________________
૨૩. નિર્લેપી દશા
હરણી હાંફતી હતી. તેની વેદના જોઈ સાધુની વ્યાકુળતા વધી. આંખને ખૂણેથી ટપકતાં એક અશ્રુબિંદુ સાથે હરણીને ઉપાડી તપોવનના આમકુંજની છાયામાં સુવાડી શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારમાં એ શાંત થઈ. તેને શાતા વળતા સંતની ઉદાસી દૂર થઈ. જાણે ઉપવનની સમગ્ર પ્રકૃતિમાં પ્રસનતાના સ્ફલિંગો ફૂટટ્યા. એક છોડ સૂકાયેલો જોતાં જ સંતની કરુણ દૃષ્ટિમાં ભરતી ચડે તો આ તો નાનેથી ઊછરેલી વર્ષોની નિર્દોષ સાથી હરણી.
શિષ્ય આવી ગુરુજીને પ્રણામ કરી કહ્યું કે, “આજે અમે નિર્લેપી રાજાને ત્યાંથી ભિક્ષા લઈને આવ્યા છીએ.” ગુરુ કહૈ નિર્લેપી રાજા ? હા ગુરુદેવ, એનું સાચું નામ તો અમે નથી જાણતા પણ લોકો એને નિર્લેપી રાજા કહીને માનથી સંબોધે છે. ગમે તેવી પરિસ્થિતિમાં એની નિર્લેપી દશા ટકેલી જોઈ લોકો તેને અભિવંદના કરે છે.
ગુરુ વિચારે છે, રાજા અને નિર્લેપી દશા ? શક્ય નથી લાગતું, કઠીન વાત છે. ગુરજીને જિજ્ઞાસા જાગી. રાજાની નિર્લેપી દશા કેવી હશે. શિષ્યને કહે કે તમે જાઓ અને રાજાને કહો કે અમારા ગુરુદેવની ઇચ્છા છે કે આપનો રાજકુમાર અમારા તપોવનમાં ત્રણ
દિવસ માટે રોકાવા આવે.
શિષ્ય રાજાને ગુરુજીના આમંત્રણની વાત કરી. રાજાએ સંતના આમંત્રણનો સ્વીકાર કરી રાજકુમારને મોકલ્યો.
રાજકુમાર ત્રણ દિવસ ગુરુકુળ તપોવનમાં રહે છે. ચોથે દિવસે વહેલી સવારે ગુરુદેવ એક શિષ્યને એક સંદેશ સાથે નિર્લેપી રાજાના મહેલમાં મોકલે છે.
મહેલમાં પ્રવેશતાં જ દાસી વંદન કરી સંતનું સ્વાગત કરે છે.
સંત કહે છે, મને રાજકુંવરના ખંડ તરફ લઈ જાઓ. મારે રાણીને એક દુઃખદ સમાચાર આપવાના છે કે તેના પતિ કુંવરનું અમારા આશ્રમમાં મૃત્યુ થયું છે.
ઓહો ! બસ, રાજકુંવરનો અમારા સાથેનો ત્રાણાનુબંધ આમ અચાનક પૂરો થયો એમને પરમ શાંતિ મળો. દાસી સ્વસ્થતાપૂર્વક સંતને કહે છે.
અને દાસી સંતને યુવાન રાણીના ખંડ તરફી લઈ જાય છે. સંત દાસીની સ્વસ્થતા અને શબ્દોથી આશ્ચર્ય અનુભવે છે.
સગર્ભા રાણી સંતના ચરણસ્પર્શ કરી અભિવંદના કરવા એક કદમ આગળ ભરે છે. ત્યારે સંત કહે છે, “તમે ઘનરાણી છો, વાંકા ન વળશો. માત્ર ઊભાં રહીને જ વંદનવિધિ કરો.” રાણીએ ભાવપૂર્વક પ્રણામ કરતાં સંતે રણી અને તેની ગર્ભસંપદાને કલ્યાણમય - મંગળમય જીવન માટે આશીર્વચન આપતાં કહ્યું કે વિપદાને સહન કરવાનું પ્રભુ તમને બળ આપે. મારા ગુરુજીએ આપેલ સંદેશ કહેતા મને દુઃખ થાય છે કે આજે મોડી રાત્રિએ આપનું સૌભાગ્ય છીનવાઈ ગયું છે. આપના પતિ રાજકુમાર આમારા તપોવન આશ્રમમાં કાળનો કોળિયો બની ગયા છે. મને રાણીબાના આવાસ તરફ લઈ જાઓ, મારે ગુરઆજ્ઞા પ્રમાણે તેમને સ્વયંને આ દુઃખદ સમાચાર આ જીવનસંધ્યાએ અરુણોદય)
(૯૦),
-જીવનસંધ્યાએ અરુણોધ્ય)
- ૮૯ +