Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 60
________________ સહિષ્ણુતા જીવનમાં આપણે ત્રણ પ્રકારની સહિષ્ણુતા કેળવવાની છે - કષ્ટ સહિષ્ણુતા વેદના સહિષ્ણુતા અને મરણ સહિષ્ણુતા. સમાધિમરણની પ્રાપ્તિ માટે આ ત્રણ પ્રકારની સહિષ્ણુતા જીવનમાં હોવી જરૂરી છે. હું કષ્ટ સહન કરું અને જે કષ્ટની અનુભૂતિ થાય છે તે બીજાને પણ થતી હોય જેથી મારા દ્વારા અન્યને કષ્ટ ના પહોંચે તેની જાગૃતિ અને મારું કષ્ટ ઓછું કરવા હું પુરુષાર્થ કરું છું તેમ અન્યનું કષ્ટ ઓછું કરવાના પ્રયત્નમાં સમાનાભૂતિનો (અન્યનું દુઃખ કે પીડા જોઈ મને તેવી જ પીડાની અનુભૂતિ થાય તે) ભાવ, આવું જ વેદનાની સહિષ્ણુતામાં છે અને મૃત્યુ સહિષ્ણુતા એટલે મૃત્યુનો સહજભાવે સ્વીકાર અને એ ભાવ જ જીવન સંધ્યાએ અષ્ણોદયનો અનુભવ કરાવે. આઠમું વચન હિન્દુ લગ્નવિધિમાં સપ્તપદીનું મહત્ત્વ છે. વર-વધૂ સપ્તપદીમાં સાત ફેરા ફરી અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે. આ ક્રિયા વખતે વર-વધૂ અગ્નિની સાક્ષીએ એકબીજા સાત વચનથી બંધાય છે. એકબીજાનું ભરણ-પોષણનું વચન, વફાદારીપૂર્વક સહિયારા વિકાસનું વચન, સંપત્તિની જાળવણી અને રક્ષણનું વચન, સુખ-દુઃખની દરેક ક્ષણોમાં એકાબીજાને સાથ આપવાનું વચન, બાળકોને સંભાળવાનું વચન, ઋતુને અનકૂળ થઈ એકબીજાને સહયોગ આપવાનું વચન, મૈત્રીભાવનાનું વચન. આ સાત વચનો ઉભયપણે નિભાવવામાં આવે તો જીવનભર દામ્પત્યવૈભવ પ્રસન્નતાથી છલકાઈ ઉઠે. આઠમું વચન એ હોવું જોઈએ કે જીવનના અંત સમયે અમે બન્ને એકાબીને સાથ આપશું અને જયારે વિદાય થાય ત્યારે સમાધિમરણ મળે તેવું જીવન જીવવાનો સમ્યક પરષાર્થ કરીશું. જો સપ્તપદીની પુર્ણાહૂતિ પ્રસંગનું આ આઠમું વચન સતત સ્મરણમાં રાખી જીવન જીવવામાં આવે તો જીવનસંધ્યા સમયે જીવનના અરણોદયની પ્રસન્ન અનુભૂતિ થયા વિના રહે નહીં. આજીવનસંધ્યાએ અરુણોધ્ય) આ જીવનસંધ્યાએ અરુણોદય

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68