________________
તપના પ્રકારો • (૫) ધ્યાન-મનની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે. તે શુભ અધ્યવસાયપૂર્વક હોય તે તેનો સમાવેશ અત્યંતર તપમાં થાય છે. તેના ધર્મધ્યાન અને શુકલધ્યાન એવા બે ભેદે પ્રસિદ્ધ છે. એ દરેક ધ્યાનના પણ ચાર પ્રકારે છે, તેને કેટલેક પરિચય યોગાભ્યાસ નામના આગામી નિબંધથી મળી રહેશે. જન મહર્ષિએ કહે છે કે આ તપ કર્મરૂપી વનને બાળી મૂકવા માટે દાવાનળ જેવું છે, એટલે તેનો આશ્રય લેવાથી ઉઝમાં ઉગકર્મો પણ ચેડા વખતમાં નાશ પામે છે. . (૬) વ્યુત્સર્ગ–બુત્સર્ગ એટલે ત્યાગ. તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. તેમાં દ્રવ્યવ્યત્સર્ગના ચાર પ્રકારે છે : (૧) ગણવ્યુત્સર્ગ–લોકસમૂહનો ત્યાગ કરી એકાકી વિચરવું. (૨) શરીરવ્યુત્સર્ગ–શરીર પરની મમતા છેડી દેવી. (૩) ઉપધિવ્યુત્સર્ગ–વ, પાત્ર વગેરે ઉપધિ ઉપરની મમતા છેડી દેવી. (૪) ભક્તપાનબુત્સર્ગ આહારપાણીને ત્યાગ કરે કે જેને સંથારો કર્યો કહેવાય છે. દ્રવ્યત્રુત્સર્ગના ત્રણ પ્રકારે છે: (૧) કષાયબ્યુત્સર્ગ કષાયનો સંપૂર્ણ ત્યાગ કર. (૨) સંસારવ્યુત્સર્ગ–સંસારનો ત્યાગ કરો. અને (૩) કર્મભુત્સગ એટલે આઠે પ્રકારનાં કર્મોનો ત્યાગ કરવો. આ તપમાં શરીરવ્યુત્સર્ગ એટલે કાર્યોત્સર્ગની ગણના વિશેષ થાય છે. તેમાં કાયાને એક આસનથી, વક્શનને મૌનથી અને મનને ધ્યાનથી નિયંત્રિત કરવાનું હોય છે.
જૈન મહર્ષિઓ કહે છે કે
કી વિચારગણુબ્યુલ્સગજ કંટ્યુન્સ અને