Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 28
________________ થઇ જવાની છે. કોઇ પણ દુઃખ આ જગતમાં ક્યારેય પણ પરમેનેન્ટ નથી હોતું. દરેક દુખનો એક દિવસ અંત આવી જાય છે.' સમુદ્રમાં ઓટ પછી પાછી ભરતી આવે જ છે. ઘસાઇ ઘસાઇને સાવ ક્ષીણ થઈ ગયેલો ચંદ્ર પંદર દિવસમાં પાછો પૂનમનો ચાંદ બનીને આકાશમાં ચમકે છે. ઘનઘોર રાત પણ વીતી જાય છે અને વહેલી પરોઢે ઉષા પ્રગટે છે અને સહસ્ત્રશ્મિ સૂરજદેવ આખી પૃથ્વીને અજવાળી મૂકે છે. જશો. પ્રભુની ભક્તિ કરતાં કોઇની લાજ જતાં આજ લગી જાણી. નથી. રાજા શ્રીપાલનો કોઢ દૂર થયો છે અને રાણી મચણાની ઉપાધિઓ ટળી છે. સીતા, અંજના, દમયંતી અને દ્રૌપદીઓના દુઃખોનો અંત આવી ગયો છે. અને મીરાંબાઇના પવાલાનું ઝેર અમૃત થઇ ગયું છે. તમારી પાસે શ્રદ્ધા જેવી ચીજ હોય તો પ્રભુના ચરણે મેલી દો અને પછી બધી ફીકર છોડીને મસ્તીથી જીવો. ગુરુજીના વચને યુવાનમાં ઉત્સાહ આવ્યો, આંખોમાં ચમક આવી જીવનમાં એક નવીજ આશાનો સંચાર થયો સંત ચરણે સ્પર્શ કરી યુવાન વિદાય થયો તેની સાથે તેના નવજીવનનો અભ્યદય થયો. - દુઃખ, આપણા પોતાના પૂર્વકૃત કર્મોના ઉદયથી આવે છે. એમાં કોઈને દોષ દેવાની લેશ માત્ર જરૂર નથી. હાયવોય કરવાની પણ જરૂર નથી. અકળાયા વીના આવેલા દુઃખને સમભાવે સહી લેવાની જરૂર છે. કોઇપણ દુઃખ ક્યારેય બેકાર જતું નથી. દરેક દુઃખ આપણને વધુ ને વધુ મજબૂત બનાવતું જાય છે. આપણો વીલ પાવર વધારતું જાય છે. જેમ જેમ તાપ વધતો જાય તેમ તેમ સોનું વધુને વધુ શુદ્ધ બનતું જાય છે. અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરેલા સોનાના જ જગતમાં ભાવ બોલાય છે, લોઢાને કોઇ પૂછતું નથી. સંત સંસારની બળબળતી બપોરને ચંદન જેવી શીતળતા આપે છે. દિનતા વિનાનું જીવન, સમાધિમરણ, અને હે પ્રભુ ! મરણ પછી તારું સાન્નિધ્ય મળે એટલું જરૂર આપજે ! તમારી ડાયરીમાં નોધી લો કે દુઃખ ખરાબ ચીજ નથી. દુઃખ ક્યારેય નકામું જતું નથી. કોઇ દુઃખ ક્યારેય આપણી સહનશક્તિ કરતાં વધારે મોટું હોતું નથી. આપણા ટી શર્ટની જેમ દુઃખ પણ માપસરનું જ આવે છે. તમે એને લુઝર શર્ટ માની બેસવાની ભૂલ ના કરશો. આપધાતનો ક્યારેય વિચાર ન કરશો. આજે નહીં તો કાલે તમારા દુઃખનું પૂર્ણવિરામ આવી જવાનું છે. દુઃખને કાઢવા તમે જ્યાં અને ત્યાં, જે અને તે રસ્તે ફાંફાં મારવાને બદલે કશો વિચાર કર્યા વિના પૂર્ણ શ્રદ્ધાથી ધર્મનો સીધો રસ્તો પકડી લો અને સાચ્ચે સાચ્ચા દિલથી પરમાત્માની ભક્તિમાં લાગી જાવ. તમે ન્યાલ થઇ -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૪૭ - જીવનસંધ્યાએ અરુણોદય ,

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68