________________
૨૪. આલોચના
આલોચના એટલે જોવું - તપાસવું આલોચના એ પ્રાયશ્ચિતની આંતર પ્રક્રિયા છે માનવ પાસે દૃષ્ટિ છે. આત્મામાં જ્ઞાતા દષ્ટા પણાનો ગુણ છે ખુલ્લી આંખે જગતના બાહ્ય પદાર્થોને નિહાળે છે પરંતુ બંધ આંખે પોતે પોતાનેજ નિહાળવું તે જ છે આલોચના.
આલોચના એટલે પાપથી પાછા ફરવું પ્રાયશ્ચિત કરવું પ્રતિક્રમણના પવિત્ર ભાવો આલોચનામાં અભિપ્રેત છે. જીવનમાં કરેલી ભૂલો, થયેલા દોષોનું પ્રાયશ્ચિતની નિર્મળગંગામાં સ્નાન કરી હળવા થવાનો અવસર એટલે આલોચના.
હે પ્રભો ! અનંતકાળથી આ જીવે દેહાધ્યાસે કરીને અને મમત્ત્વના યોગે દેહ-આત્મા ભિન્ન ભાસ્યા નથી. જ્યારે દેહ છોડ્યો ત્યારે તેની મમતા છોડ્યા વિના, વોસિરાવ્યા વિના તેના આશ્રવનો ભાગીદાર બન્યો છું. સૌથી વધુ પ્રીતિ દેહ સાથે રહેલી છે. તેના સંગનો રંગ છોડવા માટે અનંત જ્ઞાનીઓએ વોસિરાવવાનો માર્ગ બતાવ્યો છે. પરંતુ અજ્ઞાનવશ, સ્વાર્થવશ, અણસમજ વશ, તેવી ક્રિયા નથી કરી શક્યો. આજે હે પ્રભો ! હે અરિહંત ભગવાન ! આપનું શાસન અને શરણ મળ્યું છે ને સદ્ગુરૂના
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૯૫
યોગે જે સમજણ મળી છે તેના દ્વારા હું આશ્રવ જે અનાદિનો ચાલ્યો આવે છે. તેનાથી મુક્ત થવા ઇચ્છું છું. પૂર્વે જેટલા જેટલા શરીરો ધારણ કર્યા છે. તેના સંબંધને હું આજે વોસિરાવું છું. એકેન્દ્રિય બે. તેઇ. ચૌ. પંચે. સંજ્ઞી પંચેન્દ્રિય દેવ, નારક ઇત્યાદિ કોઈ પણ જાતિ કે ગતિમાં કોઇપણ રૂપે ઉત્પન્ન થયો છું. જ્યાં જન્મ્યો ત્યાં નવા સંબંધો, નવા દેહો ધારણ કર્યા પણ અંત સમયે તેનો સંગ, મમત્વ છૂટી જાય તેવી કોઇ ક્રિયા મેં કરી નથી. હવે આજે એ સર્વે સંબંધને અને સર્વ દહ સંબંધને વોસિરાવું છું.
આજ સુધી છોડેલા દેહ દ્વારા જે જે ક્રિયાનું આગમન થયું છે. તેને પણ વોસિરાવું છું. કારણ કે જે જે શરીર છોડયું છે તેના પરમાણું જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં નવા આશ્રવો આવ્યા છે. તેથી હે પરમાત્મા ! હું એ સર્વને મન-વચન-કાયાથી અરિહંત, સિદ્ધાદિ પંચ પરમેષ્ઠિ અને ગુરૂ સાક્ષીએ વોસિરાવું છું... (૩)
આ ભવે પણ હું શરીરધારી બન્યો ત્યારથી એટલે કે જનમ્યો ત્યારથી અનેકવિધ ક્રિયાઓ ચાલુ કરી દીધી, સતત આશ્રવ ચાલું છે. શરીર તથા સંબંધો ને ટકાવવા છકાય જીવોની હિંસા કરતો આવ્યો છું. આત્મગુણોની હાની નોતરી છે, સદ્ગુરૂના યોગે આજે હું એ પાપથી મુક્ત થવા માગું છું......
હે પ્રભો ! મારો આત્મા અહિંસક ભાવનો ધારક હોવા છતાં તે ભાવથી ચૂક્યો, શરીર તથા સંબંધોને ટકાવવા માટે સ્થાવર તથા ત્રસજીવોની હિંસા કરી, કરાવી, અનુમોદી, જીવવા ઇચ્છતાં જીવોને હણ્યા, છેદ્યા, ભેવા જીવથી રહિત કર્યા, પ્રભો ! એ પાપને પાપ માની તેને વોસિરાવું છું.
ત્યાર પછી બીજું વ્રત સત્યનું છે. આત્માનો ખરેખર સ્વભાવ
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૯૬