________________
બૌદ્ધદર્શનમાં ત્રિપિટક ગ્રંથ તેની ભાષ્ય અને ટીકાઓના વિપુલ સહિત્યમાં મૃત્યુચિંતન આલેખાયેલું પડ્યું છે.
બદ્ધ પરિવર્તનશીલ દષ્ટ ધર્મો સિવાય કોઈ અદષ્ટ સ્થાયી દ્રવ્ય કે આત્માતત્ત્વોનો સ્વીકાર કરતાં નથી. તેમના મતે આ સંસાર અનિત્ય છે, ક્ષણિક છે જેને આપણે જીવાત્મા કહીએ છીએ. તેને એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણે છે, જાણે દીપકની
જ્યોત, જીવનમાં સંવેદનોને આત્માના ગુણરૂપે સ્વીકાર્યા છે. ચેતનાની ભિન્નભિન્ન અવસ્થાનો સ્વીકાર કર્યો, પરંતુ ચૈતન્યતત્ત્વની નિત્યતાને
સ્વીકારી નહીં. રાગદ્વેષ કે સુખ-દુઃખ જેવાં સંવેદનો જેની સાથે જોડાયેલાં છે તે ભૌતિક લેવર પોતે જ આત્મા છે અને તૃષ્ણાઓના બુઝાઈ જવાથી નિર્વાણ તરફ લઈ જઈ શકાય છે એવો બુદ્ધનો મત હતો. નરાત્મવાદ એ બુદ્ધદર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે જેથી અનાત્મવાદને બુદ્ધદર્શનના મૃત્યુચિંતનમાં કેન્દ્રસ્થાને મૂકી શકાય.
શ્રીમદ ભાગવત, ગીતામાં યોગેશ્વર શ્રીકૃષ્ણ મૃત્યુને સુંદર રીતે સમજાવતાં કહે છે કે, “પ્રબુદ્ધ પ્રજ્ઞજનો કદી મૃત્યુનો શોક કરતાં નથી. એ ચિંતવે છે કે, ભૂત-અતીતમાં નહોતો એમ પણ નથી અને ભવિઅનાગતમાં નહીં હોઉં એમ પણ નથી. એટલે એવો શોક શા માટે કરવો ? દેહ અનિત્ય છે. જે અનિત્ય છે તેની સાથે સંબંધ કેમ બંધાય ? તેના. મોહમાં પણ વ્યાકુળ ન જ થવાય. આત્મા નથી જન્મતો કે નથી મરતો. એ તો શાશ્વત અને પુરાતન છે. આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. વળી એ કોઈને હણતો નથી કે હણાતો નથી. આત્મા જીર્ણ થયેલ દેહરૂપી વસ્ત્રનો ત્યાગ કરી અન્ય નવા દેહને ધારણ કરે છે. આપણે તેને મૃત્યુનું નામ આપીએ છીએ. જે નિત્ય ચિરંતન અને શુદ્ધ બુદ્ધ છે તેનો શોક કરવો વ્યર્થ છે.”
મહાભારતકાળમાં સત્યવાન સાવિત્રીની દિવ્ય કથા દ્વારા મૃત્યુચિંતનનું અદ્ભુત નિરૂપણ થયું છે. યમદેવનાં અનેક પ્રલોભનો -જીવનસંધ્યાએ અરુણોધ્યા
- ૧૦૫ -
છતાં સાવિત્રી તેમાંથી પાર ઊતરી યમદેવને વચન આપવાની સ્થિતિમાં મૂકે છે. એમણે તો માત્ર સત્યવાન પાછો માગ્યો.
પ્રમાદવ, કષાયભાવ કે જીવભાવમાં સત્યવાનરૂપી આત્મા ખોવાઈ ગયો છે. આપણામાં રહેલ પુરુષાર્થરૂપ સાવિત્રી સમ્યમ્ પરાક્રમ દ્વારા આત્મજાગૃતિ સાધી શકે. વિશ્વ પરિવર્તનશીલ છે. સાવિત્રી વિચારશૂન્ય બને છે. તેનું ચિત્ત અદ્વૈત તત્ત્વમાં ચુત થાય છે. એ જ સનાતન નિષ્પન્ન તત્ત્વ અપરિવર્તનશીલ છે. સાવિત્રીની ઉચ્ચ કક્ષાની સાધના દ્વારા તેને મળેલ જાગૃતિ અવિદ્યાના અંધકારમય તમસ પ્રદેશને છેદી જ્ઞાનના પરમ પ્રકાશને પામે છે. મહર્ષિ અરવિંદે સાવિત્રી મહાકાવ્ય દ્વારા મૃત્યુના રહસ્યને ઉદ્ઘાટિત કર્યું છે.
આપણે આપણા આત્માને વિસ્તૃત કરી દીધો છે. ગીતામાં પણ યોગેશ્વર શ્રીકૃષ્ણ આત્મસ્મૃતિ પાછી મેળવવાની વાત વારંવાર કહી છે.
જૈન દાર્શનિકના મૃત્યુ વિશેના વિચારો પારદર્શક છે, કારણકે તેમાં સંપૂર્ણ આત્મચિંતન અભિપ્રેત છે. આત્મસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં જૈન પૂર્વાચાર્યોએ મૃત્યુના ચિંતનનું નિરૂપણ કર્યું છે.
સંલેખના - સંથારો એ જૈન ધર્મમાં વપરાતો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે, અહીં સ્વેચ્છાએ મૃત્યુના ખોળામાં બેસવાની વાત અભિપ્રેત છે. કાયા અને કષાયોને કૃશ કરવા કે પાતળા પાડવા એટલે સંલેખના.
સંલેખના વ્રત અંતિમ સમયે લઈ શકાય. એ વ્રત એક ક્ષણથી. માંડીને બાર વર્ષ સુધીની અવધિનું પણ હોઈ શકે છે અંતે સંથારામાં પરિણમે છે.
સંલેખના એ બાહ્ય અત્યંતર તપ છે. મૃત્યુની પૂર્વતૈયારી માટે લેવાતું વ્રત.
* જ્યારે વૃદ્ધાવસ્થા આવે, શરીર બરાબર ન ચાલતું હોય - રોગોથી ઘેરાઈ ગયું હોય.
-જીવનસંધ્યાએ અરુણોધ્ય
- ૧૦૬ -