________________
૨૬
* તપની મહત્તા * ત્યાર પછી રાજા સમુદ્રવિજય વગેરે સૌરાષ્ટ્રમાં આવ્યા, દ્વારકા વસી, યાદવવંશ અતિ ઉન્નતિને પામ્યા અને છેવટે સુરાપાનમાં મસ્ત થઈ તૈપાયન ઋષિની છેડતી કરતાં શાપ પણ પામે. પાયન મરીને અગ્નિકુમાર દેવ થયો અને તેણે દ્વારકાને સળગાવી. તે વખતે રહિણ, દેવકી તથા વસુદેવને બચાવી લેવા માટે બલરામ તથા શ્રીકૃષ્ણ તૈયાર થયા અને તેમને રથમાં બેસાડી એ રથને જાતે ખેંચવા લાગ્યા. પણ એ રથ નગરના દરવાજામાં આવ્યો કે જમીનમાં ખેંચી ગયે. બલરામ અને શ્રીકૃષ્ણ તેને બહાર કાઢવા કમર કસી, એવામાં અગ્નિકુમાર દેવે અંતરીક્ષમાંથી કહ્યું કે “અરે રામ-કૃષ્ણ! તમને આ કે Oામેહ થયે છે? મેં તમને પહેલેથી જ કહી દીધું છે કે યાદવેએ કરેલી ઉદ્ધતાઈનાં પરિણામે સમસ્ત દ્વારકાને અગ્નિથી નાશ થશે અને તેમાં તમારા બે સિવાય કે પણ બચી શકશે નહિ. એટલે હિણ, દેવકી તથા વસુદેવે શ્રી અરિષ્ટનેમિ ભગવાનનું ધ્યાન ધર્યું અને ચાર શરણ અંગીકાર કર્યો. એવામાં જ દરવાજાની શિલા તૂટીને તેમનાં મસ્તક પર પડી અને તેઓ કાળધર્મ પામ્યા.
પછી રામ અને કૃષ્ણ નગરની બહાર નીકળી ગયા. ત્યાં તૃષાતુર કૃષ્ણનું જરાકુમારના હાથે મૃત્યુ થયું અને બલરામ સંસાર છોડી સાધુ થયા.
તાત્પર્ય કે એક વખતને બદસુરત, બેડેળ અને નિરાધાર નંદિષેણ તપના પ્રભાવથી બીજા જન્મમાં રમણીઓને અતિ વલ્લભ થશે અને અપૂર્વ સિદ્ધિ પામી જગ