________________
તપની મહત્તા
૮ બ્રહ્મ સત્ય' કન્ મિથ્યા” એ મહાવાકય છે. અને તેમાં સનાતન સત્યના રણકાર ગુજે છે, એમાં કાઈ શક નથી, પણ સાંપ્રત કાળે તેનો જે અર્થ સમજવામાં આવે છે ને તેના આધારે જે વ્યવહાર કરવામાં આવે છે, તે ખરાખર નથી. બ્રહ્મ સત્યં ના ખરા અથ એ છે કે આત્મા નિત્ય છે, તેજ ભવાંતરમાં ટકવાવાળા છે, એટલે તેનું સ્વરૂપ સમજવું જોઈ એ અને જે રીતે તેનુ કલ્યાણ થાય તે રીતે વર્તવું જાઈ એ. जगन् નિષ્ચાનો અર્થ એ છે કે આ જગના સર્વ વ્યવહાર મિથ્યા છે, સારહીન છે, એટલે તેમાં રાચવું નહિ. જેએ સંસારવ્યવહારમાં જ રાચી રહે છે, તેમને શ્રેયના લાભ થતા નથી. આની જગાએ આજે શુ' કહેવામાં આવે છે ને શું કરવામાં આવે છે ? તે અમે એક દૃષ્ટાંત દ્વારા જ રજૂ કરીશુ.
૩.
એક પંડિતજી શ્રોતાઓને વેદાંત ઉપર વ્યાખ્યાન આપી રહ્યા હતા. તેમાં તેમણે ક્રિયાકાંડની નિરર્થકતા ઉપર દલીલેા કરતાં જણાવ્યું કે—
તિલક કરતાં તેમન ગયાં, જપમાળાનાં નાકાં ગયાં;
કથા સૂણી સૂણી ફૂટયા કાન, તેાયે નાખ્યું બ્રહ્મજ્ઞાન, રાજ નાહી-ધોઈને કપાળે તિલક કરવું અને મંદિરે જઈ સેવાપૂ કરવી એ ચર્ચોમાં તેપન વર્ષો વીતી ગયાં. તે દરમિયાન માળાઓ પણ એટલી ફેરવી કે તેનાં નાકાં તૂટી ગયાં અને કથાએ એટલી સાંભળી કે કાન બહેરા થઈ ગયા. તે પણ બ્રહ્મ કેાને કહેવાય ? તેનું સ્વરૂપ કેવું હોય ? તેનો સાક્ષાત્કાર શી રીતે થાય ? તે જણી શકાયું નહિ.