ્તરતું જાય છે. ભક્તની આંખો પહોળી થઇ ગઇ ! તેને એકનાથના જ્ઞાન ઉપર અને વચન ઉપર શ્રદ્ધા હતી. તે બોલી ઉઠયોઃ “શું કહો છો આપ ?” શું સાચે જ સાતમા દિવસે મારું મોત છે ? હા, સાતમા દિવસે તારું મૃત્યુ મને દેખાય છે ! ભક્ત પોતાના ઘેર આવ્યો. પરિવારને તેણે કહ્યું હવે માત્ર સાત દિવસનું જ મારું આયુષ્ય - જીવનસંધ્યાએ અરુણોધ્યો આજીવનસંધ્યાએ અરુણોદ્યો Page #7 -------------------------------------------------------------------------- ________________ છે... મેં મારી જિંદગીમાં ઢગલાબંધ પાપ કર્યા છે. હવે આ સાત દિવસમાં મારે કંઇ પાપ કાર્ય કરવું નથી. માત્ર પરમાત્માના નામસ્મરણમાં એ લીના થઇ ગયો. સાતમે દિવસે સ્વામી એકનાથ ભિક્ષા લેવા તેના ઘરે ગયા. ભક્તને ઘરે જોઇને તેમણે પૂછયું કેમ તમે દુકાને નથી ગયા ?” વિષયોમાં આસક્ત થાય છે, તેમને મનુષ્ય ન ગણવા જોઇએ.’ સંસારની કઇં ગતિમાં મોત સાથે નથી જોડાયેલું ? સ્વર્ગનો દેવ હોય કે નર્કનો નારકી ? મનુષ્ય હોય કે તિર્યંચ ગતિનું પશુપક્ષી હોય, જેનો જન્મ છે તેનું મૃત્યુ નક્કી જ છે. ‘પ્રભુ, હવે દુકાને જવાનું હોય ?” સાત દિવસથી દુકાને નથી ગયો, દુનિયાના બધા પ્રપંચ છોડી દીધાં છે. દિન રાત પરમાત્માના નામસ્મરણમાં લીન રહું છું. ભક્ત એકનાથનાં ચરણોમાં નમસ્કાર કર્યા. મોતનું સ્મરણ વિષયરમણનું મારણ છે. પ્રથમ દુઃખ તો જન્મનું છે. જન્મ છે તો મૃત્યુનું દુઃખ છે. માટે જ શાસ્ત્રકાર પરામર્શીઓએ દુઃખના ક્રમમાં જન્મના દુઃખને પ્રથમ ગણાવ્યું છે. દા.ત. જન્મ, જરા અને મૃત્યુનું દુઃખ. જન્મ છે તો જરા અને મૃત્યુનું દુઃખ છે. જન્મ સમયની વેદનાનું આપણને સ્મરણ નથી, આપણે તો જન્મદિન ઉજવીએ છીએ. એકનાથે પૂછયું, ‘આ સાત દિવસમાં તમે કેટલાં પાપ કર્યા ?” ‘એક પણ નહિ !” મોત સામે દેખાય, પછી રંગ-રાગ કે ભોગવિલાસ ગમે ખરા ? વેપારધંધો કે બીજી આળપંપાળ ગમે ખરા. ભગવંત ? હવે... આજે તો છેલ્લો દિવસ છે...' જ્ઞાનીઓએ કહ્યું છે કે ‘અચાનક મોત કોઇને આવતું જ નથી મોત એ કોઇ આકસ્મિક ઘટના તો છે જ નહિ એ Growth છે... એક જાતનો વિકાસ છે... પરિવર્તન છે... જે જન્મના દિવસથી જ શરૂ થઇ જાય છે. હકીકતમાં જન્મ એ મૃત્યુનો પ્રથમ કિનારો છે અને “મૃત્યુ” એનો અંતિમ કિનારો છે. આ યાત્રા પહેલાથી શરૂ થઇ જાય છે. જેને આપણે પ્રથમ જન્મદિન કહીએ છીએ, તે મૃત્યુ યાત્રાનો પ્રથમ દિવસ છે, બસ જરૂર છે એ યાત્રાના સ્મરણની !” પ્રતિક્ષણ આપણને મોતનું સ્મરણ રહેશે જે આપણને આત્માનું અહિત કરે તેવી પ્રવૃત્તિથી બચાવશે. ‘મહાનુભવ ! તારા પ્રશ્નનો જવાબ તને મળી ગયો ને ? “ “હા, મારા જીવનમાં કેમ એકેય પાપ નથી ? હું સતત મૃત્યુનું સ્મરણ કરું છું. મૃત્યુનું સ્મરણ પાપનું મારણ છે”. સંત કહે, હા, તને મૃત્યુનું સ્મરણ રહ્યું માટે તારું જીવન નિષ્પાપ બન્યું. તું ભગવત સ્મરણમાં લીન બન્યો ! તું હજુ જીવવાનો છે, આજે મરવાનો નથી. આતો નિષ્પાપ જીવનનું રહસ્ય સમજાવવા તને મેં કહેલું. મૃત્યુના સતત સ્મરણ માટે આપણે આપણા મૃત્યુદર્શનની. કલ્પના કરવી જોઈએ. મૃત્યુ સમયના વાતાવરણ અને પુનઃજન્મની કલ્પના ચિંતનમાં આવ્યા કરશે તો મૃત્યુનું સતત સ્મરણ રહેશે. ‘પ્રશમરતિ’માં ભગવાન ‘ઉમાસ્વાતિ’એ મૃત્યુ પર લખેલ ગાથાનું વિવેચન કરતા પ.ભદ્રગુપ્તવિજયજી મ.સા. લખે છે કે ‘સ્થાને અસ્થાને નિયત અને અનિયત મરણને પ્રત્યક્ષ જોવા છતાં જેઓને મૃત્યુનું સ્મરણ એ જ સમાધિમરણનું ચિંતન છે. -જીવનસંધ્યાએ અરુણોદય, - જીવનસંધ્યાએ અરુણોદય Page #8 -------------------------------------------------------------------------- ________________ માંડશે તે ક્ષણ, આપણને સમાધિમરણના ચિંતનની યાત્રા ભણી. લઇ જનારી હશે. આપણું ખુદનું ઘર, આપણા પડોશીઓ, સમાજ સોસાયટીના (કહેવાતા સભ્ય ?) સભ્યો જો સ્વચ્છતા રાખે તો સૂક્ષ્મ જીવોની હિંસા નિવારી શકાય માટે જ ગાંધીજી સ્વચ્છતાને અહિંસાના પર્યાય રૂપે જોતા હતા, શાકાહાર અને જીભનો વિવેક કેટલાક જીવોને અભયદાન આપી શકે. ૩. મરણ જીવનનું અમૃત છે. ખરેખર શું મરણ ખરાબ લાગે છે ? એક રીતે વિચારીએ તો મરણ ખરાબ નથી લાગતું. ઘરમાં આપણાં આરામ અને આરોગ્યને ખલેલ પહોંચાડતા શુદ્ર જંતુઓને (પેસ્ટ કંટ્રોલ) દવા છાંટીને આપણે મરણને શરણ કરીએ છીએ. માંસાહારીઓ પશુ-પક્ષી કે પ્રાણીઓને પોતાનું પેટ ભરવા કે જીભના રસને પોષવા સંહાર કરે છે. કોઈક ખૂન કર્યું ન્યાયાધીશે તેને ફાંસીની સજા ફરમાવી. ન્યાયાધીશ, ખૂની અને જલ્લાદ ત્રણે મોતને ઇચ્છનારા; એકે ખૂન કર્યું જેની હત્યા કરી તેનું મરણ આ હત્યારો ઇચ્છતો હતો. સદોષ મનુષ્ય વધ એ નિકાચિત કર્મોનું બંધન છે. ન્યાયાધીશે ખૂનીને ફાંસીની સજા દીધી, જલ્લાદ ખૂનીનું મૃત્યુ ઇચ્છે છે. અહીં સરકારી કાયદો ને કર્તવ્ય અભિપ્રેત છે. પરંતુ ઊંડા ઊતરીને વિચારીએ તો ખૂની, ન્યાયાધીશ અને જલ્લાદ ત્રણે મરણને ચાહે છે. પરંતુ પોતાના નહિ બીજાના મરણને. શ્રીકાંત આપ્ટેનું મૃત્યુ ચિંતન કાંઇક નિરાળું છે. એ કહે છે કે જીવનમાં જ્યારથી આપણને કોઇ પણનું મરણ ખરાબ લાગવા ક્રોધને સ્થાને ક્ષમા, ખૂન-હિંસાને નિવારી શકે પછી જલ્લાદ કે ન્યાયાધીશને ફાંસી દેવી કે ફાંસીનો ચૂકાદો આપવા જેવી કપરી ફરજ બજાવવી નહીં પડે. જિંદગી નદીના પ્રવાહ જેવી છે. જૂનું જળ જાય નવાં આવે, જૂના શ્વાસ જાય નવા આવે - જૂનું જીવન સમાપ્ત થાય નવજીવન આવી રહ્યું છે. મૃત્યુ એટલે સંસારને સદા બહાર તાજો રાખનાર કરુણાનું મહાકાવ્ય. મૃત્યુ એટલે ખોવું, જે ખોશે તે જ પામશે, મંગળવારને ખોયા વિના બુધવાર મળતો નથી. શૈશવ ખોયા વિના તારુણ્ય મળતું નથી. અને તારુણ્ય ખોયા વિના નથી મળતી. યુવાની. કૌમાર્ય ખોયા વિના માતૃત્વ મળતું નથી. પહેલું ધોરણ છોડડ્યા વિના બીજું ધોરણ મળતું નથી. એ વર્ગ એ શિક્ષક અને એ પુસ્તકો છોડવાં પડે. યુવાનીના ભોગે વૃદ્ધત્વ મળે અને જીવનને ભોગે મૃત્યુ. એક આંબાનું વૃક્ષ મારા આંગણામાં ૧૦-૧૫ ડગલાં દૂર છે તેની શીતળ છાયા મારા આંગણામાં પડે છે. મારે કેરી તોડવી હોય તો આમતેમ ભટક્યા વિના આંબાની છાયા પડછાયાને પકડીને ૧૦૧૫ કદમ ચાલું તો વૃક્ષ પાસે પહોંચી જઇ અને કેરી મેળવી શકું. પરંતુ વૃક્ષની છાયા પર મોહિત થઇ આગળ ન જાઉ તો ફળો કઇ -જીવનસંધ્યાએ અરુણોદય, - જીવનસંધ્યાએ અરુણોદય ) ( ૮ પ્રક Page #9 -------------------------------------------------------------------------- ________________ રીતે પામી શકું. જ્ઞાનીઓ કહે છે કે કાયા, માયા ને છાયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી તેને પકડી ન રાખીએ, પકડવાથી ફસાઇ પડાશે. મરણ તો આપણા જીવન પર ફીદા છે. તો પછી એ ગુંડો બનીને આપણું અપહરણ કરી જાય એના પહેલાં આપણે તેની સાથે લગ્ન કરી લઈએ. મરણ જો આપણા પર ફીદા છે તો જિંદગીએ પણ એના પર વારી જવું જોઈએ. આપણે નાટક જોવા જઇએ ત્યારે ક્યારેય હોલની સજાવટ, પડદા પાછળનું સંગીત, લાઇટ પ્રકાશ નિયોજન એ બધું આપણને ઝંઝટ લાગ્યું છે ? નહિ, કારણ કે આપણે તો કેવળ દ્રષ્ટા છીએ પ્રેક્ષક છીએ. એમ જગતનું સાક્ષીભાવે જ્ઞાતા દ્રષ્ટા ભાવે દર્શન કરીશું તો જંજટ નહિ લાગે. જિંદગી કેવળ નાટક છે તેમ ગણી લઈએ તો ? સિનેમાના પડદા પર મૂશળધાર વરસાદનું દૃશ્ય આવ્યું, પડદાનો છેડો જરાય ભીનો થતો નથી. સિનેમામાં ભયાનક આગના દૃશ્યથી પડદો બળતો નથી. પડદા જેવા નિર્લેપ બની જઇએ તો ? જ્યારે કોઇ મૃત્યુ પામે છે ત્યારે તેના સગાં વહાલાની આંખો રડે છે, બુદ્ધિ રડે, મન રડે પણ આત્મા રડતો નથી. આત્મા જાણે છે કે આ તો કાયાદેવી ઉર્ફે માયાદેવીનું નાટક છે. ગીતાકાર કહે છેઃ સ્વધર્મે નિધનંત્રેય કાયાનું રહેવું એ પરધર્મ છે - પરધર્મો ભયાવહઃ પરધર્મ ભયાવહ છે. જવું એ સ્વધર્મ છે. નિત્ય રહેવું એ આત્મધર્મ છે. મરણ આત્માને માટે પરધર્મ છે. મૃત્યુ આપણને સમજાવે છે કે કાયાએ એના સ્વધર્મનું પાલન કર્યું છે. કાયાનું રહેવું અધર્મ છે. તેમજ આત્માનું મરવું અધર્મ છે. માટે જ જ્ઞાનીઓ મૃત્યુને ધન્યવાદ આપે છે. આત્માને નિત્ય અમર ગણે છે. જીવનસંધ્યાએ અરુણોઘ્ય G દાર્શનિકો મૃત્યુનું સ્વાગત કરે છે. કારણ કે જીર્ણ થયેલા જૂનાં વસ્ત્રો મૃત્યુ દ્વારા ઉતારી પુનર્જન્મ દ્વારા નવાં વસ્ત્રો પહેરવા તે ઉત્સુક હોય છે. જીવન એ ભૂમિ પર ચાલનાર યાત્રી છે. ત્યાં તેની પગલી પડે છે, મરણ આકાશમાં ઊડતું પંખી છે, આકાશમાં ઉડનારના પગલાં દેખાતાં નથી. *મૃત્યુને અમૃતનો ખોળો' કહેતા સ્વામી શ્રીકાંત આપ્યું કહે છે કે ‘મરણ જીવનનું અમૃત છે. મરણ, એ આત્માને દેહના કેદખાનામાંથી મુક્ત કરાવનાર દૂત છે. જ્યારે આપણે કોઈનું ખૂન કરીએ છીએ ત્યારે તેના દેહની હત્યા કરીએ છીએ. એટલે એનાં કપડાં જબરદસ્તીથી ચૂંટવી લઈએ છીએ. અને જ્યારે આપણે જાતે જ આત્મહત્યા કરીએ છીએ ત્યારે આપણે જ આપણાં કપડાં ફાડીએ છીએ. બીજાનાં કપડાં ફાડવાં કે પોતાના કપડાં ફાડવાં એ ગાંડપણ છે, ઉન્માદ છે. સંકલ્પપૂર્વક શાંતિમય ભાવથી ઉત્સવ રૂપે દેહવસ્ત્રોનો ત્યાગ એ સંપૂર્ણ સંન્યાસ છે. એક વૈભવશાળી સમ્રાટ પોતાના સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરી, એકાંતમાં ચાલ્યો જાય એવો જ ઇચ્છામરણનો જીવન સંન્યાસ છે. અને છેલ્લે પરમપિતાને પ્રાર્થના : મૃત્યુની કાળી ચાદર ઓઢીને સૂતેલા જીવનને જોવા માટે દિવ્યચક્ષુ જોઇએ, અસત્યમાં દફનાઇ ગયેલું સત્ય, અંધારામાં વીંટળાયેલા પ્રકાશ અને મૃત્યુમાં સમાયેલું જીવન જોવા માટે ત્રીજું લોચન આપો પ્રભુ એજ. પરમ સમીપે પ્રાંજલ પ્રાર્થના ! જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪. જિંદગીનો ખરો સ્વાધ્યાય જિંદગીમાં મૃત્યુથી અધિક કશું જ નિશ્ચિત નથી. એ એક નગ્ન સત્ય છે કે મૃત્યુ સર્વથી અધિક સુનિશ્ચિત છે. જીવન મળ્યું છે તો જીવનમાં પદ પૈસો કે પ્રતિષ્ઠા મળશે જ એ નિશ્ચિત નથી. પરંતુ મૃત્યુ મળશે તે સંપૂર્ણ નિશ્ચિત છે. જીવન મળ્યું છે તો ભણી ગણીને જ્ઞાન મેળવી શકશે જ એ નિશ્ચિત નથી પરંતુ જીવન મળ્યું છે તો મૃત્યુ મેળવી જ શકશે એ નિશ્ચિત છે. જ્યારે મૃત્યુ અફર નિશ્ચિત છે તો તેનાથી ભય રાખવાની જરૂર નથી. મૃત્યુ અમૃત છે, મૃત્યુ એક મંદિર છે જેમાં જીવનદે વતા બીરાજમાન છે. મુનિ તરૂણસાગરજી કહે છે કે ‘સ્મશાન ગામની બહાર નહીં પરંતુ શહેરની વચ્ચોવચ્ચ રાખવા જોઇએ. મંદિરને પરિકમ્મા કરો કે ન કરો પરંતુ સ્મશાનને પરિક્રમા જરૂર કરો. શહેર વચ્ચેથી પસાર થતા તમે સ્મશાનમાં બળતી ચિત્તા જોશો ત્યારે તમને તમારા મૃત્યુનો વિચાર આવશે અને એ વિચારનું પુનરાવર્તન જરૂરી છે. ભગવાન બુદ્ધ પાસે કોઇ, સંન્યાસ-દીક્ષા લેવા આવે તો પહેલા તે કહેતા કે થોડા દિવસ સ્મશાનમાં રહીને આવો પછી જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૧ સંન્યાસ આપીશ. શેઠ સુદર્શન, શ્રેણિક પુત્ર અભયકુમાર, જયકુમાર મુનિ ગજસુકુમાર વ.એ સ્મશાનમાં સાધના કરેલી. ઘણા સાધકો સ્મશાનમાં ધ્યાન અને કાયોત્સર્ગ કરતા. ઓશો કહે છેઃ ‘મૃત્યુ જીવનનું સર્વથી ઊંચું શાસ્ત્ર છે, એ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના મુકિત સંભવ નથી.’ દુનિયાનાં તમામ શાસ્ત્રો ભણીએ તમામ ધર્મના પ્રતિનિધિ ગ્રંથોને વાંચી લઈએ છતાં જીવનનું સત્ય સમજાશે જ એવી કોઇ ગેરંટી નથી. ગીતા, કુરાન, વેદ, બાઇબલ, આગમ કે ઉપનિષદથી જીવનનું સત્ય સમજાઇ જશે જ એવી ગેરંટી નથી. પરંતુ મૃત્યુ શાસ્ત્ર ભણવાથી જીવનશાસ્ત્ર આપોઆપ સમજાઇ જશે. મૃત્યુનો સ્વાધ્યાય જ જિંદગીનો ખરો અને અસલી સ્વાધ્યાય છે. મૃત્યુ તમામ ધર્મોનો સ્વીકારાયેલો લઘુતમ સાધારણ અવયવ છે. હજારો શાસ્ત્રો ભણી લેવાથી મૃત્યુશાસ્ત્ર સમજમાં આવે એ જરૂરી નથી. પરંતુ મૃત્યુશાસ્ત્ર ભણી લેવાથી તમામ ધર્મોનાં શાસ્ત્રો સમજાઇ જશે. મૃત્યુશાસ્ત્ર વિશ્વના તમામ ધર્મોનો સાર, તમામ દર્શનોનું રહસ્ય છે. માટે જ મૃત્યુને ભૂલીને નહીં, વિસ્તૃત કરીને નહિ, મૃત્યુને સતત સ્મરણમાં રાખીને જીવવું જોઇએ. મૃત્યુને વિસારીને નહીં, મૃત્યુને સ્વીકારીને જીવવું જોઇએ. મૃત્યુથી ડરીને નહીં તેની સામે સામી છાતીએ લડીને જીવવું જોઇએ. મૃત્યુને જીવનમાં નાની બહેન રૂપે પ્રતિષ્ઠિત કરીશું તો રક્ષાબંધન પર તે જરૂર રાખડી બાંધશે. દસ દૃષ્ટાંતે દુર્લભ માનવ ભવ મળ્યો છે. તો સત્કર્મની સીડી પર ચડી દાન-શિયળ, તપભાવ સહિત કર્મ નિર્જરા કરી આત્માને નિર્મળ બનાવવાનું લક્ષ રાખી આપણી ભીતર બીરાજમાન આત્મદેવનું દર્શન કરવું છે. આપણી પરંપરા અનુસાર તેત્રીશ કરોડ દેવાતામાં જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ કરીએ છીએ પરંતુ આપણી અંદર રહેલા એક પરમાત્મા પર વિશ્વાસ કરતા નથી. પોલીસી ઉતરાવો તો આશ્રિતો અને કુટુંબીજનો સુરક્ષિત બને અને આરોગ્યનો વીમો - મેડીક્લેમ ઉતરાવો તો બીમારીની સારવારમાં પોતાને આર્થિક સહયતા મળે. જીવન, નદી-નાવ, સંજોગ જેવું છે. એક નદી પાર કરવા આપણે નાવમાં બેસીએ છીએ એક કિનારા પરથી નાવમાં બેઠ તે જન્મ છે, નાવ નદીને પાર કરે તે ક્ષણો જીવન છે અને સામે કિનારે નદી પાર કર્યા પછી નાવમાંથી ઉતરીએ તે મૃત્યુ છે. જન્મ અને મૃત્યુ નદીના બે કિનારા છે અને વચ્ચે ખળખળ વહેતી સરિતા જીવન છે. પરલોકના યોગક્ષેમ માટે જ્ઞાનીઓ આધ્યાત્મિક વીમા પોલીસી ઉતરાવવાનું કહે છે. દાન-શિચળ, તપ અને ભાવનો શુભ સંકલ્પ એટલે અધ્યાત્મ વીમા પોલીસી. સત્કાર્ય અને ધર્મમય આચરણ એનું પ્રીમિયમ છે. નિયમિત હપ્તા ભરવાથી પોલીસી પાકતી વેળા પોલીસી રીડક્શન (પોલિસી પાકવાની તારીખ) વખતે પોલિસીના ક્લેમ પેટે જ્ઞાન-દર્શન ચારિત્ર રૂપ ત્રિરત્ન મળે છે. જે આ જીવન ઉજાગર કરી પરલોકમાં પણ કલ્યાણ સાધે છે. ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ, એકસાઈઝ કે કસ્ટમ ડીપાર્ટમેન્ટમાં ચોપડા બતાવવાની તારીખ પેલા. આપણે હિસાબ કિતાબ બરાબર તૈયાર કરી લઈએ છીએ અને જો ગોટાળા હોય તો થોડા અંજપ-ઉચાટ કે ગભરાટ રહે છે. પરંતુ લગીરે ખોટું કામ ન કર્યું હોય તો નિશ્ચિત હોઇએ. અહીંના ભષ્ટ ઓફીસરો તો લાંચ સ્વીકારીને પણ આપણું કામ કરી આપે. પરંતુ પરમાત્માના દરબારની ઑફીસમાં જીવનની વહી ખાતામાં ગડબડ નહીં ચાલે. વિશ્વના એક માત્ર સ્વયં સંચાલિત અદ્ભુત ન્યાયતંત્રમાં કર્મના હિસાબમાં કોઇ પણ ગોટાળો નહીં ચાલે. કર્મના સુપર કોમ્યુટર પાસે બધાંના કર્મની બધી જ વિગતો છે. પડોશી કે સ્વજનના મૃત્યુ વખતે આપણે કહીએ છીએ. હજુ થોડા દિવસ પહેલા મળ્યો તો બીચારો મરી ગયો અને પછી આપણે ભૂલી જઇએ છીએ પ્રત્યેક સ્વજનના મૃત્યુ વખતે આપણે આપણા મૃત્યુનું પણ સ્મરણ કરવું જોઇએ. કારણ કે એ આપણે ત્યાં પણ નિશ્ચિતરૂપે જ આવવાનું છે. જીવનના ચોપડામાં શોષણ હિંસા અસત અને અન્યાયની એન્ટ્રીઓ પડી હશે તો મૃત્યુની તારીખે પરમાત્માના દરબારમાં જતા ગભરામણ થશે. જેના જીવનની કિતાબમાં સત્કાર્યની એન્ટ્રીઓ હશે, પ્રામાણિક આજીવિકા અને ન્યાયસંપન્ન વૈભવ હશે તો પરલોકમાં પણ તેનું સ્વાગત થશે તે વ્યાકુળતા વિના અંત વેળાએ સ્વસ્થ રહી શકશે. જયાં મૃતદેહને અગ્નિદાહ આપે તે સ્મશાન અને જ્યાં મૃતદેહને દફનાવે તેને મરઘટ કહે છે. જ્ઞાનીઓ કહે છે કે આ જગતમાં એવી કોઇ જગ્યા નહીં હોય જયાં મૃતદેહ દફનાવાયો નહીં હોય. સર્વ જગાએ મૃતકલેવર મનુષ્ય, પશુ, પંખી કે જંતુના મૃત શરીરનું દફન થયેલું જ છે. જેથી એક રીતે તો આખું જગત મરઘટ છે. ક્ષણે ક્ષણે આપણું આયુષ્ય ઘટી રહ્યું છે. જ્યાં પલ-પલ પ્રાણ ઘટી રહ્યા છે. તે મરધટ છે. આપણા બંગલા, મહેલ, ફ્લેટ અને પ્રત્યેક ઘર મરઘટ છે. આપણાં બાપ-દાદા અહીં મૃત્યુ પામ્યા છે. આપણે પણ અહીં જ મરવાના માટે પ્રત્યેક આવાસ મરઘટ છે. આપણને કોઇ કહે કે તમારી પહેલા આ બંગલાના માલિક કોણ દેશ અને દુનિયામાં આંતકવાદ વકર્યો છે કોઇને ક્યાંય સલામતી જણાતી નથી. માટે વહેવાર પુરુષો કહે છે કે ઘરની બહાર નીકળો તે પહેલા વીમો ઉતરાવી લેવો જરૂરી છે. જીવનવીમાની -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૧૩ + - જીવનસંધ્યાએ અરુણોદય) Page #12 -------------------------------------------------------------------------- ________________ સુધર્મ. જન્મના મુગટમાં મૃત્યુના મણિરત્નનું જડતર થયેલું જ હોય છે. મા પોતાના નવજાત શિશુને ખોળામાં લે છે તે પહેલાં મૃત્યુએ તેને ખોળામાં લઇ લીધું હોય છે. આયુષ્ય કર્મ પ્રમાણે આપણે નિશ્ચિત શ્વાસ લેવાના છે. જન્મ પછીનો આપણો એક એક શ્વાસ આપણા આયુષ્યને ઘટાડતો જાય છે. હતા ? મારા દાદા હતા આજે મારા પિતા બંગલાના માલિક છે. તો દાદા ? દાદા ભૂતપૂર્વ માલિક હતા. આપણે કહીએ છીએ કે આ ભૂતપૂર્વ પ્રધાન, આ ભૂતપૂર્વ ટ્રસ્ટી, આ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, ભૂતપૂર્વ પ્રમુખ અર્થ એ કે આપણા પ્રત્યેક ઘરને બંગલાને ભૂતબંગલા કહી શકાય. મહેલ મરઘટ રૂપે અને બંગલા ભૂતબંગલા કે મરઘટથી વધુ કશું જ નથી. આ ચિંતનથી અનાસક્ત ભાવ ઉજાગર થશે અને આપણું મકાન કે મહેલ આપણા માટે આશ્રમ કે તપોવન જેવું બની જશે. આ મહેલાતોમાં માલિકીભાવને બદલે ટ્રસ્ટીભાવ રહેશે. મૃત્યુ સમયે અંત સમયે આ બધું સહજ છૂટી જશે. સરકારી બંગલામાં રહેલા અમેરિકાના પ્રમુખને કોઇએ પૂછયું કે તમે આ બંગલામાં રહો છો ? તો પ્રમુખ કહે કે હું અહીંથી પસાર થઇ રહ્યો છું. સાધક મકરંદ દવે કહે છે કે આત્મતેજની અખંડ સ્મૃતિ સાચવે તે જ મૃત્યુને જીતી અમરત્વને વરે છે. મનુષ્યનો જન્મ થાય છે ત્યારે તેને એક ધક્કો લાગે છે તેને ‘બર્થ ટ્રોમાં કહે છે. માતાનો પ્રથમ વિચ્છેદ અને પોતીકો સ્વતંત્ર પ્રશ્વાસ બાળકને જન્મનો આઘાત આપે છે. આ તેની આત્મ વિસ્મૃતિનું કારણ છે. આ ‘અપસ્માર’ કે ‘સ્મૃતિભ્રંશ’ની ભૂમિ છે. મૃત્યુ વેળાએ વળી ‘ડેથ ટ્રોમા મૃત્યુનો. આધાત આવી પડે છે જે સ્થૂળ શરીર સાથે વિચ્છેદ તેમજ જીવાત્મા તરીકે સ્વતંત્ર ભૂમિમાં વિહરવાનું બને છે. એ વેળા શરીરની સ્મૃતિ જાણે સ્વપ્ન જેવી બની જાય છે આ ‘બર્થ ડ્રોમા’ અને ‘ડેથ ટ્રોમાં જન્મ-મૃત્યુના આઘાત વચ્ચેથી પસાર થતાં જે આત્મસ્મૃતિનું અનુસંધાન રાખી શકે તે જ અમરત્વને વરે છે. કોઇપણ વ્યક્તિ સંસારમાં કાયમ રહેવાની નથી. અનંત કાળના પ્રવાહમાં દરેક વ્યક્તિ આ સંસારમાંથી પસાર થાય છે. મૃત્યુથી બચવા બહારની સુરક્ષાની વ્યવસ્થા કરે છે. પાકુ મકાન બનાવે - દરવાજા, તાળાં, ચોકીદાર રાખે. ગુંડાથી બચવા ઝેડ ગ્રેડ શ્રેણીની સુરક્ષા કરે પણ તેથી શું ? તે તો બહારની સુરક્ષા થઇ. બ્રેઈન હેમરેજ થાય, હાર્ટએટેક આવે કે લીવર કામ કરવાનું બંધ કરે, શ્વાસની તકલીફ થાય કે કેન્સર થાય તે અંદરની તકલીફો છે. બહારની સુરક્ષા તેને માટે કામ ન આવે. આવા રોગના ઉપચાર માટે માનવીની મદદે વિજ્ઞાન અને નિષ્ણાત ડોક્ટરો આવે છે આત્મતેજની સ્મૃતિ એટલે આત્મસંસ્કારની સ્મૃતિ. આત્મા પર પડેલાં શુભાશુભ કર્મો આત્મા સાથે મૃત્યુ પછીની ગતિમાં પણ જાય છે. આત્મા શુભ કર્મોના સંસ્કારો સાથે લઇ જાય તો જ તેને સ્મરણ રહે કે ‘હું આત્મા છું, હું શરીર નથી, હું ચૈતન્યનો પૂંજ છું. આવી આત્મસ્મૃતિનું અનુસંધાન જ જીવને શિવ બનાવી શકે. આત્મસ્મૃતિના સાતત્યની વાતમાં શુભ કર્મોના સંસ્કારોનો ભાવ અભિપ્રેત છે. આત્મરમણતા પ્રત્યે ઇશારો છે. સકર્મના આચરણ પ્રતિ પવિત્ર સંકેત છે. પરંતુ મૃત્યુનો કોઇ ઉપચાર નથી. જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. માટે જન્મ અને મૃત્યુ આ વિશ્વના બે મહારોગ છે. અજન્મા થવું એટલે મોક્ષમાં જવું. મોક્ષમાં જનારનો પુનઃજન્મ થતો નથી માટે માત્ર મોક્ષ જ મૃત્યુ રોગનો એકમાત્ર ઉપચાર છે અને મોક્ષ ઉપાય છે -જીવનસંધ્યાએ અરુણોધ્યો બજીવનસંધ્યાએ અરુણોદય Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫. મૃત્યુનો પગરવ. . . . અનાસક્ત પુરષોની વિશિષ્ટતા એ છે કે તે ભોગ-વૈભવમાં લેવાતા નથી. નિર્લેપભાવે સંસારમાં રહે છે. શકાય ? મને આશ્ચર્ય એ વાતનું છે કે રાજા ભરત વૈરાગી છે તો. આવાં આશ્ચર્ય વચ્ચે રાણીઓના રંગ-રાગ વચ્ચે કેમ ? અને રાણીઓના. રંગરાગ વચ્ચે તે વૈરાગી શી રીતે રહી શકે ? મને એ સમજાતું નથી કે સિંહાસન પર, રાજમુગટ સાથે શોભતી વ્યક્તિ વૈરાગી કઇ રીતે ? મહારાજ મારી આ જિજ્ઞાસાનું સમાધાન કરો. શું આપના મનમાં પાપ-વિકાર વાસના નથી ઊઠતી ? આવી જીવન સ્થિતિમાં આપ વૈરાગી કઇ રીતે રહી શકો છો તે મને સમજાવો’. ચક્રવર્તી ભરતે કહ્યું ‘વિરૂદેવ તમારી શંકા ઉચિત છે. આપને એનું સમાધાન જરૂર મળશે. પરંતુ એ પહેલા આપે મારી એક આજ્ઞાનું પાલન કરવું પડશે. ‘આજ્ઞા કરો મહારાજ હું, તૈયાર છું, વિપ્રે કહ્યું. મહારાજા ભરતે તેલથી છલોછલ ભરેલો એક વાટકો બ્રાહ્મણના હાથમાં પકડાવતા કહ્યું કે તમારે મારા અંતઃપુરમાં જવાનું છે અંતઃપુરના. એક એક ખંડમાં મારી દરેક રાણીને જોવાની છે અને પછી મને બતાવવાનું છે કે મારી સૌથી સૌંદર્યવાન રાણી કઇ છે અને સમગ્ર અંતઃપુરમાં તમને કઇ વિશિષ્ટતા લાગી ? બ્રાહ્મણ તો રાજી થઈને કહ્યું કે, ‘મહારાજ હમણાં જ તમારી આજ્ઞાનું પાલન કરીને આવું છું. ભરતે કહ્યું ભાઇ ! ‘ઉતાવળ ન કરો મારી બીજી વાત સાંભળો. વિપ્ર કહે શું ? ભરત રાજાએ કહ્યું કે ‘તમારે અહીંથી અંતઃપુરમાં જવાનું છે. અંતઃપુરની બધી રાણી જોઇને સહુથી રૂપવતી રાણીને શોધવાની છે. અંતઃપુરની વિશિષ્ટતાનું દર્શન કરવાનું છે. આવતા-જતા તમારા હાથમાં સંપૂર્ણ તેલથી છલોછલા ભરેલો કટોરો હશે તમારી પાછળ બે સૈનિક ખુલી તલવાર લઇને ચાલતાં હશે જો રસ્તામાં તમારા હાથમાં રહેલા કટોરામાંથી એક ટીપું પણ તેલ ઢોળાશે તો સૈનિક તમારી ગરદનને ધડથી અલગ કરી દેશે. બ્રાહ્મણ ભયભીત થઇને કહે કે આ શરત તો બહુ અકરી છે. ઇતિહાસ આવા ઘણાં મહાપુરુષોનો સાક્ષી છે. ચક્રવર્તી ભરત રાજા, રાજા જનક, શેઠ સુદર્શન, ‘ગૃહસ્થ શ્રાવક' જે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં અનાસક્ત વિરકત અને નિર્લેપ ભાવમાં રહેતાં. જેમણે ગૃહસ્થાશ્રમને આશ્રમ બનાવી દીધેલ. જૈન આગમોમાં ઉલ્લેખ છે કે મહારાજા ભરત ચક્રવર્તી અપાર વૈભવ હોવા છતાં અનાસક્ત આત્મા હતાં. એમના જીવનમાં ધર્મ, તપ અને સંયમ અભિપ્રેત હતા. ચક્રવર્તી ભરતના જીવનની એક ઘટના છે. એક દિવસ એક બ્રાહ્મણે આવીને ભરતને કહ્યું કે લોકો આપને વૈરાગી સમજે છે. આપ આવા ભવ્ય મહેલમાં રહો છો તો વૈરાગી કઇ રીતે ? | ‘મારું મન કહે છે કે ભરત ચક્રવર્તી વૈરાગી છે તો મહેલમાં કેમ રહે છે ? અને તે મહેલમાં રહે છે તો તેને વૈરાગી કઇ રીતે કહી -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૧૭ - જીવનસંધ્યાએ અરુણોદય) ૧૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ રાજા કહે હા, કઠિન તો છે પરંતુ જે અંતઃપુરમાં રાજા સિવાય કોઇ પણ વ્યક્તિને પ્રવેશ ન મળી શકે ત્યાં તમને પ્રવેશ મળશે, જે રાણીઓના સૌંદર્યનું દર્શન દેવોને પણ દુર્લભ છે તે તમને મળશે’. વિપ્ર તો હાથમાં કટોરા સાથે પૂરા ધ્યાનથી સંપૂર્ણ સાવધાનીથી અંતઃપુર તરફ એક એક ડગ માંડવા લાગ્યો. અંતઃપૂરની સુંદર સજાવટ કૂલો, નૃત્ય, વાજિંત્રો, ગીતો, અત્તરની ખુબુ અને સૌંદર્ય સુંદરીઓ પાસેથી પસાર થઇ ગયો. સમગ્ર અંતઃપુરની પરિક્રમા કરી અને રાજા પાસે પરત આવ્યો ત્યારે પસીનાથી તરબતર હતો અને ખૂબ હાંફતો હતો. રાજા ભરતે પૂછયું કે બતાવો મારી સૌથી સુંદર રાણી કઈ ? મારા અંતઃપુરમાં શું વિશિષ્ટ લાગ્યું ? - રાજા ! આપ કઇ રાણીની વાત કરો છો ? રાણીઓ ક્યાં હતી ? કેવી હતી ? કેટલી હતી ? તે મને કશું દેખાયું જ નથી. મેં