Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 25
________________ શું છે ? તેનો વિચાર ચિંતન અને ધ્યાન ખૂબ જરૂરી છે. તેના સતત ચિંતનથી જ ખ્યાલમાં આવશે કે હું શરીર નથી અને શરીર મારું પણ નથી. હું તો આ દેહરૂપી ભાડુતી ઘરમાં રહું છું. હતાશ, નિરાશ થઇને રડતાં-રડતાં અનિચ્છાએ જવું પડે છે. જ્ઞાનીનો આત્મા બોલે છે મારો ટાઇમ થઇ ગયો છે હું જાઉં છું. આવા સકામ અને પંડિત મરણે મરનાર જન્મ-મૃત્યુની શૃંખલામાંથી જલદી છૂટે છે. જયારે સંબંધોનાં મોહમાં મૂઢ અને દેહાસક્તને ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ છે. આ દેહ દેવળમાં બિરાજિત દેહ-કર્મ અને રાગાદિ ભાવોને જાણનાર હું જ્ઞાન સ્વરૂપી, ચૈતન્યધન આત્મા છું. શરીરનો મોહ મમત્વ સહિત ભરોસો રાખવા જેવો નથી તે ગમે ત્યારે દગો દઈ દેશે, જે મેં મારું માન્યું છે તે બધું જ અહીં પડી રહેવાનું છે. ‘આત્મજ્ઞાન એ કાળનો કાળ છે એટલે આપણા જેવો જે ‘કાળા’ એટલે ‘મૃત્યુથી ડરે છે તેને તે ડર કાઢવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું બહુ જ જરૂરી છે માટે મૃત્યુનો ભય કાઢી વર્તમાનનો સદઉપયોગ કરી લેવાનો છે. માત્ર શુભાશુભ કર્મો જ સાથે આવશે અને આ ભવપરંપરા પછી મોક્ષમાં જતાં પહેલાં આ શુભાશુભ કર્મોનો પણ નાશ થઇ જવાનો છે. માટે મોક્ષમાં આવે તે જ મારું, આત્માના જ્ઞાનાદિ ગુણો જ મારી સાથે આવશે એટલે એ સિવાય કશુંય મારું નથી. આપણી દરેક ક્ષણ અંતિમ હોય, દરેક શ્વાસ અંતિમ હોય તેમ જાગૃતિપૂર્વક મૃત્યુનું સતત સ્મરણ આપણને સમાધિમરણના રાજમાર્ગ પ્રતિ જરૂર લઇ જશે. દેહ છૂટતો હોય ત્યારે તેનો મોહ કરવા જેવો નથી કારણ કે તે તો માગ્યા વિના પણ દરેક ભવમાં મળવાનો છે. દેહ તો. ઘણીયવાર છૂટ્યો છે અને ઘણીયવાર મળ્યો છે. આવી તૈયારી કે વિચારથી ડરવાનું પણ શા માટે ? આપણે જાણીએ છીએ કે મારે પચીસ-પચાસ કે સો વર્ષ પછી પણ આ શરીર તો છોડવાનું જ છે, રામ કૃષ્ણ કે ભગવાન મહાવીરને અમર શરીર મળ્યું નથી. તો આત્મનિષ્ઠાપૂર્વક દેહ છોડવો અનિવાર્ય છે. આ માટે ‘હું આત્મા છું પરંતુ શરીર નથી તે વાતનું સ્મરણ સાતત્ય જરૂરી છે. કાળ કોળિયો કરે તે પહેલા સંબંધો અને શરીરની મોહાસતક્તમાંથી છૂટવું છે. એ આપણને છોડી દે તે પહેલાં આપણે તેમનો ત્યાગ કરવો છે. આ ભવે આત્મજ્ઞાન કે આત્મદર્શન ન થાય તો હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. આ અભ્યાસથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પાત્રતા તો જરૂર પ્રાપ્ત કરી શકીશું જે પછીના ભવની સાધનામાં સહાયક બનશે. શરીર પંચમહાભૂતનું બનેલું છે તે તેને સુપરત કરવાનું છે એટલે જ મહાપુરુષો અંતિમ સમય દેખાતાં પોતાના શરીરને વોસરાવી દે છે, ત્યાગ કરે છે તેમનામાં એક એવી ખૂમારી હોય છે કે મને કાઢી મૂકે ને હું જાઉં એમ નહીં, ત્યાગ કરીને જાઉં છું એવું ગૌરવથી કહે છે. શરીર તો સૌનું છૂટે છે, પરંતુ શરીરનો ત્યાગ કરી શરીરથી તો જ્ઞાની પોતે જ છૂટે છે. આપણે નહીં, આપણને શરીર કાઢી મૂકે છે ત્યારે હારી આજીવનસંધ્યાએ અરુણોધ્ય) જીવનનો અંત સમાધિપૂર્વક થાય તે માટે જ જીવનકાળમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન સેવા ભકિત કરવાનું કહ્યું છે - જીવનસંધ્યાએ અરુણોદય )

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68