Book Title: Jain Shikshavali Tapni Mahatta
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 26
________________ તપની મહત્તા વસુદેવ અત્યંત રૂપવાન હતા, તેમાં યૌવન આવ્યું, એટલે રૂપનુ” પૂછવું જ શું ? એ રૂપમાં એવી મેહકતા હતી કે કાઇપણ સ્ત્રી તેમને એકવાર નજરે જુએ કે પેાતાનુ ભાન ભૂલે અને તેમની પાછળ પાછળ ચાલવા લાગે. આપણા દેશમાં માધવાનલની વાત કહેવાય છે, તેના જેવા જ આ કિસ્સા હતા. ૪ આ વસ્તુએ સારાએ શહેરમાં ભારે તરખડાટ મચાબ્યા, એટલે પૌરજનોએ આવીને રાજા સમુદ્રવિજયને ( એ વખતે સમુદ્ર વિજય રાજા હતા ) એકાંતમાં કહ્યું કે ‘આપના લઘુ બંધુ વસુદેવનાં રૂપથી નગરની સર્વે સ્ત્રીએ મર્યાદાહીન મની ગઈ છે. જેએ તેમને એક વાર જુએ છે, તે પરવશ અની જાય છે, તેા નિત્ય હરતાં ફરતાં જુએ તેની શી વલે થાય ? માટે અમારું રક્ષણ કરો.' આ સાંભળી રાજા સમુદ્રવિજયે કહ્યું કે તમે બે ફીકર રહો. હું તેનો ખદોબસ્ત કરું છું.” પછી વસુદેવ વંદન કરવા આવ્યા, ત્યારે રાજા સમુદ્રવિજયે કહ્યું કે · કુમાર ! કીડા માટે અધા વખત નગરમાં કરતાં તમારા દેહ દુબળ પડી ગયા છે, માટે હમણાં ઘરમાં જ રહે અને નવી નવી કલાઓ શીખેા. ' તે દિવ સથી વસુદેવ ઘરમાં રહી ગીત-નૃત્યાદિક અનેક કલા શીખવા લાગ્યા. એક દિવસ કુબ્જા નામની દાસી રાજા સમુદ્રવિજયને માટે ઉત્તમ પ્રકારનું સુગંધી દ્રવ્ય કચેાળામાં ભરીને જતી

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68