________________
શરીરરૂપી મશીન ખૂબ વપરાય એટલે કીચૂડ....કીચૂડ કરે. મશીનને ઓઈલિંગ કરવાથી મશીન ઘસાય પણ કીચૂડ અવાજ ન આવે. આપણે અવસ્થાનું ઓઈલિંગ કરવું છે જેથી સંબંધોમાં કચકચ ન થાય. સંબંધોની કચકચ મટાડવા જીભ પર ઘી લગાડવું પડે. કડવી જીભ હોય તો તેના પર ઘી લગાડી મીઠાશ લાવવી પડે. કોઈને પણ ઉતારી પાડતી કોમેન્ટ નહીં. સામેવાળાની ખામી નહીં પણ ખૂબીની વાત કરીશું.
ઘરની વયસ્ક સ્ત્રીએ ઘરના જૂડાની ચાવી યથાયોગ્ય સમયે પુત્રવધૂને સોંપી નિશ્ચિંત થવું અને વડીલે ધંધાની પેઢીની ચાવી યથાયોગ્ય સમયે પુત્રને સોંપી નિશ્ચિંત થવું તે જ આદર્શ અને સત્ય છે.
નિયમિતતાથી સ્વસ્થતા વધે. આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી રાખીએ. માત્ર ભૂતકાળમાં ડુબેલા ન રહીએ. વર્તમાનમાં જીવવાનો પુરષાર્થ કરીએ. સુખ-દુઃખ એ જીવનની ઘટમાળ છે. દુઃખોને સહીને હસી કાઢતા શીખીએ. દુઃખોને હસવાથી દુઃખોનો ભાગાકાર થાય છે.
ધ્યાન, પ્રાણાયામ, મોર્નિંગ વૉક કે ઈવનિંગ વૉક માટે થોડો સમય કાઢીએ. સત્ સાહિત્યનો સ્વાધ્યાય, દેવદર્શન અને સત્સંગ આપણી જીવનસંધ્યાએ અરુણોદયની અનુભૂતિ કરાવશે.
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૧૨૩
છેલ્લે તો આપણે બે જ હોઈશું
ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર દાદાગીરી કરવા છેલ્લે તો, આપણે બે જ હોઈશું. જે કહવું હોય તે કહી લે, જે કરવું હોય તે કરી લે એકબીજાના ચોકઠા (ડેન્ચર) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું... હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ એકબીજાને લાડ લડાવવા
છેલ્લે તો આપણે બે જ હોઈશું...
આંખો જ્યારે ઝાંખી થશે યાદશક્તિ પણ પાંખી થશે
ત્યારે એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું...
ઘુંટણ જ્યારે દુઃખશે કેડ પણ વળવાનું મુકશે, ત્યારે એકબીજાના પગના નખ કાપવા; છેલ્લે તો આપણે બે જ હોઈશું...
મારા રીપોર્ટ તદ્દન નોર્મલ છે ‘આઈ એમ ઓલ રાઈટ’
એમ કહીને એકબીજાને છેતરવા
છેલ્લે તો આપણે બે જ હોઈશું... સાથ જયારે છૂટી જશે વિદાયની ઘડી આવશે ત્યારે એકબીજાને માફ કરવા
છેલ્લે તો આપણે બે જ હોઈશું... એકબીજાના પર્સ, પાકીટ, ચશ્મા, દવા, મોબાઈલ શોધવા મીસકોલ દેવા
છેલ્લે તો આપણે બે જ હોઈશું...
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૧૨૪