________________
આરાધનાનો અવસર
મૃત્યુનું સ્મરણ સ્વજનોની જાગૃતિ અંતિમ ક્ષણોને સમાધિમય બનાવે છે
પ્રત્યેક જીવનકુંભ પર એક્ષપાયરી ડેઈટ લખેલી જ હોય છે, પણ એ લિપિ આપણે ઉકેલી શકતા નથી.
પણ જો અંતિમ ક્ષણનો સંકેત મળે તો પણ આપણે એ સંકેતને સમજી અને સમતાપૂર્વક સમાધિમરણ મળે તેને માટેનો પુરુષાર્થ આદરવો રહ્યો.
સતર્ક થઈને આપણે કે આપણાં સ્વજન માટે ધર્મમય સાધના
માટે સમાધિપૂર્વક એ અંતિમ ક્ષણો જાય તેવું જાગૃતિપૂર્વકનું આયોજન કરવાનું આપણું સૌનું કર્તવ્ય છે.
પ્રવચનમાં પં. જિનસુંદરવિજયજીએ આવી એક પ્રેરક ઘટનાનું હદયસ્પર્શી નિરુપણ કર્યું છે.
ધર્મનગરી મુંબઈની આ વાત છે. મુંબઈનું એક પરુ છે, જેમાં એક ધર્મનિષ્ઠ પરિવાર વસે છે. પૈસે-ટકે ઠીક-ઠીક પણ તેની બાબતમાં ઘરની પ્રત્યેક વ્યક્તિને ખૂબ લગાવ. ધર્મના સંસ્કારો ખૂબ સારા.
તે પરિવારમાં ૧૨ વર્ષનો સંયમ પણ છે. ખૂબ નિર્દોષ, ભોળો, ભલો, બધાને પ્રિય થઈ પડે એવી એની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ.
પણ તેની નિર્દોષતા, બાળપણને ગણકાર્યા વિના સંયમ પર કર્મરાજાનો હુમલો થઈ ગયો. દુઃખાવો થયો, ડૉક્ટરને બતાવ્યું. બાયોપ્સી કરાવી. નિદાન થયું કે ‘સંયમને કૅન્સર છે” અને છેલ્લું સ્ટેજ એટલે “કેન્સલ’ સમજવું.
આખો પરિવાર શોકમગ્ન થઈ ગયો. સંયમને પણ તે વાતની ખબર પડી ગઈ, તે પણ બેચેન બની ગયો. દિવસો વિતતા ગયા.
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૧૧૩
વેદના દિવસે દિવસે વધવા લાગી. સંયમની સહનશક્તિ ખૂટી, હેરાન થઈ રહ્યો છે, પણ તેને મા પર ખૂબ રાગ અને ‘મા’ પણ તેને વાત્સલ્ય દ્વારા સમજણ દ્વારા સાંત્વન અપી રહી છે.
એક દિવસ ‘માએ આખા પરિવારને ભેગો કર્યો અને ખૂબ ગંભીરતાર્વક સમજાવ્યું કે “બધા શોક દૂર કરી દો, સંયમનું મોત ભલે આપણે અટકાવી ન શકીએ પણ સુધારી શકવાની તક તો આપણા હાથમાં છે. તેને સમાધિમૃત્યુ મળે, આર્તધ્યાન અટકે એવા પ્રયત્નો બધા સાથે મળીને આજથી જ શરૂ કરીએ. એ જ એની સાચી સેવા છે. એક આત્મા આપણા પરિવારમાં આવ્યો છે તો આપણા બધાની જવાબદારી છે કે એની દુર્ગતિ તો ન જ થવી જોઈએ. માટે જ તેની સમાધિ માટે શું શું કરવું તે વિચારીએ.’
બધાની આંખો ભીની થઈ ગઈ હતી. સંયમ બધાને ખૂબ વ્હાલો હતો અને હવે તેની સાચી સેવાની વાત આવી. અવસર આવ્યો એટલે બધા એક પછી એક બોલવા લાગ્યા કે, ‘સંઘમાં સાધુ કે સાધ્વીજી ભગવંત હોય તો તેમને વિનંતી કરીને ઘેર લાવવા કે જેથી મહાત્માનાં દર્શન-વંદન સંયમને થાય અને મહાત્મા પણ કંઈક સમાધિદાયક સંભળાવે. તરત બીજા સભ્ય બોલ્યા, વારાફરતી આપણે સંયમને નવકારમંત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર તેને જીવનમાં સુકૃતો, જૈનશાસનમાં થતાં સુફ્તો વિગેરે સંભળાવી સમાધિ આપીએ.’
ત્રીજા વળી બોલ્યા કે, “મીનાનો રાગ ખૂબ જ સરસ છે અને તેને સ્તુતિઓ, સ્તવનો, સજ્ઝાયો પણ ઘણી આવડે છે તો તેને સુંદર સ્તુતિઓ વગેરે સંભળાવવી.’
વળી ચોથા સભ્યે ખૂબ અગત્યની અને ગંભીર વાત મૂકી કે, *સંયમે પૂર્વભવમાં કોઈ જીવવિરાધનાઓ, હિંસાદિ કર્યાં છે એના પરિણામે આટલી નાની ઉંમરમાં કૅન્સર આવ્યું છે, તો રોજ ત્રણ ટાઈમ ૩-૩ વાર ઈરિયાવહિયા સૂત્ર અર્થપૂર્વક બોલીને તેની પાસે પૂર્વના જન્મમાં થયેલ જીવસિંહસાઓની વારંવાર અંતરથી માફી મંગાવીને બોલાવવું
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૧૧૪