________________
તેમને ઊભા કર્યા. શેઠની આંખમાં આનંદનાં આંસુ છલકાઇ આવ્યાં. ગદ્ગદ્ કંઠે બોલ્યા :
હે દેવર્ષિ ! આપ મારા આંગણે પધાર્યા. ધન્ય બની ગયો હું! કલ્પવૃક્ષ મારા બારણે આવ્યું. મને કામધેનું, કામકુંભ મળી ગયો ! પધારો ગુરુદેવ! પધારો ! મારી ગરીબની ઝૂંપડી પાવન
કરો !
નારદજી તો શેઠના વિનય અને ભક્તિથી પાણી પાણી થઈ ગયા. શેઠની દુકાનના પગથિયાં ચડી ઉપર આવ્યા. શેઠે તેમને વિનયથી અને પ્રેમથી ગાલીચા પર બેસાડ્યા અને બે હાથ જોડીને ઉભો રહ્યા.
નારદજીએ કહ્યું : શેઠ ! તમે આ સંસારમાં કેવી રીતે રહી ગયા ? તમારા જેવા ભક્તને તો વૈકુંઠમાં સ્થાન મળવું જોઇએ.
શેઠે કહ્યું : પ્રભો ! મારું એવું ભાગ્ય ક્યાંથી કે મને વૈકુંઠમાં સ્થાન મળે ? હું તો અભાગી છું, પ્રભો !
ના શેઠ ! ના. એમ બની શકે જ નહિ. ભગવાન તમારા જેવા ભક્તને વૈકુંઠમાં સ્થાન નહિ આપે તો કોને આપશે ? હું વૈકુંઠમાં જઈને ભગવાનને કહીશ ! ભગવાન દયાળું છે. તે તુરત જ તમને વૈકુંઠમાં પ્રવેશ આપશે. તો ચાલવું છે ને શેઠ ! વૈકુંઠમાં ?
નારદજીએ જીવણ શેઠ સામે જોયુ. શેઠે નારદજીના ચરણોમાં માથું મૂકીને કહ્યું : ભગવંત ! તમને શું કહું ? મારા તો રોમેરોમમાં રામનો નાદ ગૂંજી રહ્યો છે ! આ સંસારમાં મને જરાય ચેન નથી. મને જો વૈકુંઠ મળી જાય તો અહો પ્રભો ! મારા ભવોભવના ફેરા
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૬૧
મટી જાય ! કૃપા કરો દેવર્ષિ ! વૈકુંઠ વિના મારે કંઇ જ નથી જોઇશું..
શેઠની વાત સાંભળી નારદજી પ્રસન્ન થઈ ગયા.
વૈકુંઠ જઇ નારદજીએ ભગવાનને ઠપકો આપતાં કહ્યું તમને ભક્તોની કંઈ પડી નથી ભગવાન કહે શું વાત છે નારદજી નારદજી કહે પ્રભો જીવણશેઠને વૈકુંઠ બોલાવો પ્રભુએ એક ક્ષણ આંખમીચી પછી કહ્યું દેવર્ષિ એ શેઠ વૈકુંઠ નહિ આવે નારદજી કહે ના ચોક્કસ આવશે પ્રભુ કહે આ મારું વિમાન લઈને શેઠને લઇ આવો.
નારદજી ઉપડયા શેઠ પાસે ને કહ્યું વિમાન લઈને તમને લેવા આવ્યો છું. ચાલો વૈકુંઠ.
જીવણ શેઠે કહ્યું : મહાત્મન્ ! જ્યારે આપ પહેલા પધાર્યા અને મને વૈકુંઠ લઇ જવાની વાત કરી ત્યારે મને ખૂબ જ આનંદ થયો હતો. ઘરે જઈને મેં તુરત જ છોકરાની માને કહ્યું હતું કે હવે હું સંસારમાં નહિ રહું. મારે હવે વૈકુંઠમાં જવું છે. નારદજી મને લેવા આવવાના છે. મારી આ વાત સાંભળી છોકરાની મા રડી પડી. રડતાં રડતાં તેણે કહ્યું ઃ તમારે વૈકુંઠમાં જવું હોય તો ભલે જાવ. પણ જતાં પહેલાં છોકરાના લગન કરાવીને જાવ. તમને વૈકુંઠ જતાં હું રોકતી નથી. હવે તમારી વૃદ્ધાવસ્થા છે, ત્યારે તમને વૈકુંઠ જતાં હું કેવી રીતે રોકું ? પરંતુ છોકરાનાં લગન કરાવીને જાવ. લગનને હવે વાર પણ શી છે ? મહા મહિનામાં તો મુહૂર્ત છે. તો લગન પતાવીને ભલે તમે સુખેથી વૈકુંઠ પધારજો.
નારદજીએ પૂછ્યું : તમે શું કીધું, પછી ?
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૬૨