________________
તપથી સવ કર્મીને નાશ થાય છે
કના સમૂહને હરવા માટે—ખેરવવા માટે તપ વિના ખીજી કાણુ સમર્થ છે અર્થાત્ કાઈ જ નહિં, '
૩૭
અહીં કોઈ એમ કહે કે ‘ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ખાળીને ભસ્મ કરે છે, એવુ ભગવદ્ગીતાનું વચન છે, (અ॰ ૪, શ્લા૦ ૩૭) તા તપ વડે સકસમૂહનો નાશ થાય છે, એમ કેમ માની શકાય ?” તા એનો ઉત્તર એ છે કે 'અહીં' કર્મ શબ્દથી આત્માના શુદ્ધ સ્વરૂપને મલિન કરનારી એક પ્રકારની પૌદ્ગલિક વણાએ સૂચિત છે અને ભગવદ્ગીતાનાં ઉપર્યુકત વચનમાં કે શબ્દથી ક્રિયાકાંડનું સૂચન છે, એટલે આ બે વસ્તુએ એક નથી. ત્યાં એમ કહેવાનો આશય છે કે જેને સર્વ સંશયાનો છેદ કરનારું શ્રેષ્ઠ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેને વિધિવિધાનો કે ક્રિયાકાંડની આવશ્યકતા રહેતી નથી. આગળના ચાર શ્લોકા જોવાથી આ વસ્તુની પ્રતીતિ થશે.
6
અહી' પ્રસંગવશાત્ એટલે ખુલાસેા કરી દઈએ કે કેટલાક લેાકેા ' બ્રહ્મ જ્ઞરું જ્ઞાન્ મિથ્યા' એ સૂત્ર સાંભળીને વેદાંતી બની જાય છે, અર્થાત્ · આત્માને અમે જાણી લીધેા, હવે અમારે ક્રિયાઓની જરૂર નથી’ એમ મેલવા લાગી જાય છે અને પૂર્વ મહાપુરુષાએ પાતાના અનુભવથી જે ક્રિયાઓ કે સાધનાના ઉપદેશ આપ્યા છે, તેની અવગણુના કરે છે. પરિણામે તેમની સ્થિતિ સાગરમાં ડૂબી રહેલા માણસને મહા મહેનતે હાથમાં આવેલું પાટિયું સરકી જવા જેવી થાય છે.