________________
માત્ર શુષ્કજ્ઞાન કે માત્ર જડક્રિયા આપણને નહિ તારે, જ્ઞાનસંહ સમજણ પૂર્વક કરેલી ક્રિયા આપણને તારે, માટે જ જ્ઞાનીઓએ જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કરવા કહ્યું છે. જ્ઞાન એ આંખ છે ક્રિયા એ પાંખ છે.
પંખી આંખો બંધ કરી ઉડશે, તો એ આંધળી દોટ એને ભમાવશે. પંખી માત્ર આંખો ખૂલ્લી રાખી પાંખ ફફડાવ્યા વિના બેસી રહેશે તો એ હતું ત્યારે ત્યાં.
૧૮. મૃત્યુની અનુભૂતિ
જ્ઞાન જરૂરી છે પરંતુ સમજણ પૂર્વકનું જ્ઞાન જેનું ક્રિયામાં પરિણમન થાય તે જ્ઞાન જ આપણને તારી શકે દેહ અને આત્મા અલગ-ભિન્ન છે એવી જેને સમજણપૂર્વકની શ્રધ્ધા છે કાયાનો ઉત્સર્ગ કરી દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરે છે તે પુરુષ મૃત્યુની પણ અનુભૂતિ કરી શકે છે.
અનુભૂતિ જ વ્યક્તિને પૂર્ણતા તરફ લઇ જઈ શકે છે. વિચાર મંથન એ અનુભૂતિની પૂર્વ ભૂમિકા છે. વિચાર મંથન કૃતિ કરવામાં આગળ વધે તો અનુભૂતિ કૃતિમાંથી પૂર્ણ આકૃતિ બનાવી દે. વિચારમાંથી, દોહન પછી જે અનુભવ પ્રગટે તે સાક્ષાત્કાર છે, તે જ અનુભવનું અમૃત છે અને તેજ સત્ય છે.
વિદેશનો એક ઉચ્ચ કક્ષાનો ફીલોસોફર જેણે મૃત્યુ પર સો જેટલા કાવ્યો, પાચ ગ્રંથો અને દસ નાટકો લખ્યા હતાં. અખ્ખલિતા વાણીના પ્રવાહ દ્વારા તે મૃત્યુ વિષયક કલાકો સુધી પ્રવચન આપી શકતો.
કોઇ એક વ્યક્તિ કે જેણે પ્રેમ વિશે પચાસ પ્રવચનો આપ્યા, પ્રેમ વિશે પાંચ ગ્રંથો લખ્યા છે અને પ્રેમ વિશે કાવ્યો લખ્યા પણ તેણે કદી પ્રેમ કર્યો નથી પરંતુ એક વ્યક્તિ કે જેણે આવું કશું કર્યું નથી પણ માત્ર પ્રેમ કર્યો છે, પ્રેયસીના વિરહમાં આંસુ વહાવ્યા છે તેજ પ્રેમ વિષયનો સાચો જ્ઞાની છે તેને અનુભૂતિ દ્વારા પ્રેમનું સાચું સત્ય લાગ્યું છે.
એકસઠ વર્ષના આ તત્વજ્ઞાનીને હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પીટલમાં દાખલ કરાયો. ડોક્ટરો પાસેથી તેણે તેના રોગની ગંભીરતા. જાણી, હસ્તપ્રભ બનેલો તે મૃત્યુના ભયથી ખૂબજ ગભરાઇ ગયો અસ્વસ્થ અને વ્યાકૂળ બની ગયો મરણના ભયે તે દિગમૂઢ બની ગયો અને સતત વિચારતો કે શું હું સાચે જ મરી જઇશ, નહિં બચી શકું ? મારું શું થશે ?
પ્રભુએ કહેલા વચનોના માત્ર શાસ્ત્રો લખી જનારા પંડિતો, એ શાસ્ત્રોપર માત્ર પ્રવચનો કરનારા વક્તાઓ કરતાં એ શાસ્ત્રના એક પાનામાં લખેલ ઉપદેશ જેવું જીવી જનાર સંત મહાન છે. સંત પાસે આચરણની અનુભૂતિનું અમૃત છે. -જીવનસંધ્યાએ અરુણોધ્ય)
- ૬૭ -
તીવ્ર જીજીવિષા અને વ્યાકૂળતાને કારણે શરીર આમળશેટા લઈ તરફડીયા મારતું હતું. એક મિત્ર ખબર પૂછવા આવ્યો. તત્વજ્ઞાનીને આ જીવનસંધ્યાએ અરુણોદય)
(૬૮