________________
જોઈએ.
આપણો નકારાત્મક અભિગમ આપણને અસ્વસ્થ ન કરી દે દીનું જ નિરીક્ષણ કરવાનું છે.
આજે આપણું દુઃખ સાંભળવાવાળા કેટલા ? આપણને આપણું દુઃખ કોઈ પ્રેમથી સાંભળીને સહાનુભૂતિના શબ્દો કે દુઃખમુક્તિના ઉપાયના માત્ર શબ્દો કહે તો પણ આપણું દુઃખ અડધું થાય. જેથી દુઃખ એને જ કહેવું જેનાથી આપણું દુઃખ અડધું થાય, તેને ન કહેવું જેનાથી દુઃખ બમણું થાય.
પરમાત્મા સમક્ષ દુઃખ કહેવાથી તે સાંભળશે, તે રીએક્શન પણ નહીં આપે. તેથી આ કથન પ્રાર્થના બની જશે અને આપણે હળવા થઈશું.
ઘરના સભ્યો વચ્ચે સંઘર્ષ કેમ થાય... છત એક છે, લાગણીની અછત છે. આમ નજીક રહીએ છીએ છતાં દૂર રહીએ. આ અંતર ઘટાડી
શકાય.
આપણને એમ લાગે કે અમને કોઈ પૂછતું નથી. આપણે ભૂતકાળ યાદ કરીએ. પાસ્ટમાં કેટલાય નાના પ્રસંગોમાં પણ આપણે વડીલને પૂછતા. હવે આપણને તો પૂછ્યા વગર ઘણા મોટા નિર્ણયો ઘરમાં લેવાય છે.
આ બાબતનો સમાધાનકારી ઉપાય માત્ર એ છે કે
* માગ્યા વિના સલાહ ન આપ્યા કરવી.
* આપણે આપણાં સંતાનોને કદાચ એવા સંસ્કાર નથી આપ્યા કે તે સતત આપણને પૂછે.
વર્તમાન વિશ્વના વેવ્વઝ એવા છે કે તેરમે વર્ષે તો બાળક પુખ્ત બની જાય.
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
*
૧૨૧
આપણા બાળકો હાઈ-ટેક અને બુદ્ધિશાળી છે. વ્યક્તિ નથી બદલાણી, વિશ્વ બદલાણું છે. આપણે બાળક જેવા નિર્દોષ બની જઈએ. નિર્દોષતાથી સામંજસ્ય રચાશે. નિર્દોષ ચહેરા પર પ્રસન્નતાની લાલી પ્રસરશે.
જે હસતું હોય તે બાળક કહેવાય. તબીયત કે ઉપેક્ષાને કારણે વયસ્ક રડી પડે પણ મોટા ભાગનાં આંસુ બહાર જ ન આવે. જે ઘરમાં વયસ્ક વડીલ રડતો હોય અને યુવાન હસતો હોય તે ઘર આદર્શ નથી, પણ જે ઘરમાં વડીલ હસતા હોય અને યુવાન વિચારતો હોય તે ઘર આદર્શ છે.
વડીલ માટે મૌનનું મહાત્મ્ય ઘણું છે. મૌન રહે તે મનથી યુવાન બને. મૌન સાધનાથી સાધકમાં વચનસિદ્ધિ પ્રગટે છે. અવસ્થાની વ્યવસ્થાને સુધારવાનો શ્રેષ્ઠ ઉપાય મૌન છે. મૌન એટલે માથું ન મારવું. જે બે હોઠને જોડેલા રાખે તે પાંચ-સાતને જોડેલા રાખી શકે. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબની વ્યાખ્યા સમજવા જેવી છે. પાસે રહીને દૂર રહેવાનું નથી, પરંતુ સંજોગ આધિન દૂર રહેવું પડે તો પણ દૂર રહીને પાસે રહેવું એટલે સંયુક્ત કુટુંબ.
હું વડીલ છુ તો પણ મારે બધાને માન આપવું. મારે નાનાઓને પણ માન આપવું. સૌના કામને, નાની સફળતાને પણ એપ્રીસીએટ કરવી. પરિવારની નાની વ્યક્તિની નાની સફળતા વખતે પણ પહેલા તો વાહ! બહુ સરસ બોલવું, પછી જરૂર પડે તો નાની અને અત્યંત ટૂંકી સલાહ આપવી.
મોઢામાં સૌમ્ય અને મધુર વાણીરૂપ દુઝણી ગાય મૂકવાથી માખણ આપણા મુખમાં જરૂર આવશે. જીભ કોમળ, સ્નિગ્ધ અને મધુર બનશે.
જેનો પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય હોય તેને સતત શાતા મળે, પણ એવું ઓછું બને,
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૧૨૨