________________
જેવા વીરોએ પોતાના ન્યાયસંપન્ન વૈભવમાંથી ઉલ્લાસભાવે સુપાત્રા દાન દઇ લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી. શેઠ સુદર્શનના શીલવત અને ગણધર ગૌતમના જ્ઞાનને આપણે સદૈવ વંદન કરીએ છીએ.
સૂનકારમાં કાંઇ અવાજ પેદા ન થયો. એ માથું ઠોકી ઠોકીને થાકી જાય છે. અને ખૂબ દુઃખી થાય છે. કારણ તેણે તો હંમેશાં એમ જ વિચાર્યું હતું કે, હું ભગવાનની દિવસ અને રાત પૂજા કરું છું, એથી હું જઇશ ત્યારે ભગવાન દરવાજા સામે મારા સ્વાગત માટે હાથ ફેલાવી ભેટવા તૈયાર હશે પરંતુ અહીં તો દરવાજો જ બંધ છે.
જયારે આપણા જીવનમાં ત્યાગ, તપ, દાન, શીલ કે જ્ઞાનપ્રાતપ્તનું કોઇ સત્કાર્ય થાય કે સફળતા મળે, તે સમયે સૂક્ષ્મ અહમ આપણામાં પેસી જવાનો ભય હોય છે. તે ક્ષણે આવા મહાન આત્માઓનું પાવન સ્મરણ કરી તેમની જીવનમાં તપ, ત્યાગ, શીલ, બાહ્ય અને અંતર વૈભવની સાથે આપણી સરખામણી કરવી જોઈએ. તેમ કરવાથી લાગશે કે આમાં આપણી શી વિસાત ? આ ચિંતના આપણામાં જાગૃતિ લાવશે તેથી જીવનમાં લઘુતાભાવ પ્રગટ થશે જે અહંકારના આક્રમણ સામે કવચ બની રહેશે.
રાજકીય, સામાજિક કે ધર્મસંસ્થામાં પદ મળે, પૈસા કે પ્રતિષ્ઠા મળે, જીવનમાં અહંકારના પ્રવેશનો ભય લાગે ત્યારે અંતરના પ્રવેશદ્વાર પર, ‘આ વિરાટ વિશ્વમાં આ પદની શી વિસાત ?” નો વિચાર અહમ સામે ચોકીદાર બની માન કષાયથી આપણા આત્માનું રક્ષણ કરશે.
ખૂબ બૂમ-બરાડા પાડ્યા પછી એક નાની બારી ખૂલે છે. અને પ્રકાશનો પૂંજ દેખાય છે. તે જોઇ પૂજારી ગભરાઇ જાય છે. દરવાજાની બાજુમાં સરકી જાય છે કારણ કે બારીમાંથી એક-બે નહીં હજાર હજાર તેજસ્વી આંખો દેખાણી. પૂજારીની આંખો અંજાઇ જાય છે. તેને આંખે અંધારા આવવા લાગ્યા. પૂજારી બૂમ મારીને કહે છે, ‘મહેરબાની કરી અંદર જતા રહો અને ત્યાંથી જ વાત કરો, મારા સામે નહીં જુઓ, એક એક આંખનું તેજ હજાર સૂર્ય સમાન જણાય છે. તે કહે છે, “હે ભગવાન આપનાં દર્શન થઇ ગયા, બહુ કૃપા થઈ. પરંતુ પેલી તેજસ્વી આંખોવાળી વ્યક્તિ કહે છે,’ ‘હું ભગવાન. નથી હું અહીંનો દ્વારપાળ છું અને તમે ક્યાં સંતાયા છો, મને દેખાતા જ નથી ? પેલી હજાર હજાર આંખોવાળી વ્યકિતને પણ તે પૂજારી ક્યાંય નજરે ચડતો નથી એટલો વામન લાગે છે. આ અભુત ઘટનાથી પૂજારીને લઘુતા-દીનતાની અનુભૂતિ થવા માંડી, ‘હું વિચારતો હતો કે ખુદ ભગવાન દરવાજા પર મળશે પરંતુ આ તો ભગવાનનો દ્વારપાળ છે.” થોડી વારમાં સ્વસ્થતા કેળવી પૂજારીએ દ્વારપાળને પૂછ્યું:
વિશ્વચિંતક બર્ન્ડ રસેલે એક લઘુકથા લખી છે. તે રૂપકને થોડી જુદી રીતે આપણા નિજી જીવનના પરિપ્રેક્ષ્યમાં તપાસવા જેવું છે.
પ્રસિદ્ધ અને ભવ્ય મંદિરનો એક પૂજારી નિદ્રાધીન થતાં તેને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે તે સ્વર્ગને દરવાજે પહોંચી ગયો છે પરંતુ દરવાજો એટલો મોટો છે કે તેના છેડાઓની ખબર જ નથી પડતી. તે માથું ઊંચકી જુએ છે, તે આશ્ચર્યથી જોતો જ રહી જાય છે. પરંતુ તેનો કોઇ અંત દેખાતો નથી. એ દરવાજા પર નાના માણસની ટકોરાની શી અસર થાય ? તે અસીમ
‘તમને ખબર નથી કે હું આવવાનો છું ?”
દ્વારપાળે કહ્યું, ‘તમારા જેવું જીવજંતું અનંતકાળમાં અહીં પહેલી જ વાર દેખાયું છે, ક્યાંથી આવો છો ?” પૂજારીએ કહ્યું, ‘પૃથ્વી પરથી આવું છું. દ્વારપાળ કહે, ‘આ નામ ક્યાંય સાંભળ્યું નથી, આ પૃથ્વી ક્યાં છે ?” ત્યારે તેનો શ્વાસ અટકી ગયો,
-જીવનસંધ્યાએ અરુણોદય)
(૩૧
- જીવનસંધ્યાએ અરુણોદય )
( ૩૨