Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 34
________________ પ્રિયદર્શી સમ્રાટ અશોક સ્તંભ લેખોમાં તો ભયંકર અપરાધી ઓને આ પ્રક્રિયા કરવા દેવા માટેની વ્યવસ્થાના શીલા લેખો જોવા મળે છે. દિલ્હીના જુના કીલ્લામાં અશોક સ્તંભના ચતુર્થ લેખમાં વિવરણ છે કે સમ્રાટ અશોક મૃત્યુદંડ આપેલ કેદીઓને મૃત્યુની તારીખ નિશ્ચિત થયા પછી પણ ત્રણ દિવસની વિશેષ છૂટ આપતો જેમાં તેને વ્રત ઉપવાસની પ્રેરણા, પ્રાયશ્ચિત, ધ્યાન, પરમાત્માના જાપ અને ચિંતન દ્વારા ચિત્તની સ્વસ્થતા અને શાંતિ મળે એવું વાતાવરણ આપવામાં આવતું કે શક્ય તેટલો એ શાંતિભાવે દેહનો ત્યાગ કરે. સમ્રાટ અશોકનો ઉપદેશ એ હતો કે જીવે આ દેહ શોક રહિત (અશોક) છોડવાનો છે અશોકે પોતાના નામને નિજી જીવનમાં ધર્મધ્યાન અને પરોપકાર દ્વારા ચરિતાર્થ કરવાનો પુરૂષાર્થ કર્યો હતો. ૧૭. આ લોકનું મમત્વ છોડ્યા વિના પરલોક સિધ્ધ થતો નથી. સારપનું સરવૈયું અને નિષ્પતિકાર મરણનું ચિંતન આપણને અ-શોક જીવન અને અશોક (શોકરહિત) મૃત્યુ ભણી દોરી જશે. જીવણલાલ શેઠ એક મોટી પેઢીના માલીક અનાજ કઠોળની જથ્થાબંધ વેપાર અનેક ગોડાઉનો અને હવેલીમાં તેમના વૈભવનો વિસ્તાર શેઠ અર્થ પુરષાર્થ સાથે કામભોગમાં પણ વ્યસ્ત. ધર્મ પણ કરે કપાળમાં આઠ દસ ટપકાં કરી શેઠ પેઢી ગાદીએ બેસે ધરાક ના હોય ત્યારે રૂદ્રાક્ષની માળા ફેરવી ભગવાનનું નામ લેતા. એક દિવસ નારદજીનું વિમાન એ શહેર પરથી પસાર થઇ રહ્યું હતું તેમને શહેર જોવાની ઇચ્છા થઇ શહેર જોતાં જોતા જીવણલાલ શેઠ ને પેઢી. પર રૂદ્રાક્ષની માળા લઇ રામનામ જપતા જોયા નારદજી તો શેઠને અહોભાવથી જોતા જ રહી ગયા : અહાહા ! કેવા ભકત જીવ છે ! નારદજીએ શેઠના લલાટમાં ચંદનનાં આઠદસ તિલક જોયાં. હાથમાં રુદ્રાક્ષની માળા જોઇ. અને તેમણે શેઠને ભક્ત માની લીધા. તે તેમની પેઢીએ ગયા. શેઠે નારદજીને જોયા. ખૂબ જ ખુશ થયા. પેઢીમાંથી નીચે ઉતરીને નારદજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. નારદજીએ પોતાના બે હાથથી પકડીને -જીવનસંધ્યાએ અરુણોદય -૬૦ + - જીવનસંધ્યાએ અરુણોધ્ય)

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68