Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 4
________________ Jivan Sandhya A (Recurrection) 15-3-2016 સાઈઠમા વર્ષે હીરક મહોત્સવ, પંચોતેરે અમૃત મહોત્સવ. આ સર્વ ઉત્સવો આપણે આનંદ અને ઉત્સાહથી ઊજવીએ છીએ તો જીવનનો જે અંતિમ પ્રસંગ છે તે મૃત્યુ અને આ અંતિમ અવસરને મૃત્યુમહોત્સવ રૂપે કેમ ન ઊજવીએ ? આ વિચારથીજ સ્વજન વિદાય પછી આર્તધ્યાનથી બચી શકશે. મૃત્યુના ચિંતન વખતે જો આપણે જ્ઞાનીઓના વચનોને આચરણમાં લઈશું તો આપણું જીવન અનાસક્તિના માર્ગે જશે. સંબંધો. ભોગ-ઉપભોગ અને બાહ્ય અતર પરિગ્રહમાં લેવાશે નહિ. નિર્લેપી દશા જીવને સમાધિમરણના રાજમાર્ગ પ્રતિ લઈ જશે. ચિંતન દ્વારા ચિત્તમાં જ્ઞાનપ્રવાહિત થાય છે અને મૃત્યુનો વિષય વૈરાગ્ય પ્રેરક છે, માટે મૃત્યુનું ચિંતન જ્ઞાન અને વૈરાગ્યની મૈત્રી રચે છે. આ જ્ઞાન અને વૈરાગ્યનું સાયુજ્ય સદ્ગતિ પ્રેરક છે. સંત સમાગમથી મેળવેલું, જ્ઞાનીઓના વચનામૃતના સ્વાધ્યાયના નવનીત રૂ૫ વિચારો અને વૈરાગ્યપ્રેરક ઉપનયકથાઓ અને કથાનક અહીં ગ્રંથસ્થ કરવાનો પુરક્ષાર્થ કર્યો છે. જે જીવનસંધ્યાએ જીવવાના ઉત્સાહનો અષ્ણોદય પ્રગટાવી શકે. આ લેખન-સંપાદન -પ્રકાશન કાર્યમાં મને મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયાનો સહયોગ મળ્યો છે. સંતો અને સદ્ગુરુની પ્રેરણા મળી છે, તે સૌનો ઋણી છું. માંદગી કે સ્વજનની વિદાય વેળા આ લખાણોનાં વાંચન દ્વારા શાંતિ અને સાંત્વના મળે અને મૃત્યુના સતત સ્વાધ્યાય અને સ્મરણ દ્વારા આપણને સૌને સમાધિમરણનો માર્ગ મળે તેવી અભીપ્સા સાથે વીરપું છું. ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, - ગુણવંત બરવાળિયા ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). અનુક્રમણિકા ૧. સદ્ગતિ કે દુર્ગતિ માનવના અંતરમનને આભારી છે ૨. મૃત્યુનું સ્મરણ મરણ જીવનનું અમૃત, ૪. જિંદગીનો ખરો સ્વાધ્યાય ૫. મૃત્યુનો પગરવ ૬. ઔષધ ઉપચાર ચિંતન * મંગલમય અનન્ય શરણ જ ઉત્તમ ઔષધોપચાર છે ૭. દિવ્ય સુખનો અલૌકિક પ્રદેશ ૮. અખિલ બ્રહ્માંડમાં આપણું સ્થાન ક્યાં ? હું થાકતો પણ નથી ૧૦. મૃત્યુ વિષે શ્રીમદ્ ભગવદ્ ગીતા ૧૧. ઓલવાયેલી મીણબત્તી ૧૨. મત્યુ નિવારી શકાતું નથી, સુધારી શકાય છે ૧૩. આ દિવસો પણ ચાલ્યા જશે ૧૪. મોક્ષમાર્ગના દ્વારમાં પ્રવેશ કોને મળે ? ૧૫. ડૂબતો સૂરજ પીળું પાન, જોતાં લઉં હરિ તારું નામ ! ૧૬. અશોક નિપ્રતિકાર વિદાય ૧૭. આ લોકનું મમત્વ છોડ્યા વિના પરલોક સિદ્ધ થતો નથી ૧૮. મૃત્યુની અનુભૂતિ ૧૯. અંતિમ વિદાય પૂર્વેનું ઘોષણાપત્રા ૨૦. વૈરાગ્યનો દીવો ૨૧. જીવન સંધ્યા માટે આયોજન ૨૨. અમરતા. તૂજ મૂલ્ય કરશે એ મરણની ઝંખના જેને ૨૩. નિર્લેપ દશા. ૨૪. આલોચના ૨૫. દર્શન સાહિત્યમાં મૃત્યુચિંતન ૨૬. અસહિષ્ણુતા | ૨૭. આઠમું વચન ૨૮. આરાધનાનો અવસર ૨૯. જીવનસંધ્યાએ અરુણોદય ૩૦. છેલ્લે તો આપણે બે જ હોઈશું

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 68