Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 17
________________ ઔષધાદિનું ગ્રહણ થાય તો તેનું સાવદ્યપણું ક્રૂર પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પોષે તેવું હોવું ન જોઇએ, એ લક્ષ રાખવા યોગ્ય છે. સર્વ જીવને હિતકારી એવી જ્ઞાનીપુરુષની વાણીને કંઇ પણ એકાંત દૃષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે.’ અનાદિઅનંત ચૈતન્ય *ન જન્મ્યા, ન મૃત્યુ પામ્યા માત્ર આ પૃથ્વીના ગ્રહની મુલાકાત લીધી ૧૧ ડિસેમ્બર ૧૯૩૧ થી ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ સુધી’. ઓશો (રજનીશજી) ની સમાધિ પર કોતરાયેલા આ શબ્દો આપણામાનું ચૈતન્ય જન્મતું ચે નથી અને નથી મૃત્યુ પામતું એ અનાદિ અનંત ચેતનાનો સ્વભાવ છે એ પરમ સત્યનું સતત સ્મરણ કરાવે છે. જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૨૫ ૭. દિવ્ય સુખનો અલૌકિક પ્રદેશ ચુંટાયેલા રાજપ્રમુખ ભવિષ્યની યોજનાના વિચારમાં મગ્ન હતા. આગામી પાંચ વર્ષમાં મળનારા ભવ્યસુખના દીવાસ્વપ્નમાં ડૂબકી લગાવી રહ્યા હતાં. પાંચ વર્ષ પૂરાં સુખ સાધનો કઈ રીતે વધુમાં વધુ ભોગવી શકાય તેના નકશાને માનસ પટ પર અંકિત કરી રહ્યા હતાં. આ નકશાની રેખાઓમાં એક અગમ્ય ભય પણ દેખા દેતો... પાંચ વર્ષ પૂર્ણ થતાં કેટલીવાર ? કાળની ગતિને કોણ આંબી શકે? આ પ્રજાસત્તાક દેશમાં ગણતંત્રની એક વિચિત્ર રાજ્યપદ્ધતિ અમલમાં હતી. દર પાંચ વર્ષે તે પ્રદેશની પ્રજા એક રાજપ્રમુખની ચૂંટણી કરતી. પ્રમુખ ગમે તેવા હોય પરંતુ ચુંટાયેલા એ પ્રમુખનું શાસન એની આજ્ઞા પ્રમાણે જ ચાલતું. પ્રમુખપદની અવધિના પાંચ વર્ષ પૂરાં થયા પછી તેને દરિયાકાંઠે લઈ જઈ એક નૌકામાં બેસાડી દેતા, ત્યાંથી થોડાક માઈલ દૂર એક બીજો બેટ હતો ત્યાં લઇ જતા અને ત્યાં તેમને એકલા છોડી નૌકા પાછી ફરતી. પેલા બેટ પર માનવવસ્તી ન હતી. ઘટાટોપ ગીચ જંગલ અને વિકરાળ વનપશુઓ એ ટાપુમાં વસતા જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૨૬

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68