________________
વડીલોના ખબર પૂછે. આજે સંયુક્ત કુટુંબ શક્ય જ નથી. પુત્રોને બીજે સ્થળે જ નોકરી કે વ્યવસાય હોય અગર તો પરદેશમાં સ્થિર હોય તો માતા-પિતાએ ત્યાં જવું જ એવું નથી. તેમણે પોતાનું સ્થાન, સ્થળ વગેરે પસંદ કરવું જ પડે.
ત્યારથી જ વૃદ્ધાવસ્થા માટે આયોજન વિચારવું જોઇએ. સામાન્ય રીતે અભ્યાસ પૂરો કરીને, નોકરી કે વ્યવસાયમાં વ્યક્તિ ઝંપલાવે, પછી લગ્ન કરે, પુત્રી - પુત્રોના શિક્ષણનું આયોજન કરે, તેમને નોકરીમાં કે વ્યવસાયમાં સ્થિર કરે, તેમના લગ્નનું આયોજન કરે આ બધું ૨૫ થી ૫૫-૬૦ વર્ષ સુધીમાં કરી લેવું પડે છે. ત્યારબાદ નોકરી કરતા હોય. તેનો નિવૃત્તિ કાળ શરૂ થાય અને વ્યવસાય કરવા માટે તો સ્વાથ્ય ઉપર આધાર રહે. શરીર સારું રહે ત્યાં સુધી લોકો વ્યવસાય કર્યા જ કરે છે.
૩) માતા-પિતા શાંતિથી, સ્વતંત્ર રીતે રહી શકે તે માટે બે બાબતો જરૂરી છે. (૧) પોતાનું ઘર (૨) નિયમિત આવક. જ્યારે નોકરી કરતા હોઇએ ત્યારે જો બદલી પાત્ર નોકરી હોય તો ક્યા સ્થિર થવું તે વિચારવું પડે. જો સચિવાલયની નોકરી હોય અથવા તો. સ્થિર નોકરી હોય તો પણ ઘર તો લેવું જ પડે. અત્યારના જમાનામાં હવે ભાડે મકાન મળવા દુર્લભ છે અને ભાડે આપે તો પણ ૧૧ માસના કરારથી. તેથી એ લટકતી તલવાર જેવું છે માટે ઘર પોતાનું કરી લેવું પડે..
આજના જમાનામાં ૫૮-૬૦ વર્ષે નિવૃત થઇ જવું અને પુત્રપુત્રવધૂ સાથે રહીને તેમની સેવા લેશું એ વિચાર અધરો બનતો જાય છે. પુત્રો જુદો વ્યવસાય પસંદ કરી, જુદા સ્થળે નોકરી કરે અને ત્યાં તેનું મકાન નાનું હોય તો માતાપિતાનો સમાવેશ મુશ્કેલ બને, આથી દરેકે પોતાની વૃદ્ધાવસ્થા માટે એવી રીતે આયોજન કરવું જોઇએ કે જે પોતે જ સ્વાવલંબી, સ્વાશ્રયી રહી શકે. આ જમાનામાં બે પેઢી વચ્ચે અંતર વધતું જાય છે. કોઇનો દોષ જોયા વિના બંને પેઢીએ સ્વતંત્રપણે પોતાની વ્યવસ્થા વિચારવી પડે. તેને માટે નીચેની બાબતો લક્ષમાં લઇએ.
| નિયમિત આવક ત્રણ રીતે થઇ શકે. (૧) પેન્શનપાત્ર નોકરી લેવી. (૨) દર મહિને નાની બચત કરી ૭ વર્ષના પોસ્ટના સર્ટિફીકેટો લેવા અને દર ૭ વર્ષે ફરીથી રોકાણ કરવું. બમણી. રકમનું, (૩) અન્ય રોકાણ જેમાં નિયમિત આવક-વ્યાજ મળે.
૧) પ્રથમ તો શરીર તંદુરસ્ત રહે તેવું આયોજન જરૂરી છે. આ જમાનામાં માંદગી એ એક લકઝરી છે, જે શ્રીમંતો માટે જ અનામત રાખીએ, તેમને માટે ફાઇવ સ્ટાર હોસ્પિટલો બનતી રહે છે. ભલે ત્યાં રહે આપણે તો તંદુરસ્તીનું જ આયોજન કરવું.
દર મહિને ૩૦૦/- રૂા. નાની બચતના સાત વર્ષે બમણાં થાય તેવા સર્ટીફીકેટોમાં રોકે અને આમ ૨૮ વર્ષ સુધી કર્યા કરે અને દર સાત વર્ષે જે ડબલ રકમ આવે તેનું ફરીથી રોકાણ કરે તો ૨૮ વર્ષ પછી દર મહિને ૬૦૦૦ થી ૭૦૦૦ની માસિક આવક થાય.
૨) ગમે તેટલા સારા સંસ્કાર આપીએ પણ પુત્રો - પુત્રવધૂઓ કાયમ આપણી સેવા કરશે એમ ન માનવું. ખરી રીતે તો એમને સેવામાંથી મુક્ત કરવા જ આયોજન કરવું. તેઓ સ્વતંત્ર રહે, પોતાના બાળકોને ઉછેરે, શિક્ષણ આપે, સંસ્કાર આપે અને અવારનવાર -જીવનસંધ્યાએ અરુણોધ્ય)
(૮૧ +
વ્યાજ દર ધટાડાને લક્ષમાં લઇ આ રકમ માસિક ૬૦૦થી ૯૦૦ સુધી વધારવી જોઇએ અને માસિક રૂપિયા ૧૦૦૦૦/- જેવી નિયમિત આવક આવશ્યક ગણાય. મોટા શહેરમાં રહેતા હોય તો આ રકમ રૂપિયા પંદરથી વીસ હજારની જરૂરી ગણાય. મેટ્રો સિટીમાં આ
- જીવનસંધ્યાએ અરુણોદય )
(૮૨