________________
સફેદ ઝભો પરિધાન કરેલા દરેક બાળ-દેવદૂત પાસે સળગતી મીણબત્તી હતી. પણ તેણે જોયું કે એક બાળકની મીણબત્તી સળગ્યા વગરની હતી, પછી તેણે જોયું કે, પ્રકાશહીન મીણબત્તીવાલી બાલિકા તો તેની જ દીકરી હતી. તે એના ભણી દોડડ્યો. સરઘસ થંભી ગયું. તેણે એને હાથોમાં જકડી લીધી, મૃદુતાથી પંપાળી અને પછી પૂછયું:
‘બેટા, તારી એકલીની જ મીણબત્તી કેમ અંધારી છે ?”
‘બાપા, આ લોકો એને ફરી ફરી પેટાવે છે, પણ તમારાં આંસુ હંમેશાં એને ઓલવી નાંખે છે.”
૧૨. મૃત્યુ નિવારી શકાતું નથી, સુધારી શકાય છે
- તે જ ક્ષણે તે ઊંઘમાંથી જાગી ગયો. સંદેશ સ્પષ્ટ હતો. તેનો તેના પર તરત પ્રભાવ પડ્યો. તે ક્ષણ પછી તે એકાંત કેદમાં પુરાઇ ન રહેતાં મોકળાશથી, આનંદથી તેના આગળના મિત્રો ને સંબંધીઓમાં હળવા-ભળવા લાગ્યો. હવે તેની લાડલી દીકરીની મીણબત્તી તેના વ્યર્થ આંસુઓથી બુઝાઇ જતી નહોતી.
મૃત્યુ એ અનિવાર્ય અને સ્વાભાવિક પ્રક્રિયા છે, એ સનાતન નગ્ન સત્યને સ્વીકારવું જ રહ્યું. છતાંય કોઇ સ્વજનના મૃત્યુ પ્રસંગે મન ખળભળી ઊઠે છે, ચિત્ત વિક્ષુબ્ધ બની જાય છે, આમ કેમ ?
મોહ કે આસક્તિને કારણે આમ બનતું હશે ? કે આપણે દેહ કે આત્માની ભિન્નતાને પૂરી સમજ્યા ન હોઇ એ કારણે બનતું હશે?
દિવસ અને રાત્રિ વચ્ચે સૂર્યાસ્ત એ જો માર્ગ છે તો, જીવન અને મુકિત વચ્ચે મૃત્યુ એ માર્ગ છે. સૂર્યાસ્ત વિના જો રાત્રિ નથી, તો મૃત્યુ વિના મુક્તિ નથી. સૂર્યાસ્ત જો સ્વીકાર્ય છે, તો મોત અસ્વીકાર્ય શું કામ ?
- રત્નસુંદરવિજયજી મ.સા.
મોટી ઉંમરે પ્રભુ સ્મરણ કરતાં કરતાં, પૂર્ણ જાગૃતિમાં કોઇ સ્વજનનું દેહાવસાન થયું હોય. મૃત્યુ પૂર્વે થોડા સમય પહેલાં જેમણે ધાર્મિક વચનો સાંભળી શરીર સંબંધો અને મમત્વનો ત્યાગ કર્યો. હોય, તો એ સમાધિભાવે મૃત્યુ પામ્યો ગણાય. પ્રાયેઃ કરીને આવો. આત્મા આ પાર્થિવ દેહ છોડી ઉજ્જવળ ગતિને જ પામ્યો હોય. આવા. મરણ પાછળ શોક ન હોય પરંતુ મૃત્યુ મહોત્સવ જ હોય, છતાંય સ્વજન ગુમાવ્યાને કારણે કે છત્રછાયા જતાં શોક અને વિષાદથી આપણે ઉદાસ થઇ જઇએ છીએ.
આપણે ત્યાં પરંપરાગત રૂઢિ પ્રમાણે સ્વજનના મૃત્યુ પાછળ,
- જીવનસંધ્યાએ અરુણોધ્ય)
આ જીવનસંધ્યાએ અરુણોધ્ય