Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 11
________________ વિશ્વાસ કરીએ છીએ પરંતુ આપણી અંદર રહેલા એક પરમાત્મા પર વિશ્વાસ કરતા નથી. પોલીસી ઉતરાવો તો આશ્રિતો અને કુટુંબીજનો સુરક્ષિત બને અને આરોગ્યનો વીમો - મેડીક્લેમ ઉતરાવો તો બીમારીની સારવારમાં પોતાને આર્થિક સહયતા મળે. જીવન, નદી-નાવ, સંજોગ જેવું છે. એક નદી પાર કરવા આપણે નાવમાં બેસીએ છીએ એક કિનારા પરથી નાવમાં બેઠ તે જન્મ છે, નાવ નદીને પાર કરે તે ક્ષણો જીવન છે અને સામે કિનારે નદી પાર કર્યા પછી નાવમાંથી ઉતરીએ તે મૃત્યુ છે. જન્મ અને મૃત્યુ નદીના બે કિનારા છે અને વચ્ચે ખળખળ વહેતી સરિતા જીવન છે. પરલોકના યોગક્ષેમ માટે જ્ઞાનીઓ આધ્યાત્મિક વીમા પોલીસી ઉતરાવવાનું કહે છે. દાન-શિચળ, તપ અને ભાવનો શુભ સંકલ્પ એટલે અધ્યાત્મ વીમા પોલીસી. સત્કાર્ય અને ધર્મમય આચરણ એનું પ્રીમિયમ છે. નિયમિત હપ્તા ભરવાથી પોલીસી પાકતી વેળા પોલીસી રીડક્શન (પોલિસી પાકવાની તારીખ) વખતે પોલિસીના ક્લેમ પેટે જ્ઞાન-દર્શન ચારિત્ર રૂપ ત્રિરત્ન મળે છે. જે આ જીવન ઉજાગર કરી પરલોકમાં પણ કલ્યાણ સાધે છે. ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ, એકસાઈઝ કે કસ્ટમ ડીપાર્ટમેન્ટમાં ચોપડા બતાવવાની તારીખ પેલા. આપણે હિસાબ કિતાબ બરાબર તૈયાર કરી લઈએ છીએ અને જો ગોટાળા હોય તો થોડા અંજપ-ઉચાટ કે ગભરાટ રહે છે. પરંતુ લગીરે ખોટું કામ ન કર્યું હોય તો નિશ્ચિત હોઇએ. અહીંના ભષ્ટ ઓફીસરો તો લાંચ સ્વીકારીને પણ આપણું કામ કરી આપે. પરંતુ પરમાત્માના દરબારની ઑફીસમાં જીવનની વહી ખાતામાં ગડબડ નહીં ચાલે. વિશ્વના એક માત્ર સ્વયં સંચાલિત અદ્ભુત ન્યાયતંત્રમાં કર્મના હિસાબમાં કોઇ પણ ગોટાળો નહીં ચાલે. કર્મના સુપર કોમ્યુટર પાસે બધાંના કર્મની બધી જ વિગતો છે. પડોશી કે સ્વજનના મૃત્યુ વખતે આપણે કહીએ છીએ. હજુ થોડા દિવસ પહેલા મળ્યો તો બીચારો મરી ગયો અને પછી આપણે ભૂલી જઇએ છીએ પ્રત્યેક સ્વજનના મૃત્યુ વખતે આપણે આપણા મૃત્યુનું પણ સ્મરણ કરવું જોઇએ. કારણ કે એ આપણે ત્યાં પણ નિશ્ચિતરૂપે જ આવવાનું છે. જીવનના ચોપડામાં શોષણ હિંસા અસત અને અન્યાયની એન્ટ્રીઓ પડી હશે તો મૃત્યુની તારીખે પરમાત્માના દરબારમાં જતા ગભરામણ થશે. જેના જીવનની કિતાબમાં સત્કાર્યની એન્ટ્રીઓ હશે, પ્રામાણિક આજીવિકા અને ન્યાયસંપન્ન વૈભવ હશે તો પરલોકમાં પણ તેનું સ્વાગત થશે તે વ્યાકુળતા વિના અંત વેળાએ સ્વસ્થ રહી શકશે. જયાં મૃતદેહને અગ્નિદાહ આપે તે સ્મશાન અને જ્યાં મૃતદેહને દફનાવે તેને મરઘટ કહે છે. જ્ઞાનીઓ કહે છે કે આ જગતમાં એવી કોઇ જગ્યા નહીં હોય જયાં મૃતદેહ દફનાવાયો નહીં હોય. સર્વ જગાએ મૃતકલેવર મનુષ્ય, પશુ, પંખી કે જંતુના મૃત શરીરનું દફન થયેલું જ છે. જેથી એક રીતે તો આખું જગત મરઘટ છે. ક્ષણે ક્ષણે આપણું આયુષ્ય ઘટી રહ્યું છે. જ્યાં પલ-પલ પ્રાણ ઘટી રહ્યા છે. તે મરધટ છે. આપણા બંગલા, મહેલ, ફ્લેટ અને પ્રત્યેક ઘર મરઘટ છે. આપણાં બાપ-દાદા અહીં મૃત્યુ પામ્યા છે. આપણે પણ અહીં જ મરવાના માટે પ્રત્યેક આવાસ મરઘટ છે. આપણને કોઇ કહે કે તમારી પહેલા આ બંગલાના માલિક કોણ દેશ અને દુનિયામાં આંતકવાદ વકર્યો છે કોઇને ક્યાંય સલામતી જણાતી નથી. માટે વહેવાર પુરુષો કહે છે કે ઘરની બહાર નીકળો તે પહેલા વીમો ઉતરાવી લેવો જરૂરી છે. જીવનવીમાની -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૧૩ + - જીવનસંધ્યાએ અરુણોદય)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68