Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 16
________________ શરીરે રોગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્ચાદિ કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે ત્યાસ કંઇ પણ વિશેષ અનુકંપાદિ દષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેનો ત્યાગ અશક્ય છે એમ સમજાશે. કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે, કેમકે તે રોગાદિના હેતુનો કર્મબંધ પણ તેવા પ્રકારનો હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદ્ગલ વિસ્તારમાં પ્રસરી જઈને અથવા ખસી જઇને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધી કર્મબંધ ન હોય તો તેના પર ઔષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યફ ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી. અમુક કર્મબંધ કેવા પ્રકારનો છે તે તથારૂપ જ્ઞાનદષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાસને નિષેધી ન શકાય. પોતાના દેહના સંબંધમાં કોઈ એક પરમ આત્મદષ્ટિવાળા પુરષ તેમ વર્તે તો, એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તો તે યોગ્ય છે. પણ બીજા સામાન્ય જીવો તેમ વર્તવા જાય તો તે એકાસતિક દૃષ્ટિથી હાનિ કરે, તેમાં પણ પોતાને આશ્રિત રહેલા એવા જીવો પ્રત્યે અથવા બીજી કોઇ જીવ પ્રત્યે રોગાદિ કારણોમાં તેવો ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે તો અનુકંપા માર્ગ છોડી દેવા જેવું થાય. કોઇ જીવ ગમે તેવો પીડાતો હોય તો પણ તેની આસનાવાસના કરવાનું તથા ઔષધાદિ વ્યવહાર છોડી દેવામાં આવે તો તેને આર્તધ્યાનના હેતુ થવા જેવું થાય. ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દૃષ્ટિ કરતાં ઘણા વિરોધ ઉત્પન્ન થાય. તે ઔષધાદિ કંઇ પણ પાપક્રિયાથી થયા હોય, તોપણ તેથી પોતાનો ઔષધાદિપણાનો ગુણ દેખાડ્યા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પોતાનો ગુણ દેખાડ્યા વિના ન રહે, અર્થાત્ જેમ ઔષધાદિનાં પુદ્ગલમાં રોગાદિના પુદગલને પરાભવ કરવાનો ગુણ છે, તેમ તે કરતાં કરવામાં આવેલી પાપક્રિયામાં પણ પાપ પણે પરિણમવાનો ગુણ છે, અને તેથી કર્મબંધ થઇ યથાવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે. તે પાપક્રિયાવાળાં ઔષધાદિ કરવામાં, કરાવવામાં તથા અનુમોદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂર્છા છે, મનનું આકુળ-વ્યાકુળપણું છે, આર્તધ્યાન છે, તથા તે ઔષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પોતપોતાના સ્વભાવે પરિણમીને યથાવસરે ફળ આપે છે. જેમ રોગાદિનાં કારણરૂપ કર્મબંધ પોતાનો જેવો સ્વભાવ છે તેવો દર્શાવે છે, જેમ ઔષધાદિનાં પુદ્ગલ પોતાનો સ્વભાવ દર્શાવે છે, તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા, તેના કર્તાની જ્ઞાનાદિ વૃત્તિ તથા તે ગ્રહણકર્તાનાં જેવા પરિણામ છે, તેનું જેવું જ્ઞાનાદિ છે, વૃત્તિ છે, તેને પોતાનો સ્વભાવ દર્શાવવાને યોગ્ય છે, તથા૫ શુભ શુભ સ્વરૂપે અને અશુભ અશુભ સ્વરૂપે સફળ છે. ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને અપરિગ્રહિત શરીરે રોગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે જ્યાં સુધી આર્તધ્યાન ન ઉપજવા યોગ્ય દષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું, ને તેવું વિશેષ કારણ દેખાય તો નિરવધ ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી, અથવા કંથાસૂત્ર ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી, અને બીજા નિગ્રંથને ગૃહસ્થવ્યવહારમાં પણ પોતાના દેહે રોગાદિ થયે જેટલી મુખ્ય આત્મદષ્ટિ રહે તેટલી રાખવી અને આર્તધ્યાનનું યથાર્દષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય અથવા આર્તધ્યાન ઊપજતું દેખાય તો ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવદ્ય (નિષ્પાપ) ઔષધાદિની વૃત્તિ રાખવી. કવચિત્ પોતાને અર્થે અથવા પોતાને આશ્રિત એવા અથવા અનુકંપાયોગ્ય એવા પરજીવને અર્થે સાવધ -જીવનસંધ્યાએ અષ્ણોધ્ય) - ૨૩ આજીવનસંધ્યાએ અરુણોધ્ય (૨૪ w

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68