Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 10
________________ કરતાં, પોતાના બંને ભાઈઓને પણ દુકાનમાં પોતાના હાથ નીચે રાખી હોશિયાર બનાવ્યા. સં. ૧૯૭૯ ની સાલમાં ધંધાના વધુ વિકાસાર્થે તેઓ કલકત્તા ગયા. જ્યાં તેમણે પોતાની ઉદારતા, પ્રામાણિકતા અને સાહસિકતા વડે કાપડની દુકાન સારી રીતે જમાવી. માત્ર ધંધામાં જ આગળ વધી પૈસા પ્રાપ્ત કરવાં, એવો એકજ માત્ર ઉદ્દેશ તેઓને ન હતો. પિતાના ગરીબ સ્વધર્મી બંધુઓને આર્થિક મદદ, કેળવણુમાં સહાય વગેરે ગુપ્તદાન પણ તેઓ કરતા, હંમેશાં પ્રાતઃકાળે સામાયકવ્રત કરવું, કુરસદના વખતે ધાર્મિક વાંચનનું અધ્યયન કરવું, ધાર્મિક સાહિત્ય તથા જીવદયાદિ શુભ કાર્યોમાં યથા શક્તિ ફાળો આપ, સાધુસંતની વૈયાવચ્ચ-સેવાભક્તિ કરવી, વગેરે પવિત્ર જીવન ગાળવા માટે કરવાં ચોગ્ય કાર્યો કરીને તેઓ સંતોષ પામતા. ટુંકમાં તેમના જીવનનાં છેલ્લાં દશ વર્ષો વ્યવહારિક પ્રવૃત્તિ કરતાં ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે ગયા હતા, એમ કહીએ તો તેમાં લેશ પણ અતિશયોક્તિ નથી. - સાધારણ સ્થિતિમાંથી આગળ વધ્યા, ત્યારે તેમને ધાર્મિક કાર્યોમાં જરા વધારે ઉદારતાથી બે પૈસા ખર્ચવાની ઈચ્છા થઈ અને ચેટીલામાં ધાર્મિક અને કેળવણી વિષયક કાર્યોમાં યત્કિંચિત મદદ આપવાની પિતાની ઈચ્છા તેમણે પિતાના ભાઈઓને જણાવી. બંને ભાઈઓએ તેમની આ ઈછા સહર્ષ વધાવી લીધી; પણ ધાર્યું ધણીનું થાય” એ નિયમ મુજબ હીરાચંદભાઈ હોતા જાણતા કે માત્ર ૪૬ વર્ષની ઉંમરે મારે એકાએક આ જગતમાંથી વિદાય લેવી પડશે; તેઓ ન્હોતા જાણતા કે મહારા સ્વહસ્તે હાની સરખી સખાવિત કરી હું સંતોષ મેળવી શકીશ કે કેમ? સં. ૧૯૯૨ ની સાલ ચાલતી હતી. એ વખતે હીરાચંદભાઈ કલકત્તામાં હતા. તે વખતે તેઓ સહજ બિમાર પડયા. આ બિમારી પણ એવી ન હતી, કે જે જીવલેણ નીવડે. પણ હીરાચંદભાઈ માટે તે “આદર્યા અધુરા રહે, ને હરિ કરે સો હોય ” એવું જ કાંઈ નિર્માણ થયું હતું; તેથી તેઓ એજ અરસામાં સં. ૧૯૯૨ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 374