________________
મારા મરણના અંતિમ સમયે મને ચારેય આહારનો ત્યાગ હજો.
મારા આત્મા પર સતત કર્મનો પ્રવાહ આવ્યા કરે છે મારા મરણના અંતિમ સમયે, કર્મ નિવૃત્તિના પુરુષાર્થે આત્મા પર આવતા કર્મપ્રવાહ આશ્રવનો સર્વથા ત્યાગ હજો.
મારા મરણના અંતિમ સમયે સ્ત્રી, પુરુષ, પુત્ર, પરિવાર સંપત્તિ વિગેરે સાથેના સંબંધ મમત્વ અને સંસાર ભાવનો ત્યાગ હજો.
હું નિરંતર વ્રતી બનું, સાધુ બનું અને મને સમાધિમરણની પ્રાપ્ત થાય તેવા મનોરથ-ભાવના હજો.
શરીર અને આત્માને સંબંધને કારણે મેં સતત આહાર ગ્રહણ કર્યો છે. હું ભયભીત થઇ જીવ્યો છું., મે અનંતીવાર અસંખ્ય પરિગ્રહ કર્યા છે. મેં વાસના મૈથુન સેવન કર્યા છે. મારા અંતિમ સમયે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુન સંજ્ઞાનો સર્વથા ત્યાગ હજો.
મારા અંતિમ સમયે મને દાન શીલ તપ ભાવ અને શુભ લેશ્યાના પરિણામ હજો.
મારામાં સંથારા અને સંલેખનાની ભાવના જાગ્રત થજો. ક્રોધ, માન માયા, લોભ જેવા ક્યાય ભાવોની મારામાંથી નિવૃત્તિ થજો. હું એક અખંડ ધ્રુવ તત્વ છું, નિરંજન, નિરાકાર, સહજાત્મ, નિર્મલ, શાશ્વત આત્મ સ્વરૂપનું મને ચિંતન હજો.
મારા મરણના અંતિમ સમયે મને સંતનું સાન્નિધ્ય અને શાંતિની અનુભૂતિ મળે તેવી ભાવના ભાવું છું.
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૭૧
૨૦. વૈરાગ્યનો દીવો
જ્ઞાનીઓએ વીત્તરાગી અને વીત્તદ્વેષી બનવા કહ્યું છે કોઈના પણ પ્રત્યે દ્વેષભાવ ન કરવાની વાત સરળ છે અને એ વાત ધીરે ધીરે જીવનમાં ઉતારતા દ્વેષભાવ છોડી દેશે પરંતુ વીત્તરાગી બનવાની સાધના ઘણી કઠીન છે સત્તા, સંપત્તિ અને સંબંધો પ્રતિ જલ્દી મોહ-રાગ છૂટતો નથી એ છોડનાર વિરલ પુરુષો વીત્તરાગી બની જાય છે. આ કરવા આપણે જીવનમાં વૈરાગ્ય ભાવનાને દૃઢ કરવી પડશે. સંયોગો કે જીવનમાં બનતી ઘટનામાંથી જન્મતો ક્ષણિક વૈરાગ્ય નહિ, પરંતુ ભીતરમાં છૂપાયેલો વૈરાગ્યજ આત્મોત્થાન કરાવી શકે. જીવનની ક્ષણભંગુરતા સમજાતા અનાસક્ત ભાવ ઉજાગર થાય અને એ ભાવજ જીવન ને વૈરાગ્યના રંગે રંગી દે.
સાધકને સાધનાની ક્ષિતિજનો વિસ્તાર કરવા માટે વૈરાગ્ય ભાવના દૃઢ કરવાની અનિવાર્ય આવશ્યક્તા રહે છે.
એક માણસે એક સંતને પૂછ્યું કે મારે કબીરને મળવું છે. સંતે કહ્યું સામેની ગલીમાં કબીર હશે. આટલી ભીડમાં હું કબીરને કેમ ઓળખું ? પેલી વ્યક્તિએ સંતને પોતાની મૂંઝવણ કહી, સંતે
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
७२