________________
કહ્યું કે ભાઇ જેને માથે દીવો બળતો હોય તે કબીર. પેલા ભાઇ તો આખી ગલી ફરી વળ્યા, કોઇ પણ વ્યક્તિના માથે દીવો બળતો તેણે જોયો નહીં. ગલીમાં તેણે કોઇકને પૂછયું કે કબીર ક્યાં મળશે ? સામે સ્મશાન છે. ત્યાં કોઇ પરિચિતની અંતિમક્રિયા થઇ રહી છે ત્યાં કબીર મળશે. પેલો સ્મશાનમાં ગયો. કોઇની ચિત્તા ભડ ભડ બળતી હતી. બળતા શબની સામે ઘણાં ઘણાં ડાધુઓ ચિંતિત અને ઉદાસ મૂદ્રામાં ઉભા હતાં. દરેકને માથે દીવો બળતો હતો.
ધર્મ માર્ગે આવતા મને આત્મજ્ઞાન થાય, હું મારા આત્માને જાણું
ઓળખું. આ જિજ્ઞાસાને પૂર્ણ કરવા માટે પહેલા આપણે જડ પદાર્થો પ્રત્યે અંતરમાં ઉદાસીનતા કેળવવી પડશે. એ ઉદાસીનતા ભૌતિક આકર્ષણોને તોડી નાખશે અને વૃત્તિને આત્મા તરફ વાળશે. અંતરમાં ઉદાસીનતા જાગૃત કરવા માટે સંસાર છોડી સાધુ બનવું જ પડે તે જરૂરી નથી. આપણે ગૃહસ્થાશ્રમની સંઘળી ફરજ બજાવતા બજાવતા પણ વિવેક સહિત જીવીએ તો આંતર વૃત્તિમાં વૈરાગ્ય પ્રગટ થાય છે. આત્મા તરફ જાગૃત થયેલો વિવેક આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે જ, પછી નિરંતર વૈરાગ્યનો દીવો બળતો રહેશે.
મૂંઝાઇને પેલો માણસ ફરીથી સંતની પાસે ગયો અને કહ્યું કે સ્મશાનમાં કબીરને શોધવા ગયો પરંતુ ત્યાં તો દરેકને માથે દીવો બળે છે, આમાં કબીરને કેમ ઓળખવા ?
- સંતે કહ્યું કે એ બધા વૈરાગ્યના દીવા છે. સ્મશાનમાં જનાર બધાને સ્મશાન વૈરાગ્ય આવે એટલે બધાને માથે વૈરાગ્યના દીવા. પ્રગટે. આ વૈરાગ્ય ક્ષણિક છે. સ્મશાનમાંથી બધા બહાર જાય પછી પાંચ મિનિટ તું બધા સાથે ચાલજે તને કબીર મળી જશે.
પેલો પાછો સ્મશાનમાં ગયો. સ્મશાનમાંથી બધાં બહાર નિકળ્યાં. થોડી ક્ષણોમાં બધાનાં દીવા બુઝાઇ ગયાં માત્ર એક જ વ્યક્તિને માથે દીવો બળતો હતો. પેલાએ સાચા વૈરાગી પુરુષ કબીરને ઓળખી લીધા.
હે પ્રભુ!
મારી વિદાય વેળાએ મારાં સ્વજનો, મિત્રો, પરિજનો અને સાથીઓને આર્તધ્યાન ન થાય, મારા સ્વાચ્યું કે મારી અંતિમક્રિયા માટે તેમને દુઃખ કે પીડા વેઠવી ન પડે, સ્થળ, ઋતુ કે વ્યક્તિ તરફનાં કષ્ટો, ભૂખ, તૃષા કે ઉજાગરા કોઈને પણ ન સહેવા પડે તેવી વિદાય વેળા મને આપજે.
આપણી ચોપાસ બનતી દુઃખદ ઘટના કે આઘાતથી ઘણી વાર ક્ષણિક વૈરાગ્ય જન્મે છે. માત્ર સમજણપૂર્વક જ વૈરાગ્ય દૃઢ બને છે.
વૈરાગ્યની સફળતા માટે આપણે રાગભાવના ક્ષેત્રને સિમિત કરવું પડશે. ત્યારે જ આત્મજ્ઞાન જાગશે. સાધક ચિંતન કરે કે આ
-જીવનસંધ્યાએ અરુણોધ્ય)
-૦૩
- જીવનસંધ્યાએ અરુણોદય ,