________________
અને માનસિક તૈયારીઓ કરવી પડે છે અને તે માટે યોગ્ય શિક્ષણ પણ મહત્વનું છે. જે વ્યક્તિ બદલાતી અવસ્થા અનુરૂપ તૈયારી કરતો નથી તે આખરે અશાંત અને દુઃખી થાય છે. દરેક તૈયારી હોવી જરૂરી છે.
આવતું નથી. તે માટે માનસિક કેળવણીની અને તૈયારીની જરૂર પડે છે. અને જો તે ન હોય તો સાઠે બુધ્ધિ નાઠી જેવો ઘાટ થાય. કોઇ કાળના વ્હેણમાં ધીરે ધીરે ધડાતો જાય છે તો કોઇ, પરીક્ષાના છેલ્લા મહિનામાં તૈયારી કરનાર વિદ્યાર્થીની જેમ, એકાએક વૃધ્ધપણાની તૈયારી કરી લે છે, પણ દરેક વૃધ્ધ વડીલ તરીકે જીવન જીવવાની. કળા શીખવી જ પડે છે.
મનુષ્યના સ્વભાવમાં મૂળભૂત ચાર વૃત્તિઓ જોવામાં આવે છે. તેના પ્રકાર નીચે મુજબ છે.
૧. ૨.
પાંચ ઇંન્દ્રિઓની આધીનતા (Physical Nature) પરિગ્રહ અને માનની લાલસા (Vital Nature). માનસિક પ્રખરતા (Mental Nature) આધ્યાત્મિક ઝંખના (Spiritual Nature)
જે આ કળા શીખતો નથી તેને પોતાની જીંદગીના છેલ્લાં વર્ષો જીવન વ્હેણમાં ઢસડાતાં ઢસડાતાં કાઢવાં પડે છે. તે જીવન જીવતો નથી પણ જીંદગીમાં ગોથા ખાય છે. જીવનની સંધ્યા જે જીવનનો સૌથી ઉત્તમ કાળ છે, તેનો આનંદ, આહલાદ, ઉષ્મા, અનાસક્ત, સંતોષ, મૃદુતા પરિપકવતા (Richness), સુવાસ, વિવિધતા, સૌમ્યતા, સમતા તે ગુમાવી બેસે છે. તેના જીવનના ફલ સમાન સાર સરખો ઉત્તમ કાળ એળે જાય છે.
આ વૃત્તિઓનું વધુ ઓછે અંશે મિશ્રણ દરેક વ્યક્તિમાં જોવા મળશે. કોઇમાં અમુક વૃત્તિની સૌથી વધુ પ્રબળતા હોય છે. તેમજ અમુક ઉંમરે અમુક વૃત્તિ મુખ્ય હોય ત્યારે બીજી ઉંમરે તેની પ્રબળતા. ઓછી થઇ અન્ય વૃત્તિનું જોર વધુ જોવા મળે છે. સાધારણ રીતે ઉપર વર્ણવેલી ચાર અવસ્થાઓ અથવા આશ્રમો સાથે અનુક્રમે ઉપરની ચાર વૃત્તિઓનો સુમેળ જોવામાં આવે છે. જો આશ્રમ બદલાતા વૃત્તિ બદલાય નહી તો જીવનમાં અવશ્ય વિસંગતિ ઊભી થાય છે. વિસંગતિથી વિકૃતિ થાય છે અને વિકૃતિથી આકુળતા વ્યાકુળતા ઉત્પન્ન થાય છે અને તેનાથી જીવનમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય દુઃખી થાય છે. સમય પસાર થતાં મનુષ્ય વૃધ્ધ થાય છે પણ આપોઆપ વડીલ થતો નથી. શરીરની પરિપકવતા ઉદભવી જોઇએ. ઉમ્મર વધતાં સાથે સાથે ધીર ગંભીરતા, પાકટ બુદ્ધિ (Maturity) અને અનાસકિત આવે તો તે વડીલ નામ પામે. માણસ વૃધ્ધ (Old) ગણાય પણ વડીલ (Elder) ન હોય. વૃધ્ધ થતાં શીખવું પડે છે. સમયના વ્હેણની સાથે સાથે આપોઆપ સ્વયં વડીલપણું
જીવનના વટ વૃક્ષ ઉપર ઉપરોક્ત ફળો ત્યારે જ લાગે છે. જ્યારે તેને યોગ્ય ટ્રીટમેન્ટસ મળી હોય અને લક્ષપૂર્વક અને જાગૃતિપૂર્વક જીવન વિતાવ્યું હોય. તે માટે અનાસક્તપણાનું લક્ષ મુખ્ય છે. વધતી ઉમ્મર સાથે વૃધ્ધિમાન થતું અનાસક્તિપણે અત્યંત આવશ્યક છે અને તો જ જીવનનો આ ઉત્તમકાળ શોભી ઊઠે છે અને ઉપરના ગુણો અને લક્ષણો અત્યંત પ્રકાશમાન થઇ દીપી ઊઠે છે. અનાસક્તિપણું ત્યારે જ પ્રગટે છે જ્યારે તેને નીચેના ત્રણ સાધનો અને આલંબનો પ્રાપ્ત થાય છે.
૧) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઉદાસીનતા.
પાંચ પાપાચાર (હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહ)ની પ્રવૃત્તિઓની ક્ષીણતા. ચાર કષાય (ક્રોધ, માન, માયા અને લોભ)ની પ્રવૃત્તિઓની
-જીવનસંધ્યાએ અરુણોધ્ય)
(૭૭૨
- જીવનસંધ્યાએ અરુણોદય)
(૭૮