________________
તેણે આશ્વાસન આપ્યું સારું થઇ જશે. પણ તેતો વધુ અસ્વસ્થ બન્યો. પોતાના રૂમની સામેની રૂમમાં બરાબર તેના પલંગ સામે એક બાળકીનો પલંગ હતો તે રમતી હતી અને બધાને હસાવતી હતી ફીલોસોફરે જીજ્ઞાસાથી તેના મિત્રને સામેની દર્દી બાળાના રોગ વિશે તપાસ કરવા કહ્યું.
મિત્ર સામેના રૂમમાં જઈ બાળા પાસે બેસે છે, થોડી વાતો કરે છે અને પાછો પોતાના મિત્ર પાસે આવે છે અને મિત્રને કહે છે કે ભાઈ ! એ બાર વર્ષની બાળા બ્લડ કેન્સરથી પીડાય છે પોતાના રોગની ગંભીરતા વિશે તેણે ડોક્ટર પાસેથી બધી વિગતો જાણી લીધી છે તેની પ્રસન્નતા વિશે પૂછતાં તે કહે છે કે ‘જે ભગવાને મને આ પૃથ્વી પર મોકલી હતી તે જ ભગવાન મને તેની પાસે બોલાવી રહેલા છે અને અંકલ, આ પૃથ્વી પર આવેલ વ્યક્તિને એક દિવસ તો ભગવાનના ઘરે નિશ્ચિત રૂપે જવાનું જ છે. જેટલા દિવસ અહીં આપણે રહેવાનું છે તેટલા દિવસ પ્રસન્નતાથી રહી અને જે ભગવાને આપણને અહીં મોકલ્યા છે તેને યાદ કરતાં રહેવાનું છે, તેનું વિસ્મરણ કરવાનું નથી કારણ કે મોકલનાર એજ છે અને બોલાવનાર એજ છે મને શ્રદ્ધા છે, ભગવાનને ઘરે મને અહીં કરતાં ઉત્તમ સ્થાન મળવાનું જ છે તો તેનું મને દુઃખ શું કામ ? આનંદ આનંદ જ હોય ને !' અંતે મિત્રે કહ્યું, -
*ડોક્ટરે મને કહેલું કે બાર વરસની આ બાલિકાની ટુંક
સમયમાં જ આંખ મીચાઈ જવાની છે”. બાલીકાની આંખ બંધ થવાની વાતે ફીલોસોફરની આંખ ખૂલી ગઇ.
મૃત્યુ વિશે કદી કશું ન લખનાર કે બોલનાર બાર વર્ષની બાલિકા મૃત્યુ વિશે અનેક ગ્રંથો લખનાર ફીલોસોફરની ગુરુ બની ગઇ.
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
Se
૧૯. અંતિમ વિદાય પૂર્વેનું ઘોષણાપત્ર
હે પ્રભુ ! મારા પૂર્વના પૂણ્યાદયે અને ગયા જન્મના પુરુષાર્થે મને મનુષ્ય ભવ મળ્યો સુદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મ મળ્યો. સદ્ગુરુના સત્સંગથી જાણવા મળ્યું કે આ મારો મનુષ્યભવ ક્યારે અને કઇ પળે પૂર્ણ થશે તે મને ખબર નથી તેથી મારો આત્મા, વ્રત-પ્રત્યાખ્યાન વગરનો ન રહી જાય દેવ ગુરુ અને ધર્મની શરણાગતિ સ્વીકાર્યા વગર પરલોક પ્રયાણ ન કરું, તે માટે હું સમજણપૂર્વક અંતિમ આરાધનાનું વસિયતનામું કરું છું,
મારા આત્માએ આ શરીરમાં વાસ કર્યો, હવે જ્યારે મારો આત્મા દેહ છોડી રહ્યો છે ત્યારે મારા મરણના અંતિમ સમયે હું મારા દેહ પરના મમત્વને દૂર કરું છું. દેહનો ત્યાગ કરું છું. એટલે કે હું મારા શરીરને વોસિરાવું છું.
મારા મરણના અંતિમ સમયે મને જેમણે આંતરશત્રુઓ કષાયો પર વિજય મેળવ્યો છે તેવા દેવ, તમામ કર્મોથી મૂક્ત બન્યા છે તેવા સિધ્ધ પરમાત્મા અને કેવળજ્ઞાની પરમ પૂજનીય પુરુષો અને પ્રબુધ્ધ કરુણાના કરનારા સંતોનું મંગલમય શરણ હજો, આવા સત્પુરુષોથી પ્રરૂપિત અહિંસા ધર્મનું શરણ હજો.
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
७०