________________
આપવા છે. જરાય વિચલિત થયા વિના રાણી કહે છે, આપ અહીં બેસો, જલ ગ્રહણ કરી વિશ્રામ કરો. બા પૂજાખંડમાંથી થોડી વારમાંજ બહાર આવશે.
સંત કહે છે, આપનાં દુઃખ અને વેદનાની ભયંકરતા હું જાણું છું.
દેવ, ગુરુ અને ધર્મના પ્રતાપે હું સંસારની વિચિત્રતાને જાણું છું. વળી કર્મની વિચિત્ર લીલાને પાર આપણે પામી શકતા નથી. આયુષ્યનો કોઈ ભરોસો નથી. એ આયુષ્યકર્મ તો કાચા સુતરના તાંતણા જેવું છે. તે ઓચિંતો ક્યારે તૂટે તે કોઈ જાણી શકતું નથી. તેમનું જીવનજળ ખૂટે તો અમારા પ્રસન્ન દામ્પત્યનો અમૃતકુંભ રિક્ત (ખાલી) બની જાય, પરંતુ રાજકુમારનો પવિત્ર અંશ મારા ઉદરમાં ઉદયમાન થતાં વિકસિત થઈ રહ્યો છે મને શાતા અને શાંતિ આપી રહ્યો છે. મને શ્રદ્ધા છે કે એમનો આત્મા વર્તમાને સંતાપ રહિત પ્રસન્નતાનો અધિકારી છે. રાણીએ દઢતાપૂર્વક પોતાની વાત રજૂ કરી.
એટલામાં દાસી કહે છે કે, રાણીબા પૂજાખંડમાંથી બહાર આવી આપની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
રાણીબાએ સંતના ચરણસ્પર્શ કરી અને અભિવંદના કરી. સંત કહે છે કે રાણીબા, મારા ગુરીજીનો સંદેશ લઈને હું આવ્યો છું. ગુરુજીએ કહ્યું છે કે, “શું કુબુદ્ધિ સૂઝી કે મેં આપના એકના એક લાડીલા કુંવરને ગુરુકુળ બોલાવ્યા. મને કહેતાં દુઃખ થાય છે કે આજે મોડી રાત્રે ગોજારો આશ્રમે કુંવરને ભરખી લીધો.”
રાણી કહે છે, “ઓહો ! આપણા ગુરજી તો સુણાવંત છે, પરંતુ હંમેશાં મિલન આનંદદાયક અને વિરહ દુઃખદાયક હોય છે, પરંતુ જ્યાં મિલન છે ત્યાં વિરહ નિશ્ચિત જ છે, તે નિયતિ છે, સંસારનો ક્રમ છે.”
“ધર્મનો આધાર સ્વભાવ પર છે. જીવનમાં એકતરફ સંયોગ અને
બીજી તરફ સ્વભાવ છે. બન્ને એક સમયે આવે છે ત્યારે દૃષ્ટિ કોના પર પડે છે તેના પર ધર્મનો આધાર છે. સંયોગ પર દૃષ્ટિ છે તો. અધર્મ થાય છે અને સ્વભાવ પર દૃષ્ટિ છે તો ધર્મ થાય છે. અરૂપી. આત્મા સ્વભાવ છે અને બધા જ પરદ્રવ્યો છે.”
- “હે સંત પુરષ! આપ તો જ્ઞાની ગુરજીના શિષ્ય છો, નિમિત્તા અને સંયોગ પર આપણે દૃષ્ટિ શું કામ પાડીએ ?”
“રાજકુમારને ગુરુકુળમાં આવવાનું નિમંત્રણ અને ગુરુકુળનો આશ્રમ એ તો નિમિત્ત માત્ર છે. આ ઘટનામાં નિમિત્ત કે સંયોગને કેમ દોષ દઈએ ? ઘટનાનું કારણ તો કર્મોદય છે. અહીં શરીરનો સ્વભાવ માત્ર વિયોગનું કારણ છે. સંયોગ પર સ્વભાવનો વિજય થતાં જ ધર્મ આત્મસાત થશે. રાણીબાએ હૃદયના ભાવો વ્યક્ત કર્યા.” - સંતે કહ્યું, આપણે રાજાજી પાસે જઈએ. એટલામાં દાસી કહે છે કે સ્વયં રાજજી આપના દર્શને અહીં પધારી રહ્યા છે.
જાણે મંથર ગતિએ ચાલતી ધીરગંભીર પ્રતિભાનું પદાર્પણ થયું. મુગટ અને આભૂષણો ઉતારી રાજાએ સંતના પુનિત ચરણનો સ્પર્શ કરી ભાવપૂર્વક વંદન કર્યા અને કહ્યું કે, આટલી વહેલી સવારે આપના આગમનનું કારણ શું? ગુરુવરનું સ્વાથ્ય તો સારું છે ને ? સૌ ક્ષેમકુશળ છે ને ?
સંતે કહ્યું, “આજે મોડી રાતે આપના રાજકુમારનું આશ્રમમાં અકાળ અવસાન થયું છે, તે સમાચાર માટે ગુરજીએ મને મોકલ્યો છે. આ આકસ્મિક દુઃખદ ઘટનાથી બધા આશ્રમવાસીઓ, ગરકુળના વિદ્યાર્થીઓ શોકમાં ડૂબી ગયા. છે.”
હૈ કલ્યાણ મિત્ર સંત, આપણે તો જ વનની દરેક ક્ષણમાં શોકરહિત જીવવાનું છે, તો જ આપણે અ-શોક બની શકીશું.
વળી રાજકુમાર મૃત્યુ કેમ પામે ? હા એ જરૂર મુક્તિ પંથની - જીવનસંધ્યાએ અરુણોદ્યો
-જીવનસંધ્યાએ અરુણોધ્ય)
-૯૧
-