Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 9
________________ સ્વ. હીરાચંદભાઈ ઠાકરશી શાહને ટુંક જીવન પરિચય ચોટીલા (કાઠીયાવાડ) ના સ્થા. જૈન સમાજમાં એક યશસ્વી, ધાર્મિક અને પ્રેરણાત્મક જીવન વિતાવી જનાર સ્વ. શ્રી હીરાચંદભાઈ ઠાકરશી શાહને જીવન પરિચય આ ધાર્મિક કથાનકવાળાં પુસ્તકમાં આપતાં અને ઘણજ આનંદ થાય છે. આપણે આપણાં પૂર્વજોનાં રસાત્મક ધામિક જીવન વૃત્તાંતે વાંચીએ, તે સાથે આધુનિક યુગના કો’ વીરલાઓ પણ એ મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણાની મીઠી સુવાસ લઈ, પિતાનું જીવન સુવાસિત બનાવી શકે છે, એ જાણવા માટે જે આપણે ઉઘુક્ત થઈએ તે, પ્રાચીન અર્વાચીન ચરિત્રના મેળથી આપણને વધારે પ્રેરણા મળે એ સ્વાભાવિક છે. ચેટીલામાં શ્રી ઠાકરશી મેતીચંદનું કુટુંબ જાણીતું છે. શ્રી. હીરાચંદભાઈ રાયચંદભાઈ અને નેમચંદભાઈ એ તેમના સુપુત્ર છે. જેમાંના શ્રી રાયચંદભાઈ હાલ ચોટીલામાં અને શ્રી નેમચંદભાઈ કલકત્તામાં કાપડને ધિકતે વ્યાપાર કરી રહ્યા છે. તે સાથે આ બંને સજજને ધર્મકાર્યમાં પોતાને યથાશકય સુંદર ફાળો આપી રહ્યા છે. સૌથી મોટા શ્રી હીરાચંદભાઈ હતા, તેમને જન્મ સં. ૧૯૪૬ ના ફાગણ સુદ ૧૩ ના રોજ ચોટીલામાં થયો હતો. તેમના માતુશ્રી મેંઘીબાઈ હાલ હયાત છે. વૃદ્ધ ઉંમર છતાં તેમની ધાર્મિક ભાવનાઓ અતિ પ્રશંસનીય છે. તેમના પિતાશ્રી પણ ધર્મસંસ્કાર અને ધાર્મિક ઉચ્ચ વિચારોથી દિત હતા. આમ માતાપિતાના સુસંસ્કારો પુત્રમાં ઉતરે, એ સહજ ક્રમાનુસાર સદ્ગત હીરાચંદભાઈમાં પણ ધાર્મિક સંસ્કારો સારી રીતે વિકાસ પામ્યાં હતાં. ધર્મભાવનાની સાથે તેમનામાં ધંધાની સાહસિકતા પણ ઘણી સારી હતી. ગુજરાતી અભ્યાસ પૂરો કરી તેઓ ચોટીલાની પિતાની કાપડની દુકાનમાં જોડાયા, અને ધીરે ધીરે તે વ્યવસાયને સારી રીતે ખીલવ્યો; એટલું જ નહિ પણ તેમણે વડિલ બધુ તરિકેની પિતાની ફરજ અદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 374