________________
મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
અંતમાં પ્રભો ! શરણભૂત મંગલ સ્વરૂપને ઉત્તમાત્તમ આપ જ છો ! એમ સ્વીકારી મારી નસનસમાં, રોમ-રોમમાં, અણું-અણુંમાં અરિહંત તારા નામનું રટણ હો, ગુંજન હો, શ્વાસોશ્વાસ પણ તારા નામ વિના ન રહે, નિરંતર તારૂં સ્મરણ ને શરણ રહે માટે જ ચત્તારિ મંગલમ્......
છેલ્લે આ શરીરની મમતાનો ત્યાગ કરવા માટે બોલું છું. આહાર શરીરને ઉપધિ, પચ્ચક્કુ પાપ અઢાર મરણ આવે તો વોસિરે, જીવું તો આગાર....
ૐ શાંતિ શાંતિ શાંતિ
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૧૦૧
૨૫ દર્શન સાહિત્યમાં મૃત્યુ ચિંતન
વિશ્વની તમામ દાર્શનિક પરંપરાઓએ મૃત્યુ વિશે ચિંતન અને મનોમંથન કરેલું જ છે.
પાશ્ચાત દર્શનમાં અનેક દેશોની વિચારધારાઓનોસંગમ થયો છે. તેમાં મુખ્ય ગ્રીક, ખ્રિસ્તી તેમ જ આધુનિક વિચારધારાનો સંગમ થયો છે. ગ્રીક દાર્શનિકોએ પ્રાથમિક જડ જગતનું વિવેચન કર્યું પછી અંતર્મુખી દૃષ્ટિ અપનાવી ચેતન આત્માનું વિશ્લેષણ કર્યું. યુરોપની દાર્શનિક પરંપરામાં સૉક્રેટિસ, પ્લેટો અને મધ્યયુગની ચિંતનધારા પર એરિસ્ટેટલનો ઘણો પ્રભાવ પડે છે.
વેદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, ઉપનિષદો, પુરાણો, ગીતા જેવા ગ્રંથો, રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં ઠેરઠે મૃત્યુચિંતનનું નિરૂપણ થયું છે.
ભારતીય દર્શન સાહિત્યનાં કેટલાંક કથાનકોમાં કથા દ્વારા મૃત્યુ ચિતન દર્શાવાયું છે.
રામાયણમાં દશરથ અને રાવણનાં મૃત્યુ સમયના પ્રસંગોમાં, મહાભારતમાં ભીષ્મપિતાની બાણશૈય્યા પર અંતિમ ક્ષણોના પ્રસંગમાં
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૧૦૨