Book Title: Jain Shikshavali Tapni Mahatta Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 7
________________ i ફ્રી મર્દ નમઃ | તપની મહત્તા ૧–ધમચરણમાં તપની આવશ્યકતા અહિંસા એ ધર્મમંદિરને પામે છે, સંયમ એ ધર્મમંદિરની દિવાલો છે અને તપ એ ધર્મમંદિરનું શિખર છે. બીજા શબ્દોમાં કહીએ તે અહિંસાથી ધર્માચરણની શરુઆત થાય છે, સંયમથી ધર્માચરણ આગળ વધે છે અને તપથી ધમચરણ પૂર્ણ થાય છે. દંકૂશળ વગરને હાથી, ઝડપ વગરને ઘેડે, ચંદ્ર વગરની રાત્રિ, સુગંધી વગરનું પુષ્પ, જલ વગરનું સરોવર, છાયા વગરનું વૃક્ષ, લાવણ્ય વગરનું રૂપ અને ગુણ વગરને પુત્ર જેમ શોભાને પામતા નથી, તેમ તપ વગરનો ધર્મ શેભાને પામતે નથી. અથવા મંત્રીવિહીન રાજ્ય, શસ્ત્રવિહીન સૈન્ય, નેત્રવિહીન મુખ, વરસાદવિહીન મારું, ઉદારતાવિહીન ધનિક, ધૃતવિહીન ભજન, શીલવિહીન સ્ત્રી અને સહદયતાવિહીન મિત્ર જેમ પ્રશંસાને પામતા નથી, તેમ તપવિહીન ધર્મ પણ પ્રશંસાને પામતે નથી. સોનાની પરીક્ષા નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન એ ચાર કિયાઓ વડે થાય છે, તેમ ધર્મની પરીક્ષા શ્રત,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68