________________
તપથી સવા કર્મોને નાશ થાય છે
૩૯ એટલે આ બધી ઝંઝટ છોડીને બ્રહ્મને ઓળખો અને તેની ઉપાસના કરે, તે તમારો ઉદ્ધાર થશે. આપણને ખરું આવરણ માયનું છે. એ માયાજાળ હઠવી જોઈ એ.
આ જગત મિથ્યા છે. આપણને જે કંઈ દેખાય છે તે બધું ખોટું છે, ભ્રમરૂપ છે, વાસ્તવિક્તાએ એમાં કંઈ જ નથી. ઝાંઝવાનાં નીર ખોટાં હેવા છતાં જેમ તે સાચા હેવાનો ભાસ થાય છે, તેમ શરીર, વસ્ત્ર, અલંકાર, ગૃહ, ક્ષેત્ર, ધન, ધાન્ય, ઢોરઢાંખર, માલમિલકત એ બધું મિથ્યા હોવા છતાં સાચા હોવાનો આપણને ભાસ થાય છે. જે એ ભાસ ટળી જાય અને તેને સ્વપ્નવત્ સમજીએ તે આપણે ઉદ્ધાર દૂર નથી. પછી તેમણે બકરિયા સિંહ વગેરેનાં દૃષ્ટાંત આપ્યાં. (એક સિંહનું બચ્ચું બકરીનાં ટેળામાં રહેવાથી બકરીના સ્વભાવનું થઈ ગયું, પણ જંગલમાં જતાં બીજા સિંહે તેનું સ્વરૂપ એળખાવ્યું. એટલે તે પિતાનું સાચું સ્વરૂપ જાણું શકયું. એ બકરિયા સિંહનાં દૃષ્ટાંતને સાર છે.)
પંડિતજીનું આ વ્યાખ્યાન સાંભળી શ્રોતાઓ ચકિત થઈ ગયા હતા અને એક બીજા સામું ટગર ટગર જોઈ રહ્યા હતા, એવામાં એક શ્રોતા ઉઠ, સીધે પંડિતજી પાસે ગયો અને તેમનું માથું પકડી જેરથી પાસેના થાંભલા સાથે અફળ્યું. આથી પંડિતજીનાં મસ્તકમાંથી લેહી નીકળવા લાગ્યું અને શ્રોતાઓમાં ભારે ગરબડ મચી રહી. પણ પેલે ત્યાંથી ખસે નહિ કે ખસવાની વૃત્તિ બતાવી નહિ.