________________
કેટલીક ક્રિયાઓ, વિધિઓ કરવાની હોય છે જેમાં સ્ત્રીઓએ ઘરના સ્વજનના મૃત્યુ પછીના કેટલાક દિવસો બાદ ‘સાડલો બદલાવવા ની વિધિ કરવાની હોય છે. સ્ત્રીઓ અન્ય સગાને ઘરે જઇ થોડા કલાક કે દિવસ રોકાઇ સાડલો બદલાવવાની વિધિ પૂર્ણ કરે છે.
સાડલો બદલાવવો એટલે શોક દૂર કરવો. સ્વજનના મૃત્યુના દુઃખ વિષાદને વિસારે પાડી, વિષાદરૂપી વસ્ત્રોનું પરિવર્તન કરવું આવા પ્રસંગોએ સ્ત્રીઓ પિયરઘર કે અન્ય સ્વજનના ઘરે એટલા માટે જાય છે કે, આત્મીયતાથી, એકબીજાના સાંત્વનથી આઘાતમાંથી મુક્ત થવાય, હૈયાનો ભાર હળવો થાય ને શોક સંવેદના દૂર થાય.
માન્ય છે. એટલું જ નહીં પણ જોનાર દેખનારને બદલે દેખાતા દશ્યોમાં જ દૃષ્ટિને જોડી છે. એ જ દુઃખનું ભૂલનું મૂળ કારણ છે.
એ જ સંસારનું મૂળ છે, માટે જેને દુઃખથી છૂટવું જ હોય તેને પર ગણાતા દૃશ્ય આંખે જોવામાં આવતી વસ્તુ અને વ્યક્તિને જોવાજાણવા છતાં તે બધાને જોનાર-જાણનાર જ્ઞાન સ્વરૂપી આત્માને જ યાદ કર્યા કરવો. તેનું એક ક્ષણ પણ વિસ્મરણ ન થવા દેવું. આ અભ્યાસથી કષાયની મંદતા થશે અને આર્તધ્યાન-રૌદ્રધ્યાનના હેતુભૂત વિકલ્પો શાંત થઇ જશે અને વૃત્તિ ધર્મ-ધ્યાનમાં રમતી-રમતી ક્રમશઃ આત્મપ્રદેશ ભણી દોડે છે અને આત્મસ્વરૂપમાં જઇ શમે છે, અર્થાત્ એના ઉપશમથી જ આત્મદર્શન સંભવે છે.
આપણી ચિત્તવૃત્તિ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મ પ્રતિ જ વહે તેવો પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાનીઓએ સમય માત્રનો પ્રમાદ કરવાની. ના કહી છે, ચક્રવર્તી રાજાની સમગ્ર સંપત્તિ કરતાં, આત્મસ્વભાવમાં રહેવા રૂપ, સ્વરૂપ રમણતાની એક ક્ષણ વધારે કિંમતી છે.
પરંતુ સાચું પિયર તો સંતો કે સતપુરષોની નિશ્રા છે. આવા પ્રસંગે સે પરિવારજનો, ધર્મસ્થાનકમાં સંતોની નિશ્રામાં થોડો સમય વીતાવે તો જીવન અને મૃત્યુ પર સંતની ચિંતનપ્રસાદી જરૂર મળે. સ્વજનો આઘાતમાંથી બહાર આવે અને શોકસંતપ્ત હૈયાને આશ્વાસન મળે. આવો જ એક પ્રસંગે જયારે સંતના સાંનિધ્યે જવાનું થયું ત્યારે સંતે સદ્ગતના ગુણોની અનુમોદના કરી, તેમના આત્મશ્રેયાર્થે થોડી ક્ષણો ધ્યાન કરાવ્યું અને પછી કહ્યું કે, ‘આ મૂઢ જીવ અનાદિકાળથી અંધ બની. આથડયો છે અને તેથી જ અનંત દુઃખો ભોગવતો આવ્યો છે. જો કે, તે દુઃખથી, જીવ છૂટવા ઇચ્છે છે પણ દુઃખનાં કારણોને છોડતો નથી, છોડવા ઇચ્છતો પણ નથી. તેથી જ પોતાને અનિચ્છાએ દુઃખ ભોગવવું પડે છે.'
આપણે દેહાસક્ત બનીને મોટાભાગનો સમય આ દેહની. સેવા-પૂજામાં જ ગુમાવી રહ્યા છીએ અને ગુમાવી દીધો છે. શરીરનો સ્વભાવ જ એવો છે જેમકે, સવારનું રાંધેલું અનાજ સાંજે બગડી. જાય છે. ગંધાઇ જાય છે, તેવી જ રીતે પુદ્ગલથી બનેલું આ શરીર, અન્નથી પોષણ પામેલું આ શરીર સદાને માટે સુંદર કે સાજું ના રહે. સડન, પડન, ગલન એ પુદ્ગલનો સ્વભાવ છે. તેથી શરીર બીમાર પડે છે કે આત્મા તે વિચારવા યોગ્ય છે.
શરીર અને આત્માની બીમારી અલગ અલગ છે.
હવે જીવનની અંધતા અને અજ્ઞાન શું અને ક્યાં છે ? જે જગતમાં વ્યક્તિ અને વસ્તુ દેખાય છે, તે અને તેનો દેખનાર બને અલગ છે.
સ્વતંત્ર ગુણધર્મવાળા છે. એ વાત ભૂલીને બન્ને એક જ
પહેલાં તો આત્માની ભાન્તિને જ ટાળવી જોઇએ અને તેનો ઇલાજ છે ‘ઔષધ વિચાર ધ્યાન’ હું કોણ છું ? શું છું અને શરીર
આજીવનસંધ્યાએ અરુણોધ્ય)
(૩૯ +
- જીવનસંધ્યાએ અરુણોદય)