________________
મોડું થતું હશે... પોઝિટીવ થિકિંગ.
અને કદાચ મોડી આવે... ગરમ ન પણ આવે ને શાંતિથી જમી લઈએ તે સમતા જ આપણને શાંતિ આપી શકે.
પ્રત્યેક વ્યક્તિની આસપાસ “ઓરા” હોય છે એને “પ્રભા” પણ કહીએ છીએ.
કોઈ પણ વ્યક્તિ નેગેટિવ (નકારાત્મક ભાવો) થાય ત્યારે તેની આસપાસ નેગેટિવ લહેર બ્લેક ઓરા રચાય. આ બ્લેક ઓરા (શ્યામ પ્રભા-કૃષ્ણ લેયા) શરીરના ઇન્ટરનલ કોષને પ્રાણશકિત આપવામાં અવરોધરૂપ છે. પ્રાણશકિત ન મળે એટલે કોષ મરવાના શરૂ થાય. આપણા અંદરમાંથી સતત નકારાત્મક વિચારો ફરિયાદ બનીને આવે ત્યારે આવું બને.
સતત ફરિયાદી પરમાત્માની યાદીમાં ન આવે.
જો આપણે જીવનસંધ્યાએ સૂર્યોદય, અષ્ણોદયને માણવો છે તો પરિસ્થિતિનો સામનો કરીએ. ઝીંક ઝીલીએ પણ પરિસ્થિતિમાં માથું ન મારીએ, આમ કરવાની જીવનની પાનખરમાં પણ વસંતનો અનુભવ થશે.
આપણું ધાર્યું ન થાય. આપણી ઇચ્છા પ્રમાણે ન થાય એટલે આપણી ફરિયાદ શરૂ થાય.
બહેનોના ચહેરા વધુ કરમાયેલા હોય કારણકે બહેનોને એક ને એક વ્યક્તિ સાથે વધુ રહેવાનું હોય એટલે પ્રોબ્લેમ થાય... ફરિયાદ થાય... ફરિયાદ એ ઉકેલ નથી.
જ્યાં આપણું ન ચાલે ત્યાં આપણે માથું ન મારવું. આ સમયમાં ઘરમાં સાંભળવાવાળા ઘટ્યા છે. સંભળવાવાળા વધુ પડતા છે.
સંભળાવવાવાળાના ચહેરા પર વધુ કરચલી પડે છે, કારણ કે
કોઈને સાંભળવામાં રસ ન હોવા છતાં બોલવાથી તેની એનર્જી વેસ્ટ થાય. કોઈ ન માને એટલે ગુસ્સો અને અણગમો ઉત્પન્ન થાય તે નેગેટિવ એનર્જીનું સર્જન કરે છે. પચાસ વર્ષ પછી નેગેટિવ એનર્જી પચાવવાની આપણી શકિત હોતી નથી માટે બોલવાનું ઓછું રાખીએ તો શક્તિ જળવાઈ રહે.
ઉંમરને કારણે અવસ્થાની અવ્યવસ્થા થવાની જ. આંખ, કાન, દાંતની તકલીફ ઉપરાંત વાત, પિત્ત, કફના અસંતુલન થવાની પીડા એ સ્વાભાવિક છે. કારણ શરીર પુદ્ગલનો પિંડ છે. પુલનો સ્વભાવ સડન, ગલન, પડન વિગેરે છે. તે આપણે જાણીએ છીએ. દેહનો કાળ કરીને જીર્ણ થવાના સ્વભાવને આપણે સ્વીકારવો જોઈએ.
કોઈ પણ વ્યક્તિ પોતાની ઉંમર કરતાં ૧૦ વર્ષ યુવાન થઈ શકે ને દસ વર્ષ વૃદ્ધ પણ થઈ શકે.
જે શરીરની પીડાને અવગણે તેની તકલીફ અડધી થાય, જે ગણ્યા કરે તેની તકલીફ ડબલ થાય.
દુઃખ બતાવ્યા કરે તેનું ડબલ થાય, દુઃખ ન બતાવે તેનું અડધું થાય. આપણે આપણું દુઃખ પીડા ગાઈએ તો વધુ દુઃખ થાય.
ત્રણ વાર દુઃખ, દુઃખ, દુઃખ બોલવાથી ચહેરા પર કરચલી પડે. ત્રણવાર હું સુખી છું, હું સુખી છું, હું સુખી છું... બોલનારનો ચહેરામાં ચમકાર આવી જશે. આપણે મન, વચન, કાયાનું પ્રોપર ડ્રાઈવિંગ કરી શક્યા નથી. સ્પીડ બ્રેકર, સિનલ વગેરે આપણે જોતા નથી. આપણે જોઈએ છીએ માત્ર સ્પીડો મીટર માટે જ આપણે શોક, અકસ્માતનો ભોગ બનીએ છીએ.
બેસવું, સૂવું, ઉઠવું, મૌન રહેવું કે બોલવું એ બધાનું આપણું આપણે માટે નિરીક્ષણ કરવું જોઈએ. આપણા શબ્દો ભટકાવા ન
-જીવનસંધ્યાએ અરુણોધ્ય
(૧૧૯
જીવનસંધ્યાએ અરુણોધ્યમ
(૧૨૦