________________
તો ઔષધ કે ઉપચારની અસર થાય છે. વળી માંદગી કે રોગની. પીડાને કારણે જે આર્તધ્યાન વગેરે થાય છે તે ધર્મધ્યાનમાં બાધક બની શકે જેથી નિર્દોષ ઔષધ ઉપચાર કરવો ઘટે વળી કર્મબંધની સ્થિતિ માત્ર જ્ઞાનીગમ્ય છે. એટલે મહાજ્ઞાની જ જાણી શકે.
આપણને રોગ, માંદગી કે અકસ્માતની પીડા આવે ત્યારે આપણે તો એમજ ચિંતવવાનું કે હે પ્રભુ ! મને સમતા ભાવે પીડા. સહન કરવાનું બળ આપ, તારું નામ સ્મરણ કરતાં કરતાં મારું મરણ આવે તો એ મરણ પણ મારે માટે મહોત્સવ બની જાય. તારું નામ સ્મરણ, તારા ગુણોનું કીર્તન જ મારું ઔષધ છે અને વળી ગમે તેવા વૈધ શોધું તોપણ તારા જેવો કરુણાળ અને ચતુર વૈધ સુજાણ. મને ક્યાં મળવાનો ? માટે તારું અને માત્ર તારું જ મંગલમય. અનન્ય શરણ સ્વીકારું છું.
૬. ઔષધ-ઉપચાર ચિંતન – મંગલમય અનન્ય
શરણ જ ઉત્તમ ઔષધોપચાર છે.
રોગ કે માંદગી આવે ત્યારે ઔષધ ઉપચાર કરવા કે કેમ ? અને તે કરવામાં વિવેકબુધ્ધિ વાપરવા અંગેની વિચારણા આવશ્યક છે.
ઉંમર અને રોગના સંદર્ભે પરમ આત્મદષ્ટિ અને સંપૂર્ણ આત્મવિશ્વાસવાળો પુરષ એમ વિચારે કે મેં જીવન માણી લીધું મારે હવે કશું બાકી નથી, વળી હવે જે અસાધ્ય રોગ મને લાગુ પડયો છે તે ઉપર કોઇપણ ઔષધ કે ઉપચાર કામ આવે તેમ નથી. તેથી તે ગ્રહણ ન કરવા અને સમતા ભાવે વેદના સહન કરી શેષ આયુષ્ય ધર્મધ્યાનસહ પૂર્ણ કરવું.
પરંતુ આપણાં સ્વજન, માતાપિતા કે આશ્રિત રોગ કે પીડાના. ભોગ બન્યા હોય ત્યારે એમ વિચારવાનું નહીં કે હવે આ ઉંમરે કે આવા ભયાનક રોગમાં ઔષધ ઉપચાર શું કરવા? આપણે તો પ્રમાદ છોડી વૈયાવચ્ચનો પ્રચંડ પુરુષાર્થ આદરવો ઉચિત છે. આવા સમ્યક પરષાર્થમાં કરણા અને અનુકંપાભાવ અભિપ્રેત છે. ગૃહસ્થ વ્યવહારમાં વિવેકબુધ્ધિ દાખવી નિરવદ્ય. નિષ્પાપ, નિર્દોષ ઔષધિ-ઉપચારની વૃત્તિ રાખવી જોઇએ.
પરંતુ બીજા સામાન્ય જીવો તેમ વર્તવા જાય તે યોગ્ય નથી. કારણ કે દરેકના પરિવારની, પોતાના તન અને મનની પરિસ્થતિ ભિન્ન હોય છે. રોગ માંદગી પીડા કર્મબંધ ઉપર આધાર રાખે છે.
ઔષધ ઉપચારનો પુરુષાર્થ કરવાથી, શાતા વેદનીયનો ઉદય હોય તો દવા કે ઉપચારના નિમિત્તથી વેદનીય ઉદયનું નિમિત્તપણું છોડી દે
સંતો કે ગુરભગવંતોના ઔષધોપચારમાં તેનાં વ્રતોને લક્ષમાં લઇ વિવેકબુદ્ધિથી ઉપચાર કરીએ. ભાવપૂર્વકની વૈયાવચ્ચમાં ત્રિરત્નનું પૂજન અભિપ્રેત છે.
ઔષધોપચાર સસદર્ભમાં યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના વિચારો (પત્ર ક્રમાંક : ૭૭૨) અર્થસભર અને દરેકને માટે માર્ગદર્શક છે. આ પત્રમાં શ્રીમદ્જી ફરમાવે છે કે,
-જીવનસંધ્યાએ અરુણોદય)
- ૨૧
- જીવનસંધ્યાએ અરુણોદય )