Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 33
________________ કર્યું નથી છતાં મને આટલો સંતાપ કેમ ? ત્યારે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ ! આ ભવના નહિં પણ અનેક જન્મોના સંચિત કર્મો ગમે તે ક્ષણે ઉદયમાં આવે છે. સમતા ભાવે એ કર્મોને વેદશું એટલી નિર્જરા થશે નવા કર્મબંધ પણ નહિં થાય. જૈન દાર્શનિકોએ જીવનની આ ક્ષણો માટે સંલેખના શબ્દનો પ્રયોગ કર્યો છે આ એક શબ્દમાં સત્ અને લેખના એમ બે શબ્દો છૂટા પાડતાં આપણને જણાશે આ શબ્દોનો અર્થ આપણે સારપનું સરવૈયું કહી શકીએ સત્ કર્મોના લેખા જોખાં. સંલેખના એ મૃત્યુ પૂર્વેની તૈયારી કરતું વ્રત છે. જેમાં સાધક શરીર, સંબંધો અને પરિગ્રહ પરની મમતા ધીરે ધીરે છોડે છે. એના સદ્વિચાર અને સત્કાર્યો મૃત્યુને મહોત્સવ બનાવી દે છે. કોઇ એક વ્યક્તિ કે કંપની એક મોટરગાડી ખરીદે. તેને ખબર છે કે આ ગાડી અમુક વર્ષો સુધીજ ચાલશે પછી બગડશે એટલે તેને ગેરેજમાં મોકલી રીપેર કરાવવી પડશે. તેમાં સમય અને પૈસાનો ખર્ચ થશે. અંતે એક દિવસ એવો આવશે કે એ ગાડી સાવ નકામી થશે અને નવી લેવી પડશે. આને માટે પહેલેથી જ દર વર્ષે ઘસારા ફંડ રીપેર ફંડની અનામતની જોગવાઇ કરવામાં આવે છે. જેથી ગાડી નકામી થતાં જોગવાઇ કરેલા ફંડમાંથી નવી ગાડી ખરીદી શકાય બસ ! આ ગાડી જેવું જ સંસારી શરીર અને જીવન છે જો પહેલેથી જ આપણે સત્કર્મોની જોગવાઈ વધારતા રહેશું તો આ અનામતો આપણને શરીરની દુરસ્તી કરાવતી વખતે પીડા અને વેદના સહન કરવાનું બળ આપશે અને છેલ્લે વધેલી અનામતોનો વિપુલ જથ્થો આપણને આવતો સારો ભવ એટલે સદ્ગતિ અપાવશે. જૂની ગાડી છોડી નવી લેતાં આપણને દુઃખ નથી થતું, પરંતુ આનંદ થાય છે. કુકર્મોની સામે નવો દેહ મેળવતા તો કર્મો ભોગવવાનો જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૫૭ સંતાપ રહે જેમ દેવું કરી ગાડી લઈએ તો કરજ ભરવાની ચિંતા રહે. એજ રીતે સત્કર્મોની અનામતની જોગવાઈજ જીવનું કલ્યાણ કરી શકે. સારપના આ સરવૈયા માટે ક્ષણ ક્ષણની આપણે તોજ જાગૃતિ રાખી શકીશું કે આપણને મૃત્યુનું સ્મરણ હશે આપણી પ્રત્યેક શૈય્યાને આપણે મૃત્યુશૈય્યા ગણીને સુવાનું છે. હવે આ દેહ કામ આપે તેમ નથી માટે હે મૃત્યુ દેવતા (યમરાજ) હું પ્રસન્નતાપૂર્વક તને સોંપું છું. પાર્થિવ દેહને ત્યાગવા સાથે ઉજ્જવળ દેહ પામવાની આ પ્રક્રિયાને જ્ઞાનીઓ નિષ્પતિકાર મરણ કહે છે મૃત્યુ માટે કોઇ પ્રતિકાર નહિ, કોઇ શોક નહિ, અહીં મૃત્યુના સ્વાગતની વાત અભિપ્રેત છે. મૃત્યુ પછી શરીર અરથી બની જાય છે. ભારતની આધ્યાતત્મ પરંપરાએ મૃતકના શરીરને માટે અરથી શબ્દ પ્રયોગ કરી એક ગહન ચિંતન પ્રતિ નિર્દેશ કર્યો છે. શરીર એ રથ છે અને એ રથ ચલાવવાવાળો રથી આત્મા છે. આત્મા જ્યારે શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે એકલો બચેલો રથ એટલે શરીર કે જે આત્માવિહીન એટલે રથી વિહીન છે એ કારણેજ આત્માવિનાના નિશ્ચેતન શરીરને અરથી કહેવામાં આવે છે. મૃત્યુ પૂર્વેનું શુભ ચિંતન મોહ-મમત્વનો ત્યાગ અને પ્રાયશ્ચિત જ જીવન શાંતિ આપી ગતિ સુધારવામાં સહાયક બને છે. મૃત્યુ પૂર્વેની તૈયારી માટે સમ્રાટ અશોકે રાજ્ય વ્યવસ્થામાં પણ આ વિચારણાને સ્થાન આપ્યુ હતું. જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૫૮

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68