Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૬ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જાન્યુઆરી
રીતે છેવટે મુકવામાં આવે છે અને દશ મીનીટમાં તેને ઉકેલી નાખવામાં આવે છે તેમ નહીં કરતાં તે સવાલ ને મુખ્ય જગ્યા આપવી જોઈએ,
કોનફરન્સ પહેલા ભપકાથી ભરવામાં આવતી હતી, અને સરદાર લાલભાઈ શેઠ સાદાઈથી ભરવા વારંવાર સલાહ આપતા હતા, છતાં ભપકે જારી રહ્યું તેનું પરિણામ એવું આવ્યું કે કોન્ફરન્સ ભરાવીજ બંધ થવાનો વખત આવ્યો. તે તેવી જ રીતે દેરાસરના ઓછોમાં, વરઘોડામાં વિગેરેમાં ઠાઠ કરવામાં આવે છે, તેનું પણ છેવટે તેવું જ પરિણામ આવવાનું છે, માટે તેમાં ઘણી જ સાદાઈ રાખી ખર્ચ જેમ બને તેમ છે કરે જોઈએ. તે ઠરાવ કોન્ફરન્સ કરવો જોઈએ.
મુસલમાન કેળવણી માટે રાક્ષસો પ્રયત્ન કરે છે, તેમની અલીગઢ કલેજ છે તે ઉપરાંત યુનીવર્સીટી કાઢવા તૈયાર થયા છે, ત્યારે તેજ દેશમાં રહેનાર એક વખત આગળ પડતા જૈન કેમ અંદર અંદર લઢવામાં અને ઓત્સવો તથા વોડાના ઠાઠમાં પિતાના પૈસાના વ્યય કરે છે.
દરેક જગ્યાએ પાંજરાપોળ હજાર રૂપીઆ ખર્ચ રાખે છે ત્યારે તમારી કોમને અધમ દશામાં પડતાં બચાવવા જગ્યાએ જગ્યાએ બોડગે કેમ કરતા નથી ? કોન્ફરન્સ કેળવણી માટે ખાસ એક દિવસ રોકી એક કાયમનું ફંડ ઉભું કરવું જોઈએ તેનું કત વ્યાજ વાપરવું અને તે ઉંચી કેળવણી લેનારને સ્કોલરશીપ આપવામાં અને બેગમાં મદદ કરવા વાપરવું જોઈએ, આપણે જુદી કેલેજ જોઈતી નથી. કારણ હીંથી અલગ પડવા માગતા નથી તેમજ મોટી કોલેજોને લાભ ન લેવો તે પણ અર્થ શાસ વિરૂદ્ધ છે, પરંતુ તેને લાભ લેનારને માટે કેલરશીપ ઘણું કાઢવી, તેમજ ઠેકાણે ઠેકાણે બેડગે મોટા પાયા ઉપર કરવી.
આવતી કોન્ફરન્સમાં ઠરાવ બીલકુલ ધેડાજ રાખવા જોઈએ, થોડા સવાલો હાથ ધરી તેને કાર્ય રૂપમાં કેવી રીતે લાવવા તેનું બરોબર વિવેચન કરવું જોઈએ. સંખ્યા બંધ સવાલે હાથધરી તેને વાંચી જવા, તેમાં ફકત નાહક વખતન તથા પૈસાનો વ્યય થાય છે. આ વખતે પ્રેસીડેન્ટ તરીકે સરદાર લાલભાઈ શેઠ જેવા બાહસ અને કેળ વાયેલા છે એટલે કંઈ વસ્તુતઃ થશે એવી આશા રાખવામાં આવે છે. તથાસ્તુ.
વિલચંદ ઉમેદચંદ મહેતા,
હાઈ કોર્ટ લીડર.
અમદાવાદ.