________________
વિચારીએ છીએ, કારણ તે તો આ ભવમાં જ વેઠવાની છે.
જીવનના અંતિમ સમયે આત્મસ્વરૂપનું સ્મરણ ન રહે તો મહાપુરુષોનું સ્મરણ - શરણ હિતકારી છે.
કોઈપણ સંયોગ સ્થાયી નથી, આપણે બધી જાતના સંયોગોના વિયોગને મરણ કહેતા નથી. પરંતુ જીવને શરીરમાં સંયોગનો વિયોગ થાય તેને જ મરણ કહીએ છીએ તેને મરણ શા માટે કહેવાયું તે તો જ્ઞાનીઓ જ જાણે ! ભાઇ ! તેને મરણ કહો કે વિયોગ તે તો નિયમાનુસાર અનિવાર્ય છે. અનિવાર્ય એટલા માટે કે મરણ વિના ઉત્પત્તિ નથી.
વિચારો ! આપણે જન્મથી છૂટકારો મેળવવો છે ? જીવનથી છૂટકારો મેળવવો છે ?
જે દિવસે આપણે જન્મથી છૂટકારો મેળવશું એ આપણું અંતિમ મૃત્યુ હશે એટલે મરણથી છૂટકારો મળી જશે. જ્યારે આપણે. મરણથી છૂટકારો મેળવવા ઇચ્છીએ છીએ ત્યારે પુનર્જન્મ મેળવીએ છીએ. આપણે છોડથી બચવાના ઉપાય આદરીએ છીએ, મૂળથી બચવા વિશે વિચારતા નથી.
જો આપણે પૂર્વભવમાં મૃત્યુ ન પામ્યા હોત તો આ ભવમાં જન્મ કેવી રીતે ધારણ કરતા ? પૂર્વભવનું મરણનું કારણ આ ભવ માટે હિતકારી બન્યું. કારણ, આટલું સ્પષ્ટ હોવાથી જ્ઞાનીઓ મૃત્યુથી ડરતાં નથી.
મૃત્યુ તો પીળું પાન માત્ર છે, જન્મ છે મૂળ. મૂળ કાપવાથી. પુનર્જન્મ રૂપી સંસાર વૃક્ષ સૂકાઇ જશે અને જળમૂળથી ઉખડી જશે.
દેહના રોગો તો મૃત્યુ સાથે નાશ પામે છે. પરંતુ આત્મા પર ચીટકેલા ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ વિષયવાસનાના દુઃખો. જીવ અનાદિકાળથી ભોગવતો આવ્યો છે. આત્મશુદ્ધિ દ્વારા તેના ઉપાય કરવાનો છે.
સંતે મંગલપાઠ સાથે પ્રેરક સંબોધન પૂર્ણ કર્યું. એમની વાણીએ જાણે આશાના દિવ્યજળનો છંટકાવ કર્યો. સંતવચનો સંસારની બળબળતી બપોરને ચંદન જેવી શીતળતા આપે છે.
સંત, માનવીની ઉદાસીનતા, શોક અને વિષાદનાં વસ્ત્રો લઈ ધર્મની ધવલ અને પ્રસન્નતાના સ્ફલિંગોવાળી શાલ ઓઢાડી દે છે. જેનાથી જીવનને ઉત્સાહની સંજીવની સાંપડે છે.
જે વ્યક્તિ આ દુનિયા છોડીને ગઈ છે તેનો શોક કરવાનો નથી તેના સ્મરણને આત્માની નિત્યતા સાથે મૂકી તેમનામાં રહેલાં સદ્ગણોનું આપણા જીવનમાં અવતરણ થાય તેવી ભાવના ભાવવાની છે.
વાયુમંડળમાં સંતોના મંગલ ધ્વનિનો પ્રતિછંદ સંભળાઇ રહ્યો
હતો.
આત્મભાવમાં રહી કષાયમુકિતની સાધના કરીશું તો આપણું જીવન અને મૃત્યુ બન્ને સુધરશે.
જન્મની વેદના વિશે આપણે કલ્પના કરતાં નથી કારણ કે તેમાં પરભવ આવતા - ભવની વાત છે માત્ર મૃત્યુની વેદના વિશે
કેવલી પન્નતો, ધમ્મ શરણમ્ પવન્જામિ...!” (અધ્યાત્મયોગીની પૂ.બાપજી સ્વામીના પત્રને આધારે)
આજીવનસંધ્યાએ અરુણોધ્ય)
- ૪૩
- જીવનસંધ્યાએ અરુણોધ્યમ