Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 32
________________ હવે બગીચો ધબકતો થયો !' કરચલીવાળા, પીળા અને સુકાં પાન જીવન સંધ્યાનું, વૃદ્ધાવસ્થાનું અને મૃત્યુનું પ્રતિનિધિત્વ કરે છે. જેની ચેતના જાગૃત છે, તે જીવનની નાની નાની ઘટનામાં મૃત્યુને યાદ કરી પ્રભુનું સ્મરણ કરે છે. આવી ક્ષણે આપણાં હૃદયની ઊર્મિ કહે, ‘ડૂબતો સૂરજ, પીળું પાન, જોતાં લઉં હરિ તારું નામ ! ૧૬. અ-શોક નિપ્રતિકાર વિદાય ભારતીય વિચારકો અને મોટા ભાગની દાર્શનિક પરંપરા આત્માના અમરત્વને સ્વીકારે છે મૃત્યુ એ શરીરનો સ્વભાવ છે. જન્મ અને મરણ એક સિક્કાની બે બાજુ છે. સંસારની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. આપણે જન્મની ઘટનાને હર્ષ કે આનંદ રૂપે વધાવીએ છીએ અને મૃત્યુની ઘટનાને દુઃખ કે શોકનું પ્રતીક ગણી ઊંડા વિશાદમાં સરી જતાં હોઇએ છીએ. આપણાં આ વ્યવહારને જ્ઞાનીઓ અવિદ્યાકે અજ્ઞાન રૂપે જુએ છે. જ્ઞાનીઓએ મૃત્યુના ચાર પ્રકાર બતાવ્યા છે. ૧. શરીર ધૂળ મૃત્યુ. ૨. સંયોગોનું મૃત્યુ. ૩. સંબંધોનું મૃત્યુ. ૪. ભાવનાનું મૃત્યુ. (ભાવમરણ) આપણો આવતો ભવ આનાથી પણ સારો હોવાનો આત્મવિશ્વાસ કે ખાત્રી આપણને હોય તો આ દેહ છોડવાના ખ્યાલ આપણે લર ભયભીત કે દુઃખી ન જ થઇએ એ આપણાં સકર્મો પર નિર્ભર છે. આપણા સકાર્યોનો સરવાળો એટલે જ આપણી સદ્ગતિ. દુઃખો, વેદના કે માંદગી પેલા આપણને વિચાર આવે કે આ ભવમાં તો મે એવા દુષ્કૃત્યો કર્યા નથી. એવા પાપોનું સેવના -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - જીવનસંધ્યાએ અરુણોદય, (૫૬

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68