તમારું અંતઃપુર જોયું જ નથી તો તેની વિશિષ્ટતા તમને શું કહું ? રાજા કહે આ સેવકો તો કહે છે કે તમે સમગ્ર અંતઃપુરને પરિક્રમા લગાવી છે, તો ત્યાં શું જોયું ? વિપ્ર કહે, કહું મેં શું જોયું ? ‘તેલથી છલછલતા ભરેલા કટોરામાં મેં માત્ર મારા મોતનું પ્રતિબિંબ, ચમચમતી ઉધાડી તલવાર સાથે ચાલતા સૈનિકના પ્રત્યેક કદમમાં મને મૃત્યુ મારી નજીક આવતું દેખાતું હતું.' રાજા કહે, ‘મારી રાણીઓનું સૌંદર્ય તમને ન દેખાયું ? અંતઃપુરમાં ચાલી રહેલા સુંદર નૃત્યને તમે ન જોયાં ?” વિપ્ર કહે, ‘મને ક્ષણે ક્ષણે મૃત્યુનો બિહામણો અને વિકરાળ ચહેરો દેખાતો હતો. અંત-પુરમાં નૃત્ય નહિ મને ખુલ્લી તલવાર સાથે ચાલતા સૈનિકોમાં, મારા મોતનું તાંડવનૃત્ય દેખાતું હતું. હે રાજન, મને સતત મૃત્યુનું સ્મરણ હતું’. ચક્રવર્તી ભરત કહે ‘ભાઇ ! આજ આજ તમારી જિજ્ઞાસાનું સમાધાન છે. ભાઇ, જે રીતે રાણીની સમીપ જવા છતાં તમને રાણી પ્રત્યે કોઇ પાપ વિકાર ન જાગ્યો માત્ર તમને મૃત્યુ જ દેખાયું તેમાં મને પણ આ અપારસમૃદ્ધિ અને વૈભવ પ્રત્યે આસક્તિ નથી પરંતુ મને સતત મૃત્યુનું સ્મરણ છે. મૃત્યુનાં પગલાંનો અવાજ મને સતત મારી તરફ આવતો સંભળાય છે. મારા માથે મોત ભમે છે, એ ગમે ત્યારે ત્રાટકશે તેનાથી હું સભાન છું. એટલે જ આ વૈભવી. વાતાવરણમાં વાસનાના કાદવ કીચડ મને સ્પર્શતા નથી. અને હું આ કીચડ ઉપર કમળની જેમ ખીલીને રહી શકું છું. રંગ-રાગમાં પણ હું વૈરાગ્યની ચાદર ઓઢીને નિર્લેપભાવે જીવી શકું છું. હું સુવર્ણ સિંહાસન પર મણિ મુગટ ધારણ કરી બેસું છું. રાણીઓ સાથે ઊઠું છું, બેસુ છું. રાજ્યની ધૂરાને સંભાળું છું. દરેક કર્તવ્ય બજાવવાની સાથે મૃત્યુનો પગરવ સતત મારા તરફ આવતો સાંભળતો. રહું છું. એટલે જ પાપ વિકાર મને સ્પર્શતા નથી. માયાથી હું પ્રભાવિત થતો નથી. પરંતુ દિવ્યઆત્મા સાથે મારું સતત અનુસંધાન છે. એટલે જ લોકો મને વૈરાગી કહેતા હશે’.. ભરતરાજાએ ભવ્યતાના પ્રદર્શન વચ્ચે દિવ્યતાને સંગોપી. દીધી છે. એજ તેના ઉત્કૃષ્ટ અનાસક્ત ભાવનું રહસ્ય છે. -જીવનસંધ્યાએ અરુણોધ્ય) ૧૯ - - જીવનસંધ્યાએ અરુણોદય , નસંધ્યાએ અરુણોદ્ય – Page #15 -------------------------------------------------------------------------- ________________ તો ઔષધ કે ઉપચારની અસર થાય છે. વળી માંદગી કે રોગની. પીડાને કારણે જે આર્તધ્યાન વગેરે થાય છે તે ધર્મધ્યાનમાં બાધક બની શકે જેથી નિર્દોષ ઔષધ ઉપચાર કરવો ઘટે વળી કર્મબંધની સ્થિતિ માત્ર જ્ઞાનીગમ્ય છે. એટલે મહાજ્ઞાની જ જાણી શકે. આપણને રોગ, માંદગી કે અકસ્માતની પીડા આવે ત્યારે આપણે તો એમજ ચિંતવવાનું કે હે પ્રભુ ! મને સમતા ભાવે પીડા. સહન કરવાનું બળ આપ, તારું નામ સ્મરણ કરતાં કરતાં મારું મરણ આવે તો એ મરણ પણ મારે માટે મહોત્સવ બની જાય. તારું નામ સ્મરણ, તારા ગુણોનું કીર્તન જ મારું ઔષધ છે અને વળી ગમે તેવા વૈધ શોધું તોપણ તારા જેવો કરુણાળ અને ચતુર વૈધ સુજાણ. મને ક્યાં મળવાનો ? માટે તારું અને માત્ર તારું જ મંગલમય. અનન્ય શરણ સ્વીકારું છું. ૬. ઔષધ-ઉપચાર ચિંતન – મંગલમય અનન્ય શરણ જ ઉત્તમ ઔષધોપચાર છે. રોગ કે માંદગી આવે ત્યારે ઔષધ ઉપચાર કરવા કે કેમ ? અને તે કરવામાં વિવેકબુધ્ધિ વાપરવા અંગેની વિચારણા આવશ્યક છે. ઉંમર અને રોગના સંદર્ભે પરમ આત્મદષ્ટિ અને સંપૂર્ણ આત્મવિશ્વાસવાળો પુરષ એમ વિચારે કે મેં જીવન માણી લીધું મારે હવે કશું બાકી નથી, વળી હવે જે અસાધ્ય રોગ મને લાગુ પડયો છે તે ઉપર કોઇપણ ઔષધ કે ઉપચાર કામ આવે તેમ નથી. તેથી તે ગ્રહણ ન કરવા અને સમતા ભાવે વેદના સહન કરી શેષ આયુષ્ય ધર્મધ્યાનસહ પૂર્ણ કરવું. પરંતુ આપણાં સ્વજન, માતાપિતા કે આશ્રિત રોગ કે પીડાના. ભોગ બન્યા હોય ત્યારે એમ વિચારવાનું નહીં કે હવે આ ઉંમરે કે આવા ભયાનક રોગમાં ઔષધ ઉપચાર શું કરવા? આપણે તો પ્રમાદ છોડી વૈયાવચ્ચનો પ્રચંડ પુરુષાર્થ આદરવો ઉચિત છે. આવા સમ્યક પરષાર્થમાં કરણા અને અનુકંપાભાવ અભિપ્રેત છે. ગૃહસ્થ વ્યવહારમાં વિવેકબુધ્ધિ દાખવી નિરવદ્ય. નિષ્પાપ, નિર્દોષ ઔષધિ-ઉપચારની વૃત્તિ રાખવી જોઇએ. પરંતુ બીજા સામાન્ય જીવો તેમ વર્તવા જાય તે યોગ્ય નથી. કારણ કે દરેકના પરિવારની, પોતાના તન અને મનની પરિસ્થતિ ભિન્ન હોય છે. રોગ માંદગી પીડા કર્મબંધ ઉપર આધાર રાખે છે. ઔષધ ઉપચારનો પુરુષાર્થ કરવાથી, શાતા વેદનીયનો ઉદય હોય તો દવા કે ઉપચારના નિમિત્તથી વેદનીય ઉદયનું નિમિત્તપણું છોડી દે સંતો કે ગુરભગવંતોના ઔષધોપચારમાં તેનાં વ્રતોને લક્ષમાં લઇ વિવેકબુદ્ધિથી ઉપચાર કરીએ. ભાવપૂર્વકની વૈયાવચ્ચમાં ત્રિરત્નનું પૂજન અભિપ્રેત છે. ઔષધોપચાર સસદર્ભમાં યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના વિચારો (પત્ર ક્રમાંક : ૭૭૨) અર્થસભર અને દરેકને માટે માર્ગદર્શક છે. આ પત્રમાં શ્રીમદ્જી ફરમાવે છે કે, -જીવનસંધ્યાએ અરુણોદય) - ૨૧ - જીવનસંધ્યાએ અરુણોદય ) Page #16 -------------------------------------------------------------------------- ________________ શરીરે રોગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્ચાદિ કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે ત્યાસ કંઇ પણ વિશેષ અનુકંપાદિ દષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેનો ત્યાગ અશક્ય છે એમ સમજાશે. કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે, કેમકે તે રોગાદિના હેતુનો કર્મબંધ પણ તેવા પ્રકારનો હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદ્ગલ વિસ્તારમાં પ્રસરી જઈને અથવા ખસી જઇને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધી કર્મબંધ ન હોય તો તેના પર ઔષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યફ ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી. અમુક કર્મબંધ કેવા પ્રકારનો છે તે તથારૂપ જ્ઞાનદષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાસને નિષેધી ન શકાય. પોતાના દેહના સંબંધમાં કોઈ એક પરમ આત્મદષ્ટિવાળા પુરષ તેમ વર્તે તો, એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તો તે યોગ્ય છે. પણ બીજા સામાન્ય જીવો તેમ વર્તવા જાય તો તે એકાસતિક દૃષ્ટિથી હાનિ કરે, તેમાં પણ પોતાને આશ્રિત રહેલા એવા જીવો પ્રત્યે અથવા બીજી કોઇ જીવ પ્રત્યે રોગાદિ કારણોમાં તેવો ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે તો અનુકંપા માર્ગ છોડી દેવા જેવું થાય. કોઇ જીવ ગમે તેવો પીડાતો હોય તો પણ તેની આસનાવાસના કરવાનું તથા ઔષધાદિ વ્યવહાર છોડી દેવામાં આવે તો તેને આર્તધ્યાનના હેતુ થવા જેવું થાય. ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દૃષ્ટિ કરતાં ઘણા વિરોધ ઉત્પન્ન થાય. તે ઔષધાદિ કંઇ પણ પાપક્રિયાથી થયા હોય, તોપણ તેથી પોતાનો ઔષધાદિપણાનો ગુણ દેખાડ્યા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પોતાનો ગુણ દેખાડ્યા વિના ન રહે, અર્થાત્ જેમ ઔષધાદિનાં પુદ્ગલમાં રોગાદિના પુદગલને પરાભવ કરવાનો ગુણ છે, તેમ તે કરતાં કરવામાં આવેલી પાપક્રિયામાં પણ પાપ પણે પરિણમવાનો ગુણ છે, અને તેથી કર્મબંધ થઇ યથાવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે. તે પાપક્રિયાવાળાં ઔષધાદિ કરવામાં, કરાવવામાં તથા અનુમોદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂર્છા છે, મનનું આકુળ-વ્યાકુળપણું છે, આર્તધ્યાન છે, તથા તે ઔષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પોતપોતાના સ્વભાવે પરિણમીને યથાવસરે ફળ આપે છે. જેમ રોગાદિનાં કારણરૂપ કર્મબંધ પોતાનો જેવો સ્વભાવ છે તેવો દર્શાવે છે, જેમ ઔષધાદિનાં પુદ્ગલ પોતાનો સ્વભાવ દર્શાવે છે, તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા, તેના કર્તાની જ્ઞાનાદિ વૃત્તિ તથા તે ગ્રહણકર્તાનાં જેવા પરિણામ છે, તેનું જેવું જ્ઞાનાદિ છે, વૃત્તિ છે, તેને પોતાનો સ્વભાવ દર્શાવવાને યોગ્ય છે, તથા૫ શુભ શુભ સ્વરૂપે અને અશુભ અશુભ સ્વરૂપે સફળ છે. ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને અપરિગ્રહિત શરીરે રોગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે જ્યાં સુધી આર્તધ્યાન ન ઉપજવા યોગ્ય દષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું, ને તેવું વિશેષ કારણ દેખાય તો નિરવધ ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી, અથવા કંથાસૂત્ર ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી, અને બીજા નિગ્રંથને ગૃહસ્થવ્યવહારમાં પણ પોતાના દેહે રોગાદિ થયે જેટલી મુખ્ય આત્મદષ્ટિ રહે તેટલી રાખવી અને આર્તધ્યાનનું યથાર્દષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય અથવા આર્તધ્યાન ઊપજતું દેખાય તો ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવદ્ય (નિષ્પાપ) ઔષધાદિની વૃત્તિ રાખવી. કવચિત્ પોતાને અર્થે અથવા પોતાને આશ્રિત એવા અથવા અનુકંપાયોગ્ય એવા પરજીવને અર્થે સાવધ -જીવનસંધ્યાએ અષ્ણોધ્ય) - ૨૩ આજીવનસંધ્યાએ અરુણોધ્ય (૨૪ w Page #17 -------------------------------------------------------------------------- ________________ ઔષધાદિનું ગ્રહણ થાય તો તેનું સાવદ્યપણું ક્રૂર પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પોષે તેવું હોવું ન જોઇએ, એ લક્ષ રાખવા યોગ્ય છે. સર્વ જીવને હિતકારી એવી જ્ઞાનીપુરુષની વાણીને કંઇ પણ એકાંત દૃષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે.’ અનાદિઅનંત ચૈતન્ય *ન જન્મ્યા, ન મૃત્યુ પામ્યા માત્ર આ પૃથ્વીના ગ્રહની મુલાકાત લીધી ૧૧ ડિસેમ્બર ૧૯૩૧ થી ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ સુધી’. ઓશો (રજનીશજી) ની સમાધિ પર કોતરાયેલા આ શબ્દો આપણામાનું ચૈતન્ય જન્મતું ચે નથી અને નથી મૃત્યુ પામતું એ અનાદિ અનંત ચેતનાનો સ્વભાવ છે એ પરમ સત્યનું સતત સ્મરણ કરાવે છે. જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૨૫ ૭. દિવ્ય સુખનો અલૌકિક પ્રદેશ ચુંટાયેલા રાજપ્રમુખ ભવિષ્યની યોજનાના વિચારમાં મગ્ન હતા. આગામી પાંચ વર્ષમાં મળનારા ભવ્યસુખના દીવાસ્વપ્નમાં ડૂબકી લગાવી રહ્યા હતાં. પાંચ વર્ષ પૂરાં સુખ સાધનો કઈ રીતે વધુમાં વધુ ભોગવી શકાય તેના નકશાને માનસ પટ પર અંકિત કરી રહ્યા હતાં. આ નકશાની રેખાઓમાં એક અગમ્ય ભય પણ દેખા દેતો... પાંચ વર્ષ પૂર્ણ થતાં કેટલીવાર ? કાળની ગતિને કોણ આંબી શકે? આ પ્રજાસત્તાક દેશમાં ગણતંત્રની એક વિચિત્ર રાજ્યપદ્ધતિ અમલમાં હતી. દર પાંચ વર્ષે તે પ્રદેશની પ્રજા એક રાજપ્રમુખની ચૂંટણી કરતી. પ્રમુખ ગમે તેવા હોય પરંતુ ચુંટાયેલા એ પ્રમુખનું શાસન એની આજ્ઞા પ્રમાણે જ ચાલતું. પ્રમુખપદની અવધિના પાંચ વર્ષ પૂરાં થયા પછી તેને દરિયાકાંઠે લઈ જઈ એક નૌકામાં બેસાડી દેતા, ત્યાંથી થોડાક માઈલ દૂર એક બીજો બેટ હતો ત્યાં લઇ જતા અને ત્યાં તેમને એકલા છોડી નૌકા પાછી ફરતી. પેલા બેટ પર માનવવસ્તી ન હતી. ઘટાટોપ ગીચ જંગલ અને વિકરાળ વનપશુઓ એ ટાપુમાં વસતા જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૨૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ હતા. ભૂલે ચૂકે પણ તે બેટ પર જનાર માનવી જીવતો પાછો ફરી જ ન શકે, જંગલી પ્રાણીઓનો ભોગ બની મૃત્યુને જ ભેટે. પાંચ વર્ષ રાજ્યસત્તા ભોગવ્યા પછી છેવટે બેટમાં જંગલી જાનવરોનાં મુખે મૃત્યુને જ ભેટવાનું છે એમ જાણનાર એક પછી એક રાજપ્રમુખો પાંચ વર્ષ દરમિયાન બને તેટલા મોજશોખ માણી લેતા. વૈભવ, વિલાસ, રંગ-રાગ માણવામાં એટલા ગળાડૂબ રહેતા કે પાંચ વર્ષ કેમ પૂરાં થઇ જતા તેની ખબર પણ ન રહેતી. એકવાર પ્રમુખપદના પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરી પેલા ભયંકર બેટ પર જવાનો એક રાજપ્રમુખનો વારો આવ્યો. રાજ્યમાં કલ્યાણ કાર્યો કરવાથી લોકપ્રિય બનેલા પ્રમુખને વિદાય આપવા માટે મહાનુભવોની સાથે પ્રજાજનોની મેદની બંદર પર એકઠી થઇ હતી. બધાંની આંખમાં આંસુ હતાં પરંતુ પેલા રાજપ્રમુખના ચહેરા પર આનંદ અને હાસ્ય મિશ્રિત પ્રસન્નતા હતી. તે સ્વસ્થતાથી સૌને પ્રણામ કરી નૌકામાં બેસી ગયા. નાવિકે નૌકાને સાગરમાં આગળ હંકારવા માંડી. વૃદ્ધ નાવિકને મોટું આશ્ચર્ય થયું. તેમણે નમ્રતાપૂર્વક મૃત્યુને ભેટવા જઈ રહેલા રાજપ્રમુખને પૂછ્યું. ’મારી જિંદગીમાં હું ઘણા રાજપ્રમુખોને મારી નૌકામાં ભયંકર બેટ પર મૂકી આવ્યો છું. બધા પ્રમુખો વિષાદગ્રસ્ત ચહેરે રડતા કકળતા આ નૌકામાં બેસતા, અરે કેટલાકને તો જબરદસ્તીથી બેસાડવા પડતા. આક્રંદ કરતા પ્રમુખને પરાણે ધક્કા મારીને લગભગ ફેંકી દેવા પડતા. પરંતુ તમારું વર્તન મારા માટે વિસ્મયજનક છે. તમારા ચહેરા પર વિષાદને બદલે પ્રસન્નતા છે, જાણે કોઈ પ્રેમીજનોને જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૨૭ મળવા જતા હો એવો ઉત્સાહ છે. કૃપા કરી આનું કારણ જણાવી ખુલાસો કરશો ?’ સ્મિત મુદ્રાસહ પ્રમુખે નાવિકના ખભા પર હળવેથી હાથ મૂકી કહ્યું દોસ્ત બધા જ પ્રમુખો પોતાના પદની અવધિના પાંચ વર્ષ રંગરાગમાં ગુલતાન રહી જિંદગી બરબાદ કરી દેતા. મે પાંચ વર્ષ પછી શું ? તે વાતનો પ્રથમ વિચાર કર્યો. પ્રજા કલ્યાણનાં કાર્યો કરી લોકપ્રિય બનવાની સાથે સાથે શરૂથી જ મેં એક ગુપ્ત યોજના તૈયાર કરી પ્રથમ એક સેનાપતિને આજ્ઞા કરી કે, તમારા લશ્કરમાંથી જેટલા જરૂર પડે તેટલા સૈનિકો, મજૂરો, સાધનો, હથિયાર - સામાન, વાહનો વગેરે મોટાં વહાણોમાં ભરી સામેના બેટ પર લઈ જઈ ત્યાં જંગલમાં રસ્તા બનાવો, વિકરાળ જાનવરોનું એક અલગ અભયારણ્ય બનાવો. બાકીનું જંગલ સાફ કરી એક નાની નગરી વસાવો. થોડા સમય પછી એક વિશ્વાસુ અને બુદ્ધિશાળી મંત્રીને આજ્ઞા કરી કે થોડા ઉચ્ચ વર્ણના, થોડા ભણેલા અને થોડા વેપારીઓને લઈ ત્યાં વસો ત્યાં ધંધો કરનારને પ્રોત્સાહન મળે તેવી યોજનાઓ તૈયાર કરી આજુબાજુના નાનકડા બેટ અને ટાપુના લોકોને ત્યાં વસાવી સ્થિર કરવા ત્યાં મંદિર, વિદ્યાલય, રુગ્ણાલય, સરોવર અને ઉદ્યાનો બનાવ્યા. સેનાપતિ અને મંત્રી સાથે ગયેલા લોકો એ રળિયામણી નગરીમાં વસી ગયા છે. ત્યાં જંગલોને બદલે ધાન્યથી લચી પડેલાં ખેતરો અને ફૂલોથી શોભતા બગીચા છે. ત્યાં મને ખાનાર રાની પશુઓ નથી પરંતુ, મારી કલ્યાણરાજ્યની આદર્શ નગરીમાં મારું સ્વાગત કરવા તત્પર આતુર પ્રજાજનો છે.’ પ્રમુખે પોતાની પ્રસન્નતાનું રહસ્યોદ્ઘાટન કર્યું. સંતવાણીની પ્રસાદી સમી પ્રેરક કથા આપણા ચિત્તમાં ચિંતનની એક ચીનગારી જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૨૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ ચાંપે છે. પાંચ વર્ષના પ્રમુખપદ જેવો આ માનવભવ આપણને મળ્યો છે. પાંચ ઇંદ્રિયોના આનંદને માટે મન ભોગ વિલાસના નકશા અંકિત કરે છે. ભૌતિક ભવ્યતા અને લૌકિક સુખના કરોળિયાના ઝાળાં જેવા એ નકશામાં, નિજાનંદનો મુકામ ક્યાંય દેખાતો નથી. આપણે તપ દ્વારા કુકર્મોનાં વનને બાળી સતકર્મોનાં ઉપવન સર્જવાનાં છે. આત્મગુણોનો નાશ કરતાં રાની પશુ જેવા કષાયોઃ ક્રોધ, અહંકાર, માયા અને લોભને, સતપુરુષ શરણ શોધી હાંકી કાઢવા પડશે. ભીતર ઉગેલા વિકાર અને વાસનાના અડાબીડ જંગલને શુભચિંતનની નિર્મળતાના નંદનવનમાં પલટાવવું પડશે. ૮. અખિલ બ્રહ્માંડમાં આપણું સ્થાન ક્યાં ? પેલા રાજપ્રમુખે ભાવિ જીવનની ચિંતા કરી પાણી પહેલાં પાળ બાંધી અને ભાવિ સુખ માટે પૂર્વ તૈયારી કરી લીધી હતી. આપણે પણ આ લોક પછીના પરલોકના સુખ માટેની તૈયારી કરવામાં સદ્ગુરને પૂછીશું. કે, ‘હું કલ્યાણમિત્ર ગુરુ ભગવંત ! અમને માર્ગ બતાવો ! એ સામર્થ્યવાન ધર્મપુરુષનો હાથ તો લંબાયેલો જ છે માત્ર ગુરુની આંગળી પકડવાનો પુરુષાર્થ કરી એ ચલાવે તે મા ચાલીશું તો કર્મદળમાંથી બહાર નીકળી શકીશું અને આપણે પણ આપણી વિદાય વેળાએ સ્વસ્થ અને પ્રસન્ન હોઇશું કારણ....! વર્તમાન સમયની ફોર્બ્સની (Forbes) અબજોપતિની ચાદીનાં અનેક લક્ષ્મીપતિઓની તમામ સંપત્તિ કરતા લાખો ગણી સમૃદ્ધિ કુબેર પાસે હતી. અને તે સર્વસ્વ ત્યાગવાની તાકાત પણ તેનામાં હતી. તે ઐશ્વર્ય સામે આપણી સંપત્તિના સામ્રાજયનું શું મૂલ્ય ? બાહ્ય અને અંતરંગતપનો જેના જેના જીવનમાં સમન્વય હતો તેવા ભગવાન ઋષભદેવ કે જેના માત્ર સાધુને લેવા યોગ્ય ભિક્ષા‘નિર્દોષ ગોચરી ન મળતાં સહજ રીતે થયેલું ચારસો ઉપવાસનું તપ યુગોથી અદ્વિતીય અને અપૂર્વ રહ્યું છે. દિવ્યસુખનો અલૌકિક પ્રદેશ આપણી રાહ જોતો હશે. શ્રી કૃષ્ણનો યોગ, રામની મર્યાદા, મહાવીર-બુદ્ધની કરુણા અને નરસિંહ-મીરાંની ભક્તિ, જીવનની ચરમ સીમાએ પહોંચી હતી. વૈરાગ્યભાવમાંથી ફલિત થતો ધન્ના-શાલિભદ્રનો ત્યાગ, શ્રીરામ પ્રતિ સાચા ભાતૃપ્રેમમાંથી પ્રગટતો ભરતનો રાજ્ય ભોગવટાનો ત્યાગનો આ જગત પર જોટો જડે તેમ નથી. આનંદ-શ્રાવક, ભામાશા, જગડુશા, વસ્તુપાલ અને તેજપાળા આ જીવનસંધ્યાએ અરુણોધ્ય) -જીવનસંધ્યાએ અરુણોધ્ય) Page #20 -------------------------------------------------------------------------- ________________ જેવા વીરોએ પોતાના ન્યાયસંપન્ન વૈભવમાંથી ઉલ્લાસભાવે સુપાત્રા દાન દઇ લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી. શેઠ સુદર્શનના શીલવત અને ગણધર ગૌતમના જ્ઞાનને આપણે સદૈવ વંદન કરીએ છીએ. સૂનકારમાં કાંઇ અવાજ પેદા ન થયો. એ માથું ઠોકી ઠોકીને થાકી જાય છે. અને ખૂબ દુઃખી થાય છે. કારણ તેણે તો હંમેશાં એમ જ વિચાર્યું હતું કે, હું ભગવાનની દિવસ અને રાત પૂજા કરું છું, એથી હું જઇશ ત્યારે ભગવાન દરવાજા સામે મારા સ્વાગત માટે હાથ ફેલાવી ભેટવા તૈયાર હશે પરંતુ અહીં તો દરવાજો જ બંધ છે. જયારે આપણા જીવનમાં ત્યાગ, તપ, દાન, શીલ કે જ્ઞાનપ્રાતપ્તનું કોઇ સત્કાર્ય થાય કે સફળતા મળે, તે સમયે સૂક્ષ્મ અહમ આપણામાં પેસી જવાનો ભય હોય છે. તે ક્ષણે આવા મહાન આત્માઓનું પાવન સ્મરણ કરી તેમની જીવનમાં તપ, ત્યાગ, શીલ, બાહ્ય અને અંતર વૈભવની સાથે આપણી સરખામણી કરવી જોઈએ. તેમ કરવાથી લાગશે કે આમાં આપણી શી વિસાત ? આ ચિંતના આપણામાં જાગૃતિ લાવશે તેથી જીવનમાં લઘુતાભાવ પ્રગટ થશે જે અહંકારના આક્રમણ સામે કવચ બની રહેશે. રાજકીય, સામાજિક કે ધર્મસંસ્થામાં પદ મળે, પૈસા કે પ્રતિષ્ઠા મળે, જીવનમાં અહંકારના પ્રવેશનો ભય લાગે ત્યારે અંતરના પ્રવેશદ્વાર પર, ‘આ વિરાટ વિશ્વમાં આ પદની શી વિસાત ?” નો વિચાર અહમ સામે ચોકીદાર બની માન કષાયથી આપણા આત્માનું રક્ષણ કરશે. ખૂબ બૂમ-બરાડા પાડ્યા પછી એક નાની બારી ખૂલે છે. અને પ્રકાશનો પૂંજ દેખાય છે. તે જોઇ પૂજારી ગભરાઇ જાય છે. દરવાજાની બાજુમાં સરકી જાય છે કારણ કે બારીમાંથી એક-બે નહીં હજાર હજાર તેજસ્વી આંખો દેખાણી. પૂજારીની આંખો અંજાઇ જાય છે. તેને આંખે અંધારા આવવા લાગ્યા. પૂજારી બૂમ મારીને કહે છે, ‘મહેરબાની કરી અંદર જતા રહો અને ત્યાંથી જ વાત કરો, મારા સામે નહીં જુઓ, એક એક આંખનું તેજ હજાર સૂર્ય સમાન જણાય છે. તે કહે છે, “હે ભગવાન આપનાં દર્શન થઇ ગયા, બહુ કૃપા થઈ. પરંતુ પેલી તેજસ્વી આંખોવાળી વ્યક્તિ કહે છે,’ ‘હું ભગવાન. નથી હું અહીંનો દ્વારપાળ છું અને તમે ક્યાં સંતાયા છો, મને દેખાતા જ નથી ? પેલી હજાર હજાર આંખોવાળી વ્યકિતને પણ તે પૂજારી ક્યાંય નજરે ચડતો નથી એટલો વામન લાગે છે. આ અભુત ઘટનાથી પૂજારીને લઘુતા-દીનતાની અનુભૂતિ થવા માંડી, ‘હું વિચારતો હતો કે ખુદ ભગવાન દરવાજા પર મળશે પરંતુ આ તો ભગવાનનો દ્વારપાળ છે.” થોડી વારમાં સ્વસ્થતા કેળવી પૂજારીએ દ્વારપાળને પૂછ્યું: વિશ્વચિંતક બર્ન્ડ રસેલે એક લઘુકથા લખી છે. તે રૂપકને થોડી જુદી રીતે આપણા નિજી જીવનના પરિપ્રેક્ષ્યમાં તપાસવા જેવું છે. પ્રસિદ્ધ અને ભવ્ય મંદિરનો એક પૂજારી નિદ્રાધીન થતાં તેને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે તે સ્વર્ગને દરવાજે પહોંચી ગયો છે પરંતુ દરવાજો એટલો મોટો છે કે તેના છેડાઓની ખબર જ નથી પડતી. તે માથું ઊંચકી જુએ છે, તે આશ્ચર્યથી જોતો જ રહી જાય છે. પરંતુ તેનો કોઇ અંત દેખાતો નથી. એ દરવાજા પર નાના માણસની ટકોરાની શી અસર થાય ? તે અસીમ ‘તમને ખબર નથી કે હું આવવાનો છું ?” દ્વારપાળે કહ્યું, ‘તમારા જેવું જીવજંતું અનંતકાળમાં અહીં પહેલી જ વાર દેખાયું છે, ક્યાંથી આવો છો ?” પૂજારીએ કહ્યું, ‘પૃથ્વી પરથી આવું છું. દ્વારપાળ કહે, ‘આ નામ ક્યાંય સાંભળ્યું નથી, આ પૃથ્વી ક્યાં છે ?” ત્યારે તેનો શ્વાસ અટકી ગયો, -જીવનસંધ્યાએ અરુણોદય) (૩૧ - જીવનસંધ્યાએ અરુણોદય ) ( ૩૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ હૃદયના ધબકારા બંધ થવા માંડ્યા. જો પૃથ્વીનું જ નામ નથી સાંભળ્યું તો હિન્દુસ્તાનનું નામ અને તેના ધર્મના નામ ક્યાંથી સાંભળ્યા હોય. એ ધર્મોનાં સંપ્રદાયોનાં નામ એ જાણતો જ ના હોય, અને અમુક ગામનાં મંદિરોની એને શી ખબર હોય ? અને એ મંદિરના પૂજારીને તો એ શે ઓળખે ? જ્યારે એ તો કહે છે કે પૃથ્વીનું નામ જ પહેલી વખત સાંભળ્યું છે. દ્વારપાળે પુનઃ પ્રશ્ન કર્યો, ‘ક્યાં છે એ પૃથ્વી ?” પૂજારી એ પ્રત્યુત્તરમાં કહ્યું, સૂર્યનો એક પરિવાર છે. તેમાં પૃથ્વી એક ગ્રહ છે.’ પેલો દ્વારપાળ કહે છે, ‘તમને ખબર નથી કે, કેટલા પાર વગરના. સૂર્યો છે ? કઇ નિહારિકા ? તેમાંનો ક્યો સૂરજ ? તમારા સૂર્યનો ક્યો નંબર (Index Number) છે ?” ૯. હું થાકતો પણ નથી પૂજારી દિમૂઢ થઇ સાંભળતો નિરુત્તર રહ્યો. પેલો દ્વારપાળ કહે, ‘તમારી આકાશગંગા (Galaxy) નો સાંકેતિક નંબર (Code Number) બતાવી શકો તો પણ તમારા સૂરજની શોધખોળ થઇ શકે કે તમે ક્યા સૌર પરિવારમાંથી આવો છો.’ પૂજારી કહે, ‘નંબર ?’ ‘અમે તો એક જ સૂરજને જાણીએ છીએ. દ્વારપાળે કહ્યું, ‘ચાલો, પ્રયત્ન કરવામાં આવશે, શોધતાં શોધતાં કદાચ પત્તો લાગી પણ જાય, પરંતુ આ રીતે શોધ કરવી એ બહુ અઘરી વાત છે. ગભરામણમાં પેલા પૂજારીની ઊંઘ ઊડી જાય છે. જાગૃત થતાં જ તે પસીનાથી તરબોળ થવા લાગે છે કે જે કોસ્મિક વિશ્વ, વિરાટ જગતમાં એ વસે છે ત્યાં પૃથ્વીનું જો કંઇ સ્થાન ઠેકાણું નથી તો, ‘અખિલ બ્રહ્માંડમાં આપણું સ્થાન ક્યાં ?” ગ્રીક દેશનો સુપ્રસિદ્ધ ચિંતક સોક્રેટીસ હંમેશાં લોકો વચ્ચે કર્યા કરતો. લોકસંપર્ક વિદ્યાના કુલગુરુ સમાન અદ્વિતીય વ્યક્તિ છે. એક દિવસ સોક્રેટીસ શહેરમાં ફરતા ફરતા એક વૃદ્ધ પાસે જઇ ચર્ચા, આદત પ્રમાણે તેણે વાતો શરૂ કરી. વૃદ્ધ ને એના પૂર્વજીવના વિષે પૂછયું. પેલાએ લંબાણથી આખી જીવન કહાણી સંભળાવી. એનાથી સંતુષ્ટ થઇ સોક્રેટીસ કહે, ‘તમારું આજ સુધીનું જીવન તો. બહુ સારી રીતે ગયું કહેવાય, પણ ઘડપણમાં કેવી રીતે જીવો છો, એ જરા કહેશો?’ - તો પેલા વૃદ્ધે કહ્યું, ‘આખી જિંદગી સુધી જે કાંઇ માલ, મિલકત, કીર્તિ-પ્રતિષ્ઠા કમાયો, તે બધું સંતાનોને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું ને છોકરાનાં છોકરાને રમાડું છું. એના કામમાં જરાય આડો આવતો નથી, છોકરો કંઇક ભૂલ કરી બેસે તો પણ કાંઇ બોલતો નથી. પણ જો એ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવનો નિચોડ ઠાલવું છું. પણ એ મારી સલાહ મુજબ ચાલે છે કે નહીં તે જોતો નથી, મારો એવો આગ્રહ પણ નથી હોતો. એ ભૂલ કરે તો ટોકતો પણ -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - જીવનસંધ્યાએ અરુણોદય ) ૩૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ નથી. અને છતાંય ફરી સલાહ માટે આવે તો એની એ વાતો ફરી કહેતાં હું થાકતો પણ નથી.’ વૃદ્ધની વાતો સાંભળી સોક્રેટીસે ખુશ થતાં કહ્યું, ‘ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું !' ૧૧. ઓલવાયેલી મીણબત્તી ૧૦. મૃત્યુ વિષે શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્ટ્રીકલેન્ડ ગિલિલાએ એક ભાવસભર પ્રસંગનું નિરૂપણ કર્યું છે. એક માણસને એક નાનકડી દીકરી હતી - એકની એક, અત્યંત લાડલી. એ તેને માટે જીવતો. બાળકી તેનું જીવન હતી. આથી જયારે તે માંદી પડી અને સારામાં સારા વૈદ-હકીમો પણ તેની માંદગી દૂર ન કરી શક્યા ત્યારે એ બાવરા જેવો થઇ ગયો અને તેને સાજી કરવા એણે આકાશપાતાળ એક કરી દીધાં. પ્રબુધ્ધપ્રજ્ઞજનો, મૃત્યુ પામેલા કે જીવતાનો શોક કરતાં નથી, હું ભૂત-અતીતમાં નહોતો એમ પણ નથી અને ભાવિ-અનાગતમાં નહીં હોઉં એમ પણ નથી એટલે એવો શોક શા માટે ? દેહ અનિત્ય છે, જે અનિત્ય છે તેની સાથે સંબંધ કેમ બંધાય ? તેના મોહમાં પણ વ્યાકુળ ન જ થવાય. આત્મા નથી જન્મતો કે નથી મરતો એ તો શાશ્વત અને પુરાતન છે આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી અને પવન શોષી શકતો નથી. વળી, એ કોઇને હણતો નથી કે હણાતો નથી. આત્મા જીર્ણ થયેલ દેહરૂપી વસ્ત્રનો ત્યાગ કરી અન્ય નવા. દેહને ધારણ કરે છે. આપણે તેને મૃત્યુનું નામ આપીએ છીએ. આત્માને કોઇ આશ્ચર્ય જેવો જુએ કે સાંભળે તે વિસ્મયપૂર્ણ છે. જે નિત્ય, ચિરંતન અને શુધ્ધ બુધ્ધ છે તેનો શોક કરવો તે વૃથા છે. પણ પ્રયત્નો ઠાલા નીવડ્યા ને બાળકી મૃત્યુ પામી. પિતાની બધી સ્વસ્થતા હણાઇ ગઇ. તેના મનમાં તીવ્ર કટુતા વ્યાપી ગઇ. સ્વજનો-મિત્રોથી દૂર તેણે પોતાની જાતને એકાંત ખૂણે પૂરી દીધી. અને ફરી પૂર્વવત્ જીવનક્રમ સ્થાપવાની ને સ્વસ્થ થવાની. શક્યતાઓવાળી બધી પ્રવૃત્તિઓને તેણે નકારી કાઢી. એક રાતે તેને સ્વપ્ન આવ્યું. તે સ્વર્ગમાં પહોંચી ગયો હતો. ત્યાં તેણે નાના-નાના બાળ-દેવદૂતોનું ભવ્ય સરઘસ જોયું. એક શ્વેત સિંહાસન પાસેથી તેમની હાર અનંતપણે ચાલી જતી હતી. આ જીવનસંધ્યાએ અરુણોદય) ( ૩૬), -જીવનસંધ્યાએ અરુણોધ્ય) Page #23 -------------------------------------------------------------------------- ________________ સફેદ ઝભો પરિધાન કરેલા દરેક બાળ-દેવદૂત પાસે સળગતી મીણબત્તી હતી. પણ તેણે જોયું કે એક બાળકની મીણબત્તી સળગ્યા વગરની હતી, પછી તેણે જોયું કે, પ્રકાશહીન મીણબત્તીવાલી બાલિકા તો તેની જ દીકરી હતી. તે એના ભણી દોડડ્યો. સરઘસ થંભી ગયું. તેણે એને હાથોમાં જકડી લીધી, મૃદુતાથી પંપાળી અને પછી પૂછયું: ‘બેટા, તારી એકલીની જ મીણબત્તી કેમ અંધારી છે ?” ‘બાપા, આ લોકો એને ફરી ફરી પેટાવે છે, પણ તમારાં આંસુ હંમેશાં એને ઓલવી નાંખે છે.” ૧૨. મૃત્યુ નિવારી શકાતું નથી, સુધારી શકાય છે - તે જ ક્ષણે તે ઊંઘમાંથી જાગી ગયો. સંદેશ સ્પષ્ટ હતો. તેનો તેના પર તરત પ્રભાવ પડ્યો. તે ક્ષણ પછી તે એકાંત કેદમાં પુરાઇ ન રહેતાં મોકળાશથી, આનંદથી તેના આગળના મિત્રો ને સંબંધીઓમાં હળવા-ભળવા લાગ્યો. હવે તેની લાડલી દીકરીની મીણબત્તી તેના વ્યર્થ આંસુઓથી બુઝાઇ જતી નહોતી. મૃત્યુ એ અનિવાર્ય અને સ્વાભાવિક પ્રક્રિયા છે, એ સનાતન નગ્ન સત્યને સ્વીકારવું જ રહ્યું. છતાંય કોઇ સ્વજનના મૃત્યુ પ્રસંગે મન ખળભળી ઊઠે છે, ચિત્ત વિક્ષુબ્ધ બની જાય છે, આમ કેમ ? મોહ કે આસક્તિને કારણે આમ બનતું હશે ? કે આપણે દેહ કે આત્માની ભિન્નતાને પૂરી સમજ્યા ન હોઇ એ કારણે બનતું હશે? દિવસ અને રાત્રિ વચ્ચે સૂર્યાસ્ત એ જો માર્ગ છે તો, જીવન અને મુકિત વચ્ચે મૃત્યુ એ માર્ગ છે. સૂર્યાસ્ત વિના જો રાત્રિ નથી, તો મૃત્યુ વિના મુક્તિ નથી. સૂર્યાસ્ત જો સ્વીકાર્ય છે, તો મોત અસ્વીકાર્ય શું કામ ? - રત્નસુંદરવિજયજી મ.સા. મોટી ઉંમરે પ્રભુ સ્મરણ કરતાં કરતાં, પૂર્ણ જાગૃતિમાં કોઇ સ્વજનનું દેહાવસાન થયું હોય. મૃત્યુ પૂર્વે થોડા સમય પહેલાં જેમણે ધાર્મિક વચનો સાંભળી શરીર સંબંધો અને મમત્વનો ત્યાગ કર્યો. હોય, તો એ સમાધિભાવે મૃત્યુ પામ્યો ગણાય. પ્રાયેઃ કરીને આવો. આત્મા આ પાર્થિવ દેહ છોડી ઉજ્જવળ ગતિને જ પામ્યો હોય. આવા. મરણ પાછળ શોક ન હોય પરંતુ મૃત્યુ મહોત્સવ જ હોય, છતાંય સ્વજન ગુમાવ્યાને કારણે કે છત્રછાયા જતાં શોક અને વિષાદથી આપણે ઉદાસ થઇ જઇએ છીએ. આપણે ત્યાં પરંપરાગત રૂઢિ પ્રમાણે સ્વજનના મૃત્યુ પાછળ, - જીવનસંધ્યાએ અરુણોધ્ય) આ જીવનસંધ્યાએ અરુણોધ્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ કેટલીક ક્રિયાઓ, વિધિઓ કરવાની હોય છે જેમાં સ્ત્રીઓએ ઘરના સ્વજનના મૃત્યુ પછીના કેટલાક દિવસો બાદ ‘સાડલો બદલાવવા ની વિધિ કરવાની હોય છે. સ્ત્રીઓ અન્ય સગાને ઘરે જઇ થોડા કલાક કે દિવસ રોકાઇ સાડલો બદલાવવાની વિધિ પૂર્ણ કરે છે. સાડલો બદલાવવો એટલે શોક દૂર કરવો. સ્વજનના મૃત્યુના દુઃખ વિષાદને વિસારે પાડી, વિષાદરૂપી વસ્ત્રોનું પરિવર્તન કરવું આવા પ્રસંગોએ સ્ત્રીઓ પિયરઘર કે અન્ય સ્વજનના ઘરે એટલા માટે જાય છે કે, આત્મીયતાથી, એકબીજાના સાંત્વનથી આઘાતમાંથી મુક્ત થવાય, હૈયાનો ભાર હળવો થાય ને શોક સંવેદના દૂર થાય. માન્ય છે. એટલું જ નહીં પણ જોનાર દેખનારને બદલે દેખાતા દશ્યોમાં જ દૃષ્ટિને જોડી છે. એ જ દુઃખનું ભૂલનું મૂળ કારણ છે. એ જ સંસારનું મૂળ છે, માટે જેને દુઃખથી છૂટવું જ હોય તેને પર ગણાતા દૃશ્ય આંખે જોવામાં આવતી વસ્તુ અને વ્યક્તિને જોવાજાણવા છતાં તે બધાને જોનાર-જાણનાર જ્ઞાન સ્વરૂપી આત્માને જ યાદ કર્યા કરવો. તેનું એક ક્ષણ પણ વિસ્મરણ ન થવા દેવું. આ અભ્યાસથી કષાયની મંદતા થશે અને આર્તધ્યાન-રૌદ્રધ્યાનના હેતુભૂત વિકલ્પો શાંત થઇ જશે અને વૃત્તિ ધર્મ-ધ્યાનમાં રમતી-રમતી ક્રમશઃ આત્મપ્રદેશ ભણી દોડે છે અને આત્મસ્વરૂપમાં જઇ શમે છે, અર્થાત્ એના ઉપશમથી જ આત્મદર્શન સંભવે છે. આપણી ચિત્તવૃત્તિ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મ પ્રતિ જ વહે તેવો પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાનીઓએ સમય માત્રનો પ્રમાદ કરવાની. ના કહી છે, ચક્રવર્તી રાજાની સમગ્ર સંપત્તિ કરતાં, આત્મસ્વભાવમાં રહેવા રૂપ, સ્વરૂપ રમણતાની એક ક્ષણ વધારે કિંમતી છે. પરંતુ સાચું પિયર તો સંતો કે સતપુરષોની નિશ્રા છે. આવા પ્રસંગે સે પરિવારજનો, ધર્મસ્થાનકમાં સંતોની નિશ્રામાં થોડો સમય વીતાવે તો જીવન અને મૃત્યુ પર સંતની ચિંતનપ્રસાદી જરૂર મળે. સ્વજનો આઘાતમાંથી બહાર આવે અને શોકસંતપ્ત હૈયાને આશ્વાસન મળે. આવો જ એક પ્રસંગે જયારે સંતના સાંનિધ્યે જવાનું થયું ત્યારે સંતે સદ્ગતના ગુણોની અનુમોદના કરી, તેમના આત્મશ્રેયાર્થે થોડી ક્ષણો ધ્યાન કરાવ્યું અને પછી કહ્યું કે, ‘આ મૂઢ જીવ અનાદિકાળથી અંધ બની. આથડયો છે અને તેથી જ અનંત દુઃખો ભોગવતો આવ્યો છે. જો કે, તે દુઃખથી, જીવ છૂટવા ઇચ્છે છે પણ દુઃખનાં કારણોને છોડતો નથી, છોડવા ઇચ્છતો પણ નથી. તેથી જ પોતાને અનિચ્છાએ દુઃખ ભોગવવું પડે છે.' આપણે દેહાસક્ત બનીને મોટાભાગનો સમય આ દેહની. સેવા-પૂજામાં જ ગુમાવી રહ્યા છીએ અને ગુમાવી દીધો છે. શરીરનો સ્વભાવ જ એવો છે જેમકે, સવારનું રાંધેલું અનાજ સાંજે બગડી. જાય છે. ગંધાઇ જાય છે, તેવી જ રીતે પુદ્ગલથી બનેલું આ શરીર, અન્નથી પોષણ પામેલું આ શરીર સદાને માટે સુંદર કે સાજું ના રહે. સડન, પડન, ગલન એ પુદ્ગલનો સ્વભાવ છે. તેથી શરીર બીમાર પડે છે કે આત્મા તે વિચારવા યોગ્ય છે. શરીર અને આત્માની બીમારી અલગ અલગ છે. હવે જીવનની અંધતા અને અજ્ઞાન શું અને ક્યાં છે ? જે જગતમાં વ્યક્તિ અને વસ્તુ દેખાય છે, તે અને તેનો દેખનાર બને અલગ છે. સ્વતંત્ર ગુણધર્મવાળા છે. એ વાત ભૂલીને બન્ને એક જ પહેલાં તો આત્માની ભાન્તિને જ ટાળવી જોઇએ અને તેનો ઇલાજ છે ‘ઔષધ વિચાર ધ્યાન’ હું કોણ છું ? શું છું અને શરીર આજીવનસંધ્યાએ અરુણોધ્ય) (૩૯ + - જીવનસંધ્યાએ અરુણોદય) Page #25 -------------------------------------------------------------------------- ________________ શું છે ? તેનો વિચાર ચિંતન અને ધ્યાન ખૂબ જરૂરી છે. તેના સતત ચિંતનથી જ ખ્યાલમાં આવશે કે હું શરીર નથી અને શરીર મારું પણ નથી. હું તો આ દેહરૂપી ભાડુતી ઘરમાં રહું છું. હતાશ, નિરાશ થઇને રડતાં-રડતાં અનિચ્છાએ જવું પડે છે. જ્ઞાનીનો આત્મા બોલે છે મારો ટાઇમ થઇ ગયો છે હું જાઉં છું. આવા સકામ અને પંડિત મરણે મરનાર જન્મ-મૃત્યુની શૃંખલામાંથી જલદી છૂટે છે. જયારે સંબંધોનાં મોહમાં મૂઢ અને દેહાસક્તને ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ છે. આ દેહ દેવળમાં બિરાજિત દેહ-કર્મ અને રાગાદિ ભાવોને જાણનાર હું જ્ઞાન સ્વરૂપી, ચૈતન્યધન આત્મા છું. શરીરનો મોહ મમત્વ સહિત ભરોસો રાખવા જેવો નથી તે ગમે ત્યારે દગો દઈ દેશે, જે મેં મારું માન્યું છે તે બધું જ અહીં પડી રહેવાનું છે. ‘આત્મજ્ઞાન એ કાળનો કાળ છે એટલે આપણા જેવો જે ‘કાળા’ એટલે ‘મૃત્યુથી ડરે છે તેને તે ડર કાઢવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું બહુ જ જરૂરી છે માટે મૃત્યુનો ભય કાઢી વર્તમાનનો સદઉપયોગ કરી લેવાનો છે. માત્ર શુભાશુભ કર્મો જ સાથે આવશે અને આ ભવપરંપરા પછી મોક્ષમાં જતાં પહેલાં આ શુભાશુભ કર્મોનો પણ નાશ થઇ જવાનો છે. માટે મોક્ષમાં આવે તે જ મારું, આત્માના જ્ઞાનાદિ ગુણો જ મારી સાથે આવશે એટલે એ સિવાય કશુંય મારું નથી. આપણી દરેક ક્ષણ અંતિમ હોય, દરેક શ્વાસ અંતિમ હોય તેમ જાગૃતિપૂર્વક મૃત્યુનું સતત સ્મરણ આપણને સમાધિમરણના રાજમાર્ગ પ્રતિ જરૂર લઇ જશે. દેહ છૂટતો હોય ત્યારે તેનો મોહ કરવા જેવો નથી કારણ કે તે તો માગ્યા વિના પણ દરેક ભવમાં મળવાનો છે. દેહ તો. ઘણીયવાર છૂટ્યો છે અને ઘણીયવાર મળ્યો છે. આવી તૈયારી કે વિચારથી ડરવાનું પણ શા માટે ? આપણે જાણીએ છીએ કે મારે પચીસ-પચાસ કે સો વર્ષ પછી પણ આ શરીર તો છોડવાનું જ છે, રામ કૃષ્ણ કે ભગવાન મહાવીરને અમર શરીર મળ્યું નથી. તો આત્મનિષ્ઠાપૂર્વક દેહ છોડવો અનિવાર્ય છે. આ માટે ‘હું આત્મા છું પરંતુ શરીર નથી તે વાતનું સ્મરણ સાતત્ય જરૂરી છે. કાળ કોળિયો કરે તે પહેલા સંબંધો અને શરીરની મોહાસતક્તમાંથી છૂટવું છે. એ આપણને છોડી દે તે પહેલાં આપણે તેમનો ત્યાગ કરવો છે. આ ભવે આત્મજ્ઞાન કે આત્મદર્શન ન થાય તો હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. આ અભ્યાસથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પાત્રતા તો જરૂર પ્રાપ્ત કરી શકીશું જે પછીના ભવની સાધનામાં સહાયક બનશે. શરીર પંચમહાભૂતનું બનેલું છે તે તેને સુપરત કરવાનું છે એટલે જ મહાપુરુષો અંતિમ સમય દેખાતાં પોતાના શરીરને વોસરાવી દે છે, ત્યાગ કરે છે તેમનામાં એક એવી ખૂમારી હોય છે કે મને કાઢી મૂકે ને હું જાઉં એમ નહીં, ત્યાગ કરીને જાઉં છું એવું ગૌરવથી કહે છે. શરીર તો સૌનું છૂટે છે, પરંતુ શરીરનો ત્યાગ કરી શરીરથી તો જ્ઞાની પોતે જ છૂટે છે. આપણે નહીં, આપણને શરીર કાઢી મૂકે છે ત્યારે હારી આજીવનસંધ્યાએ અરુણોધ્ય) જીવનનો અંત સમાધિપૂર્વક થાય તે માટે જ જીવનકાળમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન સેવા ભકિત કરવાનું કહ્યું છે - જીવનસંધ્યાએ અરુણોદય ) Page #26 -------------------------------------------------------------------------- ________________ વિચારીએ છીએ, કારણ તે તો આ ભવમાં જ વેઠવાની છે. જીવનના અંતિમ સમયે આત્મસ્વરૂપનું સ્મરણ ન રહે તો મહાપુરુષોનું સ્મરણ - શરણ હિતકારી છે. કોઈપણ સંયોગ સ્થાયી નથી, આપણે બધી જાતના સંયોગોના વિયોગને મરણ કહેતા નથી. પરંતુ જીવને શરીરમાં સંયોગનો વિયોગ થાય તેને જ મરણ કહીએ છીએ તેને મરણ શા માટે કહેવાયું તે તો જ્ઞાનીઓ જ જાણે ! ભાઇ ! તેને મરણ કહો કે વિયોગ તે તો નિયમાનુસાર અનિવાર્ય છે. અનિવાર્ય એટલા માટે કે મરણ વિના ઉત્પત્તિ નથી. વિચારો ! આપણે જન્મથી છૂટકારો મેળવવો છે ? જીવનથી છૂટકારો મેળવવો છે ? જે દિવસે આપણે જન્મથી છૂટકારો મેળવશું એ આપણું અંતિમ મૃત્યુ હશે એટલે મરણથી છૂટકારો મળી જશે. જ્યારે આપણે. મરણથી છૂટકારો મેળવવા ઇચ્છીએ છીએ ત્યારે પુનર્જન્મ મેળવીએ છીએ. આપણે છોડથી બચવાના ઉપાય આદરીએ છીએ, મૂળથી બચવા વિશે વિચારતા નથી. જો આપણે પૂર્વભવમાં મૃત્યુ ન પામ્યા હોત તો આ ભવમાં જન્મ કેવી રીતે ધારણ કરતા ? પૂર્વભવનું મરણનું કારણ આ ભવ માટે હિતકારી બન્યું. કારણ, આટલું સ્પષ્ટ હોવાથી જ્ઞાનીઓ મૃત્યુથી ડરતાં નથી. મૃત્યુ તો પીળું પાન માત્ર છે, જન્મ છે મૂળ. મૂળ કાપવાથી. પુનર્જન્મ રૂપી સંસાર વૃક્ષ સૂકાઇ જશે અને જળમૂળથી ઉખડી જશે. દેહના રોગો તો મૃત્યુ સાથે નાશ પામે છે. પરંતુ આત્મા પર ચીટકેલા ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ વિષયવાસનાના દુઃખો. જીવ અનાદિકાળથી ભોગવતો આવ્યો છે. આત્મશુદ્ધિ દ્વારા તેના ઉપાય કરવાનો છે. સંતે મંગલપાઠ સાથે પ્રેરક સંબોધન પૂર્ણ કર્યું. એમની વાણીએ જાણે આશાના દિવ્યજળનો છંટકાવ કર્યો. સંતવચનો સંસારની બળબળતી બપોરને ચંદન જેવી શીતળતા આપે છે. સંત, માનવીની ઉદાસીનતા, શોક અને વિષાદનાં વસ્ત્રો લઈ ધર્મની ધવલ અને પ્રસન્નતાના સ્ફલિંગોવાળી શાલ ઓઢાડી દે છે. જેનાથી જીવનને ઉત્સાહની સંજીવની સાંપડે છે. જે વ્યક્તિ આ દુનિયા છોડીને ગઈ છે તેનો શોક કરવાનો નથી તેના સ્મરણને આત્માની નિત્યતા સાથે મૂકી તેમનામાં રહેલાં સદ્ગણોનું આપણા જીવનમાં અવતરણ થાય તેવી ભાવના ભાવવાની છે. વાયુમંડળમાં સંતોના મંગલ ધ્વનિનો પ્રતિછંદ સંભળાઇ રહ્યો હતો. આત્મભાવમાં રહી કષાયમુકિતની સાધના કરીશું તો આપણું જીવન અને મૃત્યુ બન્ને સુધરશે. જન્મની વેદના વિશે આપણે કલ્પના કરતાં નથી કારણ કે તેમાં પરભવ આવતા - ભવની વાત છે માત્ર મૃત્યુની વેદના વિશે કેવલી પન્નતો, ધમ્મ શરણમ્ પવન્જામિ...!” (અધ્યાત્મયોગીની પૂ.બાપજી સ્વામીના પત્રને આધારે) આજીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૪૩ - જીવનસંધ્યાએ અરુણોધ્યમ Page #27 -------------------------------------------------------------------------- ________________ સંતોનાં હૃદય દ્રવે એવા સંત પૂ.ભટ્ઝરજીએ યુવાનને પોતાની પાસે બેસાડ્યો અને હેતાળ અને મધુર વચનથી પૂછયું ભાઇ શું મૂંઝવણ છે ? તેતો કહે. ભાઇ આવા તાજગીસભર પ્રભાતમાં તું થાકેલો કેમ લાગે છે. ૧૩. આ દિવસો પણ ચાલ્યા જશે. મહારાજ સાહેબ, જીવનથી થાકી ગયો છું, હારી ગયો છું. હવે ઇચ્છું છું માત્ર મૃત્યુ ! ભાઇ પૂર્વે કરેલાં અથાગ અને સમ્યક પુરુષાર્થે માંડ માનવ દેહ, ઉત્તમ ધર્મ અને કુળ મળ્યું તેને હાથે કરીને શું કામ ગુમાવવું છે ? તારી સાથે શું ઘટના બની તેતો કહે, યુવાને કથની કહી અને અંતમાં કહ્યું કે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું તો છેલ્લે તમારા દર્શન કરવાનો વિચાર આવ્યો એટલે સ્થાનકમાં અંતિમ વાર આવ્યો છું. ભાઇ આ દિવસો પણ વહી જશે. ગુરુએ ગંભીર થઇને કહ્યું - આત્મહત્યા દ્વારા મૃત્યુનો વિચાર કાયરો કરે તમારે આવો વિચાર કરવાની જરૂર નથી. તમારી ભીતરમાં શક્તિ છે. તેને કામે લગાડો, બધું સારું થઇ જશે કયારેય તમે ભાંગી ના પડશો ભાઇ સાંભળો ! અને ગુરુને મુખેથી એક પ્રેરણાનો સ્તોત્ર વહેવા લાગ્યો. રાયશી પ્રતિક્રમણ (રાત્રિ દરમ્યાન જાણતા અજાણતા થયેલા. પાપોનું પ્રાયશ્ચિત)થી પરવારી સંત મંદ મંદ સ્વરે વીતરાગ વંદના કરી રહ્યાં હતાં થોડીવારમાં ઉષાની લાલીના રંગો આકાશમાં છવાયા પક્ષીઓનો મધુર કલરવ સુપ્રભાતને ચેતનવંતુ બનાવી રહ્યો હતો. ધર્મ સ્થાનકમાં ધીમે પગલે નીચું મસ્તક કરીને ગુરુદેવને પાંત્રીસેક વર્ષના યુવાને વંદના કરી. પ્લાના ચહેરા પર છવાયેલ હતાશા અને વિષાદ જોઇ ગુરદેવે પૂછયું સવાર, સવારમાં આમ થાકેલા કેમ લાગો છો ભાઇ ! યુવાન મૌન રહ્યો. ગુરુદેવ સામે આંખમાં આંખ મળી યુવકની. આંખમાં હજારો વણપૂછાયેલા પ્રશ્નોનું તોફાન હતું. રોકી રાખેલા અશ્રુબિંદુ યુવાનની પાંપણને ભીંજવી ગયાં ‘જ્યારે તમે ચારેકોરના પ્રશ્નોથી ઘેરાઇ ગયા હો, બધી જ પરિતસ્થતિ તમારાથી વિપરીત જઈ રહી હોય, વેપારમાં તમને ક્યાંય ફાવટ ન આવતી હોય, જ્યાં જ્યાં પગ મૂકો ત્યાં બધે જ ઠોકર લાગતી હોય, ઘરમાં પણ તમારું ધાર્યું ન થતું હોય, સ્વજનોએ તમારાથી મોં ફેરવી લીધું હોય, ‘મામકા’ ગણાતા બધા ‘પરાયા” થઇ ગયા હોય, લેણદારો તમારું લોહી પી જતા હોય અને તમે એક મરી જવાની અણી પર આવીને ઊભા રહી ગયા હોય ત્યારે પણ તમારે ભાંગી પડવાની જરૂર નથી, નથી ને, નથી જ. તમે નક્કી સમજી રાખજો કે આ પરિસ્થતિનો પણ એક દિવસ અચૂક અંત આવી જવાનો છે. હાલ જેટલી આફતો ઊતરી છે તે બધી એક દિવસ દૂર સંતોનાં હૃદય કરુણાસભર હોય છે માખણને તો દૂરથી તાપ લાગે તો ઓગળવા માડે પરંતુ બીજાની પીડા-પરિતાપથી કરૂણાવાન -જીવનસંધ્યાએ અરુણોધ્ય) આજીવનસંધ્યાએ અરુણોધ્ય) ૪૬ મક Page #28 -------------------------------------------------------------------------- ________________ થઇ જવાની છે. કોઇ પણ દુઃખ આ જગતમાં ક્યારેય પણ પરમેનેન્ટ નથી હોતું. દરેક દુખનો એક દિવસ અંત આવી જાય છે.' સમુદ્રમાં ઓટ પછી પાછી ભરતી આવે જ છે. ઘસાઇ ઘસાઇને સાવ ક્ષીણ થઈ ગયેલો ચંદ્ર પંદર દિવસમાં પાછો પૂનમનો ચાંદ બનીને આકાશમાં ચમકે છે. ઘનઘોર રાત પણ વીતી જાય છે અને વહેલી પરોઢે ઉષા પ્રગટે છે અને સહસ્ત્રશ્મિ સૂરજદેવ આખી પૃથ્વીને અજવાળી મૂકે છે. જશો. પ્રભુની ભક્તિ કરતાં કોઇની લાજ જતાં આજ લગી જાણી. નથી. રાજા શ્રીપાલનો કોઢ દૂર થયો છે અને રાણી મચણાની ઉપાધિઓ ટળી છે. સીતા, અંજના, દમયંતી અને દ્રૌપદીઓના દુઃખોનો અંત આવી ગયો છે. અને મીરાંબાઇના પવાલાનું ઝેર અમૃત થઇ ગયું છે. તમારી પાસે શ્રદ્ધા જેવી ચીજ હોય તો પ્રભુના ચરણે મેલી દો અને પછી બધી ફીકર છોડીને મસ્તીથી જીવો. ગુરુજીના વચને યુવાનમાં ઉત્સાહ આવ્યો, આંખોમાં ચમક આવી જીવનમાં એક નવીજ આશાનો સંચાર થયો સંત ચરણે સ્પર્શ કરી યુવાન વિદાય થયો તેની સાથે તેના નવજીવનનો અભ્યદય થયો. - દુઃખ, આપણા પોતાના પૂર્વકૃત કર્મોના ઉદયથી આવે છે. એમાં કોઈને દોષ દેવાની લેશ માત્ર જરૂર નથી. હાયવોય કરવાની પણ જરૂર નથી. અકળાયા વીના આવેલા દુઃખને સમભાવે સહી લેવાની જરૂર છે. કોઇપણ દુઃખ ક્યારેય બેકાર જતું નથી. દરેક દુઃખ આપણને વધુ ને વધુ મજબૂત બનાવતું જાય છે. આપણો વીલ પાવર વધારતું જાય છે. જેમ જેમ તાપ વધતો જાય તેમ તેમ સોનું વધુને વધુ શુદ્ધ બનતું જાય છે. અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરેલા સોનાના જ જગતમાં ભાવ બોલાય છે, લોઢાને કોઇ પૂછતું નથી. સંત સંસારની બળબળતી બપોરને ચંદન જેવી શીતળતા આપે છે. દિનતા વિનાનું જીવન, સમાધિમરણ, અને હે પ્રભુ ! મરણ પછી તારું સાન્નિધ્ય મળે એટલું જરૂર આપજે ! તમારી ડાયરીમાં નોધી લો કે દુઃખ ખરાબ ચીજ નથી. દુઃખ ક્યારેય નકામું જતું નથી. કોઇ દુઃખ ક્યારેય આપણી સહનશક્તિ કરતાં વધારે મોટું હોતું નથી. આપણા ટી શર્ટની જેમ દુઃખ પણ માપસરનું જ આવે છે. તમે એને લુઝર શર્ટ માની બેસવાની ભૂલ ના કરશો. આપધાતનો ક્યારેય વિચાર ન કરશો. આજે નહીં તો કાલે તમારા દુઃખનું પૂર્ણવિરામ આવી જવાનું છે. દુઃખને કાઢવા તમે જ્યાં અને ત્યાં, જે અને તે રસ્તે ફાંફાં મારવાને બદલે કશો વિચાર કર્યા વિના પૂર્ણ શ્રદ્ધાથી ધર્મનો સીધો રસ્તો પકડી લો અને સાચ્ચે સાચ્ચા દિલથી પરમાત્માની ભક્તિમાં લાગી જાવ. તમે ન્યાલ થઇ -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૪૭ - જીવનસંધ્યાએ અરુણોદય , Page #29 -------------------------------------------------------------------------- ________________ દ્વારપાળે કહ્યું કે, “આ વ્રત-નિયમોનું પાલન અને તપ ત્યાગ તમે કઇ ભાવનાથી કર્યું હતું તે જાણવું પડશે....હા તમે ત્યાં ચશ. પ્રતિષ્ઠા અને માનસન્માન પામવાની ઈચ્છાથી અને સ્વર્ગનાં સુખો પામવાની ઇચ્છાઓથી આ બધું કર્યું હતું. માત્ર તપ ત્યાગ અને વ્રતનિયમોનું પાલન કરનારાઓ માટે મોક્ષદ્વારમાં પ્રવેશ નથી મળતો. બાહ્યતમ સાથે અંતરતપની જરૂર હતી. કામેચ્છારહીત તપની જરૂર હતી. તમે ધર્મક્રિયાઓ કરી હતી, પરંતુ ધર્મધ્યાન કર્યું ન હતું માટે અહીં પ્રવેશ ન મળે...અહીંથી પાછા જાઓ. ૧૪. મોક્ષમાર્ગના દ્વારમાં પ્રવેશ કોને મળે ? મોક્ષના દ્વારે મોટી ભીડ જામી હતી. મહામાનવ સમુદાયમાંના પ્રત્યેક માનવને મોક્ષમાં જવું હતું. દિગંતમાં જવું હતું. દિગંત એટલે જ્યાં દશે દિશાઓ વિલય પામે તે સિદ્ધાલય, પરંતુ દિગંતનું દ્વાર ખુલતું ન હતું. દ્વારપાળ દ્વાર ખોલતો નહોતો, કેટલાક પંડિતોએ - વિદ્વાનોએ આગળ આવીને કહ્યું, ‘અમે જ્ઞાની છીએ, અમે હજારો શાસ્ત્રો વાંચ્યા છે. લાખો લોકોને ધર્મોપદેશ આપ્યો છે, અમારે મોક્ષમાં જવું છે દ્વાર ખોલી નાખો ! ભીડ કંઇક ઓછી થઇ તો કેટલાક લોકો આગળ આવ્યા. અને બોલ્યા, ‘અમે સમગ્ર જીવન પરોપકારમાં વ્યતીત કર્યું છે, દાના કર્યું છે માટે અમને પ્રવેશ મળવો જોઇએ.’ દ્વારપાળ કહે તમારા દાન પાછળ પ્રછન્ન અહંકાર અને પરોપકાર પાછળ પ્રતિષ્ઠા પામવાની. ઇચ્છા છુપાયેલી હતી. માટે શુદ્ધ ભાવના વગર કરેલા જીવોપકારની અહીં કશી જ કિંમત નથી ! ભીડ ચાલી ગઇ, પરંતુ સૌથી પાછળ એક મનુષ્ય ઊભો હતો. દ્વારપાળે એને પૂછયું, ‘ભાઇ તું હજુ કેમ ઊભો છે ? અહીં શા માટે આવ્યો છે ? તેણે કહ્યું, કોણ મને અહીં લઇ આવ્યું છે તેની મને ખબર નથી. મારી પાસે શાસ્ત્રજ્ઞાન નથી. મેં ઘોર તપ કે વ્રતો કર્યા નથી કે કઠોર નિયમો પાળ્યા નથી. આમ મારી પાસે કશું દ્વારપાલે કહ્યું, અહીં શાસ્ત્રોનું મૂલ્ય નથી, અનુભવનું મૂલ્ય છે, સ્વાનુભૂતિનું મૂલ્ય છે. જનોપદેશની કિંમત નથી. આ ઉપદેશનું મૂલ્ય છે - તમને મોક્ષમાં પ્રવેશ નહીં મળે.’ નથી.” ભીડમાંથી કૃશકાય, તપસ્વી, મુનિ, સંન્યાસીઓ આગળ આવ્યા અને તેઓએ કહ્યું કે, “અમે ઘોર તપસ્યા કરી છે, કેટલાય ઉપવાસ કર્યા છે, કષ્ટદાયી વ્રત-નિયમોનું પાલન કર્યું છે, અમારે માટે મોક્ષનું દ્વાર ખોલો.’ ‘હા કોઇ જીવ સાથે મારે શત્રુતા ન હતી, કોઇને હું નડ્યો નથી. સૌને માટે મારા હૃદયમાં પ્રેમ છે. મૈત્રીભાવનું ગાન મારા હૃદયમાં સતત ગુંજન કરે છે. કોઇને દુઃખી જોઇ મારાં નયનો કરણાજલથી છલકાઇ ઉઠતા સંતો અને સજજનો જોતાં મારું હૃદય પ્રમોદભાવથી પુલકિત થતું. મારા પ્રત્યે અયોગ્ય વર્તન કરનાર પરત્વે જીવનસંધ્યાએ અરુણોદ્ય - - ૪૯ - - જીવનસંધ્યાએ અરુણોધ્ય (૫૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ મને દ્વેષ ન આવતો પણ માધ્યસ્થ ભાવ વડે હું તેની ઉપેક્ષા રાખતો, પરંતુ આટલા માત્રથી મોક્ષ માર્ગે જવાના પ્રવેશ દ્વારમાં પ્રવેશની મારી યોગ્યતા પ્રાપ્ત થતી નથી. માટે હું પણ પાછો વળું છું.' પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે દ્વારપાલે તેને માટે મોક્ષનું દ્વાર ખોલી નાખ્યું હતું. શાંત સુધારસનું પાન કરાવનાર આ એક ઉપનય કથા છે. વાસ્તવમાં મોક્ષદ્વારેથી આપણે કરોડો જોજન દૂર છીએ. આપણે સૌ એ માર્ગે જવા તત્પર છીએ એટલે આ દૃષ્ટાંતકથાનું ચિંતન કરતા જીવનમાં મોક્ષ માર્ગે જવાના ગુણોનું સ્પષ્ટીકરણ થશે. માત્ર જ્ઞાની કે પંડિત થવાથી એ માર્ગે જઈ શકાશે નહિ. જ્ઞાન સાથે ભાવયુક્ત ક્રિયા ભળે તો મોક્ષદ્વારે જઇ શકાશે. આ નાનક્ડી કથાની શબ્દ ગુંથણી નીચે એક દિવ્ય દૃષ્ટિબિંદુ સંગોપ્યું છે. આ ઉપનય ક્થામાં જે અભિપ્રેત સત્ય છે તેનો સ્વીકાર કરવાનો છે. ભાવનાઓનું ઉદ્ગમસ્થાન અંતઃકરણ છે, ચિત્ત છે, ચિત્તના નિર્મળ ભાવો ક્રિયાને પૂર્ણ બનાવશે. ભાવના વિનાની ક્રિયા એકડા વિનાના મીંડા જેવી છે. ધર્મ અનુષ્ઠાનોની ક્રિયાની પશ્ચાદ્ભૂમાં ભૌતિક કામના કે વાંછના સાધના માર્ગને સાચી દિશા ન આપી શકે. આપણે આપણાં ચિત્તમાં કેન્દ્રિત થવાનો પુરુષાર્થ કરીએ એ જ સમ્યક્ પુરુષાર્થ છે. બાહ્ય ધર્મ ક્રિયા કરી સંતોષ માનવાથી આધ્યાત્મિક અનુષ્ઠાનોનો પૂર્ણ ફાયદો ઉઠાવી શકાશે નહિ. સ્વર્ગ, નર્ક કે મોક્ષનો આધાર મનુષ્યના મન પર છે. ચિત્તમાં-અંતઃકરણમાં ક્રાંતિ જ આત્માને ઉર્ધ્વગમન કરાવી શકે. મોક્ષમાર્ગ માટે શુષ્કજ્ઞાન નહીં પણ ક્રિયા દ્વારા અનુભવજ્ઞાન જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૫૧ ઉપયોગી છે. માત્ર કાયાકષ્ટયુક્ત તપ નહિ પણ ભાવયુક્ત આત્યંતર તપ જરૂરી છે. દાનની સાથે ભાવશુદ્ધિ, અંતઃકરણમાં ત્યાગની ભાવના અહંકારમુક્ત, વિવેકયુક્ત દાન કે જે સંપત્તિના વિસર્જનની ભાવનાવાળું હોય તે ઉપયોગી છે. જે વ્યકિતના જીવનમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થભાવનાનું અવતરણ થાય છે અંતે તે મોક્ષમાર્ગનો અધિકારી બની જાય છે. જ્ઞાનીને મરણભય શાનો ? શ્રી પંડિત ટોડરમલજીની અનોખી વિદ્વતાથી કેટલાક લોકો ઇર્ષાગ્નિમાં બળતા હતા, કારણ કે જયપુરના મહારાજા પાસે એમની ખૂબ પ્રતિષ્ઠા હતી. તેથી કેટલાક દ્વેષી પંડિતોએ યંત્ર રચીને પોતાના ધર્મ-અપમાનનો એમના પર આરોપ ઠોકી બેસાડ્યો. જયપુરના મહારાજાએ પણ સાંપ્રદાયિકતાને વશ થઇને એમને હાથીના પગ નીચે કચડી નાખવાનો મૃત્યુદંડ જાહેર કર્યો. નિર્દોષ પંડિતજીને મદોન્મત્ત હાથીની સામે બેસાડી દીધા. જ્યારે મહાવત હાથીને આગળ ધપાવવા ઈચ્છતો ત્યારે હાથી પગ તો ઉઠાવતો, પરંતુ એમના પર પગ નો’તો મૂકતો. મહાવતના મારથી હાથી લોહીલુહાણ થઈ ચિચિયારી પાડતો હતો. આ જોઇને પંડિત ટોડરમલજીએ હાથીને કહ્યું, ‘ગજરાજ ! આ શું કરી રહ્યા છો ? શું ન્યાય તમારા હાથમાં છે ? તમે તમારું કર્તવ્યપાલન કરો.' આટલું સાંભળી હાથીએ તેમના પેટ પર પગ મૂકી દીધો અને એમનું પ્રાણપંખેરું ઊડી ગયું. જીવનસંધ્યાએ અરુણોઘ્ય પર Page #31 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ વિના જીવનનું સૌંદર્ય અપૂર્ણ છે, એ વાતનું એક જૈન બોધકથા દ્વારા સુંદર નિરુપણ થયું છે. એક સમ્રાટ, એક જેનગુરુ પાસે બાગાયત શીખવા ગયો. ગુરુએ તેને ત્રણ વર્ષ સુધી સતત બાગાયતની તાલીમ આપી. ત્યારબાદ સમ્રાટે એક ખૂબ સુંદર ઉપવનનું નિર્માણ કર્યું. સમ્રાટ સર્જિત આ વિશાળ બગીચાની સાર સંભાળ રાખવા માટે અનેક માળીઓ રાખવામાં આવ્યા. ઉદ્યાન સંપૂર્ણ તૈયાર થયા પછી સમ્રાટે ગુરજીને પોતાનો બગીચો જોવા માટે આમંત્રણ આપ્યું. ગુરુજી બગીચામાં પધાર્યા. એક છેડાથી બીજા છેડા સુધી બગીચામાં ફર્યા. પાછા ફરતી વખતે ગુરુજીના ગંભીર વદન પર નિરાશા દેખાતાં સમ્રાટે પૂછયું. ‘શું વાત છે, ગુરુદેવ ?” આપની પાસેથી તાલીમ લીધા બાદ આ બાગ મેં મારી જાત દેખરેખથી બનાવ્યો છે. મારી શું ક્ષતિ છે.ગુરુદેવ ? ૧૫. ડૂબતો સૂરજ પીળું પાન, જોતાં લઉં હરિ તારું નામાં જન્મ એ જીવનનું પ્રવેશદ્વાર છે. સંસારયાત્રી આ દ્વારમાં પ્રવેશ કરી જ યાત્રા આરંભે છે તેનો અંત મૃત્યુ છે. એક રીતે વિચારીએ તો જન્મ પછીની પ્રત્યેક ક્ષણ, માનવીને ધીરે ધીરે મૃત્યુ તરફ લઇ જાય છે. મૃત્યુ એ એક એવી પ્રક્રિયા છે કે જેની શરૂઆત. જન્મથી જ થઇ જાય છે. આ યાત્રા સતત છે અને તેનું અંતિમ ચરણ મૃત્યું છે. પ્રત્યેક શ્વાસે આપણે મૃત્યુને પામીએ છીએ. મૃત્યુને આત્મસાત કરવાની યોગ્યતા કેળવવી તે સાધના છે. જાગૃતિ, ચેતનાની સભાનતા એ આ સાધનાનું પ્રથમ પગથિયું છે. જીવનની પ્રત્યેક ક્ષણે મૃત્યુનું સતત સ્મરણ એ સાધનાનું અંતિમ ચરણ છે.. ‘બગીચામાં જીવંત ધબકાર નથી, સૌંદર્ય નથી, મૌલિકતા. નથી, ફીક્કો અને કૃત્રિમ લાગે છે, કુદરતી નથી લાગતો’ ગુરુદેવા ગંભીર વદને કહ્યું.' સમ્રાટ કહે, ‘શા કારણથી આપ આવું કહો છો ?' ગુરુએ ઉદ્યાન પ્રતિ અંગુલિનિર્દેશ કરી કહ્યું, ‘આમાં કરમાયેલાં પાન કયાં છે ? જૂનાં પીળાં પડી ગયેલાં પાન કયાં છે ? બગીચામાં વૃક્ષોથી ખરી પડેલાં સૂકાં અને પીળાં પાંદડાં ક્યાં છે ?” માટે જ રાજા જનક અને સંત એકનાથ જેવી વિભૂતિઓની મૃત્યુ અંગેની જાગૃતિ એવી હતી કે તેમના શ્વાસેશ્વાસે મૃત્યુનું સ્મરણ હતું. રાજા સોલોમન પોતાની વીંટી પર ‘ચાદ રહે કે હું મરવાનો છું એમ કોતરાવતો. મૃત્યુ, માનવીના જીવનનું મહત્ત્વ વધારે છે. મૃત્યુ, માનવીના વર્તમાન પર્યાય અને ભવિષ્યની ગતિના તફાવતને સ્પષ્ટ કરે છે. -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૫૩ - સમ્રાટે કહ્યું ‘મે માળીઓને કહીને એ બધું બહાર ફેંકાવી દીધું છે, બગીચો સ્વચ્છ અને ચોખ્ખો રાખવા માટે.’ તરત ગુરુજી બહાર જઇ ઝોળીમાં સૂકાં પાન લઇ આવ્યા. અને બગીચામાં પીળાં સૂક્કા પાન ઉડાડી દીધાં, ગુરજીએ ખુશ થઇ કહ્યું, ‘જો હવે કેવું કુદરત નિર્મિત, કુદરતી અને જીવંત લાગે છે ? -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૫૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ હવે બગીચો ધબકતો થયો !' કરચલીવાળા, પીળા અને સુકાં પાન જીવન સંધ્યાનું, વૃદ્ધાવસ્થાનું અને મૃત્યુનું પ્રતિનિધિત્વ કરે છે. જેની ચેતના જાગૃત છે, તે જીવનની નાની નાની ઘટનામાં મૃત્યુને યાદ કરી પ્રભુનું સ્મરણ કરે છે. આવી ક્ષણે આપણાં હૃદયની ઊર્મિ કહે, ‘ડૂબતો સૂરજ, પીળું પાન, જોતાં લઉં હરિ તારું નામ ! ૧૬. અ-શોક નિપ્રતિકાર વિદાય ભારતીય વિચારકો અને મોટા ભાગની દાર્શનિક પરંપરા આત્માના અમરત્વને સ્વીકારે છે મૃત્યુ એ શરીરનો સ્વભાવ છે. જન્મ અને મરણ એક સિક્કાની બે બાજુ છે. સંસારની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. આપણે જન્મની ઘટનાને હર્ષ કે આનંદ રૂપે વધાવીએ છીએ અને મૃત્યુની ઘટનાને દુઃખ કે શોકનું પ્રતીક ગણી ઊંડા વિશાદમાં સરી જતાં હોઇએ છીએ. આપણાં આ વ્યવહારને જ્ઞાનીઓ અવિદ્યાકે અજ્ઞાન રૂપે જુએ છે. જ્ઞાનીઓએ મૃત્યુના ચાર પ્રકાર બતાવ્યા છે. ૧. શરીર ધૂળ મૃત્યુ. ૨. સંયોગોનું મૃત્યુ. ૩. સંબંધોનું મૃત્યુ. ૪. ભાવનાનું મૃત્યુ. (ભાવમરણ) આપણો આવતો ભવ આનાથી પણ સારો હોવાનો આત્મવિશ્વાસ કે ખાત્રી આપણને હોય તો આ દેહ છોડવાના ખ્યાલ આપણે લર ભયભીત કે દુઃખી ન જ થઇએ એ આપણાં સકર્મો પર નિર્ભર છે. આપણા સકાર્યોનો સરવાળો એટલે જ આપણી સદ્ગતિ. દુઃખો, વેદના કે માંદગી પેલા આપણને વિચાર આવે કે આ ભવમાં તો મે એવા દુષ્કૃત્યો કર્યા નથી. એવા પાપોનું સેવના -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - જીવનસંધ્યાએ અરુણોદય, (૫૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ કર્યું નથી છતાં મને આટલો સંતાપ કેમ ? ત્યારે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ ! આ ભવના નહિં પણ અનેક જન્મોના સંચિત કર્મો ગમે તે ક્ષણે ઉદયમાં આવે છે. સમતા ભાવે એ કર્મોને વેદશું એટલી નિર્જરા થશે નવા કર્મબંધ પણ નહિં થાય. જૈન દાર્શનિકોએ જીવનની આ ક્ષણો માટે સંલેખના શબ્દનો પ્રયોગ કર્યો છે આ એક શબ્દમાં સત્ અને લેખના એમ બે શબ્દો છૂટા પાડતાં આપણને જણાશે આ શબ્દોનો અર્થ આપણે સારપનું સરવૈયું કહી શકીએ સત્ કર્મોના લેખા જોખાં. સંલેખના એ મૃત્યુ પૂર્વેની તૈયારી કરતું વ્રત છે. જેમાં સાધક શરીર, સંબંધો અને પરિગ્રહ પરની મમતા ધીરે ધીરે છોડે છે. એના સદ્વિચાર અને સત્કાર્યો મૃત્યુને મહોત્સવ બનાવી દે છે. કોઇ એક વ્યક્તિ કે કંપની એક મોટરગાડી ખરીદે. તેને ખબર છે કે આ ગાડી અમુક વર્ષો સુધીજ ચાલશે પછી બગડશે એટલે તેને ગેરેજમાં મોકલી રીપેર કરાવવી પડશે. તેમાં સમય અને પૈસાનો ખર્ચ થશે. અંતે એક દિવસ એવો આવશે કે એ ગાડી સાવ નકામી થશે અને નવી લેવી પડશે. આને માટે પહેલેથી જ દર વર્ષે ઘસારા ફંડ રીપેર ફંડની અનામતની જોગવાઇ કરવામાં આવે છે. જેથી ગાડી નકામી થતાં જોગવાઇ કરેલા ફંડમાંથી નવી ગાડી ખરીદી શકાય બસ ! આ ગાડી જેવું જ સંસારી શરીર અને જીવન છે જો પહેલેથી જ આપણે સત્કર્મોની જોગવાઈ વધારતા રહેશું તો આ અનામતો આપણને શરીરની દુરસ્તી કરાવતી વખતે પીડા અને વેદના સહન કરવાનું બળ આપશે અને છેલ્લે વધેલી અનામતોનો વિપુલ જથ્થો આપણને આવતો સારો ભવ એટલે સદ્ગતિ અપાવશે. જૂની ગાડી છોડી નવી લેતાં આપણને દુઃખ નથી થતું, પરંતુ આનંદ થાય છે. કુકર્મોની સામે નવો દેહ મેળવતા તો કર્મો ભોગવવાનો જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૫૭ સંતાપ રહે જેમ દેવું કરી ગાડી લઈએ તો કરજ ભરવાની ચિંતા રહે. એજ રીતે સત્કર્મોની અનામતની જોગવાઈજ જીવનું કલ્યાણ કરી શકે. સારપના આ સરવૈયા માટે ક્ષણ ક્ષણની આપણે તોજ જાગૃતિ રાખી શકીશું કે આપણને મૃત્યુનું સ્મરણ હશે આપણી પ્રત્યેક શૈય્યાને આપણે મૃત્યુશૈય્યા ગણીને સુવાનું છે. હવે આ દેહ કામ આપે તેમ નથી માટે હે મૃત્યુ દેવતા (યમરાજ) હું પ્રસન્નતાપૂર્વક તને સોંપું છું. પાર્થિવ દેહને ત્યાગવા સાથે ઉજ્જવળ દેહ પામવાની આ પ્રક્રિયાને જ્ઞાનીઓ નિષ્પતિકાર મરણ કહે છે મૃત્યુ માટે કોઇ પ્રતિકાર નહિ, કોઇ શોક નહિ, અહીં મૃત્યુના સ્વાગતની વાત અભિપ્રેત છે. મૃત્યુ પછી શરીર અરથી બની જાય છે. ભારતની આધ્યાતત્મ પરંપરાએ મૃતકના શરીરને માટે અરથી શબ્દ પ્રયોગ કરી એક ગહન ચિંતન પ્રતિ નિર્દેશ કર્યો છે. શરીર એ રથ છે અને એ રથ ચલાવવાવાળો રથી આત્મા છે. આત્મા જ્યારે શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે એકલો બચેલો રથ એટલે શરીર કે જે આત્માવિહીન એટલે રથી વિહીન છે એ કારણેજ આત્માવિનાના નિશ્ચેતન શરીરને અરથી કહેવામાં આવે છે. મૃત્યુ પૂર્વેનું શુભ ચિંતન મોહ-મમત્વનો ત્યાગ અને પ્રાયશ્ચિત જ જીવન શાંતિ આપી ગતિ સુધારવામાં સહાયક બને છે. મૃત્યુ પૂર્વેની તૈયારી માટે સમ્રાટ અશોકે રાજ્ય વ્યવસ્થામાં પણ આ વિચારણાને સ્થાન આપ્યુ હતું. જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૫૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શી સમ્રાટ અશોક સ્તંભ લેખોમાં તો ભયંકર અપરાધી ઓને આ પ્રક્રિયા કરવા દેવા માટેની વ્યવસ્થાના શીલા લેખો જોવા મળે છે. દિલ્હીના જુના કીલ્લામાં અશોક સ્તંભના ચતુર્થ લેખમાં વિવરણ છે કે સમ્રાટ અશોક મૃત્યુદંડ આપેલ કેદીઓને મૃત્યુની તારીખ નિશ્ચિત થયા પછી પણ ત્રણ દિવસની વિશેષ છૂટ આપતો જેમાં તેને વ્રત ઉપવાસની પ્રેરણા, પ્રાયશ્ચિત, ધ્યાન, પરમાત્માના જાપ અને ચિંતન દ્વારા ચિત્તની સ્વસ્થતા અને શાંતિ મળે એવું વાતાવરણ આપવામાં આવતું કે શક્ય તેટલો એ શાંતિભાવે દેહનો ત્યાગ કરે. સમ્રાટ અશોકનો ઉપદેશ એ હતો કે જીવે આ દેહ શોક રહિત (અશોક) છોડવાનો છે અશોકે પોતાના નામને નિજી જીવનમાં ધર્મધ્યાન અને પરોપકાર દ્વારા ચરિતાર્થ કરવાનો પુરૂષાર્થ કર્યો હતો. ૧૭. આ લોકનું મમત્વ છોડ્યા વિના પરલોક સિધ્ધ થતો નથી. સારપનું સરવૈયું અને નિષ્પતિકાર મરણનું ચિંતન આપણને અ-શોક જીવન અને અશોક (શોકરહિત) મૃત્યુ ભણી દોરી જશે. જીવણલાલ શેઠ એક મોટી પેઢીના માલીક અનાજ કઠોળની જથ્થાબંધ વેપાર અનેક ગોડાઉનો અને હવેલીમાં તેમના વૈભવનો વિસ્તાર શેઠ અર્થ પુરષાર્થ સાથે કામભોગમાં પણ વ્યસ્ત. ધર્મ પણ કરે કપાળમાં આઠ દસ ટપકાં કરી શેઠ પેઢી ગાદીએ બેસે ધરાક ના હોય ત્યારે રૂદ્રાક્ષની માળા ફેરવી ભગવાનનું નામ લેતા. એક દિવસ નારદજીનું વિમાન એ શહેર પરથી પસાર થઇ રહ્યું હતું તેમને શહેર જોવાની ઇચ્છા થઇ શહેર જોતાં જોતા જીવણલાલ શેઠ ને પેઢી. પર રૂદ્રાક્ષની માળા લઇ રામનામ જપતા જોયા નારદજી તો શેઠને અહોભાવથી જોતા જ રહી ગયા : અહાહા ! કેવા ભકત જીવ છે ! નારદજીએ શેઠના લલાટમાં ચંદનનાં આઠદસ તિલક જોયાં. હાથમાં રુદ્રાક્ષની માળા જોઇ. અને તેમણે શેઠને ભક્ત માની લીધા. તે તેમની પેઢીએ ગયા. શેઠે નારદજીને જોયા. ખૂબ જ ખુશ થયા. પેઢીમાંથી નીચે ઉતરીને નારદજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. નારદજીએ પોતાના બે હાથથી પકડીને -જીવનસંધ્યાએ અરુણોદય -૬૦ + - જીવનસંધ્યાએ અરુણોધ્ય) Page #35 -------------------------------------------------------------------------- ________________ તેમને ઊભા કર્યા. શેઠની આંખમાં આનંદનાં આંસુ છલકાઇ આવ્યાં. ગદ્ગદ્ કંઠે બોલ્યા : હે દેવર્ષિ ! આપ મારા આંગણે પધાર્યા. ધન્ય બની ગયો હું! કલ્પવૃક્ષ મારા બારણે આવ્યું. મને કામધેનું, કામકુંભ મળી ગયો ! પધારો ગુરુદેવ! પધારો ! મારી ગરીબની ઝૂંપડી પાવન કરો ! નારદજી તો શેઠના વિનય અને ભક્તિથી પાણી પાણી થઈ ગયા. શેઠની દુકાનના પગથિયાં ચડી ઉપર આવ્યા. શેઠે તેમને વિનયથી અને પ્રેમથી ગાલીચા પર બેસાડ્યા અને બે હાથ જોડીને ઉભો રહ્યા. નારદજીએ કહ્યું : શેઠ ! તમે આ સંસારમાં કેવી રીતે રહી ગયા ? તમારા જેવા ભક્તને તો વૈકુંઠમાં સ્થાન મળવું જોઇએ. શેઠે કહ્યું : પ્રભો ! મારું એવું ભાગ્ય ક્યાંથી કે મને વૈકુંઠમાં સ્થાન મળે ? હું તો અભાગી છું, પ્રભો ! ના શેઠ ! ના. એમ બની શકે જ નહિ. ભગવાન તમારા જેવા ભક્તને વૈકુંઠમાં સ્થાન નહિ આપે તો કોને આપશે ? હું વૈકુંઠમાં જઈને ભગવાનને કહીશ ! ભગવાન દયાળું છે. તે તુરત જ તમને વૈકુંઠમાં પ્રવેશ આપશે. તો ચાલવું છે ને શેઠ ! વૈકુંઠમાં ? નારદજીએ જીવણ શેઠ સામે જોયુ. શેઠે નારદજીના ચરણોમાં માથું મૂકીને કહ્યું : ભગવંત ! તમને શું કહું ? મારા તો રોમેરોમમાં રામનો નાદ ગૂંજી રહ્યો છે ! આ સંસારમાં મને જરાય ચેન નથી. મને જો વૈકુંઠ મળી જાય તો અહો પ્રભો ! મારા ભવોભવના ફેરા જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૬૧ મટી જાય ! કૃપા કરો દેવર્ષિ ! વૈકુંઠ વિના મારે કંઇ જ નથી જોઇશું.. શેઠની વાત સાંભળી નારદજી પ્રસન્ન થઈ ગયા. વૈકુંઠ જઇ નારદજીએ ભગવાનને ઠપકો આપતાં કહ્યું તમને ભક્તોની કંઈ પડી નથી ભગવાન કહે શું વાત છે નારદજી નારદજી કહે પ્રભો જીવણશેઠને વૈકુંઠ બોલાવો પ્રભુએ એક ક્ષણ આંખમીચી પછી કહ્યું દેવર્ષિ એ શેઠ વૈકુંઠ નહિ આવે નારદજી કહે ના ચોક્કસ આવશે પ્રભુ કહે આ મારું વિમાન લઈને શેઠને લઇ આવો. નારદજી ઉપડયા શેઠ પાસે ને કહ્યું વિમાન લઈને તમને લેવા આવ્યો છું. ચાલો વૈકુંઠ. જીવણ શેઠે કહ્યું : મહાત્મન્ ! જ્યારે આપ પહેલા પધાર્યા અને મને વૈકુંઠ લઇ જવાની વાત કરી ત્યારે મને ખૂબ જ આનંદ થયો હતો. ઘરે જઈને મેં તુરત જ છોકરાની માને કહ્યું હતું કે હવે હું સંસારમાં નહિ રહું. મારે હવે વૈકુંઠમાં જવું છે. નારદજી મને લેવા આવવાના છે. મારી આ વાત સાંભળી છોકરાની મા રડી પડી. રડતાં રડતાં તેણે કહ્યું ઃ તમારે વૈકુંઠમાં જવું હોય તો ભલે જાવ. પણ જતાં પહેલાં છોકરાના લગન કરાવીને જાવ. તમને વૈકુંઠ જતાં હું રોકતી નથી. હવે તમારી વૃદ્ધાવસ્થા છે, ત્યારે તમને વૈકુંઠ જતાં હું કેવી રીતે રોકું ? પરંતુ છોકરાનાં લગન કરાવીને જાવ. લગનને હવે વાર પણ શી છે ? મહા મહિનામાં તો મુહૂર્ત છે. તો લગન પતાવીને ભલે તમે સુખેથી વૈકુંઠ પધારજો. નારદજીએ પૂછ્યું : તમે શું કીધું, પછી ? જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૬૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ જીવણશેઠે કહ્યું : મેં કહ્યું કે છોકરાને લગન કરવાં હશે તો એ કરશે હવે મારું મન ક્ષણભર માટે પણ સંસારમાં નથી લાગતું. જઇશ તો તેમનું મન રાજી રહેશે. આપ કૃપા કરી આવતા વર્ષે પધારશો તો આપનો ઉપકાર ભવોભવ નહિ ભૂલું.... મારી વાત સાંભળી છોકરાની મા ગુસ્સે થઇ ગઇ. આપને શું કહ્યું કે એ શું શું બોલી ! એ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. વૈકુંઠ જવા માટે મરવું પડે જીવન શેઠને જીવન વહાલું હતું મૃત્યુનહિ. માટે જ વાયદા આપતા જતા હતા. પ્રભો ! બૈરાંની જાત ! આપને પણ ગાળો દીધી...ત્યારે મારાથી ન રહેવાયું. મે કહ્યું : બસ બાબા ! બસ ! નારદજીને તું ગાળો ન દે. કહે છે તો છોકરાનાં લગન કરાવીને પછી જઇશ. આમ કહ્યું ત્યારે તે શાંત થઇ ભગવંત ! તમે જ કહો કે તમારી નિંદા મારાથી કેમ સહન થઇ શકે ? હું તો તમારી સાથે હમણાં જ વૈકુંઠ આવવા તૈયાર છું, પણ લોકો તમને ગાળો દે, તમારી નિંદા કરે..... એક વર્ષ પછી નારદજી શેઠને લેવા આવ્યા પેઢીની ગાદી પર શેઠ નહિ શેઠનો પૂત્ર બેઠો હતો તેને નારદજીએ પૂછતાં શેઠ મૃત્યુ પામ્યા હતાં તે જાણવા મળ્યું નારદજી સીધા ગયા ભગવાન પાસે અને ભગવાનને શેઠ નું સરનામું પૂછયું. દેવર્ષિ નાહકના હેરાન થાઓ છો શેઠ વૈકુંઠ નહિ આવે તે મૃત્યુ પામ્યાને પોતાનાંજ અનાજના ગોડાઉનમાં બીલાડો થયાં છે પ્રભો, મહામહીના પછી જરૂર આવીશ પધારજો..... નારદજીએ ત્યાં જઇને બિલાડાને પ્રતિબોધ પમાડવાનું વિચાર્યું. બિલાડો થયા તો શું થયું ? આખર તો એ આત્મા જ છે ને ? જ્ઞાની પુરુષોની નજરમાં તો દેવ હોય કે માનવ, તિર્યંચ પશુ હોય કે નારકીનો નારક, બધા જ સમાન છે. કલેવર બિલાડાનું છે પણ છે તો એ સચ્ચિદાનંદ આત્મા જ ને ? નારદજી ફાગણ મહિને વિમાન લઇ જીવણશેઠનાં વૈકુંઠ માટે તેડા કરવા આવ્યા શેઠ કહે, દેવર્ષિ આપ નિષ્કામ કરુણાવંત પુરુષ છો પણ મારા ઘરમાં વૈકુંઠની વાત કરી તો છોકરાની માએ કહ્યું : તમે તો મનથી વૈકુંઠમાં જ છો. તમારા માટે તો ઘર જ વૈકુંઠ છે. છતાંય વૈકુંઠમાં જવું હોય તો છોકરાના ઘેર છોકરો થાય ત્યારે ખુશીથી જજો. હમણાં જશો તો કદાચ તમને થશે કે અરેરે ! છોકારાનું મોં પણ ન જોયું ! આવી વાસના મનમાં રહી જાય અને તમે વૈકુંઠ જાવ તે યોગ્ય નથી. વધુ નહિ. બસ એકાદ વર્ષ, ઘરે છોકરાનું પારણું ઝુલાવ્યા પછી જરૂર જજો.... નારદજી પહોંચ્યા ત્યાં શેઠના છોકરાને મળ્યા અને કહ્યું : ભાઇ ! મારે તારા અનાજના ભંડાર જોવા છે. ચાવી લઇને મારી સાથે આવીશ ? મહારાજ ! આપને અનાજ જોઇએ છે ને ? આપ કહો તો અહીં અનાજ મંગાવીને આપને આપું છોકરાએ કહ્યું : શેઠે કહ્યું : મહર્ષિ ! જીવનભર જેની સાથે રહ્યો. તેની ઇચ્છાને કચડીને હમણાં વૈકુંઠ આવવું મને યોગ્ય નથી લાગતું. હા, મને મનથી તો કોઇના પ્રત્યે રાગ નથી. એકાદ વર્ષ સંસારમાં રહી ના ભાઇ ! મારે અનાજ નથી જોઇતું, મારે તો અનાજના -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૬૩ - - જીવનસંધ્યાએ અરુણોદય) ૬૪ ) Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉંદર અહીં ફરકતો નથી. તેથી અનાજનું રક્ષણ થાય છે, પ્રભો ! પરોપકારાય સતાં વિભુતયઃ ના સિદ્ધાંતનું પાલન કરી રહ્યો છું. કેમ ખરી વાતને ? તારા ભંડાર જોવા છે. છોકરાએ મનિમજીને ચાવી આપીને નારદજી સાથે મોકલ્યો. મનિમે ગોદામ ખોલી દીધાં. મુનિમને બહાર ઊભા રાખી નારદજી અંદર ગયા. અંદર ઘોર અંધારું હતું. ચારે બાજુ અનાજની ગુણો પડી હતી. નારદજી અંદર જવા લાગ્યા...જતાં તેમણે બિલાડાની રેડિયમ જેવી ચમકતી આંખો જોઈ. નારદજીને સંતોષ થયો, આનંદ થયો. કારણ કે તેમને શેઠ મળી ગયા ! જોઇ ને શેઠની દયા ? કેવા કરણાવંત છે બિલાડા શેઠ ? નારદજી તો સાંભળી જ રહ્યા ! તો તમે મારી સાથે આવતા નથી એમ ને ? ગુસ્સાથી રાડ પાડીને નારદજીએ પૂછયું. નારદજી એકદમ બોલી ઉઠ્યા : અરે શેઠજી ! ઓહ પ્રભુ ! આપ અહીં પણ પધારી ગયા ? કેટલા બધા દયાળુ છો તમે ? ! મારા જેવા પાપીનો ઉદ્ધાર કરવાની ઉચ્ચતમાં ભાવના છે આપના હૈયે ! ભગવંત ! આવવાની હું ક્યાં ના પાડું છું ? માત્ર પંદરેક દિવસનો જ પ્રશ્ન છે. છોકરાએ માલ બધો વેચી નાંખ્યો છે. માત્ર પંદરેક દિવસમાં માલની ડીલીવરી લઇ જશે. બસ પ્રભો ! ત્યાર પછી હું તમારી સાથે વૈકુંઠમાં જ રહીશ. હું ને તમે બંને વૈકુંઠમાં ! કેમ પ્રભો ! બોલ્યા કેમ નહિ ? નારદજી શું બોલે ? આપણા પ્રત્યેકમાં રહેલી જીવણ વૃત્તિ ને દેવર્ષિનો સંદેશ છે કે આ લોકનું મમત્વ છોડયા વિના પરલોક સિધ્ધ થતો નથી. નારદજીએ આ સાંભળી થોડોક ગુસ્સો ચડયો. પણ ગુસ્સો દબાવીને કહ્યું : શેઠ ! એ બધી વાત છોડી દો. અને હવે જલદી ચાલો મારી સાથે વૈકુંઠમાં અને જો ન આવવું હોય તો ના કહી દો મને.. બિલાડો બોલ્યો : ઓહ પ્રભુ ! વૈકુંઠ મને કેટલું વ્હાલું છે એ તમને કેવી રીતે બતાવું ? સંસાર પર મને કોઇ રાગ નથી. હું તો હમણાં જ આપની સાથે આવવા તૈયાર છું... તત્વજ્ઞ સંત પ્લોટિનસ અંતિમ સમયે કહે, જીવનની અંતધડીએ બધા લોકો દેહિક લક્ષણોમાં એટલા બધાં ગરકાવ થઈ જાય છે કે દવાઓ સિવાય તેમને કંઇજ સૂઝતું નથી. તેમને ખબર નથી કે આત્માની સાથેના તાદામ્યને લઇને રોગ મટી જાય છે દર્દ, દુઃખ કે વ્યાધિ એતો માત્ર આત્માના સ્વભાવનો ભંગ કર્યાની બાહ્ય નિશાની છે, તે દેહ આત્માના નિત્યસંયોગથી વંચિત રહે છે તેની એ જાણ છે આત્મા તો નિત્યયુક્ત છે. તો ચાલો ! હવે વિલંબ ન કરો. તમને શી ખબર કે કેટલી મુશ્કેલીએ મેં તમને શોધી કાઢયા છે. મૃત્યુનો આવો સહજ સ્વીકારતો મરમી સંતોજ કરી જો દેવર્ષિ ! મને અહીં રહેવું જરાય પસંદ નથી. અહીં હું તદ્દન અપરિગ્રહી જીવન જીવું છું. માત્ર છોકારાના પ્રત્યે કરણાભાવથી અહીં પડ્યો છે. છોકરાએ અનાજનો ધંધો કર્યો છે. હજારો કોથળા અનાજથી ભરેલા છે. અહીં ઉંદરોનો ઉપદ્રવ છે. અહીં હું બેઠો છું તેથી કોઈ -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૬૫ - શકે - જીવનસંધ્યાએ અરુણોધ્યા Page #38 -------------------------------------------------------------------------- ________________ માત્ર શુષ્કજ્ઞાન કે માત્ર જડક્રિયા આપણને નહિ તારે, જ્ઞાનસંહ સમજણ પૂર્વક કરેલી ક્રિયા આપણને તારે, માટે જ જ્ઞાનીઓએ જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કરવા કહ્યું છે. જ્ઞાન એ આંખ છે ક્રિયા એ પાંખ છે. પંખી આંખો બંધ કરી ઉડશે, તો એ આંધળી દોટ એને ભમાવશે. પંખી માત્ર આંખો ખૂલ્લી રાખી પાંખ ફફડાવ્યા વિના બેસી રહેશે તો એ હતું ત્યારે ત્યાં. ૧૮. મૃત્યુની અનુભૂતિ જ્ઞાન જરૂરી છે પરંતુ સમજણ પૂર્વકનું જ્ઞાન જેનું ક્રિયામાં પરિણમન થાય તે જ્ઞાન જ આપણને તારી શકે દેહ અને આત્મા અલગ-ભિન્ન છે એવી જેને સમજણપૂર્વકની શ્રધ્ધા છે કાયાનો ઉત્સર્ગ કરી દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરે છે તે પુરુષ મૃત્યુની પણ અનુભૂતિ કરી શકે છે. અનુભૂતિ જ વ્યક્તિને પૂર્ણતા તરફ લઇ જઈ શકે છે. વિચાર મંથન એ અનુભૂતિની પૂર્વ ભૂમિકા છે. વિચાર મંથન કૃતિ કરવામાં આગળ વધે તો અનુભૂતિ કૃતિમાંથી પૂર્ણ આકૃતિ બનાવી દે. વિચારમાંથી, દોહન પછી જે અનુભવ પ્રગટે તે સાક્ષાત્કાર છે, તે જ અનુભવનું અમૃત છે અને તેજ સત્ય છે. વિદેશનો એક ઉચ્ચ કક્ષાનો ફીલોસોફર જેણે મૃત્યુ પર સો જેટલા કાવ્યો, પાચ ગ્રંથો અને દસ નાટકો લખ્યા હતાં. અખ્ખલિતા વાણીના પ્રવાહ દ્વારા તે મૃત્યુ વિષયક કલાકો સુધી પ્રવચન આપી શકતો. કોઇ એક વ્યક્તિ કે જેણે પ્રેમ વિશે પચાસ પ્રવચનો આપ્યા, પ્રેમ વિશે પાંચ ગ્રંથો લખ્યા છે અને પ્રેમ વિશે કાવ્યો લખ્યા પણ તેણે કદી પ્રેમ કર્યો નથી પરંતુ એક વ્યક્તિ કે જેણે આવું કશું કર્યું નથી પણ માત્ર પ્રેમ કર્યો છે, પ્રેયસીના વિરહમાં આંસુ વહાવ્યા છે તેજ પ્રેમ વિષયનો સાચો જ્ઞાની છે તેને અનુભૂતિ દ્વારા પ્રેમનું સાચું સત્ય લાગ્યું