Book Title: Jivan Sandhyae Arunoday Author(s): Gunvant Barvalia Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 9
________________ રીતે પામી શકું. જ્ઞાનીઓ કહે છે કે કાયા, માયા ને છાયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી તેને પકડી ન રાખીએ, પકડવાથી ફસાઇ પડાશે. મરણ તો આપણા જીવન પર ફીદા છે. તો પછી એ ગુંડો બનીને આપણું અપહરણ કરી જાય એના પહેલાં આપણે તેની સાથે લગ્ન કરી લઈએ. મરણ જો આપણા પર ફીદા છે તો જિંદગીએ પણ એના પર વારી જવું જોઈએ. આપણે નાટક જોવા જઇએ ત્યારે ક્યારેય હોલની સજાવટ, પડદા પાછળનું સંગીત, લાઇટ પ્રકાશ નિયોજન એ બધું આપણને ઝંઝટ લાગ્યું છે ? નહિ, કારણ કે આપણે તો કેવળ દ્રષ્ટા છીએ પ્રેક્ષક છીએ. એમ જગતનું સાક્ષીભાવે જ્ઞાતા દ્રષ્ટા ભાવે દર્શન કરીશું તો જંજટ નહિ લાગે. જિંદગી કેવળ નાટક છે તેમ ગણી લઈએ તો ? સિનેમાના પડદા પર મૂશળધાર વરસાદનું દૃશ્ય આવ્યું, પડદાનો છેડો જરાય ભીનો થતો નથી. સિનેમામાં ભયાનક આગના દૃશ્યથી પડદો બળતો નથી. પડદા જેવા નિર્લેપ બની જઇએ તો ? જ્યારે કોઇ મૃત્યુ પામે છે ત્યારે તેના સગાં વહાલાની આંખો રડે છે, બુદ્ધિ રડે, મન રડે પણ આત્મા રડતો નથી. આત્મા જાણે છે કે આ તો કાયાદેવી ઉર્ફે માયાદેવીનું નાટક છે. ગીતાકાર કહે છેઃ સ્વધર્મે નિધનંત્રેય કાયાનું રહેવું એ પરધર્મ છે - પરધર્મો ભયાવહઃ પરધર્મ ભયાવહ છે. જવું એ સ્વધર્મ છે. નિત્ય રહેવું એ આત્મધર્મ છે. મરણ આત્માને માટે પરધર્મ છે. મૃત્યુ આપણને સમજાવે છે કે કાયાએ એના સ્વધર્મનું પાલન કર્યું છે. કાયાનું રહેવું અધર્મ છે. તેમજ આત્માનું મરવું અધર્મ છે. માટે જ જ્ઞાનીઓ મૃત્યુને ધન્યવાદ આપે છે. આત્માને નિત્ય અમર ગણે છે. જીવનસંધ્યાએ અરુણોઘ્ય G દાર્શનિકો મૃત્યુનું સ્વાગત કરે છે. કારણ કે જીર્ણ થયેલા જૂનાં વસ્ત્રો મૃત્યુ દ્વારા ઉતારી પુનર્જન્મ દ્વારા નવાં વસ્ત્રો પહેરવા તે ઉત્સુક હોય છે. જીવન એ ભૂમિ પર ચાલનાર યાત્રી છે. ત્યાં તેની પગલી પડે છે, મરણ આકાશમાં ઊડતું પંખી છે, આકાશમાં ઉડનારના પગલાં દેખાતાં નથી. *મૃત્યુને અમૃતનો ખોળો' કહેતા સ્વામી શ્રીકાંત આપ્યું કહે છે કે ‘મરણ જીવનનું અમૃત છે. મરણ, એ આત્માને દેહના કેદખાનામાંથી મુક્ત કરાવનાર દૂત છે. જ્યારે આપણે કોઈનું ખૂન કરીએ છીએ ત્યારે તેના દેહની હત્યા કરીએ છીએ. એટલે એનાં કપડાં જબરદસ્તીથી ચૂંટવી લઈએ છીએ. અને જ્યારે આપણે જાતે જ આત્મહત્યા કરીએ છીએ ત્યારે આપણે જ આપણાં કપડાં ફાડીએ છીએ. બીજાનાં કપડાં ફાડવાં કે પોતાના કપડાં ફાડવાં એ ગાંડપણ છે, ઉન્માદ છે. સંકલ્પપૂર્વક શાંતિમય ભાવથી ઉત્સવ રૂપે દેહવસ્ત્રોનો ત્યાગ એ સંપૂર્ણ સંન્યાસ છે. એક વૈભવશાળી સમ્રાટ પોતાના સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરી, એકાંતમાં ચાલ્યો જાય એવો જ ઇચ્છામરણનો જીવન સંન્યાસ છે. અને છેલ્લે પરમપિતાને પ્રાર્થના : મૃત્યુની કાળી ચાદર ઓઢીને સૂતેલા જીવનને જોવા માટે દિવ્યચક્ષુ જોઇએ, અસત્યમાં દફનાઇ ગયેલું સત્ય, અંધારામાં વીંટળાયેલા પ્રકાશ અને મૃત્યુમાં સમાયેલું જીવન જોવા માટે ત્રીજું લોચન આપો પ્રભુ એજ. પરમ સમીપે પ્રાંજલ પ્રાર્થના ! જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૧૦Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68