Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 11
________________ ફાગણ સુદ ૨ ને દિવસે બપોરના એક વાગે એકાએક આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા. તેમની ધારણાઓ ભલે તે વખતે અધુરી રહી, પણ તેમની પ્રેરણાઓ અધુરી રહેવા સરજાઈ ન હતી. એટલે તેમના બંધુઓ અને પુત્રોએ મળી તેમની એ ઈચ્છા તેમના મૃત્યુબાદ પૂર્ણ કરી. તેના ફળ સ્વરૂપે તેમના બંધુઓએ ચોટીલાની કન્યાશાળામાં પિતાના માતુશ્રીના નામથી “શ્રી મધીબાઈ રૂમ” બંધાવી આપ્યો છે, તેમજ ત્યાંના સ્થા. જૈન ઉપાશ્રયમાં રૂા. ૩૦૦૦) ના ખર્ચે ઉપરના માળ બંધાવ્યું છે, ઉપરાંત સદ્ગતના પુણ્ય-સ્મરણાર્થે તેઓ ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં યત્કિંચિત ખરચે જાય છે, એ ખરેખર પ્રશંસનીય છે. શ્રી રાયચંદભાઈ અને તેમચંદભાઈ બહોળું સંસ્કારમયી કુટુંબ ધરાવે છે. તેઓ પણ પિતાનું જીવન પ્રમાણિકપણે વીતાવી, પિતાની ધર્મ અને સમાજ પ્રત્યેની ફરજો બજાવ્યે જાય છે. મહુમ હીરાચંદભાઈ પોતાની પાછળ ભાઈ કેશવલાલ, ચંપકલાલ, ધીરજલાલ, બાબુલાલ વગેરે ચાર પુત્રો અને બે પુત્રીઓ વગેરેનું બહાળું કુટુંબ મૂકતા ગયા છે, જેઓ બધા સંસ્કારી છે. તેમાંના ભાઈ કેશવલાલ તથા ચંપકલાલ કલકત્તા ખાતે ધંધામાં જોડાયેલા છે; અને તેઓ પણ યત્કિંચિત ધાર્મિક ફરજો બજાવે છે. આમ આખા સંસ્કારાત્મક સમૃદ્ધ કુટુંબનો પરિચય આપ્યા પછી ઈચ્છીએ કે સગત હીરાચંદભાઈ પિતાના ઉજજવળ ધાર્મિક જીવનની જે સુવાસ પિતાના જીવનમાં મૂકી ગયા. અને જે પ્રેરણું તેમણે તેમના કુટુંબી જનોને આપી, તે ધાર્મિક પ્રેરણામાં તેમના કુટુંબીજને ઉત્તરોત્તર અભિવૃદ્ધિ કરી, જૈન ધર્મને દીપાવી, શાસહારનાં સત્કાર્યો કરે અને આપણે પણ સદ્ગતના ધર્મમય સરળ અને પ્રમાણિક જીવનનું અનુકરણ કરી, ધાર્મિક રસાત્મક જીવન ગાળીએ, એજ અભ્યર્થના ! હે શાંતિઃ –જીવનલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 374