________________
હૃદયના ધબકારા બંધ થવા માંડ્યા. જો પૃથ્વીનું જ નામ નથી સાંભળ્યું તો હિન્દુસ્તાનનું નામ અને તેના ધર્મના નામ ક્યાંથી સાંભળ્યા હોય. એ ધર્મોનાં સંપ્રદાયોનાં નામ એ જાણતો જ ના હોય, અને અમુક ગામનાં મંદિરોની એને શી ખબર હોય ? અને એ મંદિરના પૂજારીને તો એ શે ઓળખે ? જ્યારે એ તો કહે છે કે પૃથ્વીનું નામ જ પહેલી વખત સાંભળ્યું છે.
દ્વારપાળે પુનઃ પ્રશ્ન કર્યો, ‘ક્યાં છે એ પૃથ્વી ?” પૂજારી એ પ્રત્યુત્તરમાં કહ્યું, સૂર્યનો એક પરિવાર છે. તેમાં પૃથ્વી એક ગ્રહ છે.’ પેલો દ્વારપાળ કહે છે, ‘તમને ખબર નથી કે, કેટલા પાર વગરના. સૂર્યો છે ? કઇ નિહારિકા ? તેમાંનો ક્યો સૂરજ ? તમારા સૂર્યનો ક્યો નંબર (Index Number) છે ?”
૯. હું થાકતો પણ નથી
પૂજારી દિમૂઢ થઇ સાંભળતો નિરુત્તર રહ્યો. પેલો દ્વારપાળ કહે, ‘તમારી આકાશગંગા (Galaxy) નો સાંકેતિક નંબર (Code Number) બતાવી શકો તો પણ તમારા સૂરજની શોધખોળ થઇ શકે કે તમે ક્યા સૌર પરિવારમાંથી આવો છો.’ પૂજારી કહે, ‘નંબર ?’ ‘અમે તો એક જ સૂરજને જાણીએ છીએ. દ્વારપાળે કહ્યું, ‘ચાલો, પ્રયત્ન કરવામાં આવશે, શોધતાં શોધતાં કદાચ પત્તો લાગી પણ જાય, પરંતુ આ રીતે શોધ કરવી એ બહુ અઘરી વાત છે. ગભરામણમાં પેલા પૂજારીની ઊંઘ ઊડી જાય છે. જાગૃત થતાં જ તે પસીનાથી તરબોળ થવા લાગે છે કે જે કોસ્મિક વિશ્વ, વિરાટ જગતમાં એ વસે છે ત્યાં પૃથ્વીનું જો કંઇ સ્થાન ઠેકાણું નથી તો, ‘અખિલ બ્રહ્માંડમાં આપણું સ્થાન ક્યાં ?”
ગ્રીક દેશનો સુપ્રસિદ્ધ ચિંતક સોક્રેટીસ હંમેશાં લોકો વચ્ચે કર્યા કરતો. લોકસંપર્ક વિદ્યાના કુલગુરુ સમાન અદ્વિતીય વ્યક્તિ છે. એક દિવસ સોક્રેટીસ શહેરમાં ફરતા ફરતા એક વૃદ્ધ પાસે જઇ ચર્ચા, આદત પ્રમાણે તેણે વાતો શરૂ કરી. વૃદ્ધ ને એના પૂર્વજીવના વિષે પૂછયું. પેલાએ લંબાણથી આખી જીવન કહાણી સંભળાવી. એનાથી સંતુષ્ટ થઇ સોક્રેટીસ કહે, ‘તમારું આજ સુધીનું જીવન તો. બહુ સારી રીતે ગયું કહેવાય, પણ ઘડપણમાં કેવી રીતે જીવો છો, એ જરા કહેશો?’
- તો પેલા વૃદ્ધે કહ્યું, ‘આખી જિંદગી સુધી જે કાંઇ માલ, મિલકત, કીર્તિ-પ્રતિષ્ઠા કમાયો, તે બધું સંતાનોને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું ને છોકરાનાં છોકરાને રમાડું છું. એના કામમાં જરાય આડો આવતો નથી, છોકરો કંઇક ભૂલ કરી બેસે તો પણ કાંઇ બોલતો નથી. પણ જો એ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવનો નિચોડ ઠાલવું છું. પણ એ મારી સલાહ મુજબ ચાલે છે કે નહીં તે જોતો નથી, મારો એવો આગ્રહ પણ નથી હોતો. એ ભૂલ કરે તો ટોકતો પણ
-જીવનસંધ્યાએ અરુણોધ્ય)
- જીવનસંધ્યાએ અરુણોદય )
૩૪