SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ હાથની પકડ છૂટશે કાચનો ગ્લાસ પડીને ફૂટશે ત્યારે કાળજી લઈને કાચ વીણવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... કાન સાંભળતા અટકી જશે મોઢામાંથી શબ્દો છટકી જશે ત્યારે વાતને ધીરજથી સમજાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... શરીર પડખા ઘસશે આંખોમાં ઉજાગરા વધશે ત્યારે એકબીજાને માથે હાથ ફેરવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... ડાયાબિટીસ, બી.પી. આવી પડશે સત્તર ગોળીઓ ખાવી પડશે ત્યારે એકબીજાને યાદ દેવડાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... હું કહીશ કે હું પહેલો જઈશ તું કહીશ કે તું પહેલી જઈશ ત્યારે એકબીજાના ભવિષ્ય ભાખવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... મનમાં ગમગીની થાશે આંખો જ્યારે ભીની થાશે ત્યારે એકબીજાને આંસુ લુછવા કે હૂંફ દેવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... સંતાનોને પાંખો ફૂટશે, માળામાં સૂનકાર છવાશે એકલવાયા જીવનમાં હરિનામ સ્મરણ કરવાને જીવનસંધ્યાએ અદયના દર્શન કરવા (ને) છેલ્લે તો આપણે બે જ હોઈશું... સાથ જ્યારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે ત્યારે એકબીજાને માફ કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. (ઇન્ટરનેટમાંથી સારવીને) જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૨૫ સૂર્યોદય કે સૂર્યાસ્ત એ શબ્દ આપણે વ્યવહારમાં વાપરીએ છીએ. હકીકતમાં સૂર્ય માટે અસ્ત કે ઉદય જેવું કશું જ નથી. ઉદિત થવું અને અસ્ત થવું એ આપણી નજરનો ખેલ છે. પૂર્વમાં સૂર્યોદય અને પશ્ચિમમાં અસ્તાચળ એ પ્રકૃતિના આવાગમનનો નિરંતર ચાલતો ખેલ છે. સૂર્ય તો સતત છે. અમેરિકામાં આપણે આપણાં સ્વજનને સાંજે ફોનમાં વાત કરતાં કહીએ કે, “સૂર્યાસ્ત થઈ રહ્યો છે. સંધ્યા ખીલી છે. પશ્ચિમમાં આકાશનું સૌંદર્ય અદ્ભુત છે” ત્યારે તે સ્વજન કહેશે કે, “હલ્લો, અહીં સૂર્યોદય થઈ રહ્યો છે. ઉષાની લાલીમાનું સૌંદર્ય માણવા જેવું છે.” એક કહેશે કે, “સૂર્યોદય”, બીજી વ્યક્તિ કહેશે કે “ના સૂર્યાસ્ત” આ વિવાદમાં આપણે ભાણદેવ સૂરજને પૂછીશું કે, “તમે ઊગ્યા કે આથમ્યા ?” તો એ કહેશે કે “હું તો ઊગતો નથી ને નથી આથમતો. મારામાંથી તો માત્ર પ્રકાશ રેલાયા કરે છે.” જન્મ અને મૃત્યુનું કાંઈક આવું જ છે. જન્મ અને મૃત્યુ તો શરીર સાથે જોડાયેલું છે. આત્મા તો નિત્ય છે, તેને જન્મ-મૃત્યુ નથી. સૂર્ય તો કદાચ બે-પાંચ કરોડ વર્ષે પણ બ્રહ્માંડમાં વિલીન થઈ જાય એ વ્યવહારિક રીતે નિત્ય છે, પરંતુ આત્મા તો નિશ્ચયે નિત્ય છે, અજર છે, અમર છે. જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૨૬
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy