Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 27
________________ સંતોનાં હૃદય દ્રવે એવા સંત પૂ.ભટ્ઝરજીએ યુવાનને પોતાની પાસે બેસાડ્યો અને હેતાળ અને મધુર વચનથી પૂછયું ભાઇ શું મૂંઝવણ છે ? તેતો કહે. ભાઇ આવા તાજગીસભર પ્રભાતમાં તું થાકેલો કેમ લાગે છે. ૧૩. આ દિવસો પણ ચાલ્યા જશે. મહારાજ સાહેબ, જીવનથી થાકી ગયો છું, હારી ગયો છું. હવે ઇચ્છું છું માત્ર મૃત્યુ ! ભાઇ પૂર્વે કરેલાં અથાગ અને સમ્યક પુરુષાર્થે માંડ માનવ દેહ, ઉત્તમ ધર્મ અને કુળ મળ્યું તેને હાથે કરીને શું કામ ગુમાવવું છે ? તારી સાથે શું ઘટના બની તેતો કહે, યુવાને કથની કહી અને અંતમાં કહ્યું કે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું તો છેલ્લે તમારા દર્શન કરવાનો વિચાર આવ્યો એટલે સ્થાનકમાં અંતિમ વાર આવ્યો છું. ભાઇ આ દિવસો પણ વહી જશે. ગુરુએ ગંભીર થઇને કહ્યું - આત્મહત્યા દ્વારા મૃત્યુનો વિચાર કાયરો કરે તમારે આવો વિચાર કરવાની જરૂર નથી. તમારી ભીતરમાં શક્તિ છે. તેને કામે લગાડો, બધું સારું થઇ જશે કયારેય તમે ભાંગી ના પડશો ભાઇ સાંભળો ! અને ગુરુને મુખેથી એક પ્રેરણાનો સ્તોત્ર વહેવા લાગ્યો. રાયશી પ્રતિક્રમણ (રાત્રિ દરમ્યાન જાણતા અજાણતા થયેલા. પાપોનું પ્રાયશ્ચિત)થી પરવારી સંત મંદ મંદ સ્વરે વીતરાગ વંદના કરી રહ્યાં હતાં થોડીવારમાં ઉષાની લાલીના રંગો આકાશમાં છવાયા પક્ષીઓનો મધુર કલરવ સુપ્રભાતને ચેતનવંતુ બનાવી રહ્યો હતો. ધર્મ સ્થાનકમાં ધીમે પગલે નીચું મસ્તક કરીને ગુરુદેવને પાંત્રીસેક વર્ષના યુવાને વંદના કરી. પ્લાના ચહેરા પર છવાયેલ હતાશા અને વિષાદ જોઇ ગુરદેવે પૂછયું સવાર, સવારમાં આમ થાકેલા કેમ લાગો છો ભાઇ ! યુવાન મૌન રહ્યો. ગુરુદેવ સામે આંખમાં આંખ મળી યુવકની. આંખમાં હજારો વણપૂછાયેલા પ્રશ્નોનું તોફાન હતું. રોકી રાખેલા અશ્રુબિંદુ યુવાનની પાંપણને ભીંજવી ગયાં ‘જ્યારે તમે ચારેકોરના પ્રશ્નોથી ઘેરાઇ ગયા હો, બધી જ પરિતસ્થતિ તમારાથી વિપરીત જઈ રહી હોય, વેપારમાં તમને ક્યાંય ફાવટ ન આવતી હોય, જ્યાં જ્યાં પગ મૂકો ત્યાં બધે જ ઠોકર લાગતી હોય, ઘરમાં પણ તમારું ધાર્યું ન થતું હોય, સ્વજનોએ તમારાથી મોં ફેરવી લીધું હોય, ‘મામકા’ ગણાતા બધા ‘પરાયા” થઇ ગયા હોય, લેણદારો તમારું લોહી પી જતા હોય અને તમે એક મરી જવાની અણી પર આવીને ઊભા રહી ગયા હોય ત્યારે પણ તમારે ભાંગી પડવાની જરૂર નથી, નથી ને, નથી જ. તમે નક્કી સમજી રાખજો કે આ પરિસ્થતિનો પણ એક દિવસ અચૂક અંત આવી જવાનો છે. હાલ જેટલી આફતો ઊતરી છે તે બધી એક દિવસ દૂર સંતોનાં હૃદય કરુણાસભર હોય છે માખણને તો દૂરથી તાપ લાગે તો ઓગળવા માડે પરંતુ બીજાની પીડા-પરિતાપથી કરૂણાવાન -જીવનસંધ્યાએ અરુણોધ્ય) આજીવનસંધ્યાએ અરુણોધ્ય) ૪૬ મક

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68