છે. એકસઠ વર્ષના આ તત્વજ્ઞાનીને હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પીટલમાં દાખલ કરાયો. ડોક્ટરો પાસેથી તેણે તેના રોગની ગંભીરતા. જાણી, હસ્તપ્રભ બનેલો તે મૃત્યુના ભયથી ખૂબજ ગભરાઇ ગયો અસ્વસ્થ અને વ્યાકૂળ બની ગયો મરણના ભયે તે દિગમૂઢ બની ગયો અને સતત વિચારતો કે શું હું સાચે જ મરી જઇશ, નહિં બચી શકું ? મારું શું થશે ? પ્રભુએ કહેલા વચનોના માત્ર શાસ્ત્રો લખી જનારા પંડિતો, એ શાસ્ત્રોપર માત્ર પ્રવચનો કરનારા વક્તાઓ કરતાં એ શાસ્ત્રના એક પાનામાં લખેલ ઉપદેશ જેવું જીવી જનાર સંત મહાન છે. સંત પાસે આચરણની અનુભૂતિનું અમૃત છે. -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૬૭ - તીવ્ર જીજીવિષા અને વ્યાકૂળતાને કારણે શરીર આમળશેટા લઈ તરફડીયા મારતું હતું. એક મિત્ર ખબર પૂછવા આવ્યો. તત્વજ્ઞાનીને આ જીવનસંધ્યાએ અરુણોદય) (૬૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ તેણે આશ્વાસન આપ્યું સારું થઇ જશે. પણ તેતો વધુ અસ્વસ્થ બન્યો. પોતાના રૂમની સામેની રૂમમાં બરાબર તેના પલંગ સામે એક બાળકીનો પલંગ હતો તે રમતી હતી અને બધાને હસાવતી હતી ફીલોસોફરે જીજ્ઞાસાથી તેના મિત્રને સામેની દર્દી બાળાના રોગ વિશે તપાસ કરવા કહ્યું. મિત્ર સામેના રૂમમાં જઈ બાળા પાસે બેસે છે, થોડી વાતો કરે છે અને પાછો પોતાના મિત્ર પાસે આવે છે અને મિત્રને કહે છે કે ભાઈ ! એ બાર વર્ષની બાળા બ્લડ કેન્સરથી પીડાય છે પોતાના રોગની ગંભીરતા વિશે તેણે ડોક્ટર પાસેથી બધી વિગતો જાણી લીધી છે તેની પ્રસન્નતા વિશે પૂછતાં તે કહે છે કે ‘જે ભગવાને મને આ પૃથ્વી પર મોકલી હતી તે જ ભગવાન મને તેની પાસે બોલાવી રહેલા છે અને અંકલ, આ પૃથ્વી પર આવેલ વ્યક્તિને એક દિવસ તો ભગવાનના ઘરે નિશ્ચિત રૂપે જવાનું જ છે. જેટલા દિવસ અહીં આપણે રહેવાનું છે તેટલા દિવસ પ્રસન્નતાથી રહી અને જે ભગવાને આપણને અહીં મોકલ્યા છે તેને યાદ કરતાં રહેવાનું છે, તેનું વિસ્મરણ કરવાનું નથી કારણ કે મોકલનાર એજ છે અને બોલાવનાર એજ છે મને શ્રદ્ધા છે, ભગવાનને ઘરે મને અહીં કરતાં ઉત્તમ સ્થાન મળવાનું જ છે તો તેનું મને દુઃખ શું કામ ? આનંદ આનંદ જ હોય ને !' અંતે મિત્રે કહ્યું, - *ડોક્ટરે મને કહેલું કે બાર વરસની આ બાલિકાની ટુંક સમયમાં જ આંખ મીચાઈ જવાની છે”. બાલીકાની આંખ બંધ થવાની વાતે ફીલોસોફરની આંખ ખૂલી ગઇ. મૃત્યુ વિશે કદી કશું ન લખનાર કે બોલનાર બાર વર્ષની બાલિકા મૃત્યુ વિશે અનેક ગ્રંથો લખનાર ફીલોસોફરની ગુરુ બની ગઇ. જીવનસંધ્યાએ અરુણોઘ્ય Se ૧૯. અંતિમ વિદાય પૂર્વેનું ઘોષણાપત્ર હે પ્રભુ ! મારા પૂર્વના પૂણ્યાદયે અને ગયા જન્મના પુરુષાર્થે મને મનુષ્ય ભવ મળ્યો સુદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મ મળ્યો. સદ્ગુરુના સત્સંગથી જાણવા મળ્યું કે આ મારો મનુષ્યભવ ક્યારે અને કઇ પળે પૂર્ણ થશે તે મને ખબર નથી તેથી મારો આત્મા, વ્રત-પ્રત્યાખ્યાન વગરનો ન રહી જાય દેવ ગુરુ અને ધર્મની શરણાગતિ સ્વીકાર્યા વગર પરલોક પ્રયાણ ન કરું, તે માટે હું સમજણપૂર્વક અંતિમ આરાધનાનું વસિયતનામું કરું છું, મારા આત્માએ આ શરીરમાં વાસ કર્યો, હવે જ્યારે મારો આત્મા દેહ છોડી રહ્યો છે ત્યારે મારા મરણના અંતિમ સમયે હું મારા દેહ પરના મમત્વને દૂર કરું છું. દેહનો ત્યાગ કરું છું. એટલે કે હું મારા શરીરને વોસિરાવું છું. મારા મરણના અંતિમ સમયે મને જેમણે આંતરશત્રુઓ કષાયો પર વિજય મેળવ્યો છે તેવા દેવ, તમામ કર્મોથી મૂક્ત બન્યા છે તેવા સિધ્ધ પરમાત્મા અને કેવળજ્ઞાની પરમ પૂજનીય પુરુષો અને પ્રબુધ્ધ કરુણાના કરનારા સંતોનું મંગલમય શરણ હજો, આવા સત્પુરુષોથી પ્રરૂપિત અહિંસા ધર્મનું શરણ હજો. જીવનસંધ્યાએ અરુણોઘ્ય ७० Page #40 -------------------------------------------------------------------------- ________________ મારા મરણના અંતિમ સમયે મને ચારેય આહારનો ત્યાગ હજો. મારા આત્મા પર સતત કર્મનો પ્રવાહ આવ્યા કરે છે મારા મરણના અંતિમ સમયે, કર્મ નિવૃત્તિના પુરુષાર્થે આત્મા પર આવતા કર્મપ્રવાહ આશ્રવનો સર્વથા ત્યાગ હજો. મારા મરણના અંતિમ સમયે સ્ત્રી, પુરુષ, પુત્ર, પરિવાર સંપત્તિ વિગેરે સાથેના સંબંધ મમત્વ અને સંસાર ભાવનો ત્યાગ હજો. હું નિરંતર વ્રતી બનું, સાધુ બનું અને મને સમાધિમરણની પ્રાપ્ત થાય તેવા મનોરથ-ભાવના હજો. શરીર અને આત્માને સંબંધને કારણે મેં સતત આહાર ગ્રહણ કર્યો છે. હું ભયભીત થઇ જીવ્યો છું., મે અનંતીવાર અસંખ્ય પરિગ્રહ કર્યા છે. મેં વાસના મૈથુન સેવન કર્યા છે. મારા અંતિમ સમયે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુન સંજ્ઞાનો સર્વથા ત્યાગ હજો. મારા અંતિમ સમયે મને દાન શીલ તપ ભાવ અને શુભ લેશ્યાના પરિણામ હજો. મારામાં સંથારા અને સંલેખનાની ભાવના જાગ્રત થજો. ક્રોધ, માન માયા, લોભ જેવા ક્યાય ભાવોની મારામાંથી નિવૃત્તિ થજો. હું એક અખંડ ધ્રુવ તત્વ છું, નિરંજન, નિરાકાર, સહજાત્મ, નિર્મલ, શાશ્વત આત્મ સ્વરૂપનું મને ચિંતન હજો. મારા મરણના અંતિમ સમયે મને સંતનું સાન્નિધ્ય અને શાંતિની અનુભૂતિ મળે તેવી ભાવના ભાવું છું. જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૭૧ ૨૦. વૈરાગ્યનો દીવો જ્ઞાનીઓએ વીત્તરાગી અને વીત્તદ્વેષી બનવા કહ્યું છે કોઈના પણ પ્રત્યે દ્વેષભાવ ન કરવાની વાત સરળ છે અને એ વાત ધીરે ધીરે જીવનમાં ઉતારતા દ્વેષભાવ છોડી દેશે પરંતુ વીત્તરાગી બનવાની સાધના ઘણી કઠીન છે સત્તા, સંપત્તિ અને સંબંધો પ્રતિ જલ્દી મોહ-રાગ છૂટતો નથી એ છોડનાર વિરલ પુરુષો વીત્તરાગી બની જાય છે. આ કરવા આપણે જીવનમાં વૈરાગ્ય ભાવનાને દૃઢ કરવી પડશે. સંયોગો કે જીવનમાં બનતી ઘટનામાંથી જન્મતો ક્ષણિક વૈરાગ્ય નહિ, પરંતુ ભીતરમાં છૂપાયેલો વૈરાગ્યજ આત્મોત્થાન કરાવી શકે. જીવનની ક્ષણભંગુરતા સમજાતા અનાસક્ત ભાવ ઉજાગર થાય અને એ ભાવજ જીવન ને વૈરાગ્યના રંગે રંગી દે. સાધકને સાધનાની ક્ષિતિજનો વિસ્તાર કરવા માટે વૈરાગ્ય ભાવના દૃઢ કરવાની અનિવાર્ય આવશ્યક્તા રહે છે. એક માણસે એક સંતને પૂછ્યું કે મારે કબીરને મળવું છે. સંતે કહ્યું સામેની ગલીમાં કબીર હશે. આટલી ભીડમાં હું કબીરને કેમ ઓળખું ? પેલી વ્યક્તિએ સંતને પોતાની મૂંઝવણ કહી, સંતે જીવનસંધ્યાએ અરુણોઘ્ય ७२ Page #41 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે ભાઇ જેને માથે દીવો બળતો હોય તે કબીર. પેલા ભાઇ તો આખી ગલી ફરી વળ્યા, કોઇ પણ વ્યક્તિના માથે દીવો બળતો તેણે જોયો નહીં. ગલીમાં તેણે કોઇકને પૂછયું કે કબીર ક્યાં મળશે ? સામે સ્મશાન છે. ત્યાં કોઇ પરિચિતની અંતિમક્રિયા થઇ રહી છે ત્યાં કબીર મળશે. પેલો સ્મશાનમાં ગયો. કોઇની ચિત્તા ભડ ભડ બળતી હતી. બળતા શબની સામે ઘણાં ઘણાં ડાધુઓ ચિંતિત અને ઉદાસ મૂદ્રામાં ઉભા હતાં. દરેકને માથે દીવો બળતો હતો. ધર્મ માર્ગે આવતા મને આત્મજ્ઞાન થાય, હું મારા આત્માને જાણું ઓળખું. આ જિજ્ઞાસાને પૂર્ણ કરવા માટે પહેલા આપણે જડ પદાર્થો પ્રત્યે અંતરમાં ઉદાસીનતા કેળવવી પડશે. એ ઉદાસીનતા ભૌતિક આકર્ષણોને તોડી નાખશે અને વૃત્તિને આત્મા તરફ વાળશે. અંતરમાં ઉદાસીનતા જાગૃત કરવા માટે સંસાર છોડી સાધુ બનવું જ પડે તે જરૂરી નથી. આપણે ગૃહસ્થાશ્રમની સંઘળી ફરજ બજાવતા બજાવતા પણ વિવેક સહિત જીવીએ તો આંતર વૃત્તિમાં વૈરાગ્ય પ્રગટ થાય છે. આત્મા તરફ જાગૃત થયેલો વિવેક આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે જ, પછી નિરંતર વૈરાગ્યનો દીવો બળતો રહેશે. મૂંઝાઇને પેલો માણસ ફરીથી સંતની પાસે ગયો અને કહ્યું કે સ્મશાનમાં કબીરને શોધવા ગયો પરંતુ ત્યાં તો દરેકને માથે દીવો બળે છે, આમાં કબીરને કેમ ઓળખવા ? - સંતે કહ્યું કે એ બધા વૈરાગ્યના દીવા છે. સ્મશાનમાં જનાર બધાને સ્મશાન વૈરાગ્ય આવે એટલે બધાને માથે વૈરાગ્યના દીવા. પ્રગટે. આ વૈરાગ્ય ક્ષણિક છે. સ્મશાનમાંથી બધા બહાર જાય પછી પાંચ મિનિટ તું બધા સાથે ચાલજે તને કબીર મળી જશે. પેલો પાછો સ્મશાનમાં ગયો. સ્મશાનમાંથી બધાં બહાર નિકળ્યાં. થોડી ક્ષણોમાં બધાનાં દીવા બુઝાઇ ગયાં માત્ર એક જ વ્યક્તિને માથે દીવો બળતો હતો. પેલાએ સાચા વૈરાગી પુરુષ કબીરને ઓળખી લીધા. હે પ્રભુ! મારી વિદાય વેળાએ મારાં સ્વજનો, મિત્રો, પરિજનો અને સાથીઓને આર્તધ્યાન ન થાય, મારા સ્વાચ્યું કે મારી અંતિમક્રિયા માટે તેમને દુઃખ કે પીડા વેઠવી ન પડે, સ્થળ, ઋતુ કે વ્યક્તિ તરફનાં કષ્ટો, ભૂખ, તૃષા કે ઉજાગરા કોઈને પણ ન સહેવા પડે તેવી વિદાય વેળા મને આપજે. આપણી ચોપાસ બનતી દુઃખદ ઘટના કે આઘાતથી ઘણી વાર ક્ષણિક વૈરાગ્ય જન્મે છે. માત્ર સમજણપૂર્વક જ વૈરાગ્ય દૃઢ બને છે. વૈરાગ્યની સફળતા માટે આપણે રાગભાવના ક્ષેત્રને સિમિત કરવું પડશે. ત્યારે જ આત્મજ્ઞાન જાગશે. સાધક ચિંતન કરે કે આ -જીવનસંધ્યાએ અરુણોધ્ય) -૦૩ - જીવનસંધ્યાએ અરુણોદય , Page #42 -------------------------------------------------------------------------- ________________ રીતે મનુષ્યને અમુક પ્રશ્નો મુંઝવે છે તેમાં નીચેના કારણો મુખ્ય છે. ૧. . ર ૨૧. જીવનસંધ્યા માટે આયોજન બ છે મૃત્યુનો ભય. માંદગી અને વેદનાનો ભય. અનરક્ષાભય - પરવશપણું - ઓશિયાળાપણું. પરિગ્રહની ચિંતા - મૃત્યુ બાદ પોતાની મિલ્કતની વ્યવસ્થા વિષે ચિંતા. જોડકામાંથી (couple) માંથી એકની વિદાય થતાં એકલવાયાપણાનો ભય અને તેની ચિંતા. બાળકો પાસે રાખેલી અપેક્ષામાં નિરાશા. બાળકો સાથે ઘરમાં અને ધંધામાં સૂમેળનો અભાવ. (Generation Gap) બાળકો વિષે અને તેમના ભવિષ્ય વિષે ચિંતા. નિવૃત્તિ માટે તૈયારીનો અભાવ, વૃધ્ધાવસ્થામાં નવી જીવન પધ્ધતિ અપનાવવાની અનઆવડત, સમયનો ઉપયોગ કરવાની અણસમજ. આજીવિકાનો ભય-નિવૃત થયા પછી વધતી મોંધવારી અને ઓછાં સાધનોમાં ખોટી પડતી ગણતરીઓ. : હું | દિનેશભાઇના એક મિત્ર અમેરિકાથી આવ્યા M.A. (અર્થશાસ્ત્ર) અને A.S.ની ડીગ્રી મેળવી અમેરિકામાં વાર્ષિક રૂ. પચાસ લાખા કમાતાં હતાં. પ્રેમલગ્ન કરેલી ભારતીય પત્ની કેન્સરથી મૃત્યુ પામી પછી અમેરિકન સ્ત્રી સાથે લગ્ન કર્યા. પાંચ વર્ષ પછી ડાયવોર્સ થયા. મોટો દીકરો ડ્રગની લતે ચડ્યો. મોટી દીકરી નામચીન મોડેલા હોવાથી તેથી તેની સાથે સંબંધ નથી. નાની દીકરી મગજની અસ્થિર છે તેથી હોસ્પીટલમાં છે. આ મિત્ર અમેરિકાથી મુંબઈ આવી હવે બચેલી પાછલી જંદગી ક્યાં અને કેમ વીતાવવી તેનું માર્ગદર્શન માગી રહેલ છે. અમેરિકા છોડી હિંદુસ્તાન પાછા આવી જવાનું પણ વિચારતા હતાં. જે ઉપરના પ્રશ્નો અને મુંઝવણોનું યોગ્ય સમાધાન ન પ્રાપ્ત થાય તો ઘડપણ બગડે છે અને જેનું ઘડપણ બગડે છે તેનું મહદ અંશે મૃત્યુ બગડે છે અને મૃત્યુ બગડેથી જીવ અવગતિને પ્રાપ્ત થાય છે. માટે દરેક જીવે આ પ્રશ્નોનું યોગ્ય સમાધાન મેળવવું અત્યંત જરૂરી છે. તે માટે વૃધ્ધાવસ્થાની તૈયારી કરવી ઘટે છે. ઉપરની ઘટનાનું દિનેશભાઇ મોદી વિશ્લેષણ કરે છે. ઉપરની ઘટના વાંચી સહેજે વિચાર આવે કે આવો બાહોશ, તેજસ્વી, હોશિયાર અર્થશાસ્ત્રી પણ કેવો ભાંગી પડ્યો ! જ્યારે વૃધ્ધાવસ્થાના ઓળા, પડછાયા પડવાના શરૂ થયા છે ત્યારે સાધારણ -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૫ - મનુસ્મૃતિમાં જીવનની અવસ્થાઓને ચાર વિભાગોમાં બેંચી દેવામાં આવી છે. ૧, યુવા વસ્થા (બ્રહ્મચર્યાશ્રમ) ૨. ગૃહસ્થાશ્રમ ૩. વાનપ્રસ્થાશ્રમ ૪. સંન્યસ્થાશ્રમ. દરેક અવસ્થા માટે શારીરિક બ જીવનસંધ્યાએ અરુણોધ્ય (૭૬ Page #43 -------------------------------------------------------------------------- ________________ અને માનસિક તૈયારીઓ કરવી પડે છે અને તે માટે યોગ્ય શિક્ષણ પણ મહત્વનું છે. જે વ્યક્તિ બદલાતી અવસ્થા અનુરૂપ તૈયારી કરતો નથી તે આખરે અશાંત અને દુઃખી થાય છે. દરેક તૈયારી હોવી જરૂરી છે. આવતું નથી. તે માટે માનસિક કેળવણીની અને તૈયારીની જરૂર પડે છે. અને જો તે ન હોય તો સાઠે બુધ્ધિ નાઠી જેવો ઘાટ થાય. કોઇ કાળના વ્હેણમાં ધીરે ધીરે ધડાતો જાય છે તો કોઇ, પરીક્ષાના છેલ્લા મહિનામાં તૈયારી કરનાર વિદ્યાર્થીની જેમ, એકાએક વૃધ્ધપણાની તૈયારી કરી લે છે, પણ દરેક વૃધ્ધ વડીલ તરીકે જીવન જીવવાની. કળા શીખવી જ પડે છે. મનુષ્યના સ્વભાવમાં મૂળભૂત ચાર વૃત્તિઓ જોવામાં આવે છે. તેના પ્રકાર નીચે મુજબ છે. ૧. ૨. પાંચ ઇંન્દ્રિઓની આધીનતા (Physical Nature) પરિગ્રહ અને માનની લાલસા (Vital Nature). માનસિક પ્રખરતા (Mental Nature) આધ્યાત્મિક ઝંખના (Spiritual Nature) જે આ કળા શીખતો નથી તેને પોતાની જીંદગીના છેલ્લાં વર્ષો જીવન વ્હેણમાં ઢસડાતાં ઢસડાતાં કાઢવાં પડે છે. તે જીવન જીવતો નથી પણ જીંદગીમાં ગોથા ખાય છે. જીવનની સંધ્યા જે જીવનનો સૌથી ઉત્તમ કાળ છે, તેનો આનંદ, આહલાદ, ઉષ્મા, અનાસક્ત, સંતોષ, મૃદુતા પરિપકવતા (Richness), સુવાસ, વિવિધતા, સૌમ્યતા, સમતા તે ગુમાવી બેસે છે. તેના જીવનના ફલ સમાન સાર સરખો ઉત્તમ કાળ એળે જાય છે. આ વૃત્તિઓનું વધુ ઓછે અંશે મિશ્રણ દરેક વ્યક્તિમાં જોવા મળશે. કોઇમાં અમુક વૃત્તિની સૌથી વધુ પ્રબળતા હોય છે. તેમજ અમુક ઉંમરે અમુક વૃત્તિ મુખ્ય હોય ત્યારે બીજી ઉંમરે તેની પ્રબળતા. ઓછી થઇ અન્ય વૃત્તિનું જોર વધુ જોવા મળે છે. સાધારણ રીતે ઉપર વર્ણવેલી ચાર અવસ્થાઓ અથવા આશ્રમો સાથે અનુક્રમે ઉપરની ચાર વૃત્તિઓનો સુમેળ જોવામાં આવે છે. જો આશ્રમ બદલાતા વૃત્તિ બદલાય નહી તો જીવનમાં અવશ્ય વિસંગતિ ઊભી થાય છે. વિસંગતિથી વિકૃતિ થાય છે અને વિકૃતિથી આકુળતા વ્યાકુળતા ઉત્પન્ન થાય છે અને તેનાથી જીવનમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય દુઃખી થાય છે. સમય પસાર થતાં મનુષ્ય વૃધ્ધ થાય છે પણ આપોઆપ વડીલ થતો નથી. શરીરની પરિપકવતા ઉદભવી જોઇએ. ઉમ્મર વધતાં સાથે સાથે ધીર ગંભીરતા, પાકટ બુદ્ધિ (Maturity) અને અનાસકિત આવે તો તે વડીલ નામ પામે. માણસ વૃધ્ધ (Old) ગણાય પણ વડીલ (Elder) ન હોય. વૃધ્ધ થતાં શીખવું પડે છે. સમયના વ્હેણની સાથે સાથે આપોઆપ સ્વયં વડીલપણું જીવનના વટ વૃક્ષ ઉપર ઉપરોક્ત ફળો ત્યારે જ લાગે છે. જ્યારે તેને યોગ્ય ટ્રીટમેન્ટસ મળી હોય અને લક્ષપૂર્વક અને જાગૃતિપૂર્વક જીવન વિતાવ્યું હોય. તે માટે અનાસક્તપણાનું લક્ષ મુખ્ય છે. વધતી ઉમ્મર સાથે વૃધ્ધિમાન થતું અનાસક્તિપણે અત્યંત આવશ્યક છે અને તો જ જીવનનો આ ઉત્તમકાળ શોભી ઊઠે છે અને ઉપરના ગુણો અને લક્ષણો અત્યંત પ્રકાશમાન થઇ દીપી ઊઠે છે. અનાસક્તિપણું ત્યારે જ પ્રગટે છે જ્યારે તેને નીચેના ત્રણ સાધનો અને આલંબનો પ્રાપ્ત થાય છે. ૧) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઉદાસીનતા. પાંચ પાપાચાર (હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહ)ની પ્રવૃત્તિઓની ક્ષીણતા. ચાર કષાય (ક્રોધ, માન, માયા અને લોભ)ની પ્રવૃત્તિઓની -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૭૭૨ - જીવનસંધ્યાએ અરુણોદય) (૭૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ મંદતા ઉપરનાં સાધનો અને આલંબનોનો મુખ્ય આધાર, સમારંભ, સમારંભ અને આરંભથી તદ્દન નિવૃત્તિ તે છે, અનંત જ્ઞાનીઓએ કહેલી ઉપરની વાત અત્યંત સંક્ષેપમાં જણાવી છે. ક્રમે કરી જેના જીવનમાં ઉપરનાં લક્ષણો વિકસ્યા છે તેને પાછલી જીંદગીમાં કોઇ પણ પ્રશ્નો મુંઝવતા નથી. તેને મરણનો ભય લાગતો નથી. મૃત્યુ એ જીંદગીની પરીક્ષા છે. જે વિદ્યાર્થીએ પરીક્ષા માટે તૈયારી (આખા વર્ષ દરમિયાન, અથવા છેલ્લે, મહિના બે મહિનામાં, સતત તડામાર ચોટલી બાંધીને) કરી હોય, તે પરીક્ષાના ભયથી મુક્ત થઇ જાય છે. આજીવિકાના અભાવરૂપ પાપકર્મના ઉદય સમયે અકૂળતા વ્યાકૂળતાથી આર્તધ્યાન કરી નવાં પાપ કર્મો ઉપાર્જન કરતો નથી. ઉદયમાં આવેલાં પોતાના કર્મોના નાટકને પ્રેક્ષકરૂપે જુએ છે, તેના ઉપર જરીક હસે છે, પણ તેમાં તે જોડાતો નથી કે તે કદી ભળતો નથી. આ વાત અતિ સંક્ષેપમાં કહી છે. વિચારવાથી વધુ સમજાશે. દરેક પોતાના જીવન સંધ્યામાં ઉત્કૃષ્ટ કાળ અતિ સમૃધ્ધ બનાવે, તેની એક એક પળ. આખા જીવન દરમિયાન સંચય કરેલ સંપત્તિની જેમ, અત્યંત હર્ષ, ઉલ્લાસ અને પ્રમોદથી માણે, ભોગવે તેજ ભાવનાથી વિરમું છું. શરીર સ્વાથ્ય સારું હોય અને બચતના રોકાણ માંથી થોડી નિયમીત આવક હોય તો દવા-તીર્થ યાત્રા વહેવાર વિ. કરવામાં પરાવલંબી ન થવું પડે. જે માંદગી અને વેદનાના ભયથી રહિત છે તેને માંદગી અથવા વેદના આવતી જ નથી. માંદગી અને વેદના દુષ્કર અથવા દુ-સહ્ય નથી પણ તેનો ભય વધુ અસહ્ય બની જાય છે. જે આ. ભયથી મુક્ત હોય છે તેને માંદગી અથવા વેદના આવે તો પણ તે સમતાથી સહન કરવાને શક્તિમાન હોય છે. વળી મેડીકલેમ કે આરોગ્ય રક્ષણ પોલિસી માંદગી સામે અર્થ સુરક્ષા પુરી પાડે છે. યુવાનીમાંજ વૃધ્ધાવસ્થાનું આયોજન કરવાની કીર્તિભાઇ મહેતાની સલાહના મુદ્દાઓ વ્યવહાર અને રસપ્રદ છે. પરવશપણું કે ઓશિયાળાપણું તેને હોતુ નથી. તેને કુટુંબીજન, પોતાના બાળકો પાસેથી કોઇ અપેક્ષા હોતી નથી. જ્યાં અપેક્ષા, આશા, ઓરતા હોતા નથી તેને પરવશપણું હોતું નથી અને નિરાશા હોતી નથી. જયાં અપેક્ષા, આશા, ઇચ્છા હોતી નથી ત્યાં સંતોષ નિયમથી હોય છે. આ જમાનો આયોજનનો છે. આપણા દેશે પણ ૧૯૫૧થી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી અને હજુ તે ચાલુ છે. રાષ્ટ્ર માટે આયોજન જેમ જરૂરી છે તેમ દરેક વ્યક્તિએ પોતે આયોજન કરવું પડે, પરંતુ એ પંચવર્ષીય કરતાં વધુ લાંબો વિચાર કરીને પાંચ પાંચ વર્ષીય - એટલે કે ૨૫ વર્ષનું કરવું જરૂરી લાગે છે. જ્યાં સંતોષ હોય છે, ત્યાં તેની જીવન પધ્ધતિ (Life style) માં સૂમેળ હોય છે. તેને સામેથી પ્રેમ, હૂંફ, આદર, સન્માન આવી મળે છે, તેને તેની અપેક્ષા કરવી પડતી નથી. તેનું ગણિત કદી ખોટું પડતું નથી. તેને ભવિષ્યની ચિંતા હોતી નથી. તે નિર્ભય હોય છે. અભયપદ પ્રાપ્ત કરે છે. આજીવિકાના પ્રશ્ન મુંઝાતો નથી. દરેક વ્યતક્તએ પોતાનું શિક્ષણ કાર્ય પૂરું થાય અને નોકરી કે વ્યવસાય શરૂ કરે ત્યારથી જીવનનું આયોજન વિચારવું જુએ, -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૭૯ + - જીવનસંધ્યાએ અરુણોદય ) ટo ) Page #45 -------------------------------------------------------------------------- ________________ વડીલોના ખબર પૂછે. આજે સંયુક્ત કુટુંબ શક્ય જ નથી. પુત્રોને બીજે સ્થળે જ નોકરી કે વ્યવસાય હોય અગર તો પરદેશમાં સ્થિર હોય તો માતા-પિતાએ ત્યાં જવું જ એવું નથી. તેમણે પોતાનું સ્થાન, સ્થળ વગેરે પસંદ કરવું જ પડે. ત્યારથી જ વૃદ્ધાવસ્થા માટે આયોજન વિચારવું જોઇએ. સામાન્ય રીતે અભ્યાસ પૂરો કરીને, નોકરી કે વ્યવસાયમાં વ્યક્તિ ઝંપલાવે, પછી લગ્ન કરે, પુત્રી - પુત્રોના શિક્ષણનું આયોજન કરે, તેમને નોકરીમાં કે વ્યવસાયમાં સ્થિર કરે, તેમના લગ્નનું આયોજન કરે આ બધું ૨૫ થી ૫૫-૬૦ વર્ષ સુધીમાં કરી લેવું પડે છે. ત્યારબાદ નોકરી કરતા હોય. તેનો નિવૃત્તિ કાળ શરૂ થાય અને વ્યવસાય કરવા માટે તો સ્વાથ્ય ઉપર આધાર રહે. શરીર સારું રહે ત્યાં સુધી લોકો વ્યવસાય કર્યા જ કરે છે. ૩) માતા-પિતા શાંતિથી, સ્વતંત્ર રીતે રહી શકે તે માટે બે બાબતો જરૂરી છે. (૧) પોતાનું ઘર (૨) નિયમિત આવક. જ્યારે નોકરી કરતા હોઇએ ત્યારે જો બદલી પાત્ર નોકરી હોય તો ક્યા સ્થિર થવું તે વિચારવું પડે. જો સચિવાલયની નોકરી હોય અથવા તો. સ્થિર નોકરી હોય તો પણ ઘર તો લેવું જ પડે. અત્યારના જમાનામાં હવે ભાડે મકાન મળવા દુર્લભ છે અને ભાડે આપે તો પણ ૧૧ માસના કરારથી. તેથી એ લટકતી તલવાર જેવું છે માટે ઘર પોતાનું કરી લેવું પડે.. આજના જમાનામાં ૫૮-૬૦ વર્ષે નિવૃત થઇ જવું અને પુત્રપુત્રવધૂ સાથે રહીને તેમની સેવા લેશું એ વિચાર અધરો બનતો જાય છે. પુત્રો જુદો વ્યવસાય પસંદ કરી, જુદા સ્થળે નોકરી કરે અને ત્યાં તેનું મકાન નાનું હોય તો માતાપિતાનો સમાવેશ મુશ્કેલ બને, આથી દરેકે પોતાની વૃદ્ધાવસ્થા માટે એવી રીતે આયોજન કરવું જોઇએ કે જે પોતે જ સ્વાવલંબી, સ્વાશ્રયી રહી શકે. આ જમાનામાં બે પેઢી વચ્ચે અંતર વધતું જાય છે. કોઇનો દોષ જોયા વિના બંને પેઢીએ સ્વતંત્રપણે પોતાની વ્યવસ્થા વિચારવી પડે. તેને માટે નીચેની બાબતો લક્ષમાં લઇએ. | નિયમિત આવક ત્રણ રીતે થઇ શકે. (૧) પેન્શનપાત્ર નોકરી લેવી. (૨) દર મહિને નાની બચત કરી ૭ વર્ષના પોસ્ટના સર્ટિફીકેટો લેવા અને દર ૭ વર્ષે ફરીથી રોકાણ કરવું. બમણી. રકમનું, (૩) અન્ય રોકાણ જેમાં નિયમિત આવક-વ્યાજ મળે. ૧) પ્રથમ તો શરીર તંદુરસ્ત રહે તેવું આયોજન જરૂરી છે. આ જમાનામાં માંદગી એ એક લકઝરી છે, જે શ્રીમંતો માટે જ અનામત રાખીએ, તેમને માટે ફાઇવ સ્ટાર હોસ્પિટલો બનતી રહે છે. ભલે ત્યાં રહે આપણે તો તંદુરસ્તીનું જ આયોજન કરવું. દર મહિને ૩૦૦/- રૂા. નાની બચતના સાત વર્ષે બમણાં થાય તેવા સર્ટીફીકેટોમાં રોકે અને આમ ૨૮ વર્ષ સુધી કર્યા કરે અને દર સાત વર્ષે જે ડબલ રકમ આવે તેનું ફરીથી રોકાણ કરે તો ૨૮ વર્ષ પછી દર મહિને ૬૦૦૦ થી ૭૦૦૦ની માસિક આવક થાય. ૨) ગમે તેટલા સારા સંસ્કાર આપીએ પણ પુત્રો - પુત્રવધૂઓ કાયમ આપણી સેવા કરશે એમ ન માનવું. ખરી રીતે તો એમને સેવામાંથી મુક્ત કરવા જ આયોજન કરવું. તેઓ સ્વતંત્ર રહે, પોતાના બાળકોને ઉછેરે, શિક્ષણ આપે, સંસ્કાર આપે અને અવારનવાર -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૮૧ + વ્યાજ દર ધટાડાને લક્ષમાં લઇ આ રકમ માસિક ૬૦૦થી ૯૦૦ સુધી વધારવી જોઇએ અને માસિક રૂપિયા ૧૦૦૦૦/- જેવી નિયમિત આવક આવશ્યક ગણાય. મોટા શહેરમાં રહેતા હોય તો આ રકમ રૂપિયા પંદરથી વીસ હજારની જરૂરી ગણાય. મેટ્રો સિટીમાં આ - જીવનસંધ્યાએ અરુણોદય ) (૮૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ રકમ પચ્ચીસથી ત્રીસ હજારની જરૂરી ગણાય. જીવનશૈલી અને મેડીક્લેઈમ પોલિસીના પ્રીમિયમની અલગ જોગવાઈ કરવી જરૂરી ગણાય. પ્રથમ જીવનસાથી માટે આર્થિક જોગવાઈ કરીશું. પુત્ર માટે અલગ મકાન અને આપણી પાસે પોતાની માલિકીનું અલગ મકાન હોય તો રાષ્ટ્રીકૃત બેંકમાં રીવર્સ મોર્ગેઝ (Reverse Mortgages) થી નિયમિત આવક મળે અને સંતાનો માટે discretionary trust પણ બનાવી શકાય. દરેક વયસક પોતાની સંપત્તિનું વીલ કરવું જરૂરી. વીલમાં વારસદારો અને સંપત્તિની વહેંચીણીની સ્પષ્ટ વિગતો લખવી. તે સ્થિતિ સારી નથી તેથી ગૃહકામમાં પણ પુરુષોએ મદદ કરતા થઇ જવું જરૂરી છે. આ ટેવ જેટલી વહેલી પાડીએ તેટલો લાભ છે. આ ઉપરાંત અમુક ઉમરે ૬૫ થી ઉપર રસોઇ કરવામાં પણ થાક લાગવા માંડે તેથી શક્ય હોય, સગવડ હોય ત્યાં રસોઇ કરનારની વ્યવસ્થા. અથવા તો ટિફિન મંગાવીને તેને એડજસ્ટ થવાની વૃત્તિ કેળવવી પડે. શરીર જેમ વૃદ્ધ થાય તેમ અશક્તિ વધે, પહેલાંની જેમ કામ ન થઇ શકે. આ વિચાર મનમાં લાવીને તેને માટે આયોજન કરવું જરૂરી છે. આમ વૃદ્ધાવસ્થામાં (૧) શરીર સ્વસ્થ રહે (૨) પોતાનું ઘર હોય (૩) નિયમિત આવક હોય (૪) કોઇની પણ સેવા લેવી ના પડે તેટલી રીતે સ્વસ્થ અને સ્વાશ્રયી હોય (૫) આર્થિક સદ્ધરતા માટે પતિ-પત્ની બંને ને ઉપયોગી થાય તેવું આયોજન હોય (૬) રસોઇ કરવી, કરાવવી કે ટિફિન મંગાવવું તેનું આયોજન હોય અને સાથે સાથે શાંતિથી પરમાત્માનું સ્મરણ કરી, સંસારમાંથી વિદાય લેવા સુધીનું આયોજન વિચારી રાખવું. આ જમાનામાં જેમ પુત્રો ઉપર આધાર ન રાખવાનું આયોજન જરૂરી છે તેમ આર્થિક રીતે પણ કોઇની ઉપર બોજો ન બનવું જરૂરી છે. પતિ-પત્ની ! માતાપિતા ! એ આર્થિક સહઆયોજન એવી રીતે કરવું કે એકની ગેરહાજરીમાં બીજાને આર્થિક રીતે દુઃખી ન થવું પડે. પુત્રો નહીં રાખે, કે તેઓ સમૃદ્ધ હશે તો પણ આર્થિક મદદ નહીં કરે તેમ રજૂઆત નથી કરી પણ વડીલોએ તેમને જવાબદારીમાંથી મુક્ત કરવાં જ જોઇએ. અનિવાર્ય રીતે સેવા લેવી પડે તો ઉપાય જ નથી પરંતુ દરેકે પોતાનું આયોજન એવું કરવું કે પોતે કોઇની સેવા ન લેવી પડે. કોઇની પાસેથી કંઇ પણ આર્થિક મદદ ન લેવી પડે. કોઇએ અકસ્માત થઇ જાય તે વખતે કોઇની સેવા લેવી પડે પણ આવો પ્રસંગ ન બને તેની કાળજી રાખવી જરૂરી છે. પુત્રો અને પુત્રવધુઓને વધુ પડતી સલાહ આપવાથી અને કટકટથી અણગમતા બની જવાય છે. ક્યા રહેવું તેના કરતા કેવી રીતે રહેવું, શું કરવું તેના કરતાં શું ન કરવું, વગેરે તમામ બાબતો વિચારીને વૃદ્ધાવસ્થા સુખમય બનાવીએ. અનુભવમાં ઘડપણને જાગૃતિનો ઉષાકાળ કહે છે નકારાત્ક વિચારો ને વિદાય હકારાત્મક અભિગમ જીવનને રોગમુક્ત અને આનંદ પૂર્ણ બનાવે છે દાન, દયા, સમાં, કરૂણા, અહિંસા પરોપકાર અને સ્વાધ્યાય જીવનને સાત્વિકતા અને શાંતિ આપે છે. આદર્શ આયોજન જીવનસંધ્યામાં અરુણોદયની અનુભૂતિ કરાવશે. ૪) જેવી રીતે અત્યારના પુરુષ પ્રધાન જમાનામાં હજી મોટેભાગે બહેનો વ્યવસાય કરતા નથી. જે થોડાઘણાં કરે છે તેઓ પણ છેવટ સુધી કરી શકતા નથી એટલે દરેક પુરુષે, પોતાના માટે અને પોતાના પત્ની માટે આયોજન કરવું જરૂરી છે. બંને વૃદ્ધ થવાના છે, એક જણ નિવૃત્ત થઇ જાય અને બીજી વ્યતત્ કામ કર્યા જ કરે જીવનમાં થઇ ગયેલી ભૂલોનો પશ્ચાતાપ અને પ્રભુનામ સ્મરણ આત્માનું ઉર્ધ્વગમન કરાવી શાંતિ આપશે. -જીવનસંધ્યાએ અરણોધ્ય) (૮૩ - - જીવનસંધ્યાએ અરુણોદય) Page #47 -------------------------------------------------------------------------- ________________ ભંડાર છે. માત્ર જીવનની અખંડિતતા મળી જાય એટલી જ ખેવના છે. જુવોને ! કુદરતને ત્યાં ક્વો અન્યાય ચાલે છે ? મૃત્યુને મન ગરીબ - તવંગર બને સરખા ! મૃત્યુએ નાના-મોટાનો વિવેક તો સમન્વો જોઈએ. ફકીર સિકંદરની વાત સાંભળી રહ્યો અને પછી અમર થવાનો કીમિયો બતાવતાં કહ્યું : જો, તારે અમર બનવું હોય તો એક કામ કર, અહીંથી થોડે દૂર અમર-તલાવડી છે, તેનું પાણી પીજે એટલે અમર બની જઇશ. ૨૨. અમરતા...તૂજ મૂલ્ય કરશે એ મરણની ઝંખના જેને... સિકંદર તુરત જ ત્યાં પાણી પીવા દોડી ગયો અને જ્યાં ખોબામાં પાણી લઇ ઘૂંટડો ભરવાની તૈયારી કરે છે એટલામાં કોઇ દિશામાંથી આવતો ગેબી અવાજ સાંભળ્યો. મૃત્યુ, અભિશાપ છે કે આશિર્વાદ એનો આધાર આપણે મૃત્યુને કેટલું સમજ્યા છીએ તેના પર છે. અમરતા એટલે મુક્તિ, પુનઃ ન મરવા માટે પુનઃજન્મ નિવારવો પડે. મુક્તિ એટલે જ અમરતા મરીને જ અમર થવાય મુનિ મૃગેન્દ્ર વિજયજી સહજતાથી સિંકંદરની અમરતા માટેની તીવ્ર ઝંખનાની વાત કહે છે, એ ઉપરથી આપણને સમજાશે કે જેને મરણની ઝંખના છે તેજ અમરતાના મૂલ્ય કરી શકે. કોઇ પાણી ન પીવા માટે તેને પડકારી રહ્યું હતું છતાંયે તેણે તે તરફ જરાયે લક્ષ્ય ન આપ્યું. તેને પાણીની નહીં... પણ અમરત્વની તીવ્ર પિપાસા જાગી હતી. ખોબો મોં નજીક લાવ્યો ત્યાં પાછો તે જ અવાજ કાને પડ્યો. એને લાગ્યું - આ મારો ભ્રમ છે. અહીં જંગલમાં માનવશબ્દ ક્યાંથી ? સમ્રાટ સિકંદર પાસે સત્તા હતી. સંપત્તિ હતી, પરંતુ તેના ઉપભોગ માટે આયુષ્ય ઓછું હતું. તેના મનમાં એક દિવસ અમરત્વની ઝંખના જાગી. કદીયે મરવાનું જ ન હોય તો કેવું સારું ? કેવી મજા ! પણ અમર થવાનો કોઇ કીમિયો કે જડીબુટ્ટી તેને ન મળી. આખરે સિકંદર એક ફકીરને મળ્યો અને પોતાની ઇચ્છા જણાવી. એટલામાં પાણીમાંથી એક મગર અચાનક બહાર આવ્યો. તેની ધરડી ચામડી ઉપર કરચલીઓ પડેલી હતી અને તે તેના અશક્ત અને મુડદાલ જણાતો હતો. સિકંદરે તેને પૂછયું, આવા ઢીલા ઢફ કેમ દેખાવો છો ? જીવવા છતાં આમ મડદા જેવાં કેમ ? ફકીરે કહ્યું : સિકંદર ! તારે અમર થવું છે એમ ને ? તો... બની શકીશ. અને સિકંદર એકદમ આનંદથી નાચી ઊઠયો. પછી તેણે કહ્યું - આપ ખર્ચની જરાયે ચિંતા ન કરશો. અખૂટ મારો -જીવનસંધ્યાએ અરુણોધ્ય ભાઇ ! શું કરીએ ? અમે આ તલવાડીનું પાણી પીને એક ભયંકર ભૂલ કરી છે. તમે આ ભૂલના ભોગ ન બનો તે માટે જ - જીવનસંધ્યાએ અરુણોધ્યા (૮૬) Page #48 -------------------------------------------------------------------------- ________________ મારે તમને કંઇક કહેવાનું છે. ‘બોલો, સત્વરે બોલો’, સિકંદરે કહ્યું. ‘ભાઇ ? કહેવાનું તો એટલું જ છે કે ભૂલેચૂકે આ તલવાડીનું એક ટીપું પણ ન પીશો'. ‘પણ... કાંઇ કારણ ? હું તો અમર થવા માગું છું. આનું પાણી પીને’, સિંકદરે જણાવ્યું. માટે લડી રહ્યા હતા. તેથી તેનું કારણ પૂછતાં એક યુવાને કહ્યું. ભાઇ ! વનનું ફળ ખાધા પછી અહીં અમે સૌ અમર છીએ, સાથે સદાય જવાન છીએ. અમારી પાસે શક્તિ છે, હંમેશા માટેનો હક્ક છે, એટલે એકાંદી વસ્તુ પણ અમે જતી કેમ કરીએ. અને તે માટે અમારે લડવું જ રહ્યું. જીવન છે, જુવાની છે, વાસના છે, બધું જ છે. અહીં ત્યાગ પરમાર્થ કેવો ? બસ. ઠેઠ સુધી અમારે આમ લડતાં રહેવાનું અહીંના ફળનું આ અમને વરદાન છે”. સિકંદર કહે પણ તમે સંપીને ન રહી શકો ? ના, રે ના, અહીં સંપ કેવો ? જંગ એ જ અમારી દુનિયા અને સિકંદર વનનું ફળ ખાધા વિના જ ફકીર પાસે પાછો ફર્યો. સાચું, પણ આ પાણી અમે પીધું ત્યારથી મોત દૂર જઇ બેઠું છે, અમરત્વ અમને આજે શ્રાપરૂપ બન્યું છે. જીવવાની તાજગી અમો સાવ ખોઇ બેઠા છીએ જીવનનો અંત જ નથી. જળો વળગે તેમ જીવન અમને વળગી બેઠું છે. અને અમારું શરીર પણ કેટલું શિથિલ અને જર્જરિત બની ગયું છે. અમને જીવનમાં જરાયે આનંદ નથી રહ્યો. કેવું મીઠું મૃત્યુ ! જાણે નવ - જીવનનું પ્રાતઃ કાર ! આટલું કહી મગર પાણીમાં ગરકાવ થઈ ગયો, પણ એના શબ્દો સિકંદરના હૃદયમાં ગુંજી રહ્યા, સિકંદર પાણી પીધા વિના જ પેલા ફકીર પાસે આવ્યો અને કહ્યું - ‘પેલું પાણી તો ત્યારે જ પીવાય કે જ્યારે યુવાની અમર રહે તેવો કીમિયો બતાવશો ?” હવે તેને અમર બનવાની જરાય ખેવના ન રહી. આમ યુવાની યુદ્ધ માટે જ સર્જાયેલી હોય તો આવું અમરત્વ શા કામનું ? અને યુવાનીને શું કરવી ? ફકીર સિકંદરના મનોભાવ પામી ગયા. મૃત્યુની મંગળમયતા બતાવતાં કહ્યું - સિકંદર જયાં મૃત્યુની રમણિયતા છે, ત્યાં જ સત્કર્મોના વૃક્ષો ખીલે છે. વૃદ્ધાવસ્થાની શાંતિમાં જ માનવતા પાંગરે છે અને મૃત્યુના અસ્તિત્વમાં જ પાપ - પુણ્યના વિચારોનું સ્થાન છે. મૃત્યુની પાનખર જીવનતનને ઉજ્જડ નથી બનાવતી પણ વસંત બની હરહંમેશ પલ્લવિત રાખે છે.” અને તને મૃત્યુંજય - મંત્ર બતાવું સાંભળ “માનવ સત્કાર્યોથી અમર બને છે.” | ઉત્સાહથી યુવાન રહે છે અને ત્યાગ - પરોપકારથી ચિરંજીવ બને છે. આથી વિશેષ અમરત્વનું કોઇ મૂલ્ય નથી. ‘તારે નિત્ય - જુવાન રહેવું હોય તો પેલી દિશામાં આવેલા ચૌવન-વનનું એક ફળ ચાખીશ એટલે અમર બની જઈશ અને કાયમ માટે જવાન પણ રહીશ'. હવે તો સિકંદરના આનંદની અવધિ ન રહી. તે ચૌવન વનમાં પહોંચ્યો પણ ત્યાં માણસોનો ભયંકર ચિત્કાર સંભળાયો. સિકંદરે જોયુ કે, બધા યુવાનો કોઇ ને કોઇ ચીજ-વસ્તુના અધિકાર -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૮૭ -જીવનસંધ્યાએ અરુણોદય -૮૮), Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૩. નિર્લેપી દશા હરણી હાંફતી હતી. તેની વેદના જોઈ સાધુની વ્યાકુળતા વધી. આંખને ખૂણેથી ટપકતાં એક અશ્રુબિંદુ સાથે હરણીને ઉપાડી તપોવનના આમકુંજની છાયામાં સુવાડી શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારમાં એ શાંત થઈ. તેને શાતા વળતા સંતની ઉદાસી દૂર થઈ. જાણે ઉપવનની સમગ્ર પ્રકૃતિમાં પ્રસનતાના સ્ફલિંગો ફૂટટ્યા. એક છોડ સૂકાયેલો જોતાં જ સંતની કરુણ દૃષ્ટિમાં ભરતી ચડે તો આ તો નાનેથી ઊછરેલી વર્ષોની નિર્દોષ સાથી હરણી. શિષ્ય આવી ગુરુજીને પ્રણામ કરી કહ્યું કે, “આજે અમે નિર્લેપી રાજાને ત્યાંથી ભિક્ષા લઈને આવ્યા છીએ.” ગુરુ કહૈ નિર્લેપી રાજા ? હા ગુરુદેવ, એનું સાચું નામ તો અમે નથી જાણતા પણ લોકો એને નિર્લેપી રાજા કહીને માનથી સંબોધે છે. ગમે તેવી પરિસ્થિતિમાં એની નિર્લેપી દશા ટકેલી જોઈ લોકો તેને અભિવંદના કરે છે. ગુરુ વિચારે છે, રાજા અને નિર્લેપી દશા ? શક્ય નથી લાગતું, કઠીન વાત છે. ગુરજીને જિજ્ઞાસા જાગી. રાજાની નિર્લેપી દશા કેવી હશે. શિષ્યને કહે કે તમે જાઓ અને રાજાને કહો કે અમારા ગુરુદેવની ઇચ્છા છે કે આપનો રાજકુમાર અમારા તપોવનમાં ત્રણ દિવસ માટે રોકાવા આવે. શિષ્ય રાજાને ગુરુજીના આમંત્રણની વાત કરી. રાજાએ સંતના આમંત્રણનો સ્વીકાર કરી રાજકુમારને મોકલ્યો. રાજકુમાર ત્રણ દિવસ ગુરુકુળ તપોવનમાં રહે છે. ચોથે દિવસે વહેલી સવારે ગુરુદેવ એક શિષ્યને એક સંદેશ સાથે નિર્લેપી રાજાના મહેલમાં મોકલે છે. મહેલમાં પ્રવેશતાં જ દાસી વંદન કરી સંતનું સ્વાગત કરે છે. સંત કહે છે, મને રાજકુંવરના ખંડ તરફ લઈ જાઓ. મારે રાણીને એક દુઃખદ સમાચાર આપવાના છે કે તેના પતિ કુંવરનું અમારા આશ્રમમાં મૃત્યુ થયું છે. ઓહો ! બસ, રાજકુંવરનો અમારા સાથેનો ત્રાણાનુબંધ આમ અચાનક પૂરો થયો એમને પરમ શાંતિ મળો. દાસી સ્વસ્થતાપૂર્વક સંતને કહે છે. અને દાસી સંતને યુવાન રાણીના ખંડ તરફી લઈ જાય છે. સંત દાસીની સ્વસ્થતા અને શબ્દોથી આશ્ચર્ય અનુભવે છે. સગર્ભા રાણી સંતના ચરણસ્પર્શ કરી અભિવંદના કરવા એક કદમ આગળ ભરે છે. ત્યારે સંત કહે છે, “તમે ઘનરાણી છો, વાંકા ન વળશો. માત્ર ઊભાં રહીને જ વંદનવિધિ કરો.” રાણીએ ભાવપૂર્વક પ્રણામ કરતાં સંતે રણી અને તેની ગર્ભસંપદાને કલ્યાણમય - મંગળમય જીવન માટે આશીર્વચન આપતાં કહ્યું કે વિપદાને સહન કરવાનું પ્રભુ તમને બળ આપે. મારા ગુરુજીએ આપેલ સંદેશ કહેતા મને દુઃખ થાય છે કે આજે મોડી રાત્રિએ આપનું સૌભાગ્ય છીનવાઈ ગયું છે. આપના પતિ રાજકુમાર આમારા તપોવન આશ્રમમાં કાળનો કોળિયો બની ગયા છે. મને રાણીબાના આવાસ તરફ લઈ જાઓ, મારે ગુરઆજ્ઞા પ્રમાણે તેમને સ્વયંને આ દુઃખદ સમાચાર આ જીવનસંધ્યાએ અરુણોદય) (૯૦), -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૮૯ + Page #50 -------------------------------------------------------------------------- ________________ આપવા છે. જરાય વિચલિત થયા વિના રાણી કહે છે, આપ અહીં બેસો, જલ ગ્રહણ કરી વિશ્રામ કરો. બા પૂજાખંડમાંથી થોડી વારમાંજ બહાર આવશે. સંત કહે છે, આપનાં દુઃખ અને વેદનાની ભયંકરતા હું જાણું છું. દેવ, ગુરુ અને ધર્મના પ્રતાપે હું સંસારની વિચિત્રતાને જાણું છું. વળી કર્મની વિચિત્ર લીલાને પાર આપણે પામી શકતા નથી. આયુષ્યનો કોઈ ભરોસો નથી. એ આયુષ્યકર્મ તો કાચા સુતરના તાંતણા જેવું છે. તે ઓચિંતો ક્યારે તૂટે તે કોઈ જાણી શકતું નથી. તેમનું જીવનજળ ખૂટે તો અમારા પ્રસન્ન દામ્પત્યનો અમૃતકુંભ રિક્ત (ખાલી) બની જાય, પરંતુ રાજકુમારનો પવિત્ર અંશ મારા ઉદરમાં ઉદયમાન થતાં વિકસિત થઈ રહ્યો છે મને શાતા અને શાંતિ આપી રહ્યો છે. મને શ્રદ્ધા છે કે એમનો આત્મા વર્તમાને સંતાપ રહિત પ્રસન્નતાનો અધિકારી છે. રાણીએ દઢતાપૂર્વક પોતાની વાત રજૂ કરી. એટલામાં દાસી કહે છે કે, રાણીબા પૂજાખંડમાંથી બહાર આવી આપની પ્રતીક્ષા કરી રહ્યાં છે. રાણીબાએ સંતના ચરણસ્પર્શ કરી અને અભિવંદના કરી. સંત કહે છે કે રાણીબા, મારા ગુરીજીનો સંદેશ લઈને હું આવ્યો છું. ગુરુજીએ કહ્યું છે કે, “શું કુબુદ્ધિ સૂઝી કે મેં આપના એકના એક લાડીલા કુંવરને ગુરુકુળ બોલાવ્યા. મને કહેતાં દુઃખ થાય છે કે આજે મોડી રાત્રે ગોજારો આશ્રમે કુંવરને ભરખી લીધો.” રાણી કહે છે, “ઓહો ! આપણા ગુરજી તો સુણાવંત છે, પરંતુ હંમેશાં મિલન આનંદદાયક અને વિરહ દુઃખદાયક હોય છે, પરંતુ જ્યાં મિલન છે ત્યાં વિરહ નિશ્ચિત જ છે, તે નિયતિ છે, સંસારનો ક્રમ છે.” “ધર્મનો આધાર સ્વભાવ પર છે. જીવનમાં એકતરફ સંયોગ અને બીજી તરફ સ્વભાવ છે. બન્ને એક સમયે આવે છે ત્યારે દૃષ્ટિ કોના પર પડે છે તેના પર ધર્મનો આધાર છે. સંયોગ પર દૃષ્ટિ છે તો. અધર્મ થાય છે અને સ્વભાવ પર દૃષ્ટિ છે તો ધર્મ થાય છે. અરૂપી. આત્મા સ્વભાવ છે અને બધા જ પરદ્રવ્યો છે.” - “હે સંત પુરષ! આપ તો જ્ઞાની ગુરજીના શિષ્ય છો, નિમિત્તા અને સંયોગ પર આપણે દૃષ્ટિ શું કામ પાડીએ ?” “રાજકુમારને ગુરુકુળમાં આવવાનું નિમંત્રણ અને ગુરુકુળનો આશ્રમ એ તો નિમિત્ત માત્ર છે. આ ઘટનામાં નિમિત્ત કે સંયોગને કેમ દોષ દઈએ ? ઘટનાનું કારણ તો કર્મોદય છે. અહીં શરીરનો સ્વભાવ માત્ર વિયોગનું કારણ છે. સંયોગ પર સ્વભાવનો વિજય થતાં જ ધર્મ આત્મસાત થશે. રાણીબાએ હૃદયના ભાવો વ્યક્ત કર્યા.” - સંતે કહ્યું, આપણે રાજાજી પાસે જઈએ. એટલામાં દાસી કહે છે કે સ્વયં રાજજી આપના દર્શને અહીં પધારી રહ્યા છે. જાણે મંથર ગતિએ ચાલતી ધીરગંભીર પ્રતિભાનું પદાર્પણ થયું. મુગટ અને આભૂષણો ઉતારી રાજાએ સંતના પુનિત ચરણનો સ્પર્શ કરી ભાવપૂર્વક વંદન કર્યા અને કહ્યું કે, આટલી વહેલી સવારે આપના આગમનનું કારણ શું? ગુરુવરનું સ્વાથ્ય તો સારું છે ને ? સૌ ક્ષેમકુશળ છે ને ? સંતે કહ્યું, “આજે મોડી રાતે આપના રાજકુમારનું આશ્રમમાં અકાળ અવસાન થયું છે, તે સમાચાર માટે ગુરજીએ મને મોકલ્યો છે. આ આકસ્મિક દુઃખદ ઘટનાથી બધા આશ્રમવાસીઓ, ગરકુળના વિદ્યાર્થીઓ શોકમાં ડૂબી ગયા. છે.” હૈ કલ્યાણ મિત્ર સંત, આપણે તો જ વનની દરેક ક્ષણમાં શોકરહિત જીવવાનું છે, તો જ આપણે અ-શોક બની શકીશું. વળી રાજકુમાર મૃત્યુ કેમ પામે ? હા એ જરૂર મુક્તિ પંથની - જીવનસંધ્યાએ અરુણોદ્યો -જીવનસંધ્યાએ અરુણોધ્ય) -૯૧ - Page #51 -------------------------------------------------------------------------- ________________ યાત્રાએ જઈ શકે. મુક્તિ એટલે અમરત્વ. મુક્તિ પ્રાપ્તિની પ્રક્રિયા ધર્મ દ્વારા જ થઈ શકે. કર્મોનું બંધન આત્માને જ છે. સંબંધો કે સંપત્તિ દુઃખનું કારણ ત્યારે જ બને કે જ્યારે તેમાં આસક્તિ હોય. આ આસક્તિને કારણે જ તેનો વિરહ આપણામાં વેદનારૂપે પરિણમે. જેટલી તેમાં નિર્લેપી દશા તેટલું દુઃખ ઓછું. આ આસક્તિ અને કર્મોથી લેપાયેલા આત્માને મુકત કરવાનો છે. નોકષાય કષાય ભાવો જ મૃત્યુ છે. અન્યનું મૃત્યુ જોઈને આપણે માની લઈએ છીએ કે એક દિવસ આપણું પણ મૃત્યુ ચોક્કસ થવાનું છે. આમ મરણને આપણે આપણો સ્વભાવ માની લઈએ છીએ, પરંતુ હકીકતમાં જોઈએ તો મરવાનો સ્વભાવ તો આત્માને વળગેલા શરીરનો છે. ધર્મ એ સમજાવે છે કે શરીર અને આત્મા ભિન છે. દેહ આપણો પોતાનો કઈ રીતે હોઈ શકે ? માટે અહીં મૃત્યુના અનુસંધાનને તોડવાની વાત કરી છે. મૃત્યુની ઝંખના હોય તો આત્માના અમરત્વના સ્વભાવ સાથે જીવવું પશે. આપણે જે જગત જોઈએ છીએ તે જગતમાં મૃત્યુ એટલે શરીરથી આત્માનું અલગ થવું. દેહમાંથી જીવનું ચાલ્યા જવું એટલે મૃત્યુ. દાર્શનિક દૃષ્ટા મૃત્યુને ભિન્ન રીતે ઓળખાવે છે. ઘડીકમાં રાજી અને ઘડીકમાં નારાજી. આજે આશા કાલે નિરાશા, કોઈ પળે શુભ ભાવ તો કેટલીક ક્ષણો કષાય ભાવો, વિચારોના ચઢાવ-ઉતાર, મનની ચંચળતા, વિહવળતા અને ભાવોની જે અનિત્યતા છે તે ક્ષણેક્ષણે ભાવમરણ છે. અધ્યાત્મ ક્ષેત્રે તો તેને જ મૃત્યુ ગણવામાં આવે છે. નિર્લેપી દશા અને અનાસક્તિના માર્ગે જ મુક્તિની યાત્રા કરી શકાય.” રાજાએ મૃત્યુ ચિંતન રજૂ કર્યું. રાજકુમાર તો આ મહેલનો અતિથિ હતો. મહેમાન આવી અને ચાલ્યા ગયા. તેનાં સ્મરણોની મધુરતા આપણા જીવનને સભર કરશે. હા ! વિરહમાં ઉદાસીનભાવ અને મિલનમાં પ્રસન્નતા એ સંસારનો વ્યવહાર ક્રમ છે, પરંતુ નિશ્રયદષ્ટિમાં સમભાવ જ આપણને મુક્તિપંથના પ્રવાસી બનાવી શકે. એટલામાં ગુરુદેવ રજકુમાર સાથે મહેલમાં પ્રવેશે છે. હા, રાજકુમાર જીવિત છે. બધા સાનંદાશ્ચર્ય રાજકુમારને નિહાળે છે. શિષ્યએ ગુરજીને રાજમહેલમાં થયેલા સંવાદનું વૃત્તાંત કહ્યું. આપને આશ્ચર્ય થશે કે આવાં આઘાતજનક અને અસત્ય વચનો મારા શિષ્યએ આપને કેમ કહ્યાં ? આ હતી આપની નિર્લેપ દશાની કસોટી. ગુરુજીએ કહ્યું. આપની દાસીનાં સ્વસ્થતાપૂર્વક વચનોને કારણે એ કસોટી કરવા આગળ વધ્યા, જો દાસીમાં આવાં ગુણ-જ્ઞાન હોય તો રાણીમાં કેટલાં હશે. સંતે કહ્યું. આપ સૌની નિર્લેપી, અનાસક્ત અને સમભાવયુક્ત દશા સાચા અર્થમાં ધર્મ પામ્યા છો તેની પ્રતીતિ કરાવે છે. આશ્રમની એક હરણી બીમાર પડે તો અમે સંતો વ્યાકુળ થઈ જઈએ છીએ, ભયંકરમાં ભયંકર જીવનની ક્ષણોમાં પણ આપની નિરાકૂળ દશા, આપની નિર્લેપી. અવસ્થાની પ્રતીતિ કરાવે છે. આપના નામમાં ગુણોનો ભંડાર છે. યથા નામ તથા ગુણ તેવા. આપે “નિર્લેપી રાજા” એ નામને ચરિતાર્થ કર્યું છે. તેમ કહી રાજકુમાર સહિત નિર્લેપી રાજાના સમગ્ર પરિવારને ગુરુદેવે આશીર્વાદ આપી વિદાય લીધી. -જીવનસંધ્યાએ અરુણોધ્ય) -૯૩ - જીવનસંધ્યાએ અરુણોધ્ય Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૪. આલોચના આલોચના એટલે જોવું - તપાસવું આલોચના એ પ્રાયશ્ચિતની આંતર પ્રક્રિયા છે માનવ પાસે દૃષ્ટિ છે. આત્મામાં જ્ઞાતા દષ્ટા પણાનો ગુણ છે ખુલ્લી આંખે જગતના બાહ્ય પદાર્થોને નિહાળે છે પરંતુ બંધ આંખે પોતે પોતાનેજ નિહાળવું તે જ છે આલોચના. આલોચના એટલે પાપથી પાછા ફરવું પ્રાયશ્ચિત કરવું પ્રતિક્રમણના પવિત્ર ભાવો આલોચનામાં અભિપ્રેત છે. જીવનમાં કરેલી ભૂલો, થયેલા દોષોનું પ્રાયશ્ચિતની નિર્મળગંગામાં સ્નાન કરી હળવા થવાનો અવસર એટલે આલોચના. હે પ્રભો ! અનંતકાળથી આ જીવે દેહાધ્યાસે કરીને અને મમત્ત્વના યોગે દેહ-આત્મા ભિન્ન ભાસ્યા નથી. જ્યારે દેહ છોડ્યો ત્યારે તેની મમતા છોડ્યા વિના, વોસિરાવ્યા વિના તેના આશ્રવનો ભાગીદાર બન્યો છું. સૌથી વધુ પ્રીતિ દેહ સાથે રહેલી છે. તેના સંગનો રંગ છોડવા માટે અનંત જ્ઞાનીઓએ વોસિરાવવાનો માર્ગ બતાવ્યો છે. પરંતુ અજ્ઞાનવશ, સ્વાર્થવશ, અણસમજ વશ, તેવી ક્રિયા નથી કરી શક્યો. આજે હે પ્રભો ! હે અરિહંત ભગવાન ! આપનું શાસન અને શરણ મળ્યું છે ને સદ્ગુરૂના જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૯૫ યોગે જે સમજણ મળી છે તેના દ્વારા હું આશ્રવ જે અનાદિનો ચાલ્યો આવે છે. તેનાથી મુક્ત થવા ઇચ્છું છું. પૂર્વે જેટલા જેટલા શરીરો ધારણ કર્યા છે. તેના સંબંધને હું આજે વોસિરાવું છું. એકેન્દ્રિય બે. તેઇ. ચૌ. પંચે. સંજ્ઞી પંચેન્દ્રિય દેવ, નારક ઇત્યાદિ કોઈ પણ જાતિ કે ગતિમાં કોઇપણ રૂપે ઉત્પન્ન થયો છું. જ્યાં જન્મ્યો ત્યાં નવા સંબંધો, નવા દેહો ધારણ કર્યા પણ અંત સમયે તેનો સંગ, મમત્વ છૂટી જાય તેવી કોઇ ક્રિયા મેં કરી નથી. હવે આજે એ સર્વે સંબંધને અને સર્વ દહ સંબંધને વોસિરાવું છું. આજ સુધી છોડેલા દેહ દ્વારા જે જે ક્રિયાનું આગમન થયું છે. તેને પણ વોસિરાવું છું. કારણ કે જે જે શરીર છોડયું છે તેના પરમાણું જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં નવા આશ્રવો આવ્યા છે. તેથી હે પરમાત્મા ! હું એ સર્વને મન-વચન-કાયાથી અરિહંત, સિદ્ધાદિ પંચ પરમેષ્ઠિ અને ગુરૂ સાક્ષીએ વોસિરાવું છું... (૩) આ ભવે પણ હું શરીરધારી બન્યો ત્યારથી એટલે કે જનમ્યો ત્યારથી અનેકવિધ ક્રિયાઓ ચાલુ કરી દીધી, સતત આશ્રવ ચાલું છે. શરીર તથા સંબંધો ને ટકાવવા છકાય જીવોની હિંસા કરતો આવ્યો છું. આત્મગુણોની હાની નોતરી છે, સદ્ગુરૂના યોગે આજે હું એ પાપથી મુક્ત થવા માગું છું...... હે પ્રભો ! મારો આત્મા અહિંસક ભાવનો ધારક હોવા છતાં તે ભાવથી ચૂક્યો, શરીર તથા સંબંધોને ટકાવવા માટે સ્થાવર તથા ત્રસજીવોની હિંસા કરી, કરાવી, અનુમોદી, જીવવા ઇચ્છતાં જીવોને હણ્યા, છેદ્યા, ભેવા જીવથી રહિત કર્યા, પ્રભો ! એ પાપને પાપ માની તેને વોસિરાવું છું. ત્યાર પછી બીજું વ્રત સત્યનું છે. આત્માનો ખરેખર સ્વભાવ જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૯૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ તો અભાષક છે. ન બોલવાનો છે. છતાં સ્વાર્થવશ અસત્યનો આશ્રય લીધો, વાણીના અનેક દોષોનું સેવન કર્યું છે. આજે તે સર્વને હું ત્રિયોગે કરી અરિહંત પ્રભો ! તથા ગુરૂની સાક્ષીએ વોસિરાવું છું. જતાં આવતાં કોઇ મર્યાદા નથી કરી, હવે સ્વ તરફ ઢળવા માટે ગમનાગમન રોકવા હું પ્રયત્ન કરું છું. જન્મો જન્મના પાપ છોડું છું વોસિરાવું છું.” ત્રીજું છે અસ્તેય વ્રત :- ચોરી નહી કરવાની ! છતાં પણ વિભાવભાવે બધું અદત્ત ગ્રહણ કર્યું છે. નાની મોટી અનેક પ્રકારની જાણતાં - અજાણતાં ચોરી કરી મેં મહાન પાપકર્મ બાંધ્યું છે. તેથી છૂટવા માટે હું પાપનો પાપરૂપે સ્વીકાર કરી વોસિરાવું છું...... સાતમું વ્રત છે કર્માદાનના કારણોને સમજીને છોડવા છતાં તે ઉપર ધ્યાન દીધું હોય.... ને આજીવિકા સિવાય શોખ ને સ્વાર્થ ખાતર જ ગાઢા ચીકણાં કર્મો બાંધ્યા છે. તેને છોડવા છે. તે માટે હે પ્રભો ! આપના રાહે આવવા માગું છું. સંસાર ભાવથી છૂટું છું...મુક્ત થાવ છું. મારો આત્મા સંપૂર્ણ બ્રહ્મચર્યધારી છે. અખંડ બ્રહમચારી છે. પણ વેદના ઉદયે, મોહના ઉદયે, અસંચમી બન્યો, વીર્યને વેડફી નાખ્યું. શક્તિ જ્યાં-ત્યાં જેમ-તેમ ખર્ચ કરી નાંખી પાંચ ઇન્દ્રિયો નો અસંયમ સેવી બ્રહમચર્યમાં દોષો લગાડ્યા છે. દેશ વિરતી કે સર્વ વિરતીના ભાવો ન આવ્યા હોય ને અનેક પ્રકારના દોષો સેવી અસંયમી બની આથડ્યો છું. તો પ્રભો ! આજે હું એ સર્વથી મુક્ત થવા સંપૂર્ણ સંયમી બનવા તત્પર થયો છું. પૂર્વે આચરેલા અસંયમના ભાવોને વોસરાવું છું....વોસરાવું છું....(૩). આઠમું અનર્થી દંડનું વ્રત :- વગર કારણે પાપનો બંધ જાણીને પણ પાપ કરે. અજાણતા પણ કરે, ખબર વિના પ્રમાદવશ. વધુ પાપ બંધ આપણું થાય છે. બોલવા-ચાલવામાં તો ધ્યાન વિના ઉદ્દેશ વિના અમસ્તા જ પાપ થતાં રહે છે. કોઇની સાથે લેવા દવા નહોય તો પણ પાપ-કર્મ તો બાંધતા જ જઇએ તો. તેને સમજીને વિચારીને એ પાપથી મુક્ત થાઉં છું...... મારો સ્વભાવ સમતા સમભાવી હોવા છતાં પરિણામ અવળે માર્ગે જ જાય. જેથી ક્રોધાદિ કષાયો વધ્યા, અસમાધિ વધી છે. પ્રભો ! આવા અસમાધિમય ભાવોથી મુક્ત થઇને સમતા, શાંતિને સમાધિની આરાધના કરવા તત્પર થયો છું. સાચા રૂપમાં સામાયિક કરવી છે આજ સુધીના દોષિત ભાવો દૂર થાઓ....પાપોને ત્યજું છું. પ્રભો ! મારો આત્મા નિર પરિગ્રહી હોવા છતાં કર્મથી લઇને અનેક પ્રકારની ભૌતિક વસ્તુઓનો સંગ્રહ કર્યો. પરાઇ વસ્તુને પોતાની માનીને અતિ આસક્ત કરી તેને મેળવવામાં, રક્ષણમાં, વાપરવામાં, બધામાં મૂછ રાખીને મારા કર્મોનો સંગ્રહ કર્યો. હવે તેનાથી મુક્ત થાઉં છું. મારા પણાના ભાવોથી છૂટીને મારું કંઈ નથી, સાધનને સાધન તરીકે સ્વીકારી સર્વ પરિગ્રહ સંજ્ઞાના ભાવોથી મુક્ત થાઉં છું. પાપનો ત્યાગ કરૂં છું...વોસિરાવું છું..... જે વ્રતમાં એક દિવસની મર્યાદા કરવાની છે. અમુક ચોક્કસ નિયમો લેવા જોઇએ, તે ન લીધાં હોય ને તે મર્યાદાનો ભંગ કર્યો તો તેનું મિચ્છામિ દુક્કડમ્...... છઠું વ્રત છે દિશાની મર્યાદા :- દ્રવ્ય ભાવ બંને દિશામાં આત્માને પોષવા માટેની અપૂર્વ સાધના કરવાને બદલે -જીવનસંધ્યાએ અરુણોદય) (૯૭ - જીવનસંધ્યાએ અરુણોદય) (૯૮ w Page #54 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોને પોષવાની જ સાધના કરી. ફરી ઇન્દ્રિયોને તેના વિષયો કયાં ને કેવી રીતે મળી શકે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા તો હે ભગવંત ! એ સર્વ પાપમય ભાવોથી મુક્ત થાઉં છું. પાપોને વોસિરાવું છું..... બહિર્ભાવનો ત્યાગ કરૂ છું. કુદેવ-કુગુરૂ-કુશાસ્ત્ર ને મુખ્ય સ્થાન આપ્યું ને અરિહંતને ભૂલ્યો છું. આવા બધા સંસાર વર્ધક ભાવોનો ત્યાગ કરૂં છું. છોડું છું., મુક્ત થાઉં છું.... શરીર વહેતી નિરંતર અશુચિને દૂર કરવા પાપ રહિત નિર્દોષ સ્થાન ન મળતાં અનંતા સંમમિ જીવોનો દાળોવાટો બોલાવ્યો છે. ઘણાં કર્મો બાંધ્યા, બેદરકારીને કારણે પણ આવું ધણું પાપ થઇ જાય. છે. તેવા જીવો પ્રતિ આજે કરૂણા પ્રગટાવું છું. માફી માંગું છું.... જે સંપત્તિ ભોજનાદિ સામગ્રી તેમજ સાધુઓને ઉચિત ઉપકરણો જે અમારી પાસે છે. તેનો ઉપયોગ કરવાનો અવસર સંતોની હાજરી હોય તો જ થાય અને સાધર્મી હોય તો થાય. આવો બંનેનો જ્યારે યોગ થાય ત્યારે મારે મન-વચન-કાયાથી, તન-મનધનથી, અંતરાય તોડવા લાભ લેવાને બદલે ઉપેક્ષા સેવી હોય, લક્ષ-ધ્યાન ન દીધું હોય તો અરિહંત પ્રભો આપની સાક્ષીએ મિચ્છામિ દુકકડમ્..... ૮૪ લાખ જીવાયોનિનાં જીવને ખમાવું છું. જન્મથી લઇને આજ સુધી સારાં-માઠાં જે પરિણામો થાય છે. તેમાં હેય છે તેને છોડું છું. ધરનાં, દુકાનના, બાળકોના, કુટુંબના વેપાર વાણિજ્યમાં અનેક પ્રકારે પાપકર્મો કર્યા છે. તે બધા પાપોનું અનંત સિધ્ધ કેવળી પ્રભુની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્...... બાર પ્રકારના તપનું આરાધન કરવું જરૂરી છે. તનને મનને આત્માને શુધ્ધ બનાવવા માટે આચરવો તપ-પણ, આહારની ને દેહની આશક્તિ ના કારણે તેનું આચરણ ન કર્યું હોય ને કર્યું તો તેના ફળની આશાથી કર્યું હોય તો તેનું મિચ્છામિ દુક્કડમ્........ મારે કોઇ સાથે વેર નથી, ઝેર નથી, સહુ મારા હું સહુને ખમાવું છું. ક્ષમા માગવી એ મારો પરમ ધરમ છે. ખામેમિ સવ્વ જીવા....વંદામિ જિન ચકવીસ્સે.... હે પ્રભો ! સંસાર ભોગી મારો આત્મા ૧૮ પાપસ્થાનક સેવી રહ્યો છે. તેથી છૂટવા પ્રયત્ન કરવા છતાં પાછો પછડાટ લાગે છે. તો પણ અહંકારાદિ દ્વારા અનેક પ્રકારના કર્મો બાંધી રહ્યો છું. સાવધાની ને સાવચેતી ન રાખવાના કારણે પાપનો બોજ વધાર્યો છે. તેથી છૂટવા હું એ સર્વભાવોને વોસિરાવું છું. અત્યાર સુધીમાં મારા જીવે ચોર્યાશી લાખ જીવાયોનીમાં. ભવભ્રમણ કર્યું તેમાં મેં વ્રત ભંગ કરી અવની થઇ પ્રમાદ સેવી કર્મબંધન કર્યું હોય તે કર્મજન્યથી મલીન થયેલા મારા આત્માને પ્રાયશ્ચિતના જળથી નિર્મળ કરું છું. અત્યાર સુધીના અનંતા ભવ ભમણમાં જે જે જીવોની વિરાધના કરી હોયતે તમામને મિચ્છામિ દુક્કડમ્ કરું છું. અહો પ્રભુજી ! આત્માનુભૂતિ વિના અનંત કાળથી આથડી રહ્યો છું. જે કાંઇ ક્રિયા કાંડો તપ-જપ કર્યા તેમાં પણ કોઇ ફલાદિની આશા રાખી મિથ્યાત્વનો વધારો કર્યો. નિર્જરા કે સંવર ન થાય. કર્મો ખપવાને બદલે વધ્યા. હવે શુધ્ધાત્માની અનુભૂતિ કરવા -જીવનસંધ્યાએ અરુણોધ્ય) ( ૯ + પ્રાયશ્ચિત કરી મોટા પાપ કર્મની ગહ કરું છું. હું ક્ષમા માગું છું. આ જીવનસંધ્યાએ અરુણોધ્ય) Page #55 -------------------------------------------------------------------------- ________________ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. અંતમાં પ્રભો ! શરણભૂત મંગલ સ્વરૂપને ઉત્તમાત્તમ આપ જ છો ! એમ સ્વીકારી મારી નસનસમાં, રોમ-રોમમાં, અણું-અણુંમાં અરિહંત તારા નામનું રટણ હો, ગુંજન હો, શ્વાસોશ્વાસ પણ તારા નામ વિના ન રહે, નિરંતર તારૂં સ્મરણ ને શરણ રહે માટે જ ચત્તારિ મંગલમ્...... છેલ્લે આ શરીરની મમતાનો ત્યાગ કરવા માટે બોલું છું. આહાર શરીરને ઉપધિ, પચ્ચક્કુ પાપ અઢાર મરણ આવે તો વોસિરે, જીવું તો આગાર.... ૐ શાંતિ શાંતિ શાંતિ જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૦૧ ૨૫ દર્શન સાહિત્યમાં મૃત્યુ ચિંતન વિશ્વની તમામ દાર્શનિક પરંપરાઓએ મૃત્યુ વિશે ચિંતન અને મનોમંથન કરેલું જ છે. પાશ્ચાત દર્શનમાં અનેક દેશોની વિચારધારાઓનોસંગમ થયો છે. તેમાં મુખ્ય ગ્રીક, ખ્રિસ્તી તેમ જ આધુનિક વિચારધારાનો સંગમ થયો છે. ગ્રીક દાર્શનિકોએ પ્રાથમિક જડ જગતનું વિવેચન કર્યું પછી અંતર્મુખી દૃષ્ટિ અપનાવી ચેતન આત્માનું વિશ્લેષણ કર્યું. યુરોપની દાર્શનિક પરંપરામાં સૉક્રેટિસ, પ્લેટો અને મધ્યયુગની ચિંતનધારા પર એરિસ્ટેટલનો ઘણો પ્રભાવ પડે છે. વેદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, ઉપનિષદો, પુરાણો, ગીતા જેવા ગ્રંથો, રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં ઠેરઠે મૃત્યુચિંતનનું નિરૂપણ થયું છે. ભારતીય દર્શન સાહિત્યનાં કેટલાંક કથાનકોમાં કથા દ્વારા મૃત્યુ ચિતન દર્શાવાયું છે. રામાયણમાં દશરથ અને રાવણનાં મૃત્યુ સમયના પ્રસંગોમાં, મહાભારતમાં ભીષ્મપિતાની બાણશૈય્યા પર અંતિમ ક્ષણોના પ્રસંગમાં જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૦૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુચિંતનનું નિરૂપણ છે. દર્શન સાહિત્યમાં સાવિત્રી અને નચિકેતા આ બે પાત્રો દ્વારા મૃત્યુ અંગેની વિશિષ્ટ અને તાત્ત્વિક સમીક્ષા થઈ છે. કઠોપનિષદ મૃત્યુની કલાને ઉપનિષદ છે, તે મૃત્યુનું સત્ય છે તે સમજાવે છે. મૃત્યુના રહસ્યને ઉદ્ઘાટિત કરે છે. કઠોપનિષદ એ યમ અને નચિકેતા વચ્ચેનો સંવાદ છે. મૃત્યુ જ હંમેશાં આપણે ઘેર આવે છે. માનવીનો દેહ એ એના આત્માનું-જીવનું ઘર જ છે, રહેઠાણ છે. મૃત્યુને આપણે આવકારતા નથી તેથી મૃત્યુ ભયપ્રદ, પીડામય, દુઃખદ બની રહે છે. જ્યારે અહીં તો નચિકેતા સામે ચાલીને મૃત્યુને ઘેર જાય છે ને યમરાજા ઘેર નથી. એટલે કે મૃત્યુને સામે ચાલીને મળવા જાવ તો તે મળતું નથી. એટલે એક અપેક્ષાએ મૃત્યુ છે જ નહીં. જો તે મૃત્યુને સ્વીકારી લે તો તે તેની પાર પહોંચે છે અને અમૃતને પામે છે. માત્ર બૌદ્ધિક રીતે વિચારનારને એમ પ્રશ્ન થાય કે નચિકેતા સદેહે યમ પાસે કઈ રીતે ગયો ? ઉપનિષદનો હેતુ એલી બૌદ્ધિક ચર્ચાનો છે જ નહીં. આ તો માત્ર એક ઉપનય કથા છે. હેતુ તો નચિકેતા અને યમ દ્વારા થતી ચર્ચામાં છૂટ થતા મૃત્યુના રહસ્યનો છે. મૃત્યુનું સત્ય સમજવાનો તાત્વિક અભિગમ માત્ર છે. ચમ નચિકેતાને મૃત્યુ પછીની ગતિ માટે શ્રેય અને પ્રેમની વાત સમજાવતા કહે છે, “શ્રેય એટલે કલ્યાણખારી અને પ્રેમ એટલે પ્રસનનકારી, પ્રસન્નતામાં ભૌતિક સુખ અભિપ્રેત છે અને કલ્યાણકારી સુખ જ આત્મા સાથે જોડાયેલ છે. તૃષ્ણાનો ત્યાગ કરવાથી જે ફળા મળે છે તે કલ્યાણકારી છે.' શરીર એ રથ છે અને એ રથ ચલાવવાવાળો રથી આત્મા છે.” આત્મા જ્યારે શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે એકલો બચેલો રથ એટલે શરીર કે જે આત્મવિહીન એટલે કે રથીવિહીન છે એ કારણે જ આત્મા વિનાના નિક્ષેતન શરીરને-મૃતદેહને અરથી કહેવામાં આવે છે. -જીવનસંધ્યાએ અરુણોધ્ય (૧૦૩ ભારતીય પર્દર્શન વિચારધારામાં, આત્માની અમરતા અને પૂર્વજન્મની તેમ જ કર્મબંધની વાત શીખવવા પાછળ એક રહસ્ય એ હતું કે લોકો સમજે કે જે દુન્યવી સુખ-સગવડ પાછળ આપણે દોટ મૂકીએ છીએ તે વ્યર્થ છે. મૃત્યુ સમયે સાથે કાંઈ આવવાનું નથી. માત્ર આત્માના ગુણો જ આત્મા સાથે રહેશે. અવૈદિક ચાર્વાકદર્શનના મતે “આત્મા જેવું કોઈ ચૈતન્યરૂપ તત્ત્વ છે જ નહિ. આપણું ભૌતિક સ્થૂળ શરીર જ સાચું છે, માટે આ જન્મે આ શરીર છે તેને મળે તેટલા ભૌતિક સુખ ભોગવવા દેવા. મૃત્યુ પછી કશું જ નથી.” આ મતને કારણે કર્મ, પુનર્જન્મ, ધર્મ વગેરેને અહીં સ્થાન નથી. ચાર્વાકદર્શન દેહાત્મવાદી, ભૌતિકવાદી દર્શન હોવાને કારણે અહીં દાર્શનિક મૃત્યુ કે આત્મચિંતનનો નકારાત્મક અભિગમ જણાય છે. ભારતીય દર્શનોના કેટલાંક અનધિકૃતોએ પુનર્જન્મનું વિકૃત અર્થઘટન કરીને કહ્યું કે, “લાખો જન્મો મળવાના છે પછી ધર્મ કરવાની, આત્માને પામવાની શી ઉતાવળ છે ? આ જન્મમાં ભોગ ભોગવી લેવા દો. આવતા જન્મે નિરાંતે આત્મસિદ્ધિ થશે !” પશ્ચિમના સંતો મોઝેઝ, ક્રાઈષ્ટ, મહમદ વગેરે કહ્યું કે, જે કાંઈ બંદગી, પ્રેયર, પૂજા-પ્રાર્થના કરવાના હોય તે કરી લો, બીજો જન્મ છે જ નહીં. સત્કાર્ય માટે આ જ જન્મ છે. મૃત્યુ આવે તે પહેલાં ક્ષણેક્ષણની કિંમત છે અને અનધિકૃતજનોએ વિચાર્યું કે હૈં! આ એક જ જન્મે છે તો પછી ભોગવાય એટલું ભોગવી લો. ઈશ્વર તો કલ્પનાની વાત છે, જીવન તો હકીકત છે, તો જીવનમાં મળે તે સુખો ભોગવી લેવાં. ઓશો-રજનીશ કહે છે કે, “મૃત્યુ જીવનનું સર્વથી ઊંચું શાસ્ત્ર છે. એ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના મુક્તિ નથી.” મૃત્યુનો સ્વાધ્યાય જ જીવનનો ખરો સ્વાધ્યાય છે, માટે જ જ્ઞાનીઓએ મૃત્યુના સ્મરણને સમાધિમરણનું ચિંતન કહ્યું છે. -જીવનસંધ્યાએ અરુણોદય, Page #57 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધદર્શનમાં ત્રિપિટક ગ્રંથ તેની ભાષ્ય અને ટીકાઓના વિપુલ સહિત્યમાં મૃત્યુચિંતન આલેખાયેલું પડ્યું છે. બદ્ધ પરિવર્તનશીલ દષ્ટ ધર્મો સિવાય કોઈ અદષ્ટ સ્થાયી દ્રવ્ય કે આત્માતત્ત્વોનો સ્વીકાર કરતાં નથી. તેમના મતે આ સંસાર અનિત્ય છે, ક્ષણિક છે જેને આપણે જીવાત્મા કહીએ છીએ. તેને એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણે છે, જાણે દીપકની જ્યોત, જીવનમાં સંવેદનોને આત્માના ગુણરૂપે સ્વીકાર્યા છે. ચેતનાની ભિન્નભિન્ન અવસ્થાનો સ્વીકાર કર્યો, પરંતુ ચૈતન્યતત્ત્વની નિત્યતાને સ્વીકારી નહીં. રાગદ્વેષ કે સુખ-દુઃખ જેવાં સંવેદનો જેની સાથે જોડાયેલાં છે તે ભૌતિક લેવર પોતે જ આત્મા છે અને તૃષ્ણાઓના બુઝાઈ જવાથી નિર્વાણ તરફ લઈ જઈ શકાય છે એવો બુદ્ધનો મત હતો. નરાત્મવાદ એ બુદ્ધદર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે જેથી અનાત્મવાદને બુદ્ધદર્શનના મૃત્યુચિંતનમાં કેન્દ્રસ્થાને મૂકી શકાય. શ્રીમદ ભાગવત, ગીતામાં યોગેશ્વર શ્રીકૃષ્ણ મૃત્યુને સુંદર રીતે સમજાવતાં કહે છે કે, “પ્રબુદ્ધ પ્રજ્ઞજનો કદી મૃત્યુનો શોક કરતાં નથી. એ ચિંતવે છે કે, ભૂત-અતીતમાં નહોતો એમ પણ નથી અને ભવિઅનાગતમાં નહીં હોઉં એમ પણ નથી. એટલે એવો શોક શા માટે કરવો ? દેહ અનિત્ય છે. જે અનિત્ય છે તેની સાથે સંબંધ કેમ બંધાય ? તેના. મોહમાં પણ વ્યાકુળ ન જ થવાય. આત્મા નથી જન્મતો કે નથી મરતો. એ તો શાશ્વત અને પુરાતન છે. આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. વળી એ કોઈને હણતો નથી કે હણાતો નથી. આત્મા જીર્ણ થયેલ દેહરૂપી વસ્ત્રનો ત્યાગ કરી અન્ય નવા દેહને ધારણ કરે છે. આપણે તેને મૃત્યુનું નામ આપીએ છીએ. જે નિત્ય ચિરંતન અને શુદ્ધ બુદ્ધ છે તેનો શોક કરવો વ્યર્થ છે.” મહાભારતકાળમાં સત્યવાન સાવિત્રીની દિવ્ય કથા દ્વારા મૃત્યુચિંતનનું અદ્ભુત નિરૂપણ થયું છે. યમદેવનાં અનેક પ્રલોભનો -જીવનસંધ્યાએ અરુણોધ્યા - ૧૦૫ - છતાં સાવિત્રી તેમાંથી પાર ઊતરી યમદેવને વચન આપવાની સ્થિતિમાં મૂકે છે. એમણે તો માત્ર સત્યવાન પાછો માગ્યો. પ્રમાદવ, કષાયભાવ કે જીવભાવમાં સત્યવાનરૂપી આત્મા ખોવાઈ ગયો છે. આપણામાં રહેલ પુરુષાર્થરૂપ સાવિત્રી સમ્યમ્ પરાક્રમ દ્વારા આત્મજાગૃતિ સાધી શકે. વિશ્વ પરિવર્તનશીલ છે. સાવિત્રી વિચારશૂન્ય બને છે. તેનું ચિત્ત અદ્વૈત તત્ત્વમાં ચુત થાય છે. એ જ સનાતન નિષ્પન્ન તત્ત્વ અપરિવર્તનશીલ છે. સાવિત્રીની ઉચ્ચ કક્ષાની સાધના દ્વારા તેને મળેલ જાગૃતિ અવિદ્યાના અંધકારમય તમસ પ્રદેશને છેદી જ્ઞાનના પરમ પ્રકાશને પામે છે. મહર્ષિ અરવિંદે સાવિત્રી મહાકાવ્ય દ્વારા મૃત્યુના રહસ્યને ઉદ્ઘાટિત કર્યું છે. આપણે આપણા આત્માને વિસ્તૃત કરી દીધો છે. ગીતામાં પણ યોગેશ્વર શ્રીકૃષ્ણ આત્મસ્મૃતિ પાછી મેળવવાની વાત વારંવાર કહી છે. જૈન દાર્શનિકના મૃત્યુ વિશેના વિચારો પારદર્શક છે, કારણકે તેમાં સંપૂર્ણ આત્મચિંતન અભિપ્રેત છે. આત્મસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં જૈન પૂર્વાચાર્યોએ મૃત્યુના ચિંતનનું નિરૂપણ કર્યું છે. સંલેખના - સંથારો એ જૈન ધર્મમાં વપરાતો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે, અહીં સ્વેચ્છાએ મૃત્યુના ખોળામાં બેસવાની વાત અભિપ્રેત છે. કાયા અને કષાયોને કૃશ કરવા કે પાતળા પાડવા એટલે સંલેખના. સંલેખના વ્રત અંતિમ સમયે લઈ શકાય. એ વ્રત એક ક્ષણથી. માંડીને બાર વર્ષ સુધીની અવધિનું પણ હોઈ શકે છે અંતે સંથારામાં પરિણમે છે. સંલેખના એ બાહ્ય અત્યંતર તપ છે. મૃત્યુની પૂર્વતૈયારી માટે લેવાતું વ્રત. * જ્યારે વૃદ્ધાવસ્થા આવે, શરીર બરાબર ન ચાલતું હોય - રોગોથી ઘેરાઈ ગયું હોય. -જીવનસંધ્યાએ અરુણોધ્ય - ૧૦૬ - Page #58 -------------------------------------------------------------------------- ________________ * સાધુના આચારો આ શરીર દ્વારા ન પાળી શકાય તેવી સ્થિતિ હોય. * આવા સંયોગોમાં ગુરુની આજ્ઞાથી સ્વેચ્છાએ દેહ, છોડવા માટે વ્રત લેવાતું હોય છે. * યુદ્ધ, દુકાળ, અધર્મથી જાતને રક્ષવા વિષમ સંજોગોમાં શિષ્ય, સાધુ, ગૃહસ્થ કે ભક્તને ગુરુમહારાજ આજ્ઞા આપે છે. જૈન શાસ્ત્રોમાં મૃત્યુના જે વિવિધ ૧૭ પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમાં સંલેખના વ્રત માટે ત્રણ પ્રકારના મૃત્યુને વિશિષ્ટ દર્શાવેલ છે, જે સકામ મરણના ત્રણ પ્રકાર છે --- ૧) મૃત્યુ વખતે આહાર-પાણી વગેરે ન લેવા તે ભકત પ્રત્યાખ્યાન મરણ. ૨) ચાર પ્રકારના આહાર પચ્ચખી ઉપરાંત જગ્યાની મર્યાદા બાંધી લીધી હોઈ ઈશારાથી જીવન ચાલે-ઇંગિત મરણ. ૩) વૃક્ષની શાખાની માફક શ્વાસોશ્વાસ નીકળી જાય ત્યાં સુધી પડી રહેવું તે પાટોપગમન મરણ કહે છે. સંથારા-સંલેખના વ્રત દ્વારા મૃત્યુ એ આત્મહત્યા નથી. તપ છે. અહીં સભાનતાપૂર્વક મૃત્યુને સ્વીકારવાની પૂર્વતૈયારી દ્વારા મૃત્યુનું સ્વાગતા કરી મૃત્યુને મહોત્સવ બનાવવાની વાત છે. વ્રત લેનાર વ્યકિત ... * લૌકિક સુખની આકાંક્ષા કરતો નથી. *પરલોકના સુખની પણ અપેક્ષાક કરતો નથી. * વ્રત દરમિયાન પ્રેમ, આદર કે પ્રસિદ્ધિ મળે તેવા ભાવ પણ ન હોય અને તે માટે વધુ જીવવાની ઇચ્છા પણ ન કરે. * કષ્ટ વધતાં મૃત્યુ જલદી આવે, દેહ જલદી છૂટે તેવું પણ ન ઇચ્છ-સમતામાં રહે. * ભોગોપભોગની પણ ઇચ્છા ન થાય. સંલેખના-સંથારાનું વ્રત લેનાર તપસ્વીને આવા અતિચારો-દોષ ન લાગે તે માટે ‘નિર્ચામણા કરાવનાર એટલે તેની વૈયાવચ્ચ સેવા કરનાર સાધુ કે વ્યક્તિ સતત જાગૃતિ રાખે છે. સાધકને સતત આત્મરમણતામાં રહેવા મટે પ્રોત્સાહિત કરે છે. શરીર રોગોથી ઘેરાયેલું હોય, અશાતા વેદનીયના પ્રબળ ઉદયે દેહમાં તીવ્ર પીડા હોય, દેહ મૂર્ણિત હોય તે અવસ્થામાં જરા ભાનમાં આવે ત્યારે તીવ્ર વેદના કહે કે હવે મૃત્યુ આવે તો સારું ને વળી પાછો મૂછમાં જાય ત્યારે સ્વજનો અનુકંપા પ્રેરિત મૃત્યુનો વિચાર કરે, “મર્સિકિલિંગ.” આવા મૃત્યુમાં મૃત્યુ પૂર્વેની સાધના-આરાધનાનો કોઈ અવકાશ રહેતો નથી ત્યારે સંલેખનામાં મૃત્યુ પૂર્વેની આરાધના અભિપ્રેત છે. શ્રાવક ત્રણ મનોરથ સેવે છે. પહેલું, વ્રતી શ્રાવક બનું, પછી પંચ મહાવ્રત સ્વીકારી સાધુ બનું અને છેલ્લે સંલેખના-સંથારા સહિત સમાધિમરણની પ્રાપ્તિ કર્યું. એક જ ભવમાં ત્રણે મનોરથ ચરિતાર્થ કરનારા સાધક પોતાના જીવનમાં કાંચનમણિ યોગનું સર્જન કરે છે, જાણે સંયમ જીવનરૂપી સોનાના મુગટમાં મૃત્યુરૂપી ઝળહળતો મણિ. સંથારો એ આત્મહત્યા નથી, હતાશાના સંયોગો, લાચારી કે અસહિષ્ણુતાની સ્થિતિ, આબરૂ કે પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય અંતે આત્મહત્યામાં પરિણમવાની શક્યતા હોય છે. આર્તધ્યાન કે રૌદ્રધ્યાના પછી માનવ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. આપણે ત્યાં સતીપ્રથા દ્વારા મૃત્યુના ઘણા કિસ્સાઓ બનતા. આજે પણ ક્વચિત્ બને છે. સ્ત્રી કે (સ્વજન) પતિની (કે સ્વજનની) ચિતા પર બેસી બળી મરે તે સતીપ્રથા છે જેમાં મહામોહનીય કર્મનો ઉદય, આર્તધ્યાન અને અંધશ્રદ્ધા અભિપ્રેત છે. - જીવનસંધ્યાએ અરુણોદય (૧૦૮ આજીવનસંધ્યાએ અરુણોધ્યો Page #59 -------------------------------------------------------------------------- ________________ જેહાદ એ ધર્મઝનૂનનું પરિણામ છે. ધર્મના રક્ષણ માટે વિવેકહીન રીતે મહાહિંસાનું શરણ એ ધર્મનો વિપર્યાય છે. માનવબૉમ્બ બની મરવું ને મારવું એ મૃત્યુ વિફલતાની ચરમસીમા છે. સાર્વભૌમત્વ કે રાષ્ટ્રની રક્ષા કાજે અન્યાય સામે કે કોઈના પ્રાણ કે શિયળ બચાવવા માટે શહીદ થવું એ મૃત્યુનો વિશિષ્ટ પ્રકાર છે. અહીં અંતિમ ક્ષણે દ્વેષ કે હિંસાનો ભાવ ન હોય તો જ આત્મ શુભ પરિણતિમાં રહી શકે. મૃત્યુના આ બધા પ્રકારથી સંથારો અલગ છે. સંખેલના વ્રત લેવા અહીં કોઈની જબરજસ્તી ન હોય. મૃત્યુ માટેની સંપૂર્ણ માનસિક અને શારીરિક તૈયારી પછી સંલેખના વ્રતમાં આગળ વધતા સંથારો સિઝતા સાધકને પંડિતમરણ કે સમાધિમરણ લાધે છે. ચક્રવર્તીની સમગ્ર સંપત્તિ કરતાં સ્વરૂપ રમણતાનો એક સમય વધારે કિંમતી છે. જ્ઞાનીએ કહ્યું છે કે જયારે એમ લાગે કે શરીર હવે કામ નથી કરી શક્યું ત્યારે આત્માએ જાગૃત થઈ પોતાનો માલ બચાવી લેવો જોઇએ. જ્યારે ઘર બળતું હોય ત્યારે સૌથી મૂલ્યવાન પદાર્થને આપણે ઘરની બહાર કાઢીએ છીએ. માત્ર ચેતનતત્ત્વ જ મૂલ્યવાન છે. આવા શરીર તો આ જીવે અનંતવાર ધારણ કર્યા ને છોડ્યા. પૂર્વભવથી સંબંધો અને શરીર છોડીને જ આવ્યા છીએ તો હવે નવું શું ? પુદ્ગલનું બનેલ શરીર પાછું પુદ્ગલને સોંપવું છે. માટે જ મહાપુરુષો અંતિમ સમયે પુદ્ગલને વોસરાવી દે છે. દેહનો નિવાસ શાશ્વત નથી. તીર્થકરોને પણ અમર શરીર મળ્યા નથી, માટે હું આત્મનિષ્ઠાપૂર્વક દેહ છોડીશ. હું આત્મા છું, શરીર નથી તે ભાવમાં સતત રહીશ. સંલેખના વ્રત ગ્રહણ કરવું એટલે ‘સંવર’ ભાવમાં આવવું. વ્રતમાં આવતા નિર્મળ જીવનચર્યા શરૂ થાય છે જે આવતાં કર્મોને રોકવાની પાળ સમાન છે. આશ્રવ (કર્મનો આવતો પ્રવાહ)નો બંધ થાય છે, પણ સાધનામાં આગળ વધતા કર્મોની નિર્જરા પણ થાય છે. અહીં સાધક સતત અનુપ્રેક્ષમાં રમમાણ રહે છે. ૧૨ ભાવના અને ૪ પરાભાવના આ સોળ ભાવનાનું ચિંતન શુભમાંથી શુદ્ધ તરફ જવાનો રાજમાર્ગ છે. સંસારભાવના, અશરણભાવના અને અનિત્યભાવના વૈરાગ્યપ્રેરક બને છે. અંતે આ ભાવના-અનુપ્રેક્ષાનું ચિંતન સાધકને અજન્મા બનાવી શકે. જન્મની વેદના વિશે આપણે કલ્પના કરતાં નથી.કારણ કે તે તો પરભવની, આવતા ભવની વાત છે. આપણે માત્ર મૃત્યુની વેદના વિશે વિચારીએ છીએ, કારણ તે આ ભવમાં જ વેદવાની છે. મૃત્યુની વેદનારૂપી વૃક્ષનું બીજ તો જન્મ છે, જે દિવસે આપણે જન્મથી છુટકારો મેળવશું તે ક્ષણે જ જનમ-મરણની શૃંખલામાંથી મુક્તિ મળી જશે. છેલ્લે સાધક ક્ષમાપના, પાપસ્થાનો અને અતિચારોની આલોચના સાથે ચાર મંગલશરણાનો સ્વીકાર કરી કાયાની માયા વિસારી સંથારાસહ સમાધિમરણ - પંડિતમરણને પામે છે. ભારતીય દર્શન સાહિત્યમાં મૃત્યુચિંતન દ્વારા મોક્ષપ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવાયા છે. અંતિમ સમય સુધારવા સત્ય, અહિંસા અને સદાચારમય જીવનશૈલી પર ભાર મૂક્યો. આ તમામ દર્શનમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય થયો છે. સતપુરષોએ બતાવેલ માર્ગ પર શ્રદ્ધા અને વિવેક સાથે ચાલવાનો પુરુષાર્થ કરીશું તો સમાધિમરણનું દિવ્ય દ્વાર અવશ્ય ખુલશે. -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૧૦૯ જીવનસંધ્યાએ અરુણોદય - ૧૧૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ સહિષ્ણુતા જીવનમાં આપણે ત્રણ પ્રકારની સહિષ્ણુતા કેળવવાની છે - કષ્ટ સહિષ્ણુતા વેદના સહિષ્ણુતા અને મરણ સહિષ્ણુતા. સમાધિમરણની પ્રાપ્તિ માટે આ ત્રણ પ્રકારની સહિષ્ણુતા જીવનમાં હોવી જરૂરી છે. હું કષ્ટ સહન કરું અને જે કષ્ટની અનુભૂતિ થાય છે તે બીજાને પણ થતી હોય જેથી મારા દ્વારા અન્યને કષ્ટ ના પહોંચે તેની જાગૃતિ અને મારું કષ્ટ ઓછું કરવા હું પુરુષાર્થ કરું છું તેમ અન્યનું કષ્ટ ઓછું કરવાના પ્રયત્નમાં સમાનાભૂતિનો (અન્યનું દુઃખ કે પીડા જોઈ મને તેવી જ પીડાની અનુભૂતિ થાય તે) ભાવ, આવું જ વેદનાની સહિષ્ણુતામાં છે અને મૃત્યુ સહિષ્ણુતા એટલે મૃત્યુનો સહજભાવે સ્વીકાર અને એ ભાવ જ જીવન સંધ્યાએ અષ્ણોદયનો અનુભવ કરાવે. આઠમું વચન હિન્દુ લગ્નવિધિમાં સપ્તપદીનું મહત્ત્વ છે. વર-વધૂ સપ્તપદીમાં સાત ફેરા ફરી અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે. આ ક્રિયા વખતે વર-વધૂ અગ્નિની સાક્ષીએ એકબીજા સાત વચનથી બંધાય છે. એકબીજાનું ભરણ-પોષણનું વચન, વફાદારીપૂર્વક સહિયારા વિકાસનું વચન, સંપત્તિની જાળવણી અને રક્ષણનું વચન, સુખ-દુઃખની દરેક ક્ષણોમાં એકાબીજાને સાથ આપવાનું વચન, બાળકોને સંભાળવાનું વચન, ઋતુને અનકૂળ થઈ એકબીજાને સહયોગ આપવાનું વચન, મૈત્રીભાવનાનું વચન. આ સાત વચનો ઉભયપણે નિભાવવામાં આવે તો જીવનભર દામ્પત્યવૈભવ પ્રસન્નતાથી છલકાઈ ઉઠે. આઠમું વચન એ હોવું જોઈએ કે જીવનના અંત સમયે અમે બન્ને એકાબીને સાથ આપશું અને જયારે વિદાય થાય ત્યારે સમાધિમરણ મળે તેવું જીવન જીવવાનો સમ્યક પરષાર્થ કરીશું. જો સપ્તપદીની પુર્ણાહૂતિ પ્રસંગનું આ આઠમું વચન સતત સ્મરણમાં રાખી જીવન જીવવામાં આવે તો જીવનસંધ્યા સમયે જીવનના અરણોદયની પ્રસન્ન અનુભૂતિ થયા વિના રહે નહીં. આજીવનસંધ્યાએ અરુણોધ્ય) આ જીવનસંધ્યાએ અરુણોદય Page #61 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનો અવસર મૃત્યુનું સ્મરણ સ્વજનોની જાગૃતિ અંતિમ ક્ષણોને સમાધિમય બનાવે છે પ્રત્યેક જીવનકુંભ પર એક્ષપાયરી ડેઈટ લખેલી જ હોય છે, પણ એ લિપિ આપણે ઉકેલી શકતા નથી. પણ જો અંતિમ ક્ષણનો સંકેત મળે તો પણ આપણે એ સંકેતને સમજી અને સમતાપૂર્વક સમાધિમરણ મળે તેને માટેનો પુરુષાર્થ આદરવો રહ્યો. સતર્ક થઈને આપણે કે આપણાં સ્વજન માટે ધર્મમય સાધના માટે સમાધિપૂર્વક એ અંતિમ ક્ષણો જાય તેવું જાગૃતિપૂર્વકનું આયોજન કરવાનું આપણું સૌનું કર્તવ્ય છે. પ્રવચનમાં પં. જિનસુંદરવિજયજીએ આવી એક પ્રેરક ઘટનાનું હદયસ્પર્શી નિરુપણ કર્યું છે. ધર્મનગરી મુંબઈની આ વાત છે. મુંબઈનું એક પરુ છે, જેમાં એક ધર્મનિષ્ઠ પરિવાર વસે છે. પૈસે-ટકે ઠીક-ઠીક પણ તેની બાબતમાં ઘરની પ્રત્યેક વ્યક્તિને ખૂબ લગાવ. ધર્મના સંસ્કારો ખૂબ સારા. તે પરિવારમાં ૧૨ વર્ષનો સંયમ પણ છે. ખૂબ નિર્દોષ, ભોળો, ભલો, બધાને પ્રિય થઈ પડે એવી એની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ. પણ તેની નિર્દોષતા, બાળપણને ગણકાર્યા વિના સંયમ પર કર્મરાજાનો હુમલો થઈ ગયો. દુઃખાવો થયો, ડૉક્ટરને બતાવ્યું. બાયોપ્સી કરાવી. નિદાન થયું કે ‘સંયમને કૅન્સર છે” અને છેલ્લું સ્ટેજ એટલે “કેન્સલ’ સમજવું. આખો પરિવાર શોકમગ્ન થઈ ગયો. સંયમને પણ તે વાતની ખબર પડી ગઈ, તે પણ બેચેન બની ગયો. દિવસો વિતતા ગયા. જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૧૩ વેદના દિવસે દિવસે વધવા લાગી. સંયમની સહનશક્તિ ખૂટી, હેરાન થઈ રહ્યો છે, પણ તેને મા પર ખૂબ રાગ અને ‘મા’ પણ તેને વાત્સલ્ય દ્વારા સમજણ દ્વારા સાંત્વન અપી રહી છે. એક દિવસ ‘માએ આખા પરિવારને ભેગો કર્યો અને ખૂબ ગંભીરતાર્વક સમજાવ્યું કે “બધા શોક દૂર કરી દો, સંયમનું મોત ભલે આપણે અટકાવી ન શકીએ પણ સુધારી શકવાની તક તો આપણા હાથમાં છે. તેને સમાધિમૃત્યુ મળે, આર્તધ્યાન અટકે એવા પ્રયત્નો બધા સાથે મળીને આજથી જ શરૂ કરીએ. એ જ એની સાચી સેવા છે. એક આત્મા આપણા પરિવારમાં આવ્યો છે તો આપણા બધાની જવાબદારી છે કે એની દુર્ગતિ તો ન જ થવી જોઈએ. માટે જ તેની સમાધિ માટે શું શું કરવું તે વિચારીએ.’ બધાની આંખો ભીની થઈ ગઈ હતી. સંયમ બધાને ખૂબ વ્હાલો હતો અને હવે તેની સાચી સેવાની વાત આવી. અવસર આવ્યો એટલે બધા એક પછી એક બોલવા લાગ્યા કે, ‘સંઘમાં સાધુ કે સાધ્વીજી ભગવંત હોય તો તેમને વિનંતી કરીને ઘેર લાવવા કે જેથી મહાત્માનાં દર્શન-વંદન સંયમને થાય અને મહાત્મા પણ કંઈક સમાધિદાયક સંભળાવે. તરત બીજા સભ્ય બોલ્યા, વારાફરતી આપણે સંયમને નવકારમંત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર તેને જીવનમાં સુકૃતો, જૈનશાસનમાં થતાં સુફ્તો વિગેરે સંભળાવી સમાધિ આપીએ.’ ત્રીજા વળી બોલ્યા કે, “મીનાનો રાગ ખૂબ જ સરસ છે અને તેને સ્તુતિઓ, સ્તવનો, સજ્ઝાયો પણ ઘણી આવડે છે તો તેને સુંદર સ્તુતિઓ વગેરે સંભળાવવી.’ વળી ચોથા સભ્યે ખૂબ અગત્યની અને ગંભીર વાત મૂકી કે, *સંયમે પૂર્વભવમાં કોઈ જીવવિરાધનાઓ, હિંસાદિ કર્યાં છે એના પરિણામે આટલી નાની ઉંમરમાં કૅન્સર આવ્યું છે, તો રોજ ત્રણ ટાઈમ ૩-૩ વાર ઈરિયાવહિયા સૂત્ર અર્થપૂર્વક બોલીને તેની પાસે પૂર્વના જન્મમાં થયેલ જીવસિંહસાઓની વારંવાર અંતરથી માફી મંગાવીને બોલાવવું જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૧૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ નહીં. વેદનાને સમાધિથી સહન કરજે, આર્તધ્યાન ન થાય નહીં તો દુર્ગતિ થશે.” મહાત્મા બોલ્યા, “સંયમ ! આ દેહ એ તું નથી. તું તો અનંત શક્તિનો માલિક છે. ક્યાંય શરીરમાં તેની વેદનામાં લેપાઈ ન જતો.' આ બાજુ નવકારની ધૂન ચાલુ છે. સંયમ પણ ઉચ્ચારપૂર્વક નવકાર બોલી રહ્યો છે. ધીમે ધીમે સંયમનો સ્વર મંદ પડયો. હવે માત્ર હોઠ ફફડી રહ્યા છે. ધૂન ચાલુ છે. તેની પથારીની સામે રહેલા પરમાત્માની છબીને તેની નજીક લાવ્યા. તેની દૃષ્ટિ ત્યાં સ્થિર થઈ. હોઠો ફફડતા બંધ થયા અને અત્યંત સમાધિપૂર્વક દેવ અને ગુરુના સાંનિધ્યમાં સંયમે સમાધિપૂર્વક પ્રાણને છોડ્યા. ધન્ય છે સમાધિ આપનાર સાચી માને ! ધન્ય છે સમાધિ-દાચક ધર્મનિષ્ઠ પરિવારને ! ધન્ય છે સમાધિમૃત્યુને વરનાર બાળ-સંચમને ! જોઈએ. અને જો ભાવપૂર્વક અર્થ સહિત સંચમ ઈરિયાવહિયામાં લીન બનશે તો કૅન્સર કર્મો પર જ સીધો ઘા વાગશે જેથી વેદના ઘટશે.’ બધા એક અવાજે બોલી ઉઠ્યા, ‘ખૂબ સરસ ! ખૂબ સરસ ! ખૂબ માર્મિક વાત આપે કરી.’ અને વિચારણા મુજબ કાર્યવાહી શરૂ થઈ ગઈ. સંચમ પણ કરાવાતી આરાધનાઓમાં આનંદપૂર્વક રસ લેવા માંડ્યો. વેદના વધતી ચાલી, પણ સંયમનું વેદના તરફનું લક્ષ, આર્તધ્યાન, હાયવોય, રડવું વિગેરે ઘટવા માંડયું. ક્યારેક સ્તુતિ-સ્તવનમાં, ક્યારેક દુષ્કૃત ગર્તામાં, તો ક્યારેક સુકૃત. અનુમોદનામાં તો ક્યારેક ઈરિયાવહિયાના અર્થમાં તો ક્યારેક ઘેર પધારેલા મહાત્માના દર્શન-વંદન તેમના દ્વારા સંભળાવાતી સમાધિદાયક વાતોમાં લીન બનવા માંડ્યો. તેની પ્રસન્નતા રોજ-રોજ વધતી ચાલી. અને એક દિવસ તો તે બોલી ઉઠ્યો કે, “હે મા ! કેટલું સારું થયું કે મને કૅન્સર થયું, કેમકે મને કૅન્સર આવ્યું તો આટલી નાની ઉંમરમાં આટલી જબરદસ્તી આરાધના કરવા મળે છે અને ઘણા બધા પાપો ખપાવી આપનાર વેદના સહન કરવા મળે છે. મમ્મી ! જો હું સાજો હોત તો રમતો હોત, ટી.વી. જોતો હોત, કેટલા પાપો કરતો હોત ? હું માંદો પડ્યો તે ખૂબ સારું થયું. સંયમના ભાવવાહી ખૂબ સમજણપૂર્વક બોલાયેલા આ શબ્દોએ બધાને ભીના કરી દીધા. તેની ઊંડી સમજણે, આટલી ભયંકર વેદનામાં અનુભવાતી સમાધિઓ બધાને આનંદ સહિત આશ્ચર્યચકિત કરી દીધાં. દિવસો વીતતા ગયા, શરીર ઓગળતું ગયું, વેદના વધતી ગઈ અને સંયમની જિંદગીનો છેલ્લો દિવસ આવી ગયો. અરે! છેલ્લી મિનિટ ગણાઈ રહી છે. બધા સાવધાન થઈ ગયા છે, મહાત્મા પણ પધારી ચુક્યા છે. મમ્મી બોલી, ‘બેટા ! પરીક્ષાની ઘડી આવી ચુકી છે. જરાય ડગતો -જીવનસંધ્યાએ અરુણોધ્ય, - જીવનસંધ્યાએ અરુણોદય , Page #63 -------------------------------------------------------------------------- ________________ જીવનસંધ્યાએ અરુણોદય આકાશમાં સૂરજ અસ્તાચળે જઈ રહ્યો હોય, સંધ્યા તેના રંગો આ અવની પર પાથરી રહી હોય, વૃક્ષ પરથી પીળું પાન નીચે ખરી પડતું હોય... જાણે આ બધાં જીવનસંધ્યાનાં પ્રતીકો લાગે છે. સંધ્યાનો સમય આપણને પરિવર્તનનો સંદેશ આપે છે. પરિવર્તન એ પ્રકૃતિનો અફર નિયમ છે. સંધ્યા પછી સૂર્ય અસ્ત થાય તો જ શીતળ ચાંદની મળે, પક્ષીઓ આકાશને છોડે તો જ પોતાના માળાં આવી શકે, ગાયો ગૌચરને છોડે તો જ ઘર ભણી આવી પોતાના શિશુને મળી શકે, માનવીઓ પોતાના કામ-ધંધા છોડીને ઘર તરફ પ્રયાણ કરે તો પરિવારને મળી શકે. કાંઈક મેળવવા માટે કાંઈક છોડવું પડે. અહીં મિલન માટે વિયોગ અનિવાર્ય છે એ વાત અભિપ્રેત છે. ઇષ્ટના વિયોગનો વિચાર માત્ર દર્દ કે પીડાજનક હોય છે જે માનવીને નિરાશા કે હતાશા તરફ લઈ જાય. સાંજના દૃશ્યમાં થોડી ઉદાસી દેખાઈ, પરંતુ આકાશમાં સંધ્યા ખીલી હોય તે દૃશ્ય આહ્લાદક હોય. એમ જ આપણી જીવનસંધ્યા જો ખીલે તો આપણને એ સંધ્યામાં ઊગતું પ્રભાત અરુણોદય દૃશ્યમાન થાય અને જીવનમાં પ્રસન્નતાના સકૂલિંગો ફૂટે. જન્મ પછીની આપણી અવસ્થા, શૈશવ, તરુણ અવસ્થા, ચૌવન, પ્રૌઢ અવસ્થા અને વયસ્ક અવસ્થા. આ વયસ્ક અવસ્થા એ જીવનસંધ્યાની અવસ્થા છે. સૌપ્રથમ તો આપણે એ વિચારવાનું કે દસ દૃષ્ટાંતે દુર્લભ માનવભવ તો મળ્યો પણ સાથે સાથે આટલું લાંબું આયુષ્ય મળ્યું. વળી જીવનસંધ્યાએ ઉષાની લાલી જેવી પ્રસન્નતાવાળી ક્ષણો જીવનમાં મળે તેવી પ્રેરણા કરવાવાળા સત્પુરુષો અને જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૧૭ ગુરુભગવંતોનો આપણને યોગ થયો તે આપણા જીવનમાં છે તે આનંદની ઘટના છે. રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા. સિનિયર સિટીઝનની શિબિરમાં આપણને અમૂલ્ય ચિંતનપ્રેરક માર્ગદર્શન આપતાં હે છે, ઘડપણ એ બીજું બાળપણ છે, હંમેશાં બાળક નવું ઝંખે બાળક હંમેશાં માનો સહારો લે તેમ ઘડપણ પણ કોઈનો સહારો ઝંખે. ઘડપણ પરમાત્માનો સહારો ઝંખે છે. જેમ પરમાતામાથી વિખૂટા પડવાનો સમય બાળપણ છે તેમ પરમાત્મા સાથે જોડાઈ જવાનો સમય જીવનસંધ્યાનો સમય છે. જીવનરસને આધારે જીવન જીવાઈ છે અને જીવનરસ સુકાઈ જતાં વ્યક્તિ સુકાઈ જાય છે. જ્યાં સુધી પ્રેમ મળે ત્યાં સુધી જીવનરસ જળવાઈ રહે, પણ જીવનમાં પ્રેમ મળવાનું બંધ થાય ત્યારે જીવનરસ સુકાઈ જાય છે. વ્યક્તિ જીવંત હોવા છતાં મરવા પડયો હોય તેવું લાગે છે. પ્રેમ આપવાથી પ્રેમ મળે છે. જયાં પ્રેમ મળશે ત્યાં બાળક આકર્ષાશે. આપણે બાળક પાસેથી પણ નિર્દોષ પ્રેમ પામી શકીએ. અને પરમાત્મા પાસેથી પ્રેમની અસ્ખલિત ધારા જે વ્યક્તિની ભીતર વિધેયકતા છે, જેના અંતરમાં હકારાત્મક અભિગમ છે એટલે જેનો ઇન્ટરનલ પોઝિટીવ અપ્રોચ છે, જેને કશી ફરિયાદ નથી તે યુવાન છે. ફરિયાદી હોય તે નેગેટિવ હોય, તેનો નકારાત્મક અભિગમ હોય પરિસ્થિતિમાં માથું માર્યા કરે છે તે વૃદ્ધ છે. આવ્યા... બધું પીરસાણું... જમવાના ટેબલ પર બોલાવ્યા રોટલી આપવામાં વાર લાગી. અણગમો ઉત્પન્ન થાય, વિચાર આવે કે જોતો કેવા થાળી પર બેસાડી રાખે છે. આ છે નરાકાત્મક અભિગમ. પણ... ના મારે માટે બે ગરમ રોટલી કદાચ રાખી હોય એટલે જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૧૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ મોડું થતું હશે... પોઝિટીવ થિકિંગ. અને કદાચ મોડી આવે... ગરમ ન પણ આવે ને શાંતિથી જમી લઈએ તે સમતા જ આપણને શાંતિ આપી શકે. પ્રત્યેક વ્યક્તિની આસપાસ “ઓરા” હોય છે એને “પ્રભા” પણ કહીએ છીએ. કોઈ પણ વ્યક્તિ નેગેટિવ (નકારાત્મક ભાવો) થાય ત્યારે તેની આસપાસ નેગેટિવ લહેર બ્લેક ઓરા રચાય. આ બ્લેક ઓરા (શ્યામ પ્રભા-કૃષ્ણ લેયા) શરીરના ઇન્ટરનલ કોષને પ્રાણશકિત આપવામાં અવરોધરૂપ છે. પ્રાણશકિત ન મળે એટલે કોષ મરવાના શરૂ થાય. આપણા અંદરમાંથી સતત નકારાત્મક વિચારો ફરિયાદ બનીને આવે ત્યારે આવું બને. સતત ફરિયાદી પરમાત્માની યાદીમાં ન આવે. જો આપણે જીવનસંધ્યાએ સૂર્યોદય, અષ્ણોદયને માણવો છે તો પરિસ્થિતિનો સામનો કરીએ. ઝીંક ઝીલીએ પણ પરિસ્થિતિમાં માથું ન મારીએ, આમ કરવાની જીવનની પાનખરમાં પણ વસંતનો અનુભવ થશે. આપણું ધાર્યું ન થાય. આપણી ઇચ્છા પ્રમાણે ન થાય એટલે આપણી ફરિયાદ શરૂ થાય. બહેનોના ચહેરા વધુ કરમાયેલા હોય કારણકે બહેનોને એક ને એક વ્યક્તિ સાથે વધુ રહેવાનું હોય એટલે પ્રોબ્લેમ થાય... ફરિયાદ થાય... ફરિયાદ એ ઉકેલ નથી. જ્યાં આપણું ન ચાલે ત્યાં આપણે માથું ન મારવું. આ સમયમાં ઘરમાં સાંભળવાવાળા ઘટ્યા છે. સંભળવાવાળા વધુ પડતા છે. સંભળાવવાવાળાના ચહેરા પર વધુ કરચલી પડે છે, કારણ કે કોઈને સાંભળવામાં રસ ન હોવા છતાં બોલવાથી તેની એનર્જી વેસ્ટ થાય. કોઈ ન માને એટલે ગુસ્સો અને અણગમો ઉત્પન્ન થાય તે નેગેટિવ એનર્જીનું સર્જન કરે છે. પચાસ વર્ષ પછી નેગેટિવ એનર્જી પચાવવાની આપણી શકિત હોતી નથી માટે બોલવાનું ઓછું રાખીએ તો શક્તિ જળવાઈ રહે. ઉંમરને કારણે અવસ્થાની અવ્યવસ્થા થવાની જ. આંખ, કાન, દાંતની તકલીફ ઉપરાંત વાત, પિત્ત, કફના અસંતુલન થવાની પીડા એ સ્વાભાવિક છે. કારણ શરીર પુદ્ગલનો પિંડ છે. પુલનો સ્વભાવ સડન, ગલન, પડન વિગેરે છે. તે આપણે જાણીએ છીએ. દેહનો કાળ કરીને જીર્ણ થવાના સ્વભાવને આપણે સ્વીકારવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ પોતાની ઉંમર કરતાં ૧૦ વર્ષ યુવાન થઈ શકે ને દસ વર્ષ વૃદ્ધ પણ થઈ શકે. જે શરીરની પીડાને અવગણે તેની તકલીફ અડધી થાય, જે ગણ્યા કરે તેની તકલીફ ડબલ થાય. દુઃખ બતાવ્યા કરે તેનું ડબલ થાય, દુઃખ ન બતાવે તેનું અડધું થાય. આપણે આપણું દુઃખ પીડા ગાઈએ તો વધુ દુઃખ થાય. ત્રણ વાર દુઃખ, દુઃખ, દુઃખ બોલવાથી ચહેરા પર કરચલી પડે. ત્રણવાર હું સુખી છું, હું સુખી છું, હું સુખી છું... બોલનારનો ચહેરામાં ચમકાર આવી જશે. આપણે મન, વચન, કાયાનું પ્રોપર ડ્રાઈવિંગ કરી શક્યા નથી. સ્પીડ બ્રેકર, સિનલ વગેરે આપણે જોતા નથી. આપણે જોઈએ છીએ માત્ર સ્પીડો મીટર માટે જ આપણે શોક, અકસ્માતનો ભોગ બનીએ છીએ. બેસવું, સૂવું, ઉઠવું, મૌન રહેવું કે બોલવું એ બધાનું આપણું આપણે માટે નિરીક્ષણ કરવું જોઈએ. આપણા શબ્દો ભટકાવા ન -જીવનસંધ્યાએ અરુણોધ્ય (૧૧૯ જીવનસંધ્યાએ અરુણોધ્યમ (૧૨૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. આપણો નકારાત્મક અભિગમ આપણને અસ્વસ્થ ન કરી દે દીનું જ નિરીક્ષણ કરવાનું છે. આજે આપણું દુઃખ સાંભળવાવાળા કેટલા ? આપણને આપણું દુઃખ કોઈ પ્રેમથી સાંભળીને સહાનુભૂતિના શબ્દો કે દુઃખમુક્તિના ઉપાયના માત્ર શબ્દો કહે તો પણ આપણું દુઃખ અડધું થાય. જેથી દુઃખ એને જ કહેવું જેનાથી આપણું દુઃખ અડધું થાય, તેને ન કહેવું જેનાથી દુઃખ બમણું થાય. પરમાત્મા સમક્ષ દુઃખ કહેવાથી તે સાંભળશે, તે રીએક્શન પણ નહીં આપે. તેથી આ કથન પ્રાર્થના બની જશે અને આપણે હળવા થઈશું. ઘરના સભ્યો વચ્ચે સંઘર્ષ કેમ થાય... છત એક છે, લાગણીની અછત છે. આમ નજીક રહીએ છીએ છતાં દૂર રહીએ. આ અંતર ઘટાડી શકાય. આપણને એમ લાગે કે અમને કોઈ પૂછતું નથી. આપણે ભૂતકાળ યાદ કરીએ. પાસ્ટમાં કેટલાય નાના પ્રસંગોમાં પણ આપણે વડીલને પૂછતા. હવે આપણને તો પૂછ્યા વગર ઘણા મોટા નિર્ણયો ઘરમાં લેવાય છે. આ બાબતનો સમાધાનકારી ઉપાય માત્ર એ છે કે * માગ્યા વિના સલાહ ન આપ્યા કરવી. * આપણે આપણાં સંતાનોને કદાચ એવા સંસ્કાર નથી આપ્યા કે તે સતત આપણને પૂછે. વર્તમાન વિશ્વના વેવ્વઝ એવા છે કે તેરમે વર્ષે તો બાળક પુખ્ત બની જાય. જીવનસંધ્યાએ અરુણોઘ્ય * ૧૨૧ આપણા બાળકો હાઈ-ટેક અને બુદ્ધિશાળી છે. વ્યક્તિ નથી બદલાણી, વિશ્વ બદલાણું છે. આપણે બાળક જેવા નિર્દોષ બની જઈએ. નિર્દોષતાથી સામંજસ્ય રચાશે. નિર્દોષ ચહેરા પર પ્રસન્નતાની લાલી પ્રસરશે. જે હસતું હોય તે બાળક કહેવાય. તબીયત કે ઉપેક્ષાને કારણે વયસ્ક રડી પડે પણ મોટા ભાગનાં આંસુ બહાર જ ન આવે. જે ઘરમાં વયસ્ક વડીલ રડતો હોય અને યુવાન હસતો હોય તે ઘર આદર્શ નથી, પણ જે ઘરમાં વડીલ હસતા હોય અને યુવાન વિચારતો હોય તે ઘર આદર્શ છે. વડીલ માટે મૌનનું મહાત્મ્ય ઘણું છે. મૌન રહે તે મનથી યુવાન બને. મૌન સાધનાથી સાધકમાં વચનસિદ્ધિ પ્રગટે છે. અવસ્થાની વ્યવસ્થાને સુધારવાનો શ્રેષ્ઠ ઉપાય મૌન છે. મૌન એટલે માથું ન મારવું. જે બે હોઠને જોડેલા રાખે તે પાંચ-સાતને જોડેલા રાખી શકે. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબની વ્યાખ્યા સમજવા જેવી છે. પાસે રહીને દૂર રહેવાનું નથી, પરંતુ સંજોગ આધિન દૂર રહેવું પડે તો પણ દૂર રહીને પાસે રહેવું એટલે સંયુક્ત કુટુંબ. હું વડીલ છુ તો પણ મારે બધાને માન આપવું. મારે નાનાઓને પણ માન આપવું. સૌના કામને, નાની સફળતાને પણ એપ્રીસીએટ કરવી. પરિવારની નાની વ્યક્તિની નાની સફળતા વખતે પણ પહેલા તો વાહ! બહુ સરસ બોલવું, પછી જરૂર પડે તો નાની અને અત્યંત ટૂંકી સલાહ આપવી. મોઢામાં સૌમ્ય અને મધુર વાણીરૂપ દુઝણી ગાય મૂકવાથી માખણ આપણા મુખમાં જરૂર આવશે. જીભ કોમળ, સ્નિગ્ધ અને મધુર બનશે. જેનો પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય હોય તેને સતત શાતા મળે, પણ એવું ઓછું બને, જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૨૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ શરીરરૂપી મશીન ખૂબ વપરાય એટલે કીચૂડ....કીચૂડ કરે. મશીનને ઓઈલિંગ કરવાથી મશીન ઘસાય પણ કીચૂડ અવાજ ન આવે. આપણે અવસ્થાનું ઓઈલિંગ કરવું છે જેથી સંબંધોમાં કચકચ ન થાય. સંબંધોની કચકચ મટાડવા જીભ પર ઘી લગાડવું પડે. કડવી જીભ હોય તો તેના પર ઘી લગાડી મીઠાશ લાવવી પડે. કોઈને પણ ઉતારી પાડતી કોમેન્ટ નહીં. સામેવાળાની ખામી નહીં પણ ખૂબીની વાત કરીશું. ઘરની વયસ્ક સ્ત્રીએ ઘરના જૂડાની ચાવી યથાયોગ્ય સમયે પુત્રવધૂને સોંપી નિશ્ચિંત થવું અને વડીલે ધંધાની પેઢીની ચાવી યથાયોગ્ય સમયે પુત્રને સોંપી નિશ્ચિંત થવું તે જ આદર્શ અને સત્ય છે. નિયમિતતાથી સ્વસ્થતા વધે. આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી રાખીએ. માત્ર ભૂતકાળમાં ડુબેલા ન રહીએ. વર્તમાનમાં જીવવાનો પુરષાર્થ કરીએ. સુખ-દુઃખ એ જીવનની ઘટમાળ છે. દુઃખોને સહીને હસી કાઢતા શીખીએ. દુઃખોને હસવાથી દુઃખોનો ભાગાકાર થાય છે. ધ્યાન, પ્રાણાયામ, મોર્નિંગ વૉક કે ઈવનિંગ વૉક માટે થોડો સમય કાઢીએ. સત્ સાહિત્યનો સ્વાધ્યાય, દેવદર્શન અને સત્સંગ આપણી જીવનસંધ્યાએ અરુણોદયની અનુભૂતિ કરાવશે. જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૨૩ છેલ્લે તો આપણે બે જ હોઈશું ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર દાદાગીરી કરવા છેલ્લે તો, આપણે બે જ હોઈશું. જે કહવું હોય તે કહી લે, જે કરવું હોય તે કરી લે એકબીજાના ચોકઠા (ડેન્ચર) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... આંખો જ્યારે ઝાંખી થશે યાદશક્તિ પણ પાંખી થશે ત્યારે એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... ઘુંટણ જ્યારે દુઃખશે કેડ પણ વળવાનું મુકશે, ત્યારે એકબીજાના પગના નખ કાપવા; છેલ્લે તો આપણે બે જ હોઈશું... મારા રીપોર્ટ તદ્દન નોર્મલ છે ‘આઈ એમ ઓલ રાઈટ’ એમ કહીને એકબીજાને છેતરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... સાથ જયારે છૂટી જશે વિદાયની ઘડી આવશે ત્યારે એકબીજાને માફ કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... એકબીજાના પર્સ, પાકીટ, ચશ્મા, દવા, મોબાઈલ શોધવા મીસકોલ દેવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૨૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ હાથની પકડ છૂટશે કાચનો ગ્લાસ પડીને ફૂટશે ત્યારે કાળજી લઈને કાચ વીણવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... કાન સાંભળતા અટકી જશે મોઢામાંથી શબ્દો છટકી જશે ત્યારે વાતને ધીરજથી સમજાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... શરીર પડખા ઘસશે આંખોમાં ઉજાગરા વધશે ત્યારે એકબીજાને માથે હાથ ફેરવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... ડાયાબિટીસ, બી.પી. આવી પડશે સત્તર ગોળીઓ ખાવી પડશે ત્યારે એકબીજાને યાદ દેવડાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... હું કહીશ કે હું પહેલો જઈશ તું કહીશ કે તું પહેલી જઈશ ત્યારે એકબીજાના ભવિષ્ય ભાખવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... મનમાં ગમગીની થાશે આંખો જ્યારે ભીની થાશે ત્યારે એકબીજાને આંસુ લુછવા કે હૂંફ દેવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... સંતાનોને પાંખો ફૂટશે, માળામાં સૂનકાર છવાશે એકલવાયા જીવનમાં હરિનામ સ્મરણ કરવાને જીવનસંધ્યાએ અદયના દર્શન કરવા (ને) છેલ્લે તો આપણે બે જ હોઈશું... સાથ જ્યારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે ત્યારે એકબીજાને માફ કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. (ઇન્ટરનેટમાંથી સારવીને) જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૨૫ સૂર્યોદય કે સૂર્યાસ્ત એ શબ્દ આપણે વ્યવહારમાં વાપરીએ છીએ. હકીકતમાં સૂર્ય માટે અસ્ત કે ઉદય જેવું કશું જ નથી. ઉદિત થવું અને અસ્ત થવું એ આપણી નજરનો ખેલ છે. પૂર્વમાં સૂર્યોદય અને પશ્ચિમમાં અસ્તાચળ એ પ્રકૃતિના આવાગમનનો નિરંતર ચાલતો ખેલ છે. સૂર્ય તો સતત છે. અમેરિકામાં આપણે આપણાં સ્વજનને સાંજે ફોનમાં વાત કરતાં કહીએ કે, “સૂર્યાસ્ત થઈ રહ્યો છે. સંધ્યા ખીલી છે. પશ્ચિમમાં આકાશનું સૌંદર્ય અદ્ભુત છે” ત્યારે તે સ્વજન કહેશે કે, “હલ્લો, અહીં સૂર્યોદય થઈ રહ્યો છે. ઉષાની લાલીમાનું સૌંદર્ય માણવા જેવું છે.” એક કહેશે કે, “સૂર્યોદય”, બીજી વ્યક્તિ કહેશે કે “ના સૂર્યાસ્ત” આ વિવાદમાં આપણે ભાણદેવ સૂરજને પૂછીશું કે, “તમે ઊગ્યા કે આથમ્યા ?” તો એ કહેશે કે “હું તો ઊગતો નથી ને નથી આથમતો. મારામાંથી તો માત્ર પ્રકાશ રેલાયા કરે છે.” જન્મ અને મૃત્યુનું કાંઈક આવું જ છે. જન્મ અને મૃત્યુ તો શરીર સાથે જોડાયેલું છે. આત્મા તો નિત્ય છે, તેને જન્મ-મૃત્યુ નથી. સૂર્ય તો કદાચ બે-પાંચ કરોડ વર્ષે પણ બ્રહ્માંડમાં વિલીન થઈ જાય એ વ્યવહારિક રીતે નિત્ય છે, પરંતુ આત્મા તો નિશ્ચયે નિત્ય છે, અજર છે, અમર છે. જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૨૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુણવંત બરવાળિયાનો પરિચય અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેક્ટિસ ક્ય પછી હાલ ટેક્ષટાઈલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. - ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર સાઈઠ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ, ઘાટકોપરના મુખપત્ર ‘કાઠિયાવાડ જૈન’, જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ, મુંબઈના મુખપત્ર જાગૃતિ સંદેશ', ફોરમ ઑફ જૈન ઇન્ટર એમ્યુઅલ, ‘ઓનલાઈટનમેન્ટ, ભારત જૈન મહામંડળના મુખપત્ર “જૈનજગત’ (ગુજરાતી વિભાગ), મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈ-અમદાવાદના મુખપત્ર ‘વિશ્વવાત્સલ્ય’માં માનદ્ મંત્રી, “જૈન પ્રકાશ'ના સહતંત્રી તરીકે સેવા આપેલ છે. | મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને યોજાય છે. વિદેશમાં સિંગાપોર, અમેરિકા વગેરેમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિષયક તેમનાં સફળ પ્રવચનો યોજાયેલાં છે. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાયા છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ સાથે સંકળાયેલા છે. જૈન સંઘ - પારસધામ, ઘાટકોપર, અમ સ્પિરિટ્યુઅલ સેંટર તથા પ્રાણગુરુ સેંટરના ટ્રસ્ટી છે. ચેમ્બર જૈન સંઘ તથા સંતાબાલ એવોર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશન સંચાલિત સ્પંદન હોલિસ્ટીક ઇન્સ્ટિટયૂટના ટ્રસ્ટી છે. અખિલ ભારતીય સ્થા. જૈન કૉન્ફરન્સના મંત્રી છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડૉક્ટરેટ Ph.D. પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયાના નામે તેમનાં ધર્મ, અધ્યાત્મ વિગેરે વિવિધ વિષયો પર લખાણો વર્તમાનપત્રો અને સામયિકોમાં પ્રગટ થાય છે. ‘મુંબઈ સમાચાર'માં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૩ના મુંબઈ જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ”નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. | ‘જૈનવિશ્વકોશ’’ અને ‘જૈન અગમ મિશન’’ સાથે સંકળાયેલા છે. ગુણવંત બરવાળિયા ‘ગુંજન’નાં પુસ્તકો | સર્જન તથા સંપાદન * હદયસંદેશ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) * પ્રીત-ગુંજન : (150 વર્ષનાં * વીતરાગ વૈભવ પ્રણય કાવ્યોનો પ્રતિનિધિ સંગ્રહ) * આગમ દર્શન (જિનાગમ પરિચય * કલાપીદર્શન (કવિ કલાપી જન્મ શતાબ્દી | પુસ્તક) પ્રકાશન ડૉ. ધનવંત શાહે સાથે) * જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * વિશ્વવાત્સલ્યનો સંક૯પ * સમરસેન વયરસેન ક્યા * વાત્સલ્યનું અમીઝરણું * સંકલ્પ સિદ્ધિના સોપાન (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * Glimpsis of world Religion * સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય બાર * Introduction to Jainisim ધર્મોનો પરિચય) * Commentray on non-violence * આણગારનાં અજવાળાં * Kamdhenu (wish cow) (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) * Glorry of detechment * ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) * કામધેનુ (હિન્દી) * તપાધિરાજ વર્ષીતપ (જેનદર્શનમાં તપ) * ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના * દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા * જ્ઞાનધારા ( ભાગ 1 થી 13) લેખોનો સંચય) (જ્ઞાનસત્રમાં રજૂ થયેલા વિવિધ લેખો * ઉત્તમ શ્રાવકો અને શોધપત્રોનો સંગ્રહ) * પર્યાવરણ અને ધર્મ * અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા * ભગવાન મહાવીર અને સંયમજીવન સાથે) જૈન ધર્મના ચોવીશ તીર્થકર * મૃત્યુનું સ્મરણ (મૃત્યુચિંતન) * વિચારમંથન * Aagam An Introduction * અમૃતધારા * Development & Impact of Jainism in India & abroad. * દાર્શનિક દૃષ્ટા * જેન પત્રકારત્વ * જૈનધર્મ (પરિચય પુસ્તિકા) અધ્યાત્મ રામાભા * અહિંસા ભીમાસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) | શ્રી ઉવસગહરં સ્તોત્ર : એક અધ્યયન * ચંદ્રસેન કંથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * શ્રુતજ્ઞાનનાં અજવાળાં * અમરતાના આરાધક * રોલેષી (માલોચના અને ઉપાસના) * અધ્યાત્મનિષ્ટ સંતબાલજી * ભારતીય સંસ્કૃતિમાં દાન ભાવના * આપની સમખ (ડૉ. જયંત મહેતા સાથે * જેનદર્શન અને ગાંધી વિચારધારા * ઉપસર્ગ - પરિપર્ણ કથાઓ * બાગમ અવગાહુન E-mail: gunvant.barvalia@gmail.com . (M) 098202 15542 -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - 127 (જીવનસંધ્યાએ અરુણોદય )