Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧ ]
જૈનેમાં વધી પડેલું મરણ પ્રમાણ.
[ ૧૫
પણ જાહેજલાલીમાં વધે તે કુદરતી છે. સંઘ સ્તંભની જેટલી મજબુતાઈ તેટલી જ મજબુતાઈ ધર્મની સમજવી. જન ધર્મની પહેલાં જાહોજલાલી હતી કારણ જૈનેની સંખ્યા ઘણી હતી અને વેપાર, રજ્ય પ્રકરણ બાબત વગેરે સમૃદ્ધિમાં આગેવાન હતા. જૈન મંદિરે, ઉપાશ્રય, પાંજરાપોળો વગેરે નવી બંધાવો અથવા તેને જીર્ણોધાર કરાવો તેની સાથેજ (અરે! હું કહું છું તે પહેલાં) સંઘને ઉદ્ધાર કરવોએ ઘણું જરૂરનું છે કારણ તેના ઉપર સવે આધાર છે. અમુક સ્થળે હજારો રૂપીઆ ખરચી જીર્ણોદ્ધાર કર્યો, પચાસ સે વર્ષ પછી તે પાછું જીર્ણ થયું ત્યારે સંધની સારી સ્થિતિ તે વખત ન હોય તે પાછે જીર્ણોદ્ધાર કોણ કરશે ? ખરી રીતે સંસ્થાને જીર્ણોદ્ધાર કરવામાં આવે, તેની સાથે તે જીર્ણોદ્ધાર કરનારનો ઉદ્ધાર કરવામાં તે વધારે સંગીને કામ કર્યું કહેવાય. ચામડાં નહીં વાપરવાં જોઈએ, પીછાં નહીં વાપરવાં જોઈએ, કારણ તેનાથી હજારો અને નાશ થાય છે. તેવા ઠરાવ કરવામાં આવ્યા છે. અને તે ઠરાવો અમલમાં મુકવા કશશ કરવામાં આવી છે પરંતુ હજારે જૈન યુવાને અને અબલાઓ ખીલતી જુવાનીમાં ક્ષય અને ક્ષીણતાના ભોગ થાય છે તેને વિચાર કરવામાં આવતું નથી.
કોનફરન્સ હેતુ સુલેહ સંપની વૃદ્ધિ કરી સંઘની સાંસારિક અને ધાર્મિક સ્થિતિ સુધારવાને છે. પરંતુ કેનફરન્સ હોવા છતાં અંતરીક્ષમાં, મક્ષીજીમાં, સમેતશિખર, બોટાદ વગેરે ઠેકાણે તકરાર ઉત્પન્ન થઈ, અને લાખો રૂપિઆનું પાણી થઈ ગયું, તે પૈસા લડવામાં નહીં ખરચતાં, જેનોને કેળવણી આપવામાં અને તેમની આર્થીક સ્થિતિ સુધારવામાં ખર્યા હોત તો તે કેવો સદુઉપયોગ થાત? મારે મત એ છે કે દિગબરી,
વેતાંબરી, સ્થાનકવાસી અથવા બીજી કોમ વચ્ચે ધર્મ સંબંધી અથવા ધાર્મિક સંસ્થા સંબંધી કંઈ તકરાર ઉભી થઈ હોય તે, એકદમ ઝનુનમાં નહીં આવતાં તેને નીકાલ પંચ મારફતે કરાવે. જૈનનાં દરેક મહત્વની કેન્ફરન્સ છે. જે પક્ષકારો વચ્ચે તકરાર પડી હેય તેમણે તેમની કોન્ફરન્સ ઓફીસમાં હકીકત લખવી, બને કોન્ફરન્સના સેક્રેટરીઓ સાથે મળી પક્ષકારોની સંમતિથી પક્ષકારે કહે તે માણસને પંચ નીમવા અને તકરારને ફેંસલે દેવો. આ અથવા આવા મતલબને ઠરાવ કરવામાં આવે તે હજારો રૂપીઆને ખોટો વ્યય થતો બચે. આવા કામમાં મુનિરાજેએ મદદ કરવી જોઈએ. આવો ઠરાવ આવતી કેન્ફરન્સે અવશ્ય કરવો જોઈએ.
જૈનની વસ્તી ઘટી ગઈ છે અને મોટા પ્રમાણમાં ઘટે છે. મરણનું પ્રમાણ વધારે છે, અને જન્મનું પ્રમાણ ઓછું છે. (જુ મુંબઈની દરરોજની મરણ જન્મ નોંધ) જૈન શારિરીક બળમાં ઘણું નબળા છે. અને સંતતિ નિર્માલ્ય થતી જાય છે. આ અટકાવવા બાળલગ્ન બંધ કરવાની ઘણી જ જરૂર છે. છોકરીની ઉમર ઓછામાં ઓછી પુરી પંદર વરસની અને છોકરાની વીસ વરસની હેવી જોઈએ. બાળલગ્ન જૈન તત્વ વિરૂદ્ધ છે. જેન દત્તસુરી મહારાજે લગ્ન માટે છોકરીની ઉમર સોળ અને છોકરાની પચીસ બતાવી છે. કેન્ફરન્સનો એક ઠરાવ બાળલગ્ન અટકાવવાને થવો જોઈએ. તે જેવી