Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 6
________________ જ્યારે તું ભજન ગાતો અને પ્રાતઃકાળે મધુર મંગળ શ્લોકો ગાતો ત્યારે એ ગણિકા પ્રભુમય બની જતી. તારા બાહ્યરૂપ અને ગાનને પવિત્ર માની ભાવવિભોર બની જતી. આંસુ સાથે પ્રાર્થના કરતી કે પ્રભુ મારાં કૃત્યોને માફ કરી મને આવું નિર્મળ જીવન આપ ! એક બાજુ તારા દંભની ક્ષિતિજોનો વિસ્તાર કરતો તું સંન્યાસી હોવાના અહંકારને પુષ્ટ કરતો હતો તો બીજી બાજુ પેલી ગણિકા-વેશ્યા પોતાના પાપી જીવનનો એકરાર અને પશ્ચાત્તાપથી વિનમ્ર અને પાવન બનતી જતી હતી. પરંતુ તું તારા માનથી ગર્વિષ્ઠ બનતો જતો હતો. તારી કલિષ્ટ ભાવનાઓનું અહંકારમાં પરિણમન થયું અને ગણિકાની. શુભ ભાવનાઓથી તેનું વ્યક્તિત્વ અહંકારશૂન્ય બની ગયું. ગણિકાના ચિત્તમાં, તેના મૃત્યુ પૂર્વે તેની વાસના અને અહંકાર મૃત્યુ પામી ચૂક્યા હતાં. મૃત્યુ સમયે તેનું સમગ્ર ચિત્તતંત્ર પરમાત્માની પ્રાર્થનામાં ૨. મૃત્યુનું સ્મરણ લીન હતું. મહારાષ્ટ્રમાં એક સંત પુરુષ થઇ ગયા. નામ હતું સંત એકનાથ. તેમની પાસે એક શ્રીમંત ભક્ત આવ્યો. તેમણે એકનાથને કહ્યું. ‘આપના જીવનમાં એક પણ પાપ જોવા મળતું નથી...જ્યારે મારા જીવનમાં પાપ સિવાય બીજું કાંઇ જોવા મળતું નથી, આમ કેમ ?' સંન્યાસી નિરુત્તર રહ્યો ! શાંતસુધારસના ઉપાસક પૂ. વિનયવિજયજીએ કહ્યું છે કે મનુષ્યના મનનું પરિવર્તન, પરિપૂર્ણ પરિવર્તન આવશ્યક છે. શારીરિક, બાહ્ય, વ્યાવહારિક કે વસ્ત્રપરિવર્તન એ આલંબન છે. માત્ર આંતરિક પરિવર્તનનું જ મૂલ્ય છે. ભક્તનો પ્રશ્ન શાંતિથી સાંભળી, સંત એકનાથ આંખો બંધ કરી ધ્યાનમાં લીન થઇ ગયા. ભક્ત સામે બેસી રહ્યો. થોડી ક્ષણો પછી એકનાથે આંખો ખોલીને ભક્ત સામે જોયું અને કહ્યું, ‘તારા પ્રશ્નનો જવાબ તો પછી આપીશ, પણ મને આજથી સાતમા દિવસે તારું મૃત્યુ દેખાય છે ! માનવીની સદ્ગતિ કે દુર્ગતિ તેના અંતરમનને આભારી છે. બાહ્ય આવરણ કે ક્રિયાકાંડો મહાનતાનો માપદંડ નથી. અંતઃકરણની શુભ ભાવનાઓ જ આંતરસમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. અલૌકિક સુખ અને આનંદ આપે છે. આંતરિક ચેતનાકેન્દ્રના વર્તુળમાં અપૂર્વ આનંદના સ્કુલિંગો સર્જવાની પ્રક્રિયાનું સાતત્ય રહે છે. જેનાથી ભીતરના આનંદનું વિશ્વ વિસ્તરતું જાય છે. ભક્તની આંખો પહોળી થઇ ગઇ ! તેને એકનાથના જ્ઞાન ઉપર અને વચન ઉપર શ્રદ્ધા હતી. તે બોલી ઉઠયોઃ “શું કહો છો આપ ?” શું સાચે જ સાતમા દિવસે મારું મોત છે ? હા, સાતમા દિવસે તારું મૃત્યુ મને દેખાય છે ! ભક્ત પોતાના ઘેર આવ્યો. પરિવારને તેણે કહ્યું હવે માત્ર સાત દિવસનું જ મારું આયુષ્ય - જીવનસંધ્યાએ અરુણોધ્યો આજીવનસંધ્યાએ અરુણોદ્યો

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68