________________
૪. જિંદગીનો ખરો સ્વાધ્યાય
જિંદગીમાં મૃત્યુથી અધિક કશું જ નિશ્ચિત નથી. એ એક નગ્ન સત્ય છે કે મૃત્યુ સર્વથી અધિક સુનિશ્ચિત છે. જીવન મળ્યું છે તો જીવનમાં પદ પૈસો કે પ્રતિષ્ઠા મળશે જ એ નિશ્ચિત નથી. પરંતુ મૃત્યુ મળશે તે સંપૂર્ણ નિશ્ચિત છે. જીવન મળ્યું છે તો ભણી ગણીને જ્ઞાન મેળવી શકશે જ એ નિશ્ચિત નથી પરંતુ જીવન મળ્યું છે તો મૃત્યુ મેળવી જ શકશે એ નિશ્ચિત છે. જ્યારે મૃત્યુ અફર નિશ્ચિત છે તો તેનાથી ભય રાખવાની જરૂર નથી. મૃત્યુ અમૃત છે, મૃત્યુ એક મંદિર છે જેમાં જીવનદે વતા
બીરાજમાન છે.
મુનિ તરૂણસાગરજી કહે છે કે ‘સ્મશાન ગામની બહાર નહીં પરંતુ શહેરની વચ્ચોવચ્ચ રાખવા જોઇએ. મંદિરને પરિકમ્મા કરો કે ન કરો પરંતુ સ્મશાનને પરિક્રમા જરૂર કરો. શહેર વચ્ચેથી પસાર થતા તમે સ્મશાનમાં બળતી ચિત્તા જોશો ત્યારે તમને તમારા મૃત્યુનો વિચાર આવશે અને એ વિચારનું પુનરાવર્તન જરૂરી છે.
ભગવાન બુદ્ધ પાસે કોઇ, સંન્યાસ-દીક્ષા લેવા આવે તો પહેલા તે કહેતા કે થોડા દિવસ સ્મશાનમાં રહીને આવો પછી
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૧૧
સંન્યાસ આપીશ. શેઠ સુદર્શન, શ્રેણિક પુત્ર અભયકુમાર, જયકુમાર મુનિ ગજસુકુમાર વ.એ સ્મશાનમાં સાધના કરેલી. ઘણા સાધકો સ્મશાનમાં ધ્યાન અને કાયોત્સર્ગ કરતા.
ઓશો કહે છેઃ ‘મૃત્યુ જીવનનું સર્વથી ઊંચું શાસ્ત્ર છે, એ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના મુકિત સંભવ નથી.’
દુનિયાનાં તમામ શાસ્ત્રો ભણીએ તમામ ધર્મના પ્રતિનિધિ ગ્રંથોને વાંચી લઈએ છતાં જીવનનું સત્ય સમજાશે જ એવી કોઇ ગેરંટી નથી. ગીતા, કુરાન, વેદ, બાઇબલ, આગમ કે ઉપનિષદથી જીવનનું સત્ય સમજાઇ જશે જ એવી ગેરંટી નથી. પરંતુ મૃત્યુ શાસ્ત્ર ભણવાથી જીવનશાસ્ત્ર આપોઆપ સમજાઇ જશે. મૃત્યુનો સ્વાધ્યાય જ જિંદગીનો ખરો અને અસલી સ્વાધ્યાય છે. મૃત્યુ તમામ ધર્મોનો સ્વીકારાયેલો લઘુતમ સાધારણ અવયવ છે.
હજારો શાસ્ત્રો ભણી લેવાથી મૃત્યુશાસ્ત્ર સમજમાં આવે એ જરૂરી નથી. પરંતુ મૃત્યુશાસ્ત્ર ભણી લેવાથી તમામ ધર્મોનાં શાસ્ત્રો સમજાઇ જશે. મૃત્યુશાસ્ત્ર વિશ્વના તમામ ધર્મોનો સાર, તમામ દર્શનોનું રહસ્ય છે. માટે જ મૃત્યુને ભૂલીને નહીં, વિસ્તૃત કરીને નહિ, મૃત્યુને સતત સ્મરણમાં રાખીને જીવવું જોઇએ. મૃત્યુને વિસારીને નહીં, મૃત્યુને સ્વીકારીને જીવવું જોઇએ. મૃત્યુથી ડરીને નહીં તેની સામે સામી છાતીએ લડીને જીવવું જોઇએ. મૃત્યુને જીવનમાં નાની બહેન રૂપે પ્રતિષ્ઠિત કરીશું તો રક્ષાબંધન પર તે જરૂર રાખડી બાંધશે.
દસ દૃષ્ટાંતે દુર્લભ માનવ ભવ મળ્યો છે. તો સત્કર્મની સીડી પર ચડી દાન-શિયળ, તપભાવ સહિત કર્મ નિર્જરા કરી આત્માને નિર્મળ બનાવવાનું લક્ષ રાખી આપણી ભીતર બીરાજમાન આત્મદેવનું દર્શન કરવું છે. આપણી પરંપરા અનુસાર તેત્રીશ કરોડ દેવાતામાં
જીવનસંધ્યાએ અરુણોઘ્ય
૧